Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2016

સાથી હાથ બઢાના

અજય મકવાણાને કિડની ટ્રાન્સપ્લાન્ટના ઓપરેશન માટે રૂ.૨.૫૦ લાખની જરૂર

 

રાજકોટ તા. ૨૯ : ભરતભાઇ મકવાણાના ૨૨ વર્ષીય પુત્ર અજયને એક કિડની જન્મજાત ડેમેજ હતી અને છેલ્લા બે વર્ષથી બીજી કીડની પણ ડેમેજ થતા હાલ ડાયાલીસીસ પર છે. કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતા આ લાડકવાયાની જીંદગી બચાવી લેવા પિતા ભરતભાઇ પોતાની કીડની આપવા તૈયાર થયા છે. ક્રોસ મેકીંગ સહીતના રીપોર્ટ થઇ ચુકયા છે. અમદાવાદ ખાતે કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે તૈયારીઓ કરવામાં આવી છે. આ માટે રૂ.૭ લાખ સુધીનો ખર્ચ થાય તેમ છે. સગા સંબંધીઓની મદદ મેળવી રૂ. ૫ લાખ સુધીના ખર્ચની તો વ્યવસ્થા તેઓએ કરી લીધી છે. પરંતુ હજુ વધારાના રૂ.૨.૫૦ લાખનો ખર્ચ કયાંથી કાઢવો તેની મુંજવણ અનુભવી રહ્યા છે. સુખી સંપન્ન લોકો અને દાતાઓએ આગળ આવવા અપીલ કરાઇ છે. અજય મકવાણા બેંક ઓફ ઇન્ડીયા ફુલછાબ ચોક, રાજકોટ બ્રાન્ચમાં બચત ખાતુ ધરાવે છે. જેના ખાતા નં.૩૧૦૩૧૦૧૧૦૦૦૬૦૩૩ છે. વધુ માહીતી અજયના પિતાશ્રી ભરતભાઇ મકવાણા (મો.૯૮૨૪૫ ૯૯૭૩૬) નો તેમના નિવાસ સ્થાન 'ભગવતી કૃપા', ર-તીલક પ્લોટ, મોચી બજાર, રાજકોટ ખાતે સંપર્ક કરવા જણાવાયુ છે. (૧૬.૨)

 

(11:57 am IST)
  • દિલ્હીમાં સતત બીજા દિવસે ધુમ્મસનું સામ્રાજયઃ આવતી-જતી ૧૨ ટ્રેન રદઃ ૪૯ ટ્રેન તથા ૨૦ ફલાઇટ મોડી access_time 11:24 am IST

  • દિલ્હીના રોહિણી વિસ્તારમાંથી 1 કરોડના ડ્રગ્સ સાથે 1 શખ્શની કરાઈ ધરપકડ. access_time 10:53 am IST

  • જમ્મુ કાશ્મીરઃ આરએસપુરા સેકટરમાં બીએસએફને મોટી સફળતાઃ એક ઘુસણખોરને ઠાર કરાયોઃ પાક.ની બે ચોકીઓ પણ ઉઠાવી access_time 12:19 pm IST