Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

પુરૂષોતમ ગુરૂ તું...!

જીવન જીવવાનું

ગીતાના દ્વારેથી કોઇપણ દુઃખી ભકત, કે પછી જજ્ઞાસુ કે જ્ઞાની ખાલી હાથે પાછો જતો નથી તે બધાને જીવન જીવવાનું માર્ગદર્શન આપે છે પાપીમાંથી પાપી વ્યકિતને પણ ગીતા જીવન મુકત કરી શકે છે.

ગીતા સંસારમાં રહીને એક કર્મયોગી બનીને જીવન જીવવાનું પ્રતિ પાદન કરે છે. યોગની વ્યવહારિક વ્યાખ્યા 'યોગ' કર્મ સુ કૌશલમ્' આપતા કુશળતા પૂર્વક કર્મ કરવાનો ઉપદેશ આપે છે. આધ્યાત્મિક જીવન શૈલી અપનાવ્યા વગર આ શકય નથી.

ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને દુર્લભ આદ્યાત્મિક વાતો કરે છે સૌ પહેલાં શ્રી કૃષ્ણ તેને નિત્ય, શાશ્વત, અજર, અમર, આત્મ તત્વનો બોધ કરાવે છે. એની સાથે ઇન્દ્રીય સંયમનું મહત્વ સમજાવે છે. ચિતમાં ઉંડે ઉંડે સુધી રહેલાં સંસ્કારો જયાં સુધી રહે છે ત્યાં સુધી તે સાધકને પરેશાન કરે છે. તેનાથી સંપૂર્ણ મુકિત મેળવવી જરૂરી છે.

ભગવાન શ્રી કૃષ્ણ કામ, ક્રોધ, મોહ, અહંકાર વગેરે નરક ના દ્વાર દુષણોનો અર્જુન ને પરિચય કરાવે છે. અધ્યાત્મ માર્ગના પ્રવાસીને તે હંમેશા દુશ્મનની જેમ હેરાન કરે છે. સાધકે તેનો સામનો કરી પરમલક્ષ્ય ભણી આગળ વધવું.

દુઃખોનો નાશ કરનાર યોગ તો યોગ્ય આહાર વિહાર, કરનારને યોગ્ય રીતે કર્મ કરનારને અને સમયસર સુનાર, અને જાગનારને જ સિધ્ધ થાય છે આ રીતે ગીતા જીવનમાં મધ્યમ માર્ગનું અનુસરણ કરવાનું કહે છે. બહુ ખાનાર, કે ભૂખ્યા રહેનારને ખુબ ઉંધનારને કે વધારે પડતું જાગનારને યોગ સિધ્ધ થતો નથી.

જો કોઇ સાવ દુરાચારી માનવી પણ સારો ભકત બનીને અનન્યભાવથી પ્રભુને ભજતો હોય તો તેને સાધુ જ માનવો જોઇએ. કારણ કે યાથર્થ નિશ્વય વાળો છે. તેને વિશ્વાસ થઇ જાય છે કે, પરમ કૃપાળુ પરમાત્માની પૂજા ઉપાસના, ભજન સમાન શ્રેષ્ઠ બીજુ કશું જ નથી.

કર્મયોગથી શુધ્ધ થયેલાં ચિતવાળા માનવીને ગીતા જ્ઞાનનું મહત્વ સમજાવતા કહેવાયું છે કે, આ સંસારમાં જ્ઞાનની જેમ પવિત્ર કરનારૂ બીજીં કશું જ નથી તે જ્ઞાનને કર્મયોગ દ્વારા શુધ્ધ કરેલ. અંતઃ કરણવાળો માનવી પોતે જ પોતાના આત્મામાં પ્રાપ્ત કરી લે છે. એની સાથે એ જ્ઞાન મેળવવાનો માર્ગ પણ ગીતામાં દર્શાવવામાં આવ્યો છે.

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(9:58 am IST)