Gujarati News

Gujarati News

News of Monday, 3rd February 2020

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મેડીટેશન

 

મૃત્યુનો ભય

''મૃત્યુથી ભયભીત થવાની કોઇ જરૂર નથી મૃત્યુ આવવાનું જ છે. જીવનની આ એક જ નિશ્ચીત ઘટના છે. બાકી બધુ જ અનિશ્ચીત છે. તો પછી શા માટે નિશ્ચીત ઘટના માટે ચીંતા કરવી?''

મૃત્યુ સંપૂર્ણ પણે નિશ્ચિત છે. સો ટકા બધા જ લોકો મૃત્યુ પામે છે.--નવાણુ ટકા નકકી પરંતુ સો ટકા વિજ્ઞાન અને મેડીકલ સાયંસનો આટલો બધો વિકાસ છતા પણ જયારે પણ લોકોના--મરવાની વાત આવે તો તેમાં દેશમાત્ર પણ ફરક નથી પડયો બધા જ લોકો મૃત્યુ પામે છે. જેવી રીતે દશ હજાર વર્ષ પહેલા પામતા હતા જેપણ જન્મે છે. તે મૃત્યુ પામેે છે. તેના કોઇ અપવાદ નથી.

તેથી મૃત્યુ માટે આપણે સંપૂર્ણ પણે ચોકકસ છીએ તે થવાનું જ છે તેથી જયારે પણ આપણે સંપૂર્ણપણે ચોકકસ છીએ તેથવાનું જ છે તેથી જયારે પણ થાય તે બરાબર છે તે કઇ રીતે થાય છે. તેનાથી શુ ફરક પડવાનો છે--તમે અકસ્માતથી મૃત્યુ પામે અથવા તો હોસ્પીટલના પથારી પર ? તેનાથી ફરક નથી પડતો જયારે તમને સમજાય જાય કે મૃત્યુ નિશ્ચિત છે. આ તો ફકત--ઓપચારીકતાઓ છે-- વ્યકિત કેવી રીતે મરશે કયારે મરશે વાસ્તવિકતા એ છે કે વ્યકિત મરશે ધીમે-ધીમે તમે આ હકીકતને સ્વીકારી લેશો. મૃત્યુને સ્વીકારવુ જ જોઇએ તેને અવગણવાનો કોઇ અર્થનથી અને અત્યાર સુધી કોઇ વ્યકિત તેને રોકી નથી શકયો તેથી આરામ કરો ! જયારે તમે જીવતા છો ત્યારે જીવનને પુરેપરૂ માણો અને જયારે મૃત્યુ આવે તેનેે પણ માણો.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:04 am IST)