Gujarati News

Gujarati News

News of Thursday, 24th October 2019

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મેડીટેશન

એકપાત્રીય નાટક

''ધાર્મીક બનવુ ખૂબજ અઘરૂ છે કારણ કે પ્રયોગ કરનાર અને જેના ઉપર પ્રયોગ થાય છે તે બંને પાત્ર તમારે જ ભજવવા પડશે. અંદર કોઇ વિભાગો નથી. તમે- એકપાત્રીય નાટક નજીવી રહ્યા છો''

સામાન્ય નાટકમાં ઘણાબધા કલાકારો હોય છે અને રોલ વિભાજીત થયેલા હોય છે એકપાત્રીય નાટકમાં તમે એકલા જ છો બધા જ રોલ તમારે કરવાના છે.

એક જૈન સાધુને દરરોજ સવારે મોટેથી બોલવાની આદત હતી ''બોકોઝુ, તુ કયા છો?'' તે તેનું પોતાનું જ નામ છે. અને તે જવાબ આપતો, ''હા, હુ અહી જ છું''

પછી તે કહે તો, ''બોકોઝુ, યાદ રાખ, બીજો દિવસ-આપવામાં આવ્યો છે. જાગૃત અને સાવચેત રહેેજે મુર્ખ  ના બનતો'' પછી તે કહે તો, ''હા સાહેબ, હુ પુરેપુરો-પ્રયત્ન કરીશ'' અને ત્યા તેના સીવાય બીજુ કોઇ હોતુ જ નહી !

તેના શીષ્યો વિચારતા કે તે પાગલ થઇ ગયો છે પરંતુ તે ફકત એકપાત્રીય નાટક ભજવતો હતો અને આ જ અંદરની પરીસ્થિતી છે તમે વાત કરનાર છો, તમે જ સાંભળનાર છો, તમે જ કમાંડર છો અને તમે જ સીપાહી છો તે અઘરૂ છે કારણ કે રોલ એકબીજા સાથે ભળી જશે તે ખૂબજ સરળ છે. જયારે તમે બીજા કોઇ વ્યકિતને દોરો છો અને તમે આદેશ આપનાર છો જો રોલ વિભાજીત થયેલા હશે તો બધુ જ ચોખ્ખુ રહેશે- તમારે તમારો રોલ પુરો કરવાનો છે. અને બીજાએ તેનો રોલ પુરો કરવાનો છે પરીસ્થિતી ઇચ્છાને આધીન છે.

જયારે તમે બંને રોલ ભજવો છો ત્યારે પરિસ્થિતી પ્રાકૃતિક છે. ઇચ્છાને આધીન નથી અને ખરેખર તે વધારે જટીલ છે પરંતુ ધીરે-ધિરે તમે શીખી જશો.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:11 am IST)