Gujarati News

Gujarati News

News of Tuesday, 18th April 2017

વેકેશનમાં ફરવા જવા માટે લોકોમાં ઉમળકો

લેહ લડાખ-દાર્જીલિંગ-ગંગટોક-કુલુમનાલી-લોનાવાલા-મહાબળેશ્વર-ઇમેજિકા-ગોવા-કેરાલા-આબુ-બેંગ્‍લોર-ઉંટી-કોડાઇ કેનાલ-નૈનિતાલ-સોમનાથ-ચારધામ-આંદામાન નિકોબાર-રાનીખેત-કોર્બેટ-સાપુતરા-ડેલહાઉઝી-ખજજીયાર વિગેરે સ્‍થળોએ રજાઓ ગાળવા લોકો આતુર. : સિંગાપુર-મલેશીયા-થાઇલેન્‍ડ વીથ ક્રુઝના પેકેજીસ સહેલાણીઓને વધુ પસંદ. : હોંગકોંગ-મકાઉ-સેન્‍ઝેન પણ લોકો પ્રીફર કરે છે. : ફોરેનના નવા ડેસ્‍ટીનેશન

વાર્ષિક પરીક્ષાઓ પુરી થાય  અને ઉનાળુ વેકેશન પડી જાય એટલે બાળકો, વાલીઓ, વડીલો, શિક્ષકો વિગેરેને પણ હાશકારો થઇ જાય. સાથે - સાથે પરીક્ષાનું ટેન્‍શન અને થાક ઉતારતું વેકેશન પડે એટલે રજાનું નામ સાંભળીને દરેકનું મન મલકવા માંડે.

કોમ્‍યુનિકેશન, ટ્રાન્‍સપોર્ટેશન અને ટેકનોલોજીના હાલના ફાસ્‍ટ ફોરવર્ડ જમાનામાં ગુજરાત અને ભારત સહિત સમગ્ર વિશ્વમાં પ્રવાસન ઉદ્યોગ દિનબદિન જેટગતિએ વિસ્‍તાર પામી રહ્યો છે. લોકો પણ વિવિધ રજાઓમાં ‘ખાઓ પીઓ ને મોજ કરો' ની થીયરી અપનાવી બજેટને અનુરૂપ મનગમની જગ્‍યાએ સહેલગાહે નિકળી પડતા જોવા મળે છે.

ઉનાળાનું વેકેશન તાજેતરમાં જ પડયું છે અથવા તો ઘણી બધી જગ્‍યાએ નજીકના ભવિષ્‍યમાં પડવાનું છે ત્‍યારે રજાઓમાં સૌરાષ્‍ટ્ર, ગુજરાત, ભારત અને વિદેશોમાં સહેલાણીઓના હોટફેવરીટ ડેસ્‍ટીનેશન્‍સે લોકોમાં જબરૂં આકર્ષણ જમાવ્‍યું છે. ફરવા જવાના આવા જબ્‍બરદસ્‍ત ક્રેઝના ભાગરૂપે લોકો ફરવા જવા માટે અત્‍યારે તો જોરદાર તૈયારીમાં લાગી ગયા છે. ટીકીટો તથા હોટલ બુકીંગ માટે દોડાદોડી કરી રહ્યા છે.

પસંદગીના સ્‍થળોએ જવા માટે ટ્રેઇનોમાં લાંબુ વેઇટીંગ લિસ્‍ટ બની ગયુ હોવાનું જાણવા મળે છે. ટ્રેન-પ્‍લેન ઉપરાંત પસંદગીની બસોમાં પણ લાંબા વેઇટીંગ લીસ્‍ટસ ઓપરેટ  થઇ રહ્યા છે, તો સામે ઘણી બધી જગ્‍યાએ જવા માટે આ વર્ષે મંદી-નોટબંધી - ઇન્‍કમટેક્ષ ઇન્‍કવાયરીનો ડર વિગેરેને કારણે પસંદગીના સ્‍થળોએ અમુક અંશે સહેલાઇથી બુકીંગ પણ આヘર્યજનક રીતે મળી રહયા છે.

