Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

નોકરીનો પટારો ખૂલી ગયો! વિણવા માંડો

કેન્દ્ર -રાજ્ય સરકારના વિવિધ ભાગો, UPSC -GPSC, રેલ્વે, શિક્ષણ, ગૌણ સેવા પસંદગી મંડળ, મહાપાલિકા, મેટ્રોરેલ, ઇન્ફો પેટ્રો, કોર્પોરેટ વિગેરે ક્ષેત્રે હજ્જારો ભરતી લાયકાત પ્રમાણે અરજી કરવાનો આ મોકો ચૂકવા જેવો નથી

રાજકોટ તા.૧૯: ગુજરાત સહિત સમગ્ર દેશનું યુવાધન હાલમાં પોતાને મનગમતી નોકરી મેળવવા માટે તનતોડ મહેનત-પ્રયાસ કરી રહ્યું છે ત્યારે હાલમાં વિવિધ ક્ષેત્રે નોકરીઓનો રીતસર પટારો ખૂલી ગયો છે તેવું કહેવું જરાપણ ખોટું નથી લાગતું.

GPSC , રેલ્વે, ગૌણસેવા પસંદગ મંડળ, શિક્ષણ કચેરી, રાજ્ય-કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો અને સાહસો વિગેરે દ્વારા પુષ્કળ પ્રમાણમાં રોજગારીનું સર્જન થઇ રહયું છે. વિવિધ વિષયોના મદદનીશ પ્રાધ્યાપકો, સિવિલ એન્જીનીયર્સ, રાજ્યવેરા નિરીક્ષકો, પોલીસ ઇન્સ્પેકટર્સ, મેડીકલ તજજ્ઞો, ખેતી અધિકારી વિગેરેની ભરતીઓ પૂરબહારમાં ખીલી ઉઠી છે.

હવે, સરકારી, અર્ધસરકારી, સહકારી, કોર્પોરેટ કે પછી ખાનગી ક્ષેત્રે હાલમાં જે ભરતીઓ ચાલી રહી છે અથવા તો નજીકના ભવિષ્યમાં આવી રહી છે તેની ઉપર નજર  કરીએ તો...

* ગુજરાત પબ્લિક સર્વિસ કમીશન (GPSC) દ્વારા ૧૮-૪-૨૦૧૯ (બપોરે ૧ વાગ્યા સુધી)ની છેલ્લી ઓનલાઇન અરજી તારીખ સાથે મદદનીશ ઇજનેર (યાંત્રિક તથા સિવિલ) વર્ગ-ર, ગુજરાત ઇજનેર સેવા(સિવિલ) વર્ગ-૧ અને ર, બિન હથિયારી પોલીસ ઇન્સ્પેકટર વર્ગ-ર, સંશોધન અધિકારી (ગુજરાત આંકડાકીય સેવા) વર્ગ-ર, રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-૩, સહાયક મોટર વાાહન નિરીક્ષક વર્ગ-૩, માઇક્રોબાયોલોજીસ્ટ, પેથોલોજીસ્ટ, ઇ.એન.ટી. સર્જન, રેડીયોલોજીસ્ટ, મનોચિકિત્સક વર્ગ-૧ તથા ખેતી અધિકારી વર્ગ-રની ભરતી થઇ રહી છે.

આ ઉપરાંત રાજ્યની સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજો ખાતે વિવિધ વિષયોના મદદનીશ પ્રાધ્યાપકોની વર્ગ-રની ભરતી ચાલી રહી છે. આ વિષયોમાં ઇતિહાસ, વનસ્પતિશાસ્ત્ર, એકાઉન્ટસી, ગુજરાતી, ગણિતશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, અંગ્રેજી, ભોૈતિકશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, વાણિજય શાસ્ત્ર, રસાયણ શાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, તત્વજ્ઞાન તથા મનોવિજ્ઞાનનો સમાવેશ થાય છે. સરકારશ્રી દ્વારા તાજેતરમાં અમલમાં લાવેલ આર્થિક રીતે નબળા વર્ગો(EWS) માટે અનામત પ્રથાને પણ આ ભરતીમાં લાગુ પાડવામાં આવી છે.

https://gpsc.gujarat. gov.in  તથા https://gpsc-ojas.gujarat. gov.in

*સીડૈક દ્વારા ૧૯-૩-૨૦૧૯ની છેલ્લી અરજી તારીખ સાથે જોઇન્ટ ડાયરેકટર વિગેરેની ૧૫ જગ્યાઓ માટે ભરતી ચાલી રહી છે. www.cdac.in

