Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મેડીટેશન

સાંભળવુ

'' જ્યારે મીત્રો સલાહ આપે ત્યારે ધ્યાનપૂર્વક સાંભળો.''

સાંભળવુ એ સૌથી મોટામાં મોટુ શીખવા જેવુ કૌશલ છે. ખૂબ જ શાંતિપૂર્વક સાંભળો, ઉદાસીનતાથી ના સાંભ્ળો ફકત...સાંભળવા ખાતર અને ઉદાર દેખાવા માટે ના સાંભળો કારણ કે તેઓ તમારા મિત્રો છે. એવી પરિસ્થીતીમાં તેઓને એવું કહેવું વધારે સારૂ છે કે અત્યારે કઇ જ ના કહો કારણે કે અત્યારે હું સાંભળવાના મિજાજમાં નથી.

પરંતુ જ્યારે તમે સાંભળો છો, ખરેખર સાંભળો- ખૂલ્લા હૃદયથી સાંભળો કારણ કે તમારા મિત્રો કદાચ સાચા પણ હોય. અને જો તેઓ ખોટા પણ હોય, તેઓને સાંભળવાથી તમે વધારે સમજદાર બનશો તમે પરિસ્થીતીને અલગ રીતે જોતા શીખસો અને તે શીખવું હમેશા સારૂ છે તેથી બરાબર સાંભળો પરંતુ નિર્ણય હમેશા તમારી જાતે જ લો.

જયારે વ્યકિત પાસે આવી સાપેક્ષ સમજણ હશે ત્યારે બધુ જ વધારે ચોખ્ખુ અને સરળ બની જશે. લોકો ખૂબ જ નિરપેક્ષ હોય છે. તેઓ પોતાના દ્રષ્ટીકોણથીજ વિચારે છે. આ જ સત્ય છે અને જે કઇપણ તેની વિરૂદ્ધમાં છે તે અસત્ય છે. આ દ્રષ્ટીકોણે સમગ્ર પૃથ્વીને અપંગ બનાવી દીધી છે. હિન્દુઓ, મુસ્લીમો અને ક્રિશ્ચીયન એક બીજા સાથે લડે છે કારણ કે બધા પોતાના નીરપેક્ષ સત્યને સાચુ માને છે. પરંતુ સત્ય ઉપર કોઇનો અધીકાર નથી. તે કોઇનો એકાધિકાર નથી.

સત્ય વિશાળ છે તેના અનંત પાસાઓ છે અને તેને જાણવાના અનંત રસ્તાઓ છે જે કઇપણ આપણે જાણીએ છીએ તે મર્યાદિત છે, તે ફકત એક ભાગ છે.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:05 am IST)