* તંત્ર દ્વારા અમદાવાદ સહિત અમુક જગ્‍યાએથી હોલી-ડે સ્‍પેશ્‍યલ કે સમર વેકેશન સ્‍પેશ્‍યલ ટ્રેનો દોડાવાઇ રહી છે. જેમાં પસંદગીના સ્‍થળોએ જવા માટે લોકો ધડાધડ બુકીંગ કરાવી રહ્યા છે. અમદાવાદથી દિલ્‍હી જતી રાજધાની એક્ષપ્રેસમાં આ વર્ષે આヘર્યજનક રીતે આવતા મહીનાની  અમુક ટીકીટો મળી રહી હોવાનું જાણવા મળે છે. કદાચ નોટબંધીની અસર હોઇ શકે. ટ્રેનોમાં રીઝર્વેશન મેળવવામાં પડતી તકલીફ સંદર્ભે કેન્‍દ્રના રેલ્‍વે મંત્રી સુરેશ પ્રભુની તાજેતરની જાહેરાત  સંદર્ભે કદાચ સરળતા થઇ શકે છે.

* આ વેકેશનમાં લોકો લેહ-લદાખ, દાર્જીલિંગ-ગંગટોક-સિક્કિમ, નૈનિતાલ, રાનીખેત-કોર્બેટ, કુલુમનાલી-સિમલા-ધરમશાલા, કાશ્‍મીર, ગોવા, મહાબળેશ્વર, લોનાવાલા, ખંડાલા, શીરડી, શનિદેવ, પંચમઢી (મધ્‍ય પ્રદેશ), દિવ, માઉન્‍ટ-આબુ, ઉજ્જૈન, ઇમેજિકા, હરીદ્વારા, ગોકુળ, મથુરા, દિલ્‍હી, સિમલા, ડેલ-હાઉઝી, આગ્રા, પંચગીની, એસેલવર્લ્‍ડ, અંબાજી, શ્રીનાથજી, વૈષ્‍ણોદેવી, ઉદયપુર, કુંબલગઢ, સાપુતારા, ઇલોરા, નાસીક, ત્રંબકેશ્વર, ધુષ્‍ણેશ્વર, ગાંધીનગર, પાવાગઢ, દત આશ્રમ, ઔરંગાબાદ, સાસણ ગીર, સોમનાથ, દ્વારકા, બેંગ્‍લોર, મૈસૂર, ઊંટી, કોડાઇ-કેનાલ, હૈદ્રાબાદ, હોલી-ડે-કેમ્‍પ, તિરૂપતી બાલાજી, રામેશ્વર, ગીરનાર, જૂનાગઢ, તુલસીશ્‍યામ, વીરપુર, બગદાણા, પરબ, ખજજીયાર, અમૃતસર, કેરાલા, કૈલાસ માનસરોવર, ભુજ, માંડવી, માતાનો મઢ, નારાયણ સરોવર, કોટેશ્વર, સફેદરણ, કાળો ડુંગર, સાળંગપુર(કષ્‍ટભંજનદેવ-હનુમાનદાદા), પોરબંદર, ચારધામ યાત્રા સહિતના વિવિધ સ્‍થળોએ વેકેશનની મોજ માણવા તલપાપડ બન્‍યા હોવાનું જોવા મળે છે.

* પસંદગીના સ્‍થળોએ જવા માટે ટ્રાફીકના કારણે સારા ડેસ્‍ટીનેશન્‍સની એર ટીકીટો ઘણી ઉંચી કિંમતમાં મળી રહી છે, જેને કારણે પેકેજની કિંમત ઘણી વધી જાય છે.

ઘણા કિસ્‍સામાં તો ડોમેસ્‍ટીક કરતા ઇન્‍ટરનેશનલ પેકેજીસ સસ્‍તા પડતા હોવાનું જોવા મળે છે.

