Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

કેન્દ્ર-રાજય સરકારના વિવિધ વિભાગોમાં નોકરી મેળવવા આજનું યુવાધન આતુર

- સરકારના વિવિધ ક્ષેત્રો અને સાહસો, સ્કૂલ-કોલેજ-યુનિવર્સિટી, બેન્ક, રેલ્વે, આર્મી, ટ્રસ્ટ, ખાનગી સંસ્થા, રીસર્ચ સેન્ટર, હોસ્પિટલ, GSPC વિગેરેમાં ભરતીઓ આવતા નોકરીવાંચ્છુઓને ઘી-કેળા!

રાજકોટ તા. ૩૦ : છેલ્લા થોડા વર્ષોથી ગુજરાત સહિત ભારતભરના યુવક-યુવતીઓ વિવિધ ક્ષેત્રોમાં અવિરતપણે નોકરીની કાગડોળે રાહ જોતા જોવા મળે છે. નોકરી મેળવવાની આ આતુરતાનો અંત લાવવા કેન્દ્ર અને રાજય સરકાર પણ એટલાજ પ્રયત્નશીલ છે.જેના ભાગરૂપે હાલમાં વિવિધ ક્ષેત્રે પુુષ્કળ ભરતીઓ ચાલી રહી છે.

આજના યુવાધન માટે પોતાને મનગમતી નોકરી મેળવવાનો અમૂલ્ય અવસર ચાલી રહ્યો છે તેમ કહેવું જરાપણ અતિશ્યોકિતભર્યું નહીં લાગે. વિવિધ ક્ષેત્રે ભરપૂર પ્રમાણમાં રોજગારીનું સર્જન થઇ રહ્યાનું દેખાય છ.ે

હાલમાં સરકારી અર્ધ સરકારી, ખાનગી કે પછી કેન્દ્ર-રાજય સરકારના વિવિધ વિભાગોમાં જે ભરતીઓ ચાલી રહી છે, નજીકના ભવિષ્યમાં આવી રહી છે અથવા ખાલી જગ્યાઓ છે તેની ઉપર નજર કરીએ તો....

 ઇન્ડિયન બેન્ક દ્વારા ર/પ/ર૦૧૮ ની છેલ્લી અરજી તારીખ સાથે સ્પેશ્યાલીસ્ટ ઓફિસરની ૧૪પ જગ્યાઓ માટે ભરતી ચાલી રહી છે.

www.indianbank.in

 ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ પેટ્રોલિયમ દ્વારા પ/પ/ર૦૧૮ ની છેલ્લી અરજી તારીખ સાથે સાયન્ટીસ્ટ તથા સિનિયર સાયન્ટીસ્ટની કુલ ૧૦ જગ્યાઓ માટે ભરતી થઇ રહી છેwww.iip.res.in

 ઇન્ડિયન સિકયોરિટી પ્રેસ દ્વારા ર/પ/૧૮ ની છેલ્લી અરજી તારીખ સાથે જુનિયર ઓફીસ આસીસ્ટન્ટની ૩પ જગ્યાઓ માટેભરતી પ્રક્રિયા ચાલી રહી છે. www.spmcil.com

 CMERI દ્વારા ર૧/પ/ર૦૧૮ ની છેલ્લી અરજી તારીખ સાથે ગ્રુપ ર-ટેકિનશ્યનની ૩૯ જગ્યાઓ માટે ભરતી ચાલી રહી છે. www.cmeri.res.in

 NDMC લિમિટેડ દ્વારા ૧૪/પ/ર૦૧૮ ની છેલ્લી અરજી તારીખ સાથે જુનિયર તથા ડે. મેનેજરની કુલ૧૧ જગ્યાઓ માટે ભરતી ચાલે છે. www.nmdc.co.in

ONGC (ઓઇલ નેચરલ ગેસ કંપની) દ્વારા ર૧/૬/ર૦૧૮ ની છેલ્લી અરજી તારીખ સાથે આસીસ્ટન્ટ લીગલ એડવાઇઝરની ૧પ જગ્યાઓ માટે ભરતી ચાલી રહી છે.

www.ongcindia.com

 કોંકણ રેલ્વે (KRCL) દ્વારા ૧ર/પ/૧૮ ની છેલ્લી અરજી  તારીખ સાથે સ્ટેશન માસ્તર સહિતની કુલ ૧૧૩ જગ્યાઓ માટે ભરતી  ચાલી રહી છે. www.konkanrailway.com

 બી.ટી. સવાણી કિડની હોસ્પિટલ, યુનિવર્સિટી ગેઇટ પાસે, યુનિવર્સિટી રોડ રાજકોટ દ્વારા નર્સિંગ સ્ટાફ, મેડીકલ ઓફીસર, તથા ગૃહમાતાની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. ફોન નં.-૦ર૮૧-રપપપ૧૮૯ ઇ-મેઇલ-hrbtskh@gmail.com

 નેશનલ હેલ્થ મિશન (એન. એચ. એમ.) અંતર્ગત ડીસ્ટ્રીકટ સર્વેલન્સ યુનિટ, આરોગ્ય શાખા મોરબી દ્વારા આઇ. ડી.એસ.પી.પ્રોગ્રામની કામગીરી માટે કરાર આધારીત ડેટા એન્ટ્રી ઓપરેટર (પ્રોગ્રામ આસીસ્ટન્ટ) ના સીધા ઇન્ટરવ્યુ તા. પ/પ/ર૦૧૮ સવારે ૧૦-૩૦ વાગ્યાથી આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત-મોરબી, ગીબસન મિડલ સ્કૂલ બિલ્ડીંગ, રેલ્વે સ્ટેશન સામે મોરબી ખાતે રાખેલ છ.ે

 માનસિક વિકલાંગ બહેનોની સરકાર માન્ય સંસ્થા એકરંગ માનસિક વિકલાંગ બહેનોનું આવાસી તથા તાