Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

નોરતુ આઠમું: યા દેવી શકિત રૂપેણ સંસ્થિતા

શિવની શકિત સકલ બ્રહ્માન્ડમાં જયોતિ સ્વરૂપ

સિદ્ધિદાતા હરસિદ્ધિ માતા...

મા-ત્વમેવ સર્વમ્ મમ દેવઃ

દેવાધિદેવ મહાદેવની માયા-જોગમાયા જે કલ્પનાતીત ત્રિગુણાતીત છે એ જ પરમેશ્વરી શિવની શકિત છે.

સકલ બ્રહ્માંડમાં એ જયોતિ સ્વરૂપ વ્યાપ્ત છે.

આ એજ જયોતિસ્વરૂપ મા જે શિવહરની શકિત છે તેજ હરિસિદ્ધિ ભવાની યુગે યુગે માનો  અનેક સ્વરૂપ આવિર્ભાવ થયો.

મહિષાસુર, મધુકૈટભ, ચંડ-મૂંડ, શંુભ-નિશુંભ, રકતબીજ વગેરે રાક્ષસોએ સૃષ્ટિ પર ખળભળાટ મચાવ્યો ત્યારે મા...હરસિદ્ધિએ વિવિધ સ્વરૂપો ધારણ કરીને એ અધર્મીઓનો નાશ કર્યો.

આવા જગત જનની માના સ્મરણ માત્રથી જ ભયમાંથી મુકત થવાય છે. પછી એ જ માની ઝળહળતી જયોત જયાં ઝગી રહી હોય ત્યાં જઇને નેત્રોને ધન્ય બનાવવાથી માનવીના અનેક જન્મોના દુઃખોનું નિવારણ થાય છે.

જેનું સ્વરૂપ બ્રાહ્માદીક જાણતા નથી તેથી તે અજ્ઞેપા જેનો અંત નથી મળતો તેથી તે અનંતા છે. જેનો જન્મ સમજાતો નથી તેથી તે અજા સર્વ એક હોઇ એક તેવી જ રીતે પ્રાર્થના કરવામાં આવે છે.

દેવી ગીતામાં ૭ર શકિતપીઠોનો ઉલ્લેખ છે શિવ ચરિત્રમાં પ૧ શકિતપીઠો વર્ણાવ્યા છે. કાલિકા પુરાણમાં અન્ય ર૬ ઉપપીઠો દર્શાવાઇ છે જયારે દેવી ભાગવતમાં ૧૦૮ પીઠોનું વર્ણન છે આમ સામાન્ય રીતે ભારતીય શકિતપીઠોની ગણતરી ભિન્ન ભિન્ન રીતે માન્ય છે. પરંતુ સાધારણ રીતે તો શકિતપીઠો સર્વસંમત પ૧નો ઉલ્લ્ેખ ગણના પાત્ર છે.

મા હર સિદ્ધિના શકિતપીઠ અને હરસિદ્ધિનું વેદ, આગમ, તંત્ર, અને પુરાણોમાં શાસ્ત્રીય વર્ણન અને અનેરૂ મહાત્મ્ય છે.

હરસિદ્ધિનું સ્વરૂપ અષ્ટભૂજાધારી, અને કમલ પર સ્થિત છે. એમના આઠ હાથોમાં અક્ષમાલ ત્રિશુલ, ખડગ, ખેટ, ડાક, કમંડલુ, અંકુશ,પદ્ય છે.

હરસિદ્ધિના સ્વરૂપના વર્ણન મુજબ ભગવતી હરસિદ્ધિ ભવાનીનું આબેહુબ સ્વરૂપ ઉત્તર ગુજરાતના મહેસાણા જીલ્લાના લાડોલ ગામમાં બિરાજમાન છ.ે એવી જ રીતે પોરબંદર નજીક પણ હરસિદ્ધિ માતાનું પુરાણું મંદિર છે.

શાસ્ત્રમાં મહાવિદ્યાના નીચે પ્રમાણે દશ સ્વરૂપો છે જેમાં (૧) મહાકાલી (ર) તારા(૩) ષોડષી (૪) ભુવનેશ્વરી(પ) છિન્ન મસ્તા (૬) ભૈરવી (૭) ધુમાવતી (૮) બગલામુખી (૯) માતંગી અને (૧૦) કમલાનો સમાવેશ થાય છ.ે

દરેક શુભકાર્યમાં સિદ્ધિદાતા હરસિદ્ધિ માતાનું સ્મરણ આવશ્યક છે.

શિવદૂતી સ્વરૂપ માતૃકા સ્વરૂપ છે.

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪a

(9:38 am IST)