* જો કે મંદી, મોંઘવારી, નોટબંધીની અસર, ઇન્‍કમટેક્ષ ઇન્‍કવાયરીનો ડર, બેંક ટ્રાન્‍ઝેકશન બાબતે પૂછપરછ વિગેરેને કારણે આ વર્ષે વેકેશનમાં ૪૦ ટકા જેટલો ઓછો ટ્રાફીક દેખાઇ રહ્યો હોવાનું અગ્રણી ટ્રાવેલ એજન્‍ટસ કહી રહ્યા છે. ઉપરાંત લોંગ ડીસ્‍ટન્‍સવાળા પેકેજીસના બદલે શોર્ટ ડીસ્‍ટન્‍સ, ઇઝી ટ્રાન્‍સપોર્ટેશન, અને વાહન વ્‍યવહારની પ્રાપ્‍યતા હોય તેવા પેકજીસ વધુ ચાલતા હોવાનું ફેવરીટ ટુર્સ એન્‍ડ ફોરેક્ષ પ્રા. લી.ના માલિક દિલીપભાઇ મસરાણી, (મો. ૯૮૭૯પ ૪૦૬૩૩) તથા દર્શીતભાઇ મસરાણીનું કહેવું છે.

*  ટ્રાવેલ એજન્‍ટસના બિઝનેસને અસર કરતું એક પરીબળ એ પણ ધ્‍યાનમાં આવ્‍યું છે કે હાલમાં ટ્રાવેલ એજન્‍ટના ૧૦ લાખના કમીશન ઉપર નવ ટકા જેટલો સર્વિસ ટેક્ષ લાગે છે. હવે જે લોકો વર્ષોથી એસ્‍ટાબ્‍લીસ્‍ડ  હોય તેઓએ ફરજીયાતપણે સર્વિસ ટેક્ષ (અગાઉના રેકર્ડ સંદર્ભે) ભરવો પડે છે. જયારે જે ટ્રાવેલ એજન્‍ટસ બજારમાં નવા આવે છે તેઓ કુલ પેકેજ કોસ્‍ટના નવ લાખ જેટલા કમીશને પહોંચી જાય કે તુરત જ નવી ફર્મ (કંપની) બનાવી દેતાં હોવાની ચર્ચા છે. જેને કારણે સર્વિસ ટેક્ષમાંથી બાદ રહી શકાય. વર્ષો જૂના એજન્‍ટસે આવી હરીફાઇનો સામનો કરવો પડતો હોવાનું પણ અમુક ટ્રાવેલ એજન્‍ટસ કહી રહ્યા છે.

ઉપરાંત જી. એસ. ટી. સંદર્ભે ટ્રાવેલ એજન્‍ટસ ઉપર ૧પ ટકા જેટલો ટેક્ષ આવવાની શકયતા છે. આને કારણે પણ ટ્રાવેલ માર્કેટની હાલત ખરાબ થવાનો ભય અમુક એજન્‍ટસ દ્વારા સેવાઇ રહ્યો છે.

*  પસંદગીના સ્‍થળોએ ઘણી જગ્‍યાએ હોટલ્‍સમાં રૂમ્‍સની અવેલેબિલીટી ન હોય, લોકોએ કોઇપણ કેટેગરીની હોટલ (સ્‍ટાન્‍ડર્ડથી માંડી સેવન સ્‍ટાર) માં જયાં પણ કન્‍ફર્મ બુકીંગ મળે ત્‍યાં જવા માટે નિકળવાની નહીતર વેઇટીંગનો સામનો કરવો પડતો હોય છે.

*  ઉતરાંચલના નૈનીતાલ રાનીખેત કોર્બેટના  ૬ રાત્રી ૭ દિવસના એકસ દિલ્‍હી પેકેજીસ પ્રતિ વ્‍યકિત રપ હજાર રૂ.માં મળી રહયા છે. અમદાવાદથી દિલ્‍હીની ટીકીટના ભાવમાં ફલકચ્‍યુએશન્‍સ જોવા મળતું હોય છે.

*  આ વખતે ઉનાળાના વેકેશનમાં કદાચ પ્રથમ વખત ટ્રેડીશ્નલ સાઉથ (બેંગ્‍લોર-મૈસુર-ઉટી-કોડાઇ કેનાલ)ચાલ્‍યુ હોવાનું જાણવા મળે છે.  તેના ૭ રાત્રી ૮ દિવસના એકસ બેંગ્‍લોર પેકેજ પ્રતિ વ્‍યકિત ર૮પ૦૦ રૂ. આસપાસ  (સ્‍ટાર કેટેગરી) ચપોચપ  ખપી રહયા છે. રાજકોટ-અમદાવાદથી બેંગ્‍લોરની ટ્રેઇન-ફલાઇટની ટીકીટ વ્‍યાજબી ભાવમાં મળી શકે છે.

