Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મેડીટેશન

ભાઇ-બહેનની દુશ્મની

''માતા કદાચ એક બાળકને વધારે પ્રેમ કરતી હશે અને બીજાને થોડો ઓછો. તમે એવી અપેક્ષા ના રાખી શકો કે તે માપીને બંનેને બરાબર પ્રેમ કરે, તે અશકય છે.''

બાળકો ખૂબ જ સમજુ હોય છે તેઓ તરત જ સમજી જાય છે. કે કોઇ તેને વધારે પસંદ કરે છે.અને કોઇ ઓછું તેઓ જાણે છે. કે માતા બંનેને એકસરખો પ્રેમ કરવાનું બતાવે છે. તે ખોટુ છે.તેથી એક આંતરિક સંઘર્ષ, લડાઇ અને મહાત્વાકાંક્ષા ઉત્પન્ન થાય છે.

દરેક બાળક અલગ છે કોઇ પાસે સંગીતની પ્રતિભા છે. કોઇ પાસે નથી. કોઇ પાસે ગણીતની પ્રતિભા છે, કોઇ પાસે નથી કોઇ બીજા કરતા શારીરીક રીતે સુંદર છે અથવા કોઇ પાસે આકર્ષક વ્યકિતત્વ છે અને બીજા પાસે નથી તેવી વધારે અને વધારે સમસ્યાઓ ઉત્પન્ન થાય છે અને આપણને એવુ શીખવવામાં આવ્યું છે કે બધાને સારૂ લાગે તેવા બનીને રહો કયારેય સાચા ના બનો.

જો બાળકોને સાચા બનવાનું શીખવવામાં આવે તો તેઓ લડાઇ કરશે અને લડીને જ તેનાથી છુટકારો મેળવી લેશે. તેઓ ગુસ્સે થશે ત્યારે લડાઇ કરશે અન ેએકબીજાનેખરાબ શબ્દો બોલશે અને પછી તેઓ શાંત થઇ જશે કારણ કે, બાળકો લાગણીઓને વ્યકત કરીને તરત છુટકારો મેળવી લે છે જો તેઓ ગુસ્સે થશે તો તેઓ વિકરાળ, જવાળામુખી જેવા બની જશે પરંતુ બીજી જ ક્ષણે એકબીજાનો હાથ પકડશે અને બધુ જ ભુલી જશે બાળકો ખૂબ જ સરળ છે પરંતુ મોટા ભાગે તેઓને સરળ બનવાની પરવાનગી આપવામાં નહી આપવામાં આવે તેઓને કઇપણ ભોગે સારા બનવાનું કહેવામાં આવે છે.  તેઓને એકબીજા ઉપર ગુસ્સો કરતા અટકાવવામાં આવે છે. ''આ તારી બહેન છે, આ તારો ભાઇ છે,  તુ કઇ રીતે ગુસ્સે થઇ શકે ?''

આ ગુસ્સાઓ ઇર્ષ્યાઓ, અને બીજા હજારો નકારાત્મક લાગણીઓ ભેગી થતી જાય છે. પરંતુ ખરેખર જયારે ગુસ્સો, ઇર્ષ્યા આવે ત્યારે તમે તેને લડાઇ કરીને કાઢી નાખો તો તેના પછી તરત જ એક ઉંડો પ્રેમ અને કરૂણા ઉત્પન્ન થશે અને તે જ વાસ્તવિક છે.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:31 am IST)