*મેકોન લિમિટેડ દ્વારા તા. ૨૫-૩-૨૦૧૯ની છેલ્લી અરજી તારીખ સાથે એકઝીકયુટીવ્ઝ વિગેરેની ૩૫ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. www.meconlimited.co.in

* NPCIL દ્વારા ૩૦-૩-૧૯ની છેલ્લી અરજી તારીખ સાથે ટ્રેડ એપ્રેન્ટીસની કુલ ૧૦ જગ્યાઓ માટે ભરતી ચાલી રહી છે.

https://npcilcareers.co.in

*IIIM જમ્મુ દ્વારા ૨૫-૩-૧૯ની છેલ્લી અરજી તારીખ સાથે ટેકિનકલ આસીસ્ટન્ટની ૧૧ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. www.iiim.res.in

* RRB (રેલ્વે રીક્રુટમેન્ટ બોર્ડ) દ્વારા ૩૧-૩-૨૦૧૯ની છેલ્લી અરજી તારીખ સાથે એનટીપીસી (NTPC)ની કુલ ૩૫૨૭૭ જગ્યાઓ માટે વિશાળ ભરતી ચાલી રહી છે. www.rrcb.gov.in/ rrbs.html

* આંધ્રપ્રદેશ પબ્લિક સર્વિસ કમિશન (APPSC) દ્વારા તા. ૨૮-૩-૨૦૧૯ની છેલ્લી અરજી તારીખ સાથે ફુડ સેફટી ઓફિસરની રર જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. https://psc.ap.gov.in

* HSSPP  દ્વારા ૨૦-૩-૨૦૧૯ની છેલ્લી અરજી તારીખ સાથે આસીસ્ટન્ટ મેનેજર (MIS)ની કુલ ૫૭૫ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. www.hsspp.in

* JKDISM દ્વારા ૨૨-૩-૧૯ની છેલ્લી અરજી તારીખ સાથે પ્રોગ્રામ મેનેજર, કન્સલ્ટન્ટ વિગેરેની કુલ ૯૨ જગ્યાઓ માટે ભરતી ચાલી રહી છે.  www.jkdism.in

* KPTCL દ્વારા ૪-૪-૨૦૧૯ની છેલ્લી અરજી તારીખ સાથે એન્જીનીયર્સ (  AEE,AE,JE વિગેરે) ની કુલ ૧૪૫૦ જગ્યાઓ માટે ભરતી ચાલી રહી છે. www.kptcl.com

*FCI  દ્વારા ૨૫-૩-૨૦૧૯ની છેલ્લી અરજી તારીખ સાથે જુનિયર એન્જીનીયર્સ વિગેરેની કુલ ૪૧૦૩ જગ્યાઓ માટે ભરતી ચાલી રહી છે. https://fci.gov.in

* સેન્ટ્રલ કોલફીલ્ડસ લી. દ્વારા તા. ૧૯-૩-૧૯ની છેલ્લી અરજી તારીખ સાથે ફાર્માસીસ્ટ, ટેકિનશ્યન વિગેરેની કુલ ૧૭ જગ્યાઓ માટે ભરતી ચાલે છે. www.centralcoalfields.in

* CGPSC દ્વારા ૩૦-૩-૧૯ની છેલ્લી અરજી તારીખ સાથે સિવિલ જ્જ (એન્ટ્રી લેવલ)ની કુલ ૩૯ જગ્યાઓ માટે ભરતી ચાલી રહી છે.

* HSSC દ્વારા ૨૫-૩-૨૦૧૯ની છેલ્લી અરજી તારીખ સાથે ટીજીટી (સંસ્કૃત)ની કુલ ૭૭૮ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. www.hssc.gov.in

* રેલ્વે ભર્તી બોર્ડ અમદાવાદ દ્વારા ૭-૪-૨૦૧૯ની છેલ્લી અરજી તારીખ સાથે લિપીક વર્ગની તથા અન્ય કેડરની કુલ ૧૬૬૫ જગ્યાઓ માટે ભરતી ચાલી રહી છે. www.rrbahmedabad.gov.in