*  મહાબળેશ્વર-લોનાવાલાના ૪ રાત્રી પ દિવસના થ્રીસ્‍ટાર એકસ મુંબઇ પેકેજ  ૧૫ હજાર આસપાસ વ્‍યકિતદીઠ વેચાઇ રહયા છે.

*  દર વર્ષની જેમ આ વર્ષે પણ ગોવા ઓલટાઇમ  હાઇ રહયું છે. લકઝુરીયસ ફોર સ્‍ટાર હોટલ સાથેના ૩ રાત્રી ૪ દિવસના એકસ ગોવા પેકેજીસ પ્રતિ વ્‍યકિત ૧૦ હજારથી માંડી ૩૦ હજાર સુધીમાં હોટેલની કેટેગરી વાઇઝ બુક થઇ રહયા છે. ઘણી ટ્રાવેલ્‍સ એજન્‍સીઓ આના કરતા પણ ઓછા ભાવમાં ગોવાના પેકેજ ઓફર કરી રહયાનું જોવા મળે છે.

*  સાસણગીર દિવ જેવા ડેસ્‍ટીનેશન્‍સ ઉનાળામાં પ્રમાણમાં ઓછા ચાલે છે તો સામે સાપુતારા માઉન્‍ટ આબુ જેવી જગ્‍યાએ જવા માટે લોકો પોતાપોતાની રીતે પ્રાઇવેટ વ્‍હીકલ્‍સમાં ઉમળકાભેર ગૃપ સાથે નિકળી પડતા જોવા મળે છે.

*  ઉનાળુ વેકેશન દરમ્‍યાન રાજકોટથી ટ્રેઇન-પ્‍લેન દ્વારા બેસ્‍ટ ટુર્સ એન્‍ડ ફોરેક્ષ પ્રા.લી. (મો. ૯૯૦૯ર પ૪૮૦૦) ના દિલ્‍હી બેંગ્‍લોર મુંબઇ બાગડોગરા કોચીન ગોવા અમદાવાદ સહીતના સ્‍થળો સંદર્ભેના પેકેજ સહીત વિવિધ ડોમેસ્‍ટીક પેકેજીસ ઉપડી રહયા છે.

*  રાજકોટના કેશવી ટુર્સ એન્‍ડ ટ્રાવેલ્‍સ દ્વારા પણ (મો. ૯પ૭૪૩ ૯૬૯૯૯) ગોવા, દાર્જીલીંગ, ગંગટોક, સિમલા, મનાલી, હૈદ્રાબાદ, શ્રીનગર  જમ્‍મુ , કેરાલા ,  આંદામાન નિકોબાર, ઋષિકેશ, ચાર ધામ, નૈનીતાલ, કોર્બેટ, કૈલાસ માન સરોવર, સાઉથ-કુર્ગ, ઉંટી વિગેરેના વિવિધ રેઇટસના પેકેજ ઉપડી રહયા છે. એ.સી, નોન એ.સી બસ દ્વારા પણ વર્ષોથી પેકેજ ઉપડી રહયા  છે.

* રાજકોટના જીરાવાલા ટુરીઝમ (બીરેનભાઇ ધ્રુવ મો. ૯૩૭પ૬ ૪૮પ૦૦) દ્વારા પણ એ.સી, નોન એ.સી સ્‍લીપર કોચ બસ દ્વારા અલગ-અલગ ભાવના પેકેજ સતત ઉપડી રહયા છે. જેમાં કાશ્‍મીર -શ્રીનગર,  શ્રી વૈષ્‍ણોદેવી, સિમલા, કુલુમનાલી, હરીદ્વાર, મથુરા, આગ્રા, દિલ્‍હી, ડેલહાઉસી, ચાર ધામ યાત્રા, ગોવા, મહાબળેશ્વર, લોનાવાલા, સપ્‍ત જયોર્તીલિંગ, કન્‍યાકુમારી, તિરૂપતી બાલાજી,  નેપાળ, પોખરા, દાર્જીલિંગ, બનારસ, કોલકતા, ચંપારણ્‍ય, ગંગા સાગર, જગન્‍નાથ પુરીનો સમાવેશ થાય છે.

