Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2016

દિવાળીમાં ફરવા જવા માટે લોકો અધીરા બન્યા !

ગોવા-કેરાલા-મનાલી-લોનાવાલા-મહાબળેશ્વર-ઇમેજિકા-મથુરા-હરીદ્વારા-દાર્જીલીંગ-ઉંટી-જેસલમેર-સાસણગીર-દિવ-સોમનાથ-રામેશ્વર-તિરૂપતી બાલાજી-આંદામાન-નેપાળ-ભુતાનની સહેલગાહે નિકળવા લોકોમાં ઉત્સુકતાઃ ફોરેન ટુરમાં આ વર્ષે પણ દુબઇ બંબાટ ચાલ્યું: સિંગાપુર-મલેશીયા-થાઇલેન્ડ-હોંગકોંગ-મકાઉ માટે પણ લોકોનો ધસારોઃ ક્રુઝના સ્પેશ્યલ પેકેજીસ પણ સેલ થઇ રહ્યા છેઃ નવા ડેસ્ટીનેશન્સ તરીકે સેસલ્સ અને

ભારત સહિત સમગ્ર વિશ્વમાં દિવસે-દિવસે ટુરીઝમ ઇન્ડસ્ટ્રીઝનું કદ વધતું જાય છે. ટ્રાન્સપોર્ટેશન, કોમ્યુનિકેશન, ટેકનોલોજી, ઇન્ટરનેટ, ઇન્ફર્ર્મેશન વિગેરે પરીબળોને કારણે લોકોમાં વિવિધ તહેવારો નિમિતે બહાર ફરવા જવાનો ટ્રેન્ડ સતત વધી રહ્યો હોવાનું દેખાય છે. પછી તે ડોમેસ્ટીક-ઇન્ટરનેશનલ ટૂર હોય કે નજીકના ફરવાના સ્થળો હોય કે પછી પોતાના ફાર્મહાઉસ-વીક એન્ડ બંગલા પણ હોઇ શકે.

આજની ર૧મી સદીના નવા ટ્રેન્ડ પ્રમાણે વિવિધ તહેવારોમાં  લોકો ઘરે રહેવાને બદલે પોતપોતાના ગ્રુપ-સર્કલ સાથે કે પછી માત્ર ફેમીલી સાથે પોતાના બજેટ પ્રમાણે વિવિધ જગ્યાઓએ ફરવા ઉપડી  જતા જોવા મળે છે.

એક મહિના પછી આવતી દિવાળી ઉપર પણ ભારત અને વિદેશોમાં સહેલાણીઓના ફેવરીટ ડેસ્ટીનેશન્સે લોકોમાં જબ્બર આકર્ષણ જગાવ્યું છેે. સહેલગાહે ઉપડવા માટે અધીરા બનેલા લોકોએ અત્યારથી જ જોરદાર તૈયારીઓ કરવા માંડી છે. પોતાની મનગમતી હોટલો અને મનગમતા સ્થળોની ટીકીટો સરળતાથી મળી રહે તે માટે લોકો દોડાદોડી કરી રહ્યા છે.

 પસંદગીના સ્થળોએ જવા  માટે ટ્રેઇનોમાં લાંબુ વેઇટીંગ લીસ્ટ બની ગયાનું જાણવા મળે છે. ટ્રેન-પ્લેન ઉપરાંત પસંદગીની બસોમાં પણ લાંબા વેઇટીંગ લીસ્ટસ ઓપરેટ થઇ રહ્યા છે. તંત્ર દ્વારા અમદાવાદ સહિત અમુક જગ્યાએથી તો હોલી-ડે સ્પેશ્યલ ટ્રેનો દોડાવવા છતાં પણ દિવાળી તથા વેકેશન દરમ્યાન પસંદગીની તમામ ટ્રેનો હાઉસફુલ (નો-રૂમ્સ) જોવા મળતી હોય છે.

ભાઇબીજ નિમિતે મથુરાનું અસામાન્ય મહત્વ હોવાથી તથા ગંગાસ્નાન માટે પણ ભાવિકોનો અવિરત પ્રવાહ રહેતો હોવાથી દિલ્હી, હરીદ્વાર, મથુરા, બનારસ તરફની ટ્રેઇનોમાં આવવા -જવામાં રાજકોટ અને અમદાવાદથી ટીકીટ માટે ભારે ધસારો રહે છે.