* મર્ચન્ટ ઇન્સ્ટીટયુટ ઓફ ડીપ્લોમા સ્ટડીઝ મેહસાણા-વીસનગર હઇવે, બાસના મહેસાણા દ્વારા ૩૦-૩-૨૦૧૯ની છેલ્લી અરજી તારીખ સાથે સિવિલ, કોમ્પ્યુટર, ઇલેકટ્રીકલ, ઇસી તથા મિકેનિકલ એન્જીનીયરીંગના એચ.ઓ.ડી. તથા લેકચરર્સ અને ફીઝીકસ-કેમેસ્ટ્રીના લેકચરર્સની ભરતી ચાલી રહી છે. hr-mids@ rediffmail.com

* રામદેવ ફુડ પ્રોડકટસ પ્રા.લી. અમદાવાદ દ્વારા રાજકોટ માટે એરીયા સેલ્સ મેનેજર તથા ભાવનગર, જૂનાગઢ, અમરેલી અને કચ્છ માટે સેલ્સ રીપ્રેઝન્ટેટીવ્ઝની ભરતી ચાલી રહી છે. મો.નં. ૮૩૦૬૨ ૬૫૫૩૩. www.ramdev.co.in (વેબસાઇટ)

અથવા hrd@ramdev.co.in  ઉપર મેઇલ કરવો.

* ટાટા સ્કાય સર્વિસ ફ્રેન્ચાઇઝી રાજકોટ દ્વારા તા. ૨૦-૩-૧૯, બુધવારના રોજ સવારે ૮ વાગ્યે રૂમ નં. ૧૧૨, આઇ.ટી.આઇ. ભાવનગર રોડ રાજકોટ ખાતે રપ જગ્યાઓ માટે સીધા ઇન્ટરવ્યું રાખેલ છે. આ ઇન્ટરવ્યુંમાં આઇ.ટી.આઇ. કરેલ ઉમેદવારો-ઇલેકટ્રીશ્યન, વાયરમેન, ઇલેકટ્રોનિકસ, મિકેનિક તથા ડીશ ફીટીંગ કરી શકે તેવા ટેકનીશ્યન ભાગ લઇ શકે છે.

* પાઠક પબ્લ્કિ સ્કૂલ-મેટોડા, આસ્થા વિલેજ સામે, જયોતિ સી.એન.સી.ની બાજુમાં મેટોડા  જીઆઇડીસી, રાજકોટ, (ઇ.મેઇલ-ppsmetoda@gmail.com) દ્વારા ગુજરાતી/ અંગ્રેજી માધ્યમ માટે શિક્ષકો જોઇએ છે. જેમાં આચાર્ય, પ્રિ-પ્રાયમરી શિક્ષક, પ્રાથમિક શિક્ષક, માધ્યમિક શિક્ષક, સ્પોર્ટસ ટીચર, એકાઉન્ટન્ટ (રોજમેળ), કોમ્પ્યુટર, એડમિન હેડ, સંગીત શિક્ષક, આર્ટ ટીચર, રીસેપ્શનીસ્ટ/ ટાઇપીસ્ટ વિગેરેનો સમાવેશ થાય છે.

* આત્મીય ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સ, કાલાવડ રોડ રાજકોટ દ્વારા તા. ૩૦-૩-૨૦૧૯ની છેલ્લી અરજી તારીખ સાથે કોમ્પ્યુટર એન્જીનીયરીંગ, ઇલે.એન્ડ કોમ્પ્યુ. એન્જીનીયરીંગ, મિકેનિકલ, ઇલેકટ્રીકલ, આઇ.સી.એન્જીનીયરીંગ, આઇ.ટી. સિવિલ એન્જીનીયરીંગ, ઓટોમોબાઇલ એન્જીનીયરીંગ, કોમ્યુનિકેશન સ્કીલ(ડીગ્રી-ડીપ્લોમા) તથા એન.સી.એ. અને ફાર્મસી માટે પ્રોફેસર, એસોસીએટ તથા આસીસ્ટન્ટ પ્રોફેસર અન એચ.ઓ.ડી.ની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.

ફોન નં. ૦૨૮૧-૨૫૬૩૪૪૫. www.aits.edu.in (વેબસાઇટ) અથવા jobs@aits.edu.in (ઇ-મેઇલ)

*કલ્યાણ પોલિટેકિનક, જામનગર-રાજકોટ હાઇવે, અલિયાબાડા રોડ, જાંબુડા ચોકડી, શેખપાટ, જામનગર (મો.નં. ૯૫૫૮૦ ૦૦૧૧૨) દ્વારા ૨૩-૩-૨૦૧૯ની છેલ્લી અરજી તારીખ સાથે (રજી. એ.ડી.) ડીપ્લોમા એન્જીનીયરીંગ માટે વિવિધ બ્રાન્ચના એચ.ઓ.ડી. તથા લેકચરર્સ અને ફીઝીકલ સ્પોર્ટસ ડાયરેકટર, લાયબ્રેરીયન, વર્કશોપ ઇન્સ્ટ્રકચર તથા લેબ આસીસ્ટન્ટની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. http://www.kalyanpolytechnic. edu.in

* ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ફ્રાસ્ટ્રકચર, ટેકનોલોજી, રીસર્ચ એન્ડ મેનેજમેન્ટ અમદાવાદ દ્વારા ૧૦-૪-૨૦૧૯ની છેલ્લી અરજી તારીખ સાથે રજીસ્ટ્રાર તથા આસીસ્ટન્ટ રજીસ્ટ્રારની ભરતી ચાલે છે. https://www.iitram.ac.in

ફોન નં. ૦૭૯-૬૭૭૭૫૪૮૮, ૬૭૭૭૫૪૯૯

* સુરત મહાનગરપાલિકા દ્વારા ૩૦-૩-૨૦૧૯ની છેલ્લી અરજી તારીખ સાથે મહાનગર સંચાલિત સુમન માધ્યમિક શાળાઓમાં ગુજરાતી, મરાઠી, હિન્દી, ઉડીયા તથા ઉર્દૂ માધ્યમમાં વિવિધ વિષયો માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.

ફોન નં. ૦૨૬૧-૨૪૨૩૭૫૧-૫૬

www.suratmunicipal.gov.in

* વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન(વાસ્મો), ૩જોમાળ, જલસેવા ભવન, સેકર-૧૦ એ, ગાંધીનગર-૩૮૨૦૧૦ (ફોન નં. ૦૭૯-૨૩૨૪૭૧૭૦-૭૧) દ્વારા તા. ૨૫-૩-૧૯ની છેલ્લી અરજી તારીખ સાથે કરાર આધારીત આસીસ્ટન્ટ, આસી. મેનેજર તથા નાયબ મેનેજર (નાણા/ હિસાબ), વોટર કવોલિટી), (જીઓલોજી), (લીગલ), વોટર કવોલિટી એન્ડ એન્વાર્યનમેન્ટ) અને સિનિયર મેનેજર (IEC) ની ભરતી ચાલી રહી છે. www.wasmo.org

*  ગુજરાત મેટ્રોરેલ કોર્પોરેશન લી. (GMRC) દ્વારા તા. ૫-૪-૨૦૧૯ની છેલ્લી અરજી તારીખ સાથે અમદાવાદ મેટ્રોરેલ પ્રોજેકટ માટે સિવિલ, ડીઝાઇન, આર્કીટેકચર, સર્વેયર, ઓપરેશન્સ તથા અન્ય ક્ષેત્રોમાં ભરતી ચાલી રહી છે. www.gujaratmetrorail.com ફોન નં. ૦૭૯-૨૩૨૪૮૫૭૨.

* ગ્રોમોર ગ્રુપ ઓફ ઇન્સ્ટીટયુશન્સ, હિમતનગર, સાબરકાંઠા દ્વાર તા. ૨૬-૩-૨૦૧૯ની છેલ્લી અરજી તારીખ સાથે ડીગ્રી/ ડીપ્લોમા/ એમબીએ/ એમસીએ માટે વિવિધ બ્રાન્ચ તથા વિષયોમાં પ્રોફેસર, એસોસીએટ તથા આસીસ્ટન્ટ પ્રોફેસર, એચ.ઓ.ડી. તથા લેકચરર્સની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. ફોન નં. ૦૨૭૭૭૨ -૨૨૫૫૦૦-૧. ww.growmore.ac.in

* દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ દ્વારા તા. ૮-૪-૧૯ની છેલ્લી અરજી તારીખ સાથે આસીસ્ટન્ટ ફલોટીલા સુપરવાઇઝર, ડીવીઝનલ એકાઉન્ટન્ટ, સર્વેઇંગ રેકોર્ડર તથા સિગ્નલમેનની ભરતી ચાલી રહી છે. www.deendayalport.gov.in