* ગુજરાત સરકાર માન્‍ય એલટીસી ડોમેસ્‍ટીક પ્રવાસો પણ કેશવી ટુર્સ એન્‍ડ ટ્રાવેલ્‍સ, નુતન ટ્રાવેલ્‍સ (મો. ૯૪ર૭૪ પપર૭૪) સહીતના ઓપરેટર્સ પણ ઉપાડી રહયા છે. નવભારત હોલીડેઝ રાજકોટ (ફોન નં. ૦ર૮૧-ર૪૬૭૬૮૮) દ્વારા પણ વિવિધ ડોમેસ્‍ટીક પેકેજીસ ઉપડી રહયા છે.

* રાજકોટના કાલાવડ રોડ ઉપર ન્‍યારી ડેમના રસ્‍તે જતા આવેલ વિખ્‍યાત રીજન્‍સી લગૂન રિસોર્ટ પણ લકઝરીયસ બનાવ્‍યો છે, કે જ્‍યાં કમ્‍પલીટ ફુડ અને વિવિધ એમીનિટીઝ સાથે યાદગાર રજાઓ ગાળી શકાય છે.

* આ ઉપરાંત બસ ટ્રેન પ્‍લેન એમ વિવિધ રીતે રાજકોટથી ઘણાં બધા ટ્રાવેલ એજન્‍ટસ ડોમેસ્‍ટીક પેકેજીસ લઇ જતા હોય છે. જેમાં વૃંદાવન યાત્રા સંઘ (મો.૯૮૯૮૩ પ૦૦૯૬), સાગર ટ્રાવેલ્‍સ (૯૪ર૬૦ ર૦ર૧૦), ડોલ્‍ફીન ટુરીઝમ (૦ર૮૧-રપ૭ર૧૭૩), જય ગણેશ ટુર્સ (૯૯ર૪પ ર૦૭૧૮), પટેલ હોલીડેઝ (૯૪ર૯૦ ૪૩૫૮૮), ચૌધરી યાત્રા સંઘ (૭૦૪૬૦ ૧રપ૧૧) ટ્રાન્‍સટુર (૯૪ર૭ર ર૬ર૪ર), સોની ટુરીઝમ (૭૪૩પ૯ રપ૭૬૭), બાલભદ્ર હોલીડેઝ (૯પ૮૬૯ ૭૦રરર), જીરાવાલા ટુર્સ (૦ર૮૧-ર૪૮૧૧૧૪), શ્રી જલારામ ટુર્સ (૯૬૮૭પ૭ ૧૬૬૧), ગાંધી ટુર્સ એન્‍ડ ટ્રાવેલ્‍સ (૯૯૭૮૧ ર૧૯૯૯), વેદાંશી ટ્રાવેલ્‍સ (૮૯૦પ૭ ૭૭૩૩૩), ધ રૂદ્ર ટ્રાવેલ્‍સ (૯પ૧૦૦ ૭૭૭૭૧), કનૈયા ટ્રાવેલ્‍સ (૯૮ર૪ર ૧૦૪૭૭), જરીવાલા હોલીડેઝ (૯૧૭૩૩ ૯૧૩૩૩), ચિરાગ ટ્રાવેલ્‍સ-અમદાવાદ (૯૮રપ૦ રપ૧૭૭), શિવ ટ્રાવેલ્‍સ (૦ર૮૧-ર૪પર૯૮૦), અખિલભારત ટુર્સ (૯૮રપ૯ ૧૧૯ર૦), અજય મોદી ટુર્સ (૯૦૩૩ર ૯૬૯૯૯), ત્રાડા હોલીડેઝ (૯૭૧ર૮ ૯૬ર૬૬), ડોલ્‍ફીન ટુરીઝમ(૮૪૬૦૩ ૪૪૪૪૦), જય ટુર્સ-અમદાવાદ (૯૯૦૪૯ ર૭૩૩૩),એટલાન્‍ટા વર્લ્‍ડ ટ્રાવેર્લ્‍સ (૭૬૦૦૬ ૯૭૭૦૧), પેલિકન ટુર્સ એન્‍ડ ટ્રાવેલ્‍સ (૯૦૧૬૨ ૧૮૯૧૮) વિગેરેનો સમાવેશ થાય છે.