 આ વર્ષે લોકો એવરગ્રીન એવું ગોવા, મહાબળેશ્વર, લોનાવાલા, ખંડાલા, પંચગીની, એસેલવર્લ્ડ, કેરાલા, બેંગ્લોર, ઉદયપુર, સાસણગીર, હોલી-ડે કેમ્પ, શીરડી, શનિદેવ, લવાસા, ઇમેજિકા, દિવ, માઉન્ટ આબુ,પંચમઢી, જૂનાગઢ, ગાંધીનગર, દાર્જીલીંગ, ગંગટોક, આગ્રા, સિમલા, મનાલી, ડેલહાઉઝી, આગ્રા સહિતના સ્થળોએ હોંશે-હોંશે દિવાળીની રજાઓની મોજ માણવા તલપાપડ બન્યા છે.

શ્રીનાથદ્વારા, ગોકુળ, મથુરા, હરીદ્વાર, તિરૂપતી બાલાજી, રામેશ્વર, સોમનાથ, ગીરનાર, દ્વારકા, વીરપુર, ઉજ્જૈન, અંબાજી, ત્રંબકેશ્વર, ઘુષ્મેશ્વર, શીરડી, શનિદેવ, બગદાણા, નાગેશ્વર, પરબ, સતાધાર, ચોટીલા જેવા ધાર્મિક સ્થળોએ જવા માટે લોકોમાં ઘણો જ ઉમળકો અને આસ્થા જોવા મળે છે.ટ્રાફીકથી બચવા માટે ઘણાં લોકો તો હરીદ્વાર જવા માટે અમદાવાદથી કે રાજકોટથી દિલ્હી ફલાઇટ લઇને અને ત્યારબાદ દિલ્હીથી હરીદ્વાર મેલમાં હરીદ્વાર-ઋષિકેશ પહોંચવાના પ્લાનમાં છે.

 લોકો ધર્મેજ, નિલકંઠ મહાદેવ, સાપુતારા, નાસિક, ત્રંબકેશ્વર, શનિદેવ, દેવગઢ, શીરડી અને સપ્તસુંગીનો રૂટ પણ લઇ રહ્યા છે. અશાંત પરિસ્થિતિને કારણે આ વર્ષે મોટે ભાગે કાશ્મીર બંધ જેવું છે.

 ઘણા નવા નવા ડેસ્ટીનેશન્સ ખૂલવા માંડતા લોકોને પણ પોતાના બજેટમાં અને પોતાને જોઇતી ફેસેલિટી પ્રમાણે જુદા જુદા સ્થળે ફરવાનો અમૂલ્ય મોકો હવે મળી રહ્યાનું સનરાઇઝ ટુર્સ રાજકોટના છબીલભાઇ કારીયા, સમીરભાઇ કારીયા (મો.૯૮રપ૩ ૭૭૭૦૪) તથા ફેવરીટ ટુર્સ રાજકોટના દર્શીતભાઇ મસરાણી (મો.૭૬૯૮૮ ૮૮૮૮૯) જણાવી રહ્યા છે.

 આ વખતે કેરાલા જવા માટે વધુ ધસારો જોવા મળે છે. કેરાલાના ૮ રાત્રી ૯ દિવસના એકસ અમદાવાદ થ્રી અને ફોર સ્ટાર પેકેજીસ પ્રતિ વ્યકિત પપ૦૦૦/- રૂ. આસપાસ જઇ રહ્યા છે.

 નોર્થ-ઇસ્ટ જવા માટે પણ ઘણી ઇન્કવાયરી થઇ રહી  છે.  દાર્જીલીંગ-ગંગટોક-સિક્કિમના ૭ રાત્રી ૮ દિવસના એકસ અમદાવાદ ફોર સ્ટાર પેકેજીસ પ્રતિ વ્યકિત પર  હજાર આસપાસ બજારમાં વેચાઇ રહ્યા છે.

 એવરગ્રીન એવું ગોવા પ્રમાણમાં મોંઘુ લાગી રહ્યું છે. ગોવાના ૩ રાત્રી ૪ દિવસના એકસ અમદાવાદ ફોર સ્ટાર પેકેજ પ્રતિ વ્યકિત રપપ૦૦/- રૂ. આસપાસ ખપી રહ્યા છે. એકસ મુંબઇ પેકેજ કદાચ થોડા ઓછા રેઇટસમાં અવેલેબલ થઇ શકે.

