Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2016

મુકત બજાર આધારિત અર્થતંત્રમાં આર.બી.આઇ.નો અભિગમ

રાજકોટ,: - ભારતીય અર્થતંત્રને વેગ આપવા તેમજ મુકત બજાર આધારિત અર્થતંત્રમાં આદર્શ સ્‍થિતિ એવી હોઇ શકે જેમાં ધંધો કરવા માટે નિયંત્રણો ઓછામાં ઓછા હોય અને બધુ સાંગોપાંગ ચાલી રહ્યુ છે, તે જોવાની વ્‍યવસ્‍થા વધારે સારી રીતે મુડી બજારમાં ગોઠવાયેલી રહે તે જોવાનું મુખ્‍ય ઉદેશ આર.બી.આઇ. દ્વારા છેલ્લા પાંચ-છ વર્ષથી આ અભિગમનાં અમલીકરણની દિશામાં આગળ વધી રહી છે અને તેની સાથે-સાથે કેટલાંક શાણપણ ભરેલા પગલાઓ સતત લેવામાં આવી રહ્યા છે. જેમકે ગયા વર્ષે તમામ સરકારી તથા પ્રાયવેટ બેંકોનાં સરવૈયામાં મિલ્‍કતોની વાસ્‍તવિકતા પ્રતિબિંબિત થતી હોય અને કંપનીમાં  એકસપોઝર પર એક મર્યાદાઓ ધિરાણ ઉપર લાવવાની પ્રતિક્રિયા આર.બી.આઇ. દ્વારા પ્રસંશનીય પગલું ભર્યું. આ પ્રતિક્રીયાથી બેન્‍કોનાં સાચા પાકા સરવૈયાઓ રજુ થયા. અનેક એન.પી.એ તથા લોસ ખાતાઓ માંડી વાળતા બેંકોનાં નફાને સારી એવી નુકશાની ભોગવવી પડી. તેની સામે સરવૈયાઓ સ્‍વચ્‍છ કરવાની બેન્‍કોએ અનેક કસરતો કરવી પડી.

તેની સાથે આર.બી.આઇ.એ એ વાતનો ખ્‍યાલ રાખી રહી છે કે, બેંકો માટે ધંધો કરવાનું સરળ અને પડકારજનક માહોલમાં પણ વધારેને વધારે સારી સ્‍પર્ધા કરી શકે. સરકારી, પ્રાયવેટ તેમજ કો-ઓપરેટીવ બેન્‍કોએ પોતાનાં ડીપોઝીટરોને જુદી-જુદી રોકાણ સ્‍કીમો, પ્‍લાનમાં વ્‍યાજ દર કેટલો આપવો કે ધિરાણ લેનાર પાસેથી તેની મિલ્‍કતોનાં માર્કેટ સીકયુરીટી સામે કેટલો દર વ્‍યાજ નકકી કરવો તે બેંકો પર છોડયું. આ ઉપરાંત બેંકો ગ્રાહકોને આકર્ષવા જુદી-જુદી ફ્રી સવલતો આપવાનું કે અમુક સવલતો ઉપર બેન્‍કો નકકી કરે તે દરે સવલત ચાર્જ લેવાનું જે તે બેંકો ઉપર છોડયું.

- સેવીંગ તથા કરન્‍ટ ખાતાઓ જે ને લો-ડીપોઝીટ ખાતાઓ ઉપર પણ કેટલું વ્‍યાજ કે મીનીમમ બેલેન્‍સ રાખવાનું પણ બેંકો ઉપર છોડેલ છે. સામાન્‍ય રીતે બચત ખાતાઓ ઉપર તમામ સરકારી બેંકો ફકત ૪% વાર્ષીક દરે વ્‍યાજ ચુકવે છે. કારણ કે તે સરકારી માલીકીની બેન્‍કો છે. સામાન્‍ય લોકો સરકારી બેંકો હોવાથી તેની સધ્‍ધરતા વધુ માને છે તથા તેમનો ગ્રાહકોનો વ્‍યાપ મોટો છે. જેની સામે સેવીંગ ખાતાઓ મેળવવા મીનીમમ બેલેન્‍સ રકમ નકકી કરી, ખાનગી ક્ષેત્રની બેંક કોટક મહીન્‍દ્રા અને યસ બેન્‍ક ૬ થી ૭ ટકા વ્‍યાજની ઓફર કરીને વધુને વધુ સેવીંગ ખાતાઓ ખેંચવા પ્રયત્‍નો કરી જારી રાખે છે. આવી જ રીતે સરકારી બેંકો પોતાની સધ્‍ધરતા અન્‍ય બેંકો કરતાં ઘણી વધુ છે. તે જાણી સરકારી બેંકો થાપણો ઉપર દર ઓછા રાખીને પણ ફીકસ ડીપોઝીટો પ્રાપ્ત કરે છે. જેની સામે ખાનગી બેંકો  તથા કો-ઓપરેટીવ બેન્‍કોને થાપણ મેળવવા વધુ વ્‍યાજ ઓફર કરી થાપણો પ્રાપ્ત કરવાનાં સંઘર્ષો  કરતા રહે છે. આવી જ રીતે જો આર.બી.આ.  પરમીશન આપે  તો કરન્‍ટ ખાતામાં ૧ થી ર ટકા અને સેવીંગ ખાતામાં પ% થી ૬% વ્‍યાજ દર રાખી વધુને વધુ ભંડોળ એકઠુ કરવું જરૂરી છે.