ફોરેન ટુરના વિવિધ પેકેજીસ

* ઉનાળાના વેકેશનમાં ફોરેન જવાવાળા સહેલાણીઓની વાત કરીએ તો ગરમી હોવા છતા પણ ઘણા લોકો દુબઇ જવાનું પ્રીફર કરી રહ્યા છે, જે આヘર્ય પમાડે તેવી વાત છે. દુબઇના પ રાત્રી ૬ દિવસના એકસ અમદાવાદ અને રાજકોટના પેકેજ ૪પ હજારથી માંડીને ૭૦ હજાર સુધી હોટલની કેટેગરી પ્રમાણે પ્રતિવ્‍યકિત બજારમાં ખપી રહ્યા છે. ઘણા કિસ્‍સામાં ડોમેસ્‍ટીક ડેસ્‍ટીનેશન કરતા ઇન્‍ટરનેશનલ ડેસ્‍ટીનેશન સસ્‍તુ પડતું હોવાથી લોકો ફોરેનનો ક્રેઝ મૂકી શકતા નથી.

* રાજકોટથી બેસ્‍ટ ટુર્સના (મો.૯૭ર૭૧ પ૩૮૦૦) હોંગકોંગ, જોહાનીસબર્ગ અને બાલીના પેકેજ સહિતના ઇન્‍ટરનેશનલ પેકેજીસ ઉપડી રહ્યા છે.

* રાજકોટની ફેવરીટ ટુર્સ એન્‍ડ ફોરેક્ષ (૯૮૭૯પ ૪૦૬૩૩) તથા કેશવી  ટુર્સ એન્‍ડ ટ્રાવેલ્‍સ (૯પ૭૪ર ૯૬૯૯૯), ના વિવિધ ઇન્‍ટરનેશનલ પેકેજીસ અવિરત ઉપડી રહ્યા છે.

* સિંગાપુર-મલેશીયા-થાઇલેન્‍ડ વીથ ક્‍ુઝના ૧૩ રાત્રી ૧૪ દિવસના એકસ રાજકોટ પેકેજ પ્રતિવ્‍યકિત ૧,રપ૦૦૦/- આસપાસ બુક થઇ રહ્યા છે.

* સાથે-સાથે હોંગકોંગ મકાઉ-સેન્‍ઝેન (ચાઇના)ના ૯ રાત્રી ૧૦ દિવસના એકસ અમદાવાદ પેકજ ૧,૧૦૦૦૦/- રૂ. આસપાસ ઉપડી રહ્યા છે.

* રાજકોટથી રાજકોટ સિંગાપુર-બાલી (ઇન્‍ડોનેશીયા) ના ૯ રાત્રી ૧૦ દિવસના પેકેજીસ એકલાખ રૂ. આસપાસ જઇ રહ્યા છ.ે

દરેક પેકેજમાં હોટલની કેટેગરી, ફેસેલીટીઝ,  ફુડ, સાઇટ સીન્‍સ વિગેરે સંદર્ભે ભાવમાં ફેરફાર શકય છે.

* માત્ર બાલી (ઇન્‍ડોનેશીયા) ના ફોર સ્‍ટાર રીસોર્ટ સાથેના ૬ રાત્રીના એકસ અમદાવાદ પેકેજીસ ૯૦ હજાર આસપાસ જઇ રહ્યા છે. તો સાથે -સાથે માત્ર થાઇલેન્‍ડના ૬ દિવસના પેકેજ  પ્રતિ વ્‍યકિત ૩પ હજારથી માંડીને પ૦ હજાર સુધીમાં વેચાઇ રહ્યાનું જાણવા મળે છે.

* રેગ્‍યુલર કહેવાતા પેકેજીસ જેવા કે મોરેશીયસ, માલદિવ્‍ઝ, શ્રીલંકા, થાઇલેન્‍ડ (ફુકેત, ક્રાબી, કોહસામુઇ, ચિયાંગમઇ) વિગેરે પ્રતિ વ્‍યકિત ૩૦ હજારથી લઇ ૧.રપ લાખ સુધીમાં બુક થઇ રહ્યા છે.

* આ વખતે યુરોપ અને યુ.એસ.ના પેકેજીસમાં નોટબંધી, આઇ.ટી.ઇન્‍કવાયરીનો ડર, યુરોપ સહિતના મોટા પેકેજમાં વધુ સર્વિસ ટેક્ષ વિગેરેને કારણે મંદી દેખાઇ રહી છે. કારણ કે આવા પેકેજ પ્રતિ વ્‍યકિત અઢી લાખથી  ઉપર થઇ જાય છે.