 ગઇ ૧૬ એપ્રિલથી આગામી ર૯ ઓકટોબર સુધી અમદાવાદ એરપોર્ટના રન-વે ઉપર કામ ચાલતું હોવાથી સવારે ૧૦ થી સાંજે ૬ સુધી એકપણ ફલાઇટ આવતી નથી. જેને કારણે મુસાફરોને કનેકટીંગ ફલાઇટ સહિતના વિવિધ મુદ્દે હાલમાં ખૂબજ હાલાકી ભોગવવી પડે છ.ે મોટાભાગના મુસાફરોના ટાઇમ ટેબલ ખોરવાઇ જાય છે. આગામી ર૯ ઓકટોબરથી રન-વે ફરી શરૂ થતા મુસાફરોને ચોકકસ પણે રાહત થશે તેવું દેખાય છે.

 સાસણગીરમાં દર દિવાળીની માફક આ વર્ષે પણ અત્યારથી જ મોટાભાગની હોટલો બુક થઇ ગઇ છે. ત્યાં પાંચ હજારથી માંડીને ર૦ હજાર સુધીના ભાડા એક રાત્રીના (કપલદીઠ) બોલાઇ રહ્યા છે. તાજ, ફર્ન સહિતની હોટલોમાં ધસારો જોવા મળે છે. દિવમાં પણ એ જ સ્થિતિ જોવા મળે છે.

 આ વર્ષે ફુલ પેકેજ લેવા કરતા ઘણા ખરા લોકો માત્ર હોટલ બુકીંગ લઇ રહ્યા છ.ે સાઇટસીન, ફુડ વિગેરે પોતાની રીતે ગ્રુપ સર્કલમાં મેનેજ કરતા હોવાનું જોવા મળે છે.

રાજસ્થાનમાં ઉદયપુરમાં૩ રાત્રી રર૦૦૦/- રૂ. આસપાસ તથા જેસલમેરમાં ૩ રાત્રી ર૦ થી ૩૦ હજાર રૂ. માં ફોર સ્ટાર હોટલમાં  કપલ બુકીંગ મળી રહ્યાનું સંભળાય છે.

એજ રીતે લોકો મહાબળેશ્વર-લોનાવાલા-માથેરાન બાય રોડ જાય છે. અને ત્યાં એક રાત્રીના કપલ દીઠ છ હજાર રૂ. આસપાસ થ્રી સ્ટાર હોટલમાં બુકીંગ કરાવી રહ્યાનું જાણવા મળે છે.

ઇમેજિકા જવા માટે મુંબઇથી વોલ્વો સહીતની પુષ્કળ બસો સવારથી જ ચોક્કસ જગ્યાએથી મળી રહે છે. જેથી લોકો માત્ર ઇમેજિકા જઇને પણ રાત્રે પાછા આવી જાય છે.

 રાજકોટના બેસ્ટ ટુર્સ (મો. ૯૭૧ર૯ ૩૭૬૦૦) દ્વારા કેરાલા, નૈનીતાલ, કાશ્મીર, મૈસુર, ઉંટી, કુર્ગ -કાબીની સહિતના ડોમેસ્ટીક પેકેજીસ ઉપડી રહ્યા છે. હિના ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા આંદામાન નિકોબાર, રાજસ્થાન, આસામ, મેઘાલય, અરૂણાચલના પેકેજીસ તથા કેસરી ટ્રાવેલ્સ દ્વારા નૈનિતાલ, મસુરી, કોબેર્ટ પાર્ક, સિમલા, મનાલી, આંદામાનના પેકેજીસ બુક થઇ રહ્યા છે.આરોહી ટુર્સ, રાજકોટ-રૂદ્રભાઇ મહેતા(૮૪૮૭૦ ૦૦૦૭૦) દ્વારા પણ તમામ ટ્રાવેલ ફેસેલિટીઝ પ્રવાઇડ કરવામાં આવે છે.

