News of Monday, 30th September 2019
સ્થાયી થવુ
''જયારે બધુ જ સરળતાથી ચાલે છે ત્યારે પ્રેમીઓ ડરી જાય છે. તેઓ એવુ અનુભવવાની શરૂઆત કરે છે કે પ્રેમ-અદ્રશ્ય થઇ ગયો છે.''
જ્યારે પ્રેમ સ્થાયી થઇ જાય છે ત્યારે બધુ જ સરળ થઇ જાય છે પછી પ્રેમ દોસ્તી જેવો બની જાય છ.ે - અને તેની પોતાની એક સુંદરતા છે દોસ્તી પ્રેમનું ખૂબજ મુળભુત તત્વ છે તેથી સ્થાયી થાઓ ! અને ચીંતા નહી કરો નહીતર આજે અથવા કાલે તમે સમસ્યા ઉત્પન્ન કરવાની શરૂઆત કરશો મને હમેશા સમસ્યા ઉત્પન્ન કરવા માગે છે. કારણ કે તો જ તે મહત્વનું બની રહે છે; જ્યારે કોઇ સમસ્યા નથી હોતી ત્યારે તેનું કોઇ મહત્વ પણ નથી રહેતુ મન પોલીસ ખાતા જેવુ છે જો શહેર શાંત હશે તો તેઓ ખરાબ અનુભવશે; કોઇ લુંટ નહી, કોઇ દંગા નહી, કોઇ હત્યા નથી-કઇ જ નહી ! તેઓની કોઇ જરૂર જ નથી જ્યારે બધુ જ શાંત હશે ત્યારે મનને ડર લાગશે કારણ કે જો તમે ખરેખર સ્થાયી થશો તો મનનું અસ્તીત્વ જ નહી રહે.
ફકત આ યાદ રાખો મન જેવુ જ જોઇએ કારણ કે તે આપણું ધ્યેય નથી મનને પાર જવાનું ધ્યેય છે તેથી શાંત થવા માટે એકબીજાને મદદ કરો અને બધુજ સરળતાથી થવા દો જો બીજાને તકલીફની શરૂઆત થાય તો તેને મદદ કરવાની કોશીષ કરો.
આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