Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મેડીટેશન

નીર્ણયો

''આ ક્ષણને પ્રતિક્રિયા આપો આજ જવાબદારી છે કોઇ  તમારી સાથે લગ્ન કરવા માંગે છે. હવે તમે મુંઝવણમાં છો કે-તમારે હા કહેવી અથવા ના કહેવાઃ તેથી તમે બીજાને પુછવા જાવ છો. આ તમારૂ જીવન છે--તેને પાંચ હજાર વર્ષ પેહલા બુક લખી છે તેના ઉપર શા માટે છોડવુ ? તમે જાતે જ નિર્ણય લો તે વધારે સારુ છે તમે ભૂલ કરો અને નુકસાન કરો--છતા પણ તમારી જાતે નિર્ણય લેવો વધારે સારૂ છે તમે ભૂલ ના કરો અને બીજાના નિર્ણયની મદદથી એક સફળ જીવન જીવો છતા પણ તે સારૂ નથી કારણ કે તમે--જવાબદારીને અવગણી રહ્યા છો.

જવાબદાર બનીને જ વ્યકિતનો વિકાસ થાય છે. તમારા હાથમાં જવાબદારી લો તેને અવગણવાના રસ્તાઓ છે. કેટલાક લોકો ઇશ્વરને જવાબદાર ઠેરવે છે.  કેટલાક લોકો કર્મને, કેટલાક ભાગ્યને પરંતુ આપણે આધ્યાત્મીક ત્યારે જ બનીએ છીએ જયારે સંપૂર્ણ જવાબદારી આપણા ખભા ઉપર લઇ લઇએ જવાબદારીઓ ખૂબ જ છે અને આપણા ખભા નબળા છે. તે હું જાણુ છું પરંતુ જયારે તમે જવાબદારી લો છો ત્યારે તે મજબુત બને છે તેમને વિકસાવવાનો અને મજબુત બનાવવાનો બીજો કોઇ રસ્તો નથી.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

 

(10:04 am IST)