 મુંબઇની આજુબાજુની જગ્યાઓ ઉપર જવા માટે પણ લોકો ઉત્સુકતા બતાવી રહ્યા છે. જેમાં ચીપ્લુન, ગણપતી પુલે, માલવણ, અલીબાગ, રાયગઢ વિગેરેનો સમાવેશ થાય છે.ે

 લોકો હૈદ્રાબાદ-લીયોના રીસોર્ટ તથા રામોજી સ્ટુડીયો પણ પસંદ કરી રહ્યા છે.

 સસ્તી મુસાફરી અને વાહન વ્યવહારની સુવિધાને કારણે લોકો માઉન્ટ આબુ ઉપર પણ પસંદગી ઉતારે છે.

 સૌરાષ્ટ્રની વાત કરીએ તો લોકો જુનાગઢ-ગીરનાર જઇને ત્યાં આવેલા પ્રસિધ્ધ પ્રેરણાધામ ખાતે એક-બે દિવસનું રોકાણ કરીને વિશ્વ પ્રસિધ્ધ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શનનો અમૂલ્ય લાભ લે છે.

 ટ્રેન, પ્લેન ઉપરાંત એ.સી.-નોન એ.સી.બસ દ્વારા જીરાવાલા ટુરીઝમ રાજકોટ (બીરેનભાઇ ધ્રુવ-મો. ૯૩૭પ૬ ૪૮પ૦૦) દ્વારા મનાલી, ડેલહાઉઝી, નૈનિતાલ, વૈશ્ણોદેવી, હરીદ્વાર, મથુરા, આગ્રા,  મસૂરી, કોર્બેટ પાર્ક, કેરાલા, ગોવા, મહાબળેશ્વર, લોનાવાલા, ઇમેજિકા, રાજસ્થાન, નેપાળ, દાર્જીલિંગ, ગંગટોક વિગેરેના પેકેજ ઉપડી રહ્યા છે. LTC માન્ય પણ છે.

આ ઉપરાંત બસ દ્વારા રાજકોટથી (LTC માન્ય) કેશવી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ (મો.૮૩૪૭૯ ૯૪૯૯૯) દ્વારા પણ દિવાળી સ્પેશ્યલ પેકેજીસ ઉપડી રહ્યા છે.જેમાં ગોવા, મહાબળેશ્વર, લોનાવાલા, ઇમેજિકા, સિમલા, મનાલી, ડેલહાઉઝી, વૈષ્ણોદેવી, રાજસ્થાન, ગોવા, કેરાલા, મધ્યપ્રદેશ, હરીદ્વારા, આગ્રા, મથુરા, નૈનિતાલ, ગંગાસાગર, ચંપારણ, કોલકતા, જગન્નાથ, કુર્ગ, કોડાઇકેનાલ, મૈસુર, ઉંટી, સૌરાષ્ટ્ર તથા કચ્છ દર્શન, નેપાલ, દાર્જીલીંગ, ગંગટોક, સપ્તજયોર્તિલીંગ, ભુતાન, થીપ્પુ,પારો વિગેરેનો સમાવેશ થાય છે.

