Gujarati News

Gujarati News

News of Monday, 31st December 2018

આચાર્ય રજનીશ સાનિધ્યમાં કેટલીક જ્યોતિર્મય ક્ષણ

રાતની નીરવતામાં અમે આચાર્યશ્રી પાસે બેઠાં હતાં. બહાર ઘોર અંધકાર હતો. અંદર નાનો દીવો હતો.ધૂપની સુવાસ વાતાવરણમાં હતી. અમે જ્યાં બેઠાં હતાં તે એક નાના ગામનું નાનું સરખું મંદિર છ.ે

કોઇએ પૂછયું, ''જ્ઞાનની શોધ માટે કોઇ ગુરૂની આવશ્યકતા છે?''

આચાર્યશ્રી કહ્યું, ''નહીં, કોઇને જ નહીં, બધાંએ ગુરૂ બનવાની જરૂર છે. આંખ ઉઘાડી હોય, શીખવા માટેમન મુકત અને સહજતા હોય તો આખું જગત્ ગુરૂ છે.''

થોડીવાર શાન્ત રહી ફરી બોલ્યા, ''સંત મલૂકે કહ્યું છે કે તેમને એક દારૂડીઆ આગળ, એક નાના બાળક આગળ અને એક પ્રેમમાં પાગલ યુવતીની આગળ શરમાવું પડયું હતું. પાછળથી એ ત્રણે તેમના ગુરૂ બન્યાં હતાં. આ ત્રણે ઘટનાઓનો મધુર ઇતિહાસ છે. એક દિવસ એક શરાબી નશામાં ચકચૂર લથડિયાં ખાતો જતો હતો. મલૂકે તેને કહ્યું, ''મિત્ર, પગ સાચવીને ચાલ, જોજે પડી ન જતો.'' શરાબી ખૂબ જોરથી હસ્યો. જવાબમાં કહ્યું '' ભલા માણસ ! પહેલાં તારા પગ તો સંભાળ. હું પડીશ તો શરીર ધોઇને સાફ થઇ જઇશ પણ તું પડશે તો સાફ થવું અઘરું છે.'' મલૂકે વિચાર્યું તો તેને ઠીક લાગ્યું.''

બીજીવાર એક બાળક દીવો લઇને જતો હતો. મલૂકે તેને પૂછયું, ''આ દીવો કયાંથી લાવ્યો ?'' એટલામાં હવા આવીઅને દીવો બુઝાઇ ગયો. તે બાળકે કહ્યું, ''હવે તું જ પહેલાં કહે કે દીવો કયાં ગયો? પછી હું કહીશ કે દીવો કયાંથી લાવ્યો હતો.'' મલૂકે પોતાના અજ્ઞાનને ઓળખ્યું અને જ્ઞાનના ભ્રમમાંથી છૂટયો.

ત્રીજી ઘટના એવી હતી કે એક યુવતી પોતાના પ્રેમીને શોધતી મલૂક પાસે આવી. તેનાં કપડાં અસ્ત-વ્યસ્ત હતાં, ઘુંઘટ ન હતો. માલૂક તેને આ રીતે નિર્લજ્જ જોઇ બોલ્યા, ''પહેલાં તારાંવસ્ત્ર સંભાળ અને મોઢું ઢાંક. પછી જે કહેવું હોય તે કહે.'' તે યુવતીએ કહ્યું, ''ભાઇ, હું પ્રભુના હાથે રચાયેલા એક જીવના પ્રેમમાં મુગ્ધ બની પાગલ છું; તેથી મને મારા શરીરનું પણ ભાન નથી. આપ મને સચેત ન કરત તો હું આમ જ તેને શોધવા બજારમાં ચાલી જાત. પણ આશ્ચર્ય તો એ છે કે પ્રભુના પ્રેમમાં પાગલ હોવા છતાં આપને એટલી શુદ્ધિ રહી છે કે મારૃં મોઢું ખુલ્લુ છે કે ઢાંકેલું ! મારાં વસ્ત્ર વ્યવસ્થિત છે કે નહીં ? પ્રભુમય દૃષ્ટિને એવું દૃશ્ય કેમ દેખાય ?'' મલૂક જાણે ઉંઘમાંથી જાગ્યા. ખેર જ, જે ક્ષુદ્રને જુએ છે તેની દૃષ્ટિ વિરાટ પર કેવી રીતે પડે ?

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

 

(9:36 am IST)