Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

ઓશોના સુવાકયોનો અમૃત કુંભ

કોઇને લાગે છે કે પ્રેમ ગુંચવણભર્યો છે....પ્રેમમાં ગુંચવણ નથી. પ્રેમ ન કરી શકવાની તમારી સ્‍થિતિમાં જ ગુંચવણ છે. તમે પ્રેમના નામે કંઇક બીજું કરો છો તેથી ગુંચવણ ઉભી થાય છે.

દુનિયામાં બધાં મા-બાપ કહે છે કે - અમે અમારા બાળકોને પ્રેમ કરીએ છીએ. પરંતુ હક્‍ીકતમાં દુનિયામાં કયાંય પ્રેમ તો દેખાતો નથી. જો વાસ્‍તવમાં મા-બાપ પ્રેમ કરતાં હોય તો બાળકોનાં જીવનમાં પ્રેમની સુગંધ અનુભવાય પરંતુ તે સુગંધ તો જણાતી નથી. તેના બદલે દેખાય છે. ધૃણા, વૈમનસ્‍ય. હિંસા અને ક્રોધની દુર્ગંધ. માટે નિヘતિ પ્રેમનાંસ્ત્રોતમાં કયાંક કોઇક ઝેર ભળેલું હશે.

પતિ-પત્‍ની એક બીજાને કહેતાં હોય છે- પ્રેમ કરીએ છીએ...પરંતુ તમે કયારેય ધ્‍યાનપૂર્વક જોયું કે તે પ્રેમ છે કે કંઇક બીજું ? પ્રેમના નામે એકબીજાને દગો આપી રહ્યાં છે અને તેથી સમસ્‍યાઓ ઉભી થાય છે.

પાયાની ભૂલ એ છે કે તમે એમ માનીને જ ચાલો છો કે તે પ્રેમ હતો. અને સમસ્‍યા ઉભી થાય છે. ત્‍યારે દોષ પ્રેમ પર થોપો છો.

પ્રેમે તો લોકોને મુકત કર્યા છે પ્રેમે તો જીવનમાં પરમાત્‍માની આસ્‍વાદ કરાવ્‍યો છે.

પ્રેમના માધ્‍યમ દ્વારા જ લોકો ધીરે ધીરે પ્રાર્થના પ્રત્‍યે વળ્‍યાં છે. આકર્ષિત થયા છે. પ્રાર્થનામાં સ્‍વાદ છે અનંતનો, અજ્ઞાતનો પ્રેમે તો શકિત આપી છે.અભિયાન કરવાનું સાહસ આપ્‍યું છે. પરંતુ પ્રેમે કયારેય સમસ્‍યા પેદા નથી કરી.

ધર્મગ્રંથો તમને ગમે છે કારણ કે, તે તમને રૂપાંતરિત નથી કરી શકતા. તમે તો ધર્મગ્રંથોનો તકિયો બનાવીને આરામથી સૂઇ શકો છો. પરંતુ પ્રબુધ્‍ધ પુરૂષોનો તમે તકિયો બનાવી ન શકો. જો તમને ઉંઘ ન આવતી હોય તો તમે આ ધર્મગ્રંથોની શામક ગોળીઓ બનાવીને ગાઢ ઉંઘમાં ખોવાઇ જાઓ છો. પરંતુ તમે જાગ્રત પુરૂષનો શામક દવા તરીકે ઉપયોગ ન કરી શકો.

ધર્મ તો એક પ્રચંડ વિદ્રોહ છે, અને તેને પામવામાં ખૂબ કષ્‍ટ પડે છે. આ જગતમાં કોઇ પણ સુખ તેનું મુલ્‍ય ચુકવ્‍યા વગર નથી મળતું. અને તમે તો પરમાત્‍માને કોઇ પણ મુલ્‍ય ચુકવ્‍યા વગર પ્રાપ્ત કરવા માગો છો.

તમે તો ઇચ્‍છો છો કે પરમાત્‍મા કંઇ પણ કષ્‍ટ કર્યા વગર એમને એમ મળી જાય.સામાન્‍ય ઔપચારિક વ્‍યવહારથી મળી જાય-કયારેક મંદિરે જઇ આવીને કે પછી માળા ફેરવીને કે ગીતા વાંચીને જીવનના બધાંજ કામકાજમાંથી થોડો સમય કાઢીને રામ નામ જપી લેશું અને જો નામ જપવાનો પણ સમય નહિ મળે તો રામ નામની ચાદર ઓઢી લેશું.

જે દિવસે તમે તમારા અંતરના અવાજને સાંભળવા લાગશો તે દિવસ પછી તમે કોઇનું પણ માની નહિ શકો.

જો માનવું જ હોય તો કોઇ જાગ્રત વ્‍યકિતનું કોઇ દૃષ્‍ટિ ધરાવનારાનું માનજો. અને દૃષ્‍ટિને ધર્મગ્રંથોમાં નહિ શોધતા એને તો કોઇ જાગ્રત ચેતના પાસે જ શોધજો.

અને આ દુનિયામાં કયારેય એવું નથી સંભળ્‍યું કે કોઇ દ્રષ્‍ટા, જાગ્રત વ્‍યકિત હયાત ન હોય.

પરમાત્‍મા કયારેય આ દુનિયાને એવી ચેતનાથી વંચિત નથી રાખતો કોઇ ને કોઇ ખુણામાં તેવી જાગ્રત ચેતના ઉપલબ્‍ધ હોય છે.

જે કોઇ શોધેછે, તે પ્રાપ્ત કરે છે.ે પરંતુ તે જ વ્‍યકિત ધર્મને પ્રાપ્‍ત કરી શકે છે. જેનામાં વિદ્રોહ કરવાની ક્ષમતા હોય છે.

સંન્‍યાસી બધી જ મર્યાદાઓની  પાર જઇને પણ અનુશાસનબધ્‍ધ જીવન જીવી શકે છે-એક અપૂર્વ જવાબદારી, જે બંધનની જેમ નહિ પરંતુ સ્‍વની સુગંધની જેમ તે સ્‍વીકારે છે. તેનામાં પ્રગટેલી આંતર-જ્‍યોત તેને કયાંય ભટકવા નથી દેતી. તેની આંતર -જ્‍યોત જ તેની પરમ મર્યાદા બની જાય છે.

સંન્‍યાસી બધી મર્યાદાઓની તો પાર જાય છે. પરંતુ તેનો આત્‍મ-બોધ તેનું અનુશાસન બની જાય છે.

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩ર વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(9:08 am IST)