 આ ઉપરાંત ડોમેસ્ટીક પેકેજીસ રાધેક્રિષ્ના ટુરીઝમ-૯૮રપ૪ ૪૪૩૭૮, ભારત દર્શન-૯૮ર૪૪ પ૬૬૮૮, સ્કાય ટુર્સ-૯૭૩૭૪ ૭૩૭ર૩, ડોલ્ફીન ટુરીઝમ-૮૪૬૦૩ ૪૪૪૪૦, શિવ ટ્રાવેલ્સ-૯૩૭૪૬ ૩૧૮પ૪, E 3 હોલીડેઝ (ધવલભાઇ નથવાણી) -૯રર૭૬ ૧૪૩૮પ, નુતન ટ્રાવેલ્સ ૯૭ર૪૩ ૦૩૩૭પ, ચૌધરી યાત્રા કંપની પ્રા.લિ. ૭૦૪૬૦ ૧રપ૧૧, નટુભાઇ જાની ૯૪ર૮ર પર૮ર૮, અખિલ ભારત ટુર્સ ૯૮રપ૯ ૧૧૯ર૦, જરીવાલા હોલીડૈઝ ૯૧૭૩૩ ૯૧૩૩૩, વૃંદાવન યાત્રા સંઘ ૯૮૯૮૩ પ૦૦૯૬, કામ્પસ ટુર્સ ૮૪૯૦૦ ૪૯રપ૬,  વેદાંશી ટ્રાવેલ્સ ૮૯૦પ૭ ૭૭૩૩૩, ટ્રાન્સ ટુર-૯૪ર૭ર ર૬ર૪ર, કનૈયા ટ્રાવેલ્સ-૯૪૦૯૦ ૧૭૭૪૭, ચિરાગ ટ્રાવેલ્સ, ૯૮રપ૦ રપ૧૭૭, જય ટુર્સ ૯૯૦૪૯ ર૭૩૩૩, આર.કે. વેકેશન્સ, ૦૭૯૪૦૪ ૦૩પ૩પ, રીમા ટુર્સ ૯૪ર૭૦ ૮૩૭૩૦, નુતન ટ્રાવેલ્સ ૯૪ર૭૪ પપર૭૪, શકિત ટ્રાવેલ્સ ૦૭૯ ૪૦ર૧૮૮૮૮, સાગર ટ્રાવેલ્સ ૯૪ર૬૦ ર૦ર૧૦, પુષ્પક ટ્રાવેલ્સ ૯૪ર૬૩ ૦૦૪૩૩,મહેશ્વરી ટ્રાવેલ્સ ૯૮રપ૦ ૦પપ૯૭, ટ્રાવેલ ગેલેરી પ્રા.લી. ૯૮રપ૬ ૭૮૩૪પ, ટ્રીપ હોલીડેઝ ૯૬ર૪૧ ૭૬૬૬૬, હીના ટુરીઝમ ૯૪ર૭૦ ૩૧૦૧૦, ગજાનંદ ટુર્સ ૯૭ર૬૭ ૬૭૬૮૧, માયલિંક હોલીડેઝ ૯૭ર૪૮ ૮૮૮૮ર, શ્રી વરદાયિની ટ્રાવેલ્સ ૯૪ર૬૦ ૬૪૩ર૦,  ઇમ્પીરીયલ ટુર્સ ૯૪ર૮૦ ૩૭૪૬પ,સન્ની ટુર્સ ૮૮૬૬૬ પ૬૭પપ, હીના ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ૦ર૮૧ ર૪૮ર૮૭૪-ર૪૮ર૮૭પ, જય ગણેશ ટુર્સ ૯૯ર૪પ ર૦૭૧૮, કશીશ ૯૩૭૬૬ ૪ર૦૩૦, પટેલ હોલીડેઝ ૭ર૮પ૦ ર૬પ૬૭ વિગેરે દ્વારા ઉપડી રહ્યા છે. કમ્પેરેટીવ રેઇટ્સ મળી શકે છે.

ફોરેન ટુરના વિવિધ પેકેજીસ

 ફોરેન જવાવાળા સહેલાણીઓની વાત કરીએ તો આ વર્ષે પણ દુબઇની જબ્બરદસ્ત ડીમાન્ડ છે. બજારમાં દુબઇના એકસ અમદાવાદ પેકેજીસ દિવસો, વિવિધ ફેસેલીટીઝ તથા હોટલની કેટેગરી પ્રમાણે ૫૦  હજારથી માંડીને ૭પ હજાર સુધી બજારમાં ચપોચપ વેચાઇ રહ્યા છે. દર વર્ષે કંઇક નવી વસ્તુ આપવા માટે ફેમસ થઇ ગયેલ દુબઇ ઘણી વખત ડોમેસ્ટીક ટુરની કોસ્ટને લગોલગ કે પછી તેનાથી થોડી વધારે કિંમતમાં પડતું હોય છે.

દુબઇમાં ઘણા પેકેજીસમાં  ટ્રાવેલ એજન્ટ દ્વારા લીમોઝીન રાઇડ, ગ્લોબલ વિલેજ, IMG વર્લ્ડ ઓફ એડવેન્ચર્સ વિગેરે આકર્ષણ ઉમેરાતા જોવા મળે છે.

