Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

ઓશોના સુવાકયોનો અમૃત કુંભ

જીવન-Life

 જીવન એ નામ નથી-વિશેષણ છે. વાસ્તવિક રીતે જોતા તે જીવન નહિ પણ 'જીવંતતા છે, તે પ્રેમ નહિ પણ 'પ્રેમાળપણું છે. તે કોઇ સંબંધ નહિ પણ અનુબંધતા છે, તે ગીત નહિ પણ ગુંજન છે, તે નૃત્ય પણ નર્તન છ.ે

જીવન એ ગણિત કરતા સંગીતની વધારે સમીપ છે કારણ કે ગણિત તમારા મગજનું દોહન છે. જયારે જીવનનો તમારા હૃદયના ધબકારમાં ધબકે છ.ે

જીવન તૈયાર-બન્યું બનેલું ઉપલબ્ધ નથી, તમે સર્જન કરો છો અને તેમાંથી જિંદગી બને છ.ે તમે તેમાં જે પદાર્થ નાખો છો તે પદાર્થ તમને જીવનમાં મળે છ.ે

પ્રથમ તો તમારે જિંદગીને 'સાર્થકતા'' બક્ષવાની છે, જિંદગીમાં તમારે રંગ, સંગીત અને કાવ્ય  ભરવાનું  છે, તમારે સર્જનાત્મક  થવાનું છે., તો જ તમારામાં જીવંતતા રહશે.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(9:34 am IST)