Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

(યાદેવી શકિત રૂપેણ સંસ્‍થિત)

બાળા ત્રિપુરા સુંદરીએ રાક્ષસનો વધ કર્યો

આપણા ગુજરાતમાં ત્રણ શકિતપીઠ છે. એમાંનુ એક છે બહુચરાજી...!

જય બળધારી બહુચર માત સચરાચરમાં તારો વાસ મહિમા તારો અપરંપાર ગુણલા ગાતા નરને નાર, બાળક રૂપે વસીયા માત, વાયુવેગે થઇ વિખ્‍યાત.

એમ કહેવાય છે કે, માં જગદંબાનો ડાબો હાથ (બહુલા) પોરૂવનમાં પડયો હતો, તેથી આ શકિતપીઠ બહુચરાજીધામ તરીકે પ્રસિધ્‍ધ છે.

બહુચરાજી બાલા સ્‍વરૂપ હોવાથી તંત્ર ગ્રંથોની દસ મહાવિદ્યાઓ પૈકી ષોડસનું પણ એક સ્‍વરૂપ છે માતાજીની આરાધના ‘શ્રી યંત્ર' દ્વારા થાય છે.

બહુચર માતાજીનું મૂળ પ્રાગટય સ્‍થાન ગુજરાતના ચુંવાળ પંથકમાં બહુચરાજી પાસેના શંખલપુર ગામનું વરમડાનું વૃક્ષ મનાય છે.

દંતકથા પ્રમાણે દેવાસૂર નામના રાક્ષસે તપર્યા કરી ભગવાન ભોળનાથ મહાદેવજી પાસેથી મેળવેલ શકિતથી ઉત્‍પાત મચાવ્‍યો. ત્રણેય લોકમાં હાહાકાર થયો. સ્‍વર્ગ દેવોને પણ તેણે છોડયા નહિં.

આખરે સર્વદેશોએ જગતજનની માં જગદંબાની સ્‍તુતિ કરી તેમને પ્રસન્‍ન કર્યા. દેવોએ દેવાસુરનો સંહાર કરવા વિનંતિ કરી. માં જગદંબાએ દેવોને સાંત્‍વન આપ્‍યું અને કહ્યું દેવાસુરનો વધ કરવા ભગવાન સંકટના વરદાન પ્રમાણે બાળ સ્‍વરૂપે પ્રગટ થઇશ. યુગ પુર્વે દક્ષ કન્‍યા સતિના દેહનું ખંડન થતાં તેમનો હાથ જયાં પડયો હતો તે સરસ્‍વતી ક્ષેત્રમાં મારૂં પીઠ સ્‍થાન થશે અને તમારૂં દુઃખ દૂર કરીશ.

દેવાસુર  પૃથ્‍વીલોક પછી સ્‍વર્ગલોક જીતવા માટે દેવલોક પહોંચ્‍યો તેણે એક બાળાને જોઇ તે તરફ લોભાયો પરંતુ આ બાળા સુંદરીનો સાક્ષાત બાળા સ્‍વરૂપ મા બહુચરાજી હતા. દરમ્‍યાન રાક્ષસને તરસ લાગી, આસપાસ પણ કયાંય હતું નહિં પાણી પાણીની બુમો પાડતો રહ્યો.

એ વખતે બાળા ત્રિપુરા સુંદરીએ એક વરખડીના વૃક્ષ પાસે જઇને ત્‍યાં ત્રિશુલ મારીને પાણી કાઢયું. અસુરને પીવડાવ્‍યું અને પછી બાળા ત્રિપુરા સુંદરીનું ઉગ્ર અને ભયંકર રૂપ નિહાળીને રાક્ષસ સ્‍તબ્‍ધ થઇ ગયો.

અત્‍યાચારી દંદ્રાસૂર સાથે ભયંકર યુદ્ધ કરીને તેનો સંહાર કર્યો અને ત્રણેય લોકને અસૂરના ભયથી મુકત કર્યા.

અને પછી માતાજીએ વરખડીના વનમાં યુદ્ધનો થાક ઉતારીને વિશ્રામ કર્યો અને પોતાનું ઉગ્ર સ્‍વરૂપ ત્‍યાંજ સમાવી દીધું.

દેવોએ જયનાદ કર્યો. માતાજી પૂર્વવત બાલીકા સ્‍વરૂપ ધારણ કરી વરખડી વાળા મૂળ સ્‍થાને પધાર્યા.

નવરાત્રીમાં બહુચરાજી મંદિર દીપ માળાથી શણગારાય છે. ચાચર ચોકમાં સૌ કોઇ ગરબે ઘુમે છે.

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(10:27 am IST)
  • મુંબઈમાં ડ્રાઈવ - થ્રુ વેકસીનેશન શરૃઃ સીનીયર સીટીઝનો માટે સુવિધા : દેશભરમાં સંભવતઃ પ્રથમ પ્રયોગ : ઉદ્ધવ સરકારે સીનીયર સીટીઝનો માટે ખાસ સુવિધા શરૂ કરી છે. સીનીયર સીટીઝને પોતાના વાહનમાં જ દાદર (પેસ્ટ) ખાતે ખાસ સુવિધા ઉભી કરી છે ત્યાં જવાનું મોટરની નીચે પણ નહિં ઉતરવાનું બીએમસી દ્વારા વાહનમાં જ કોરોના વેકસીન આપવામાં આવે છે. રોજના ૫૦૦૦ વેકસીનેશનની સુવિધા છે. દેશભરમાં ડ્રાઈવ - ઈન વેકસીનેશન સેવા સંભવતઃ પ્રથમ વખત મહારાષ્ટ્રમાં શરૂ થઈ છે. access_time 12:49 pm IST

  • અભિનેત્રી કંગના રનૌતનું ટ્વીટર ઍકાઉન્ટ સસ્પેન્ડ બંગાળના ચૂંટણી પરિણામ બાદ થયેલી હિંસા મુદ્દે આપત્તીજનક ટ્વીટ કર્યુ હતુ access_time 12:58 pm IST

  • પાંચમીએ ભાજપના મોટા પાયે રાષ્ટ્રવ્યાપી ધરણા પૂર્વે આવતીકાલે ૪ મે થી બે દિવસની પશ્ચિમ બંગાળની મુલાકાતે જે.પી.નડ્ડા દોડયા : ચૂંટણીઓ પુરી થયા પછી પશ્ચિમ બંગાળમાં વ્યાપક હિંસા અને તોફાનોના પગલે ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ જે પી નડ્ડા મંગળવારથી પશ્ચિમ બંગાળની બે દિવસની મુલાકાતે જઇ રહ્યાનું જાણવા મળે છે. access_time 12:06 am IST