 આ વખતે નવા ડેસ્ટીનેશન તરીકે શ્રીલંકા પણ ઉભરી આવ્યું છે. છ રાત્રી ૭ દિવસનો એકસ રાજકોટનો પેકેજ પ૦ હજાર આસપાસ પડે છે. જેમાં કોલંબો, નુવારા એલીયા (હીલ સ્ટેશન) તથા બેન્ટોટા (બીચ સ્ટેશન) નો સમાવેશ થાય છ.ે

 હોંગકોંગ-મકાઉ-સેન્ઝેનના ૬ રાત્રી ૭ દિવસના ફાઇવસ્ટાર પેકેજીસ એક લાખ રૂપિયામાં વેચાઇ રહ્યા છે. થોડા વખત પહેલા સેન્ઝેન માટેના ૧૪૪ કલાકના ગ્રુપ વિઝા સ્ટોપ કરાયા હતા તે ફરી શરૂ થઇ ગયા છે.

 સિંગાપુર-થાઇલેન્ડ-મલેશીયા વીથ ક્રુઝના ૧ર રાત્રી ૧૩ દિવસના એકસ રાજકોટ પેકેજીસ ૧,૧૯,૦૦૦/- રૂ. માં ઝડપથી વેચાઇ રહ્યા છે.

 આ ઉપરાંત નવા ડેસ્ટીનેશન તરીકે તથા હનીમુન માટે પણ જાણીતું એવું ઇસ્ટ આફ્રિકામાં આવેલ સેસલ્સ પણ આ વર્ષે ચર્ચામાં છે. આ ડેસ્ટીનેશનથી લોકોને માહિતગાર કરવા તાજેતરમાંં સેસલ્સ ટુરીઝમે રાજકોટ ખાતે એક ઇવેન્ટ કરી હતી.

સેસલ્સ જવા માટે મુંબઇથી ડાયરેકટ ફલાઇટ છ.ે માત્ર ૯ર૦૦૦ ની વસ્તી ધરાવતા સેસલ્સમાં ૧૧પ જેટલા રમણિય આઇલેન્ડઝ આવેલા છે. ફલાવર્સ, બર્ડસ, વાઇલ્ડ લાઇફ, પોલ્યુશન ફ્રી વિગેરે માટે પણ સેસલ્સ પ્રખ્યાત છે. પ રાત્રી ૬ દિવસનો એકસ મુંબઇ પેકેજ પ્રતિ વ્યકિત ૮૦ હજાર આસપાસ પડે છે.

 આ ઉપરાંત વિવિધ ટ્રાવેલ્સ એજન્ટસ માલદીવ, મોરેશીયસ, બાલી, સ્વિટ્ઝરલેન્ડ, ઓસ્ટ્રેલીયા, ન્યુઝીલેન્ડ, ઇજીપ્ત, ગ્રીસ, કેન્યા સફારી, સાઉથ આફ્રીકા, ભુતાન, યુરોપ, અમેરિકા, વિગેરેના ઇન્ટરનેશનલ પેકેજીસ દિવાળી દરમ્યાન ઉપાડી રહ્યા છે.

 રાજકોટથી કે પછી અમદાવાદ-મુંબઇથી ઇન્ટરનેશનલ પેકેજીસ લઇ જનારાઓમાં ફેવરીટ ટુર્સ ૭૬૯૮૮ ૮૮૮૮૯, બેસ્ટ ટુર્સ ૯૭૧ર૭ પ૮૪૦૦, કેશવી ટુર્સ ૮૩૪૭૯ ૯૬૯૯૯, વ્યાસ ટુર્સ ૯૮ર૪૩ ૩૦પપપ, કેસરી ટ્રાવેલ્સ ૯૮૯૮૦ ૯૯૦૭૩, પ્લેટીનમ  ટુર્સ  ૯૯રપ૦ ૧૭પ૦૬, વેદાંશી ૮૯૦પ૭ ૭૭૩૩૩, પટેલ હોલીડેઝ ૯૮૭૯૦ ૯પ૦૦ર, કામ્પસ ૮૪૯૦૦ ૪૯રપ૬, ડીસન્ટ ટુર્સ ૮ર૩૮પ ૦૮પપ૧, ત્રાડા હોલિડેઝ ૯૭૧૨૮ ૯૬૨૬૬ વિગેરેનો સમાવેશ થાય છેે.