* ગુજ ઇન્ફો પેટ્રો લી. ગાંધીનગર દ્વારા ૨૪-૩-૨૦૧૯ની છેલ્લી અરજી તારીખ સાથે સિનિયર મેનેજર (આઇ.ટી. પ્રોજેકટસ), સિનિયર સોફટવેર એન્જીનીયર, સોફટવેર એન્જીનીયર, સિસ્ટમ એનાલીસ્ટ, SQLDBA વિગેરેની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. www.gipl.net

http://careers.gipl.in

* કર્મચારી રાજ્ય વીમા નિગમ અમદાવાદ દ્વારા ગુજરાત ક્ષેત્ર માટે ઇએસઆઇ કોર્પોરેશનમાં ૧૫-૪-૧૯ની છેલ્લી અરજી તારીખ સાથે સ્ટેનોગ્રાફર અને અપર ડીવીઝન કલાર્કની ભરતી ચાલી રહી છે. ઉમેદવારની વય ૧૫-૪-૧૯ના રોજ ૧૮ થી ૨૭ વર્ષ હોવી જોઇએ. રીઝર્વ કેટેગરીના ઉમેદવારોને સરકારશ્રીના નિયમ મુજબ છૂટછાટ મળવાપાત્ર છે. ફોન નં. ૦૭૯ ૨૭૫૮૨૪૦૦. www.esic.nic.in/ recruitment

*ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી ગાંધીનગર દ્વારા બિનસરકારી અનુદાનિત કોલેજોમાં કાયદા અને શિક્ષણ વિદ્યાશાખાના અધ્યાપક સહાયકોની ખાલી જગ્યાઓ ભરવા માટેની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. www.cheguj.com

* ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા તા. ૧૧-૪-૨૦૧૯ની છેલ્લી  ઓનલાઇન અરજી તારીખ સાથે પસંદગી / પ્રતિક્ષા યાદી તૈયારકરવાના હેતુ સાથે સુપરવાઇઝર ઇન્સ્ટ્રકચરની કુલ ૨૩૬૭ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. મિકેનિકલ, ફેબ્રીકેશન, રેફ્રીજરેશન એન્ડ એર કંડીશનીંગ, ઇલેકટ્રીકલ, આઇ.ટી., ઇન્સ્ટ્રુમેન્ટ, સિવિલ કન્સ્ટ્રકશન એન્ડ ઇન્ફ્રાસ્ટ્રકચર, ઓટોમોબાઇલ, કેમિકલ, પ્લાસ્ટીક, કોમ્પ્યુટર, બ્યુટી કલ્ચર એન્ડ હેર ડ્રેસિંગ, ગારમેન્ટસ, મેડીકલ નર્સિંગ, હેલ્થ એન્ડ સેનેટરી વિગેરે ગ્રુપમાં સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટરની જરૂરીયાત છે. https://ojas.gujarat.gov.in તથા https:// gsssb.gujarat.gov.in

આટઆટલી ચિક્કાર નોકરીઓ સામે આવીને ઉભી છે ત્યારે યોગ્ય લાયકાત, સચોટ માર્ગદર્શન, સ્વપ્રયત્ન, હકારાત્મક અભિગમ, આત્મવિશ્વાસ, સમાજ માટે કંઇક કરી છુટવાની તમન્ના અને ઇશ્વરમાં શ્રધ્ધા રાખીને મહેનત કરવા તૂટી પડો-મંડી પડો. સત્તા સાથે સેવા કરવાનો મોકો આપતી તથા સન્માન મેળવવાનો અમૂલ્ય મોકો આપતી લાખેણી નોકરી આપ સૌની રાહ જોઇ રહી છે. સાચી નીતિથી મહેનત કરનારને ઇશ્વર પણ સાથ આપે જ છે. સૌને ઓલ ધ બેસ્ટ.

(કોઇપણ જગ્યાએ નોકરી માટેની અરજી કરતા પહેલા ભરતી વિશેની તમામ માહિતી વેબસાઇટ દ્વારા, ફોન દ્વારા, રૂબરૂ કે પછી અન્ય કોઇ સોર્સ દ્વારા જાણી લેવી હિતાવહ છે, કે જેથી ચૂંટણી આચારસંહિતા સંદર્ભ સહિતની લેટેસ્ટ ઇન્ફર્મેશન મળી શકે.)

-: આલેખન :-

ડૅા. પરાગ દેવાણી

મો. ૯૮૨૪૪ ૫૧૫૪૧

(4:00 pm IST)