Gujarati News

Gujarati News

News of Tuesday, 20th March 2018

તનાવ ભર્યા યુગમાં વરદાનરૂપ વિશ્વવ્યાપી ઓશો સક્રિય ધ્યાન સભ્યતા અને રેચન

જો આપણે એક-એક બાળકને શિક્ષણ સાથે આ રેચનને પણ શીખવી શકીએ, તો દુનિયામાં પાગલોની સંખ્યા એકદમ ઘટાડી શકીએ. પાગલ થવાની વાત જ ખલાસ કરી શકીએ પરંતુ તે રોજ વધતી જાય છે અને જેટલી સભ્યતા વધશે. તેટલી વધશે, કેમ કે સભ્યતા એટલું જ શિખવશે-રોકો. સભ્યતા નથી જોરથી હંસવા દેતી નથી જોરથી રોવા દેતી, નથી નાચવા દેતી, નથી રાડો પાડવા દેતી, સભ્યતા બધાને દબાવી દે છે અને તમારી અંદર જે-જે-હોવું જોઇએ તેને રોકી રાખે છે. રોકાય છેે, ફરીથી ફુટે છ, અને જયારે તે ફુટે છે, ત્યારે તમારા વસની બહાર થઇ જાય છે.

 

તો રેચન સક્રિય ધ્યાનનો પહેલો હિસ્સો છે, જેમાં તેમને કાઢવામાં આવે છ.ે

આજના મનુષ્યના ચિતની અવસ્થા જોઇને ઓશે કહે છે. ''મનુષ્ય વિક્ષિપ્ત છે, એવું નથી કે થોડાક લોકો વિક્ષિપ્ત છે, આખી  મનુષ્યતાજ વિક્ષિપ્ત છે દરેક મનુષ્યની વિક્ષિપ્તતા સામાન્ય સ્થિતિ થઇ ગઇ છે એવું કેમ?

આપણે બધાને દમિત' બનાવી દિધા છે બધાજ રીતની વાતોને અંદર ધકેલીને તે અંદર-અંદર ખુલી રહી છે . તે બધાને જે આપણા સમાજમાં ઉછરીને આગળ વધ્યા છે.'

તમે ક્રોધ, કામ, હિંસા, લોભ બધુજ ભેગુ કરી લીધું છે હવે તે ભેગુ કરેલું તમારી અંદર વિક્ષિપ્તા બની ગયું છે.

પશ્ચિમના મોટાભાગના મનૌ ચિકિત્સકોના મત અનુસાર આજનીવિક્ષિપ્ત મનુષ્યતા માટે, ચિંતાથી મુકત કરવા માટે ''સક્રિય ધ્યાન'' ખરેખર ઉપાય સાબિત થઇ રહ્યું છે.

સક્રિય ધ્યાન અત્યારના મનુષ્ય માટે છે. કારણ કે તે વિક્ષિપ્ત છે. મુશ્કેલીમાં છે. બેચેન છે, ચિંતામાં છે.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૧ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

સંકલનઃ

સ્વામિ સત્યપ્રકાશ

૯૪ર૭ર પ૪ર૭૬

(9:46 am IST)