- કો-ઓપરેટીવ બેન્‍કો પોતાની સધ્‍ધરતાની સ્‍પર્ધા કરી રહ્યા છે. આ ઉપરાંત સરકારી તથા ખાનગી બેંકોની સામે પ્રતિષ્‍ઠિત કો-ઓપરેટીવ બેન્‍કો પોતાની બેંકોનું ગ્રોસ આવક સામે એકદમ ઓછું અથવા ‘‘નો એન.પી.એ.''ની પ્રતિષ્‍ઠા મેળવી મુડી બજારમાં પોતાનું પ્રભુત્‍વ જાળવી રાખવા સતત પ્રયત્‍નો કરી જાળવી રાખવા પ્રતિબંધતા કરી વિકાસ કરવા સરકારી તથા ખાનગી બેંકો સામે રણક્ષેત્રમાં કાર્ય કરે છે. - આમ  મુડી બજારમાં આર.બી.આઇ. ભલે નિયમનકાર ઓથોરીટી હોઇ છતાં બેંકોને થાપણ અને ધિરાણો પરનાં વ્‍યાજ દર નકકી કરવાની તથા વધુને વધુ ફ્રી સવલતો થાપણદારો તથા વેપાર-ઉદ્યોગોને આપવા છુટ આપી મુડીબજારોમાં વધુ સ્‍પર્ધાત્‍મક અને ઓછામાં ઓછા નિયંત્રણો નાખી  બધુ જ સરળતાથી કાર્યો થાય તેવા અીભગમનાં અમલીકરણની દિશામાં આગળ વધી રહી છે. સહકારી બેંકોએ સરકારી બેંકો તથા મોટી પ્રાયવેટ બેંકો સામે વધુ સ્‍પર્ધાતક બનવું પડશે.

:: લેખક ::

નીતિન કામદાર

સી.એ. રાજકોટ

ફોન નં. (૦ર૮૧) રરર૭૬૮૮

 

(5:04 pm IST)
  • મુંબઈમાં મુશળધાર વરસાદ: બદલાપૂર, ડોમ્બિવલી, વિક્રોલીમાં પવન સાથે વરસાદ તૂટી પડ્યો: કેટલાય સ્થળોએ લાઇટો ગૂલ :મુંબઈના મલબારહીલ વિસ્તારમાં ધોધમાર વરસાદ :રસ્તાઓમાં પાણી ભરાયા :કેટલાય જગ્યાએ વાહનચાલકો ફસાયા access_time 12:33 am IST

  • સ્ક્રેપના કોન્ટ્રાકટર પાસેથી બોફોર્સમાં તોપ અને ટેન્કના ગોળા મળતા ખળભળાટ ;પાકિસ્તાન સરહદે સ્થિત જેસલમેરમાં મોટી કાર્યવાહી :પોખરણ ક્ષેત્રમાંથી સ્ક્રેપ ખરીદનાર એક મોટા કોન્ટ્રાકટરના ગોદામમાથી મોટી સંખ્યામાં ગોળા જપ્ત :સેનાના ઇન્ટેલિજન્સે સમગ્ર વિસ્તાર સીલ કરી દીધો :સૈન્ય અધિકારીઓ પહોંચ્યા :બૉમ્બ-ગોળાની ગણત્રીચાલુ access_time 1:25 am IST

  • ઓપરેશન બ્લુસ્ટારની વરસીએ સુરક્ષા વધારાઈ :પોલીસકર્મીની રાજા કેન્સલ :મંદિર પરિસર આસપાસ 3200 પોલીસ જવાનો તૈનાત :શહેરના પ્રવેશ માર્ગો પર મોટો પોલીસ કાફલો ખડકી દેવાયો :એરપોર્ટ, રેલવે સ્ટેશન અને શહેરમાં આવતા તમામ માર્ગોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો ;વાહનોનું ચેકીંગ access_time 12:29 am IST