યુરોપના ૧૭ દિવસનો એકસ રાજકોટ પેકેજ પોણા ત્રણ લાખ આસપાસ વેચાઇ રહ્યો છે. ઘણાં ટુર ઓપરેટર્સ લંડનથી ડાયરેકટર પેકેજ કરાવી દેતા હોવાનું સંભળાય છે. જેથી સર્વિસ ટેક્ષમાં ઘણા બધો ફાયદો થતો હોવાનું સામે આવ્‍યું છે. હરીફાઇના યુગમાં ગ્રાહકોને ફાયદો થતો જોવા મળે છે.

* અમેરિકાનો (યુ. એસ.) કેનેડા સાથેનો રપ દિવસનો એકસ રાજકોટ પેકેજ પ્રતિ વ્‍યકિત પ લાખ રૂપિયા આસપાસ થતો હોય છે. જે પ્રમાણમાં ઘણો મોંઘો કહી શકાય.

* ફોરેનના નવા ડેસ્‍ટીનેશન તરીકે રશીયાની બાજૂમાં આવેલ સીઆઇએસ કન્‍ટ્રીઝમાનું એક કીર્ગીસ્‍તાન ચાલ્‍યું હોવાનું જોવા મળે છે. જેનું કેપીટલ બિસ્‍કેક છે. અહીં સીંગલ તેમજ ફેમીલી પેકેજ બંને બુક થઇ રહ્યા છે. હોટલની કેટેગરી પ્રમાણે તથા એરફેર, ફુડ અને વિઝા સહિતના ચાર રાત્રી પાંચ દિવસના એકસ દિલ્‍હી પેકેજ પ્રતિ વ્‍યકિત ૪પ હજારથી ૭૦ હજાર સુધીમાં બુક  થઇ રહ્યા છે.

ચર્ચાતી વિગતો પ્રમાણે ઉઝબેકીસ્‍તાન અને કઝાકીસ્‍તાનમાં ચીટીંગ થવાના ભયને કારણે લોકો અત્‍યારે સારા વાતાવરણને  લીધે કીર્ગીસ્‍તાન પસંદ કરી રહ્યા છે.

* રાજકોટથી તથા અન્‍ય જગ્‍યાએથી ઘણા ટુર ઓપરેટર્સ વિવિધ ફેસેલીટીઝ અને રેઇટસ સાથેના ઇન્‍ટરનેશનલ પેકેજીસ ઉપાડી રહ્યા છે જેમાં ફેવરીટ ટુર્સ એન્‍ડ ફોરેક્ષ (૦૨૮૧-૨૪૮૨૭૫૧), બેસ્‍ટ ટુર્સ એન્‍ડ ફોરેક્ષ (૯૭૨૭૧-૫૩૮૦૦), કેશવી ટુર્સ (૯૫૮૬૩-૪૮૦૮૦), બોન વોયેજ ફોરેક્ષ (૦૨૮૧-૨૨૨૦૦૦૯), બોનટોન હોલીડેઝ (૯૯૦૯૯-૩૯૬૬૯), ટ્રાવેલ વર્લ્‍ડ એન્‍ડ હોલીડેઝ (૯૮૯૮૯-૭૬૬૬૧), કામ્‍પસ ટ્રીપ (૮૪૯૦૦-૪૯૨૫૬), અજય મોદી (૭૦૪૩૦-૧૦૧૬૧), ટ્રાવેલ હોલીક (૮૮૬૬૦-૬૫૭૭૭), પટેલ હોલીડેઝ (૯૮૭૯૦-૯૫૦૦૨), બી ટુરીઝમ (૯૪૨૬૪-૪૭૪૯૬), આઇકોનિક હોલીડેઝ (૯૭૨૭૨-૦૧૦૨૦), ફેસ્‍ટીવ હોલીડેઝ (૯૭૩૭૮-૭૭૭૭૯), આરોહી ટુર્સ એન્‍ડ ટ્રાવેલ્‍સ (૮૪૮૭૦-૦૦૦૭૦-રૂદ્રભાઇ મહેતા),હેપ્‍પી સફર(૯૯૦૯૯ ૯૦૧૮૯), એટલાન્‍ટા વર્લ્‍ડ ટ્રાવેર્લ્‍સ (૭૬૦૦૬ ૯૭૭૦૧) વિગેરેનો સમાવેશ થાય છે.

* વિવિધ ઇન્‍ટરનેશનલ ફેન્‍ચાઇઝી અને ચેઇન પણ ફોરેનના શોખીનો માટે આશીર્વાદરૂપ છે. જેમાં થોમસ કુક,કોક્ષ એન્‍ડ કિંગ્‍સ, SOTC, કેસરી, વીણા વર્લ્‍ડ, ફલેમીંગો, ACE ટુર્સ, સ્‍ટાર ટુર્સ વિગેરે છે. ઇન્‍ટરનેટના જમાનામાં મેક માય ટ્રીપ નામનું વેબપોર્ટલ પણ અવલેબલ છે. વિવિધ ડેસ્‍ટીનેશન્‍સ ઉપર ઓનલાઇન બુકીંગ પણ કરાવી શકાય છે. આવી બધી ફેસેલીટીઝને કારણે ડિસ્‍કાઉન્‍ટ અને બેસ્‍ટ પ્રાઇસ મળી શકે છે કે જે આજના કોમ્‍પીટીટીવ વર્લ્‍ડનું એક અનિવાર્ય પાસુ મનાય છે.

(કોઇપણ જગ્‍યા માટેના પેકેજ લેતા પહેલા કે હોટલ બુકીંગ સહિતના તમામ બુકીંગ કરાવતા પહેલા ટુર પેકેજ વિશેની સંપુર્ણ માહિતીની ચોખવટ જે તે જવાબદાર વ્‍યકિત સાથે કરી લેવી હિતાવહ છે કે જેથી ટુર દરમ્‍યાન કંઇ અગવડતા ન ભોગવવી પડે. બને તો લેખિતમાં લેવાનો આગ્રહ રાખી શકાય.)

* આ સાલ મંદી, મોંઘવારી, નોટબંધી, ઇન્‍કમટેક્ષ ડીપાર્ટમેન્‍ટ દ્વારા પુછપરછનો ડર વિગેરેને કારણે ટ્રાફીક પર અસર દેખાઇ રહ્યાનું અગ્રણી ટ્રાવેલ એજન્‍ટ કહી રહ્યા છે. વિવિધ પેકેજીસના રેઇટસમાં પણ ઘણો ખરો ફેરફાર જોવા મળી રહ્યો છે.

રાજયમાં અમુક ટ્રાવેલ એજન્‍ટસને તો ધારણા મુજબ પોતાના પર્સનલ પેકેજના બુકીંગ ન મળતા તથા અગાઉ લીધેલ બ્‍લોક બુકીંગ ફુલ ન થતા તેઓએ અન્‍ય ટ્રાવેલ એજન્‍ટસ સાથે ટાઇઅપ કરી સંયુકત રીતે વિવિધ પેકેજીસ ડિઝાઇન કર્યાનું પણ સાંભળવા મળે છે.

* છતાં પણ આજના ગ્‍લોબલાઇઝેશન સાથેના હાઇટેક યુગમાં દેશ-પરદેશમાં વિવિધ જગ્‍યાએ ઉનાળાની રજાઓ માણતા અને ‘વિશ્વ પ્રવાસી' તરીકે નામના મેળવતા ગુજરાતીઓ ગુજરાતીઓ અને સૌરાષ્‍ટ્રવાસીઓ ન મળે તો જ નવાઇ.

સમયની સાથે સાથે ચાલીને સમગ્ર વિશ્વ સાથે એક સૂત્રતા જાળવી રાખવી એ જ ગુજરાત-સૌરાષ્‍ટ્રની ખમરવંતી પ્રજાની સાચી ઓળખ છે.

સર્વેને હેપી જર્ની તથા વેકશનની હ્રદયપુર્વકની ખુબ ખુબ શુભેચ્‍છાઓ...

જયશ્રી કૃષ્‍ણ...

-: આલેખન :-

ડૉ. પરાગ દેવાણી

મો. ૯૮૨૪૪ ૫૧૫૪૧

(4:49 pm IST)