 રજાઓને યાદગાર બનાવવા માટે સ્પેશ્યલ ક્રુઝના પેકેજીસ પણ રાજકોટના ટ્રાન્સગ્લોબ ટ્રાવેલ્સ (મો.૯રર૭૬ ૪૪૯ર૭) દ્વારા ઉપડી રહ્યા છે. જેમાં સ્ટાર ડ્રીમ ક્રુઝ, કોસ્ટા ક્રુઝ, મોનાર્ક ક્રુઝ વિગેરે વર્લ્ડ કલાસ ક્રુઝના એકસ મુંબઇ પેકેજીસનો સમાવેશ થાય છે. ક્રુઝ કેટલા દિવસની લઇએ છીએ તેના ઉપર તેના રેઇટસ જોવા મળે છે.

 વિવિધ ઇન્ટરનેશનલ ફ્રન્ચાઇઝી અને ચેઇન પણ ફોરેનના શોખીનો માટે અવેલેબલ  છે જેમાં થોમસકુક, કોક્ષ એન્ડ કિંગ્સ, SOTC,કેસરી, વિણા વર્લ્ડ, ફલેમીંગો, ACE ટુર્સ  વિગેરે  છે. ઇન્ટરનેટના જમાનામાં મેક માય ટ્રીપ, ગોઆઇ બીબો, OYO રૂમ્સ વિગેરે વેબપોર્ટલ પણ આશીર્વાદરૂપ છે.

વિવિધ ડેસ્ટીનેશન્સ ઉપર ઓનલાઇન બુકીંગ પણ કરાવી શકાય છે. આવી બધી ફેસેલીટીઝને કારણે ડીસ્કાઉન્ટ અને બેસ્ટ પ્રાઇસ મળી શકે  છે, કે જે આજના કોમ્પીટીટીવ વર્લ્ડનું એક અનિવાર્ય પાસુ મનાય છે.

(કોઇપણ જગ્યા માટેના પેકેજ લેતા પહેલા કે બુકીંગ કરાવતા પહેલા ટુર પેકેજ કે હોટલ પેકેજ વિશેની સંપૂર્ણ માહિતીની ચોખવટ જે-તે જવાબદાર વ્યકિત સાથે કરી લેવી હિતાવહ છે, કે જેથી ટુર દરમ્યાન કંઇ અગવડતા ન ભોગવવી  પડે. બન ેતો લેખિતમાં લેવાનો આગ્રહ રાખી શકાય.)

 આ સાલ મંદી તથા મોંઘવારીને કારણે મુસાફરીના હવાઇભાડા, ફુડ, લોકલ ટ્રાન્સપોર્ટેશન, હોટલ ભાડા સહિતના ખર્ચમાં વધઘટ થવાને કારણે વિવિધ પેકેજીસના રેઇટસમાં પણ ઘણો ખરો ફેરફાર જોવા મળી રહ્યો છે.

રાજયમાં અમુક ટ્રાવેલ એજન્ટસને તો ધારણા મુજબ પોતાના પર્સનલ પેકેજીસમાં બુકીંગ ન મળવાને કારણે તેઓએ અન્ય ટ્રાવેલ એજન્ટસ સાથે ટાઇઅપ કરી સંયુકત રીતે વિવિધ પેકેજીસ ડીઝાઇન કર્યાનું પણ સાંભળવા મળે છે.

 છતાં પણ આજના ફાસ્ટ ફોરવર્ડ જમાનામાં 'ખાઓ પીઓ ને મોજ કરો'ની થીયરી અનુસાર દિવસે-દિવસે લોકો તમામ તહેવારોને વિવિધ રીતે યાદગાર બનાવતા હોવાનું જોવા મળે છે.

વિશ્વમાં કોઇપણ ખૂણે જઇએ ત્યાં ગુજરાતી-સૌરાષ્ટ્રવાસીઓ ન હોય તો જ નવાઇ ! પછી તે વેપાર અર્થે હોય કે પછી ફરવા અર્થે. અને એ જ ગુજરાત -સૌરાષ્ટ્રની ખમીરવંતી પ્રજાની સાચી ઓળખ છે.

જય જય ગરવી ગુજરાત સાથે સર્વેને હેપી જર્ની તથા નવરાત્રી, દિવાળી અને નવા વર્ષની હૃદયપુર્વકની શુભ કામનાઓ. જય શ્રી કૃષ્ણ...

-: આલેખન :-

ડો. પરાગ દેવાણી

મો. ૯૮૨૪૪ ૫૧૫૪૧

(12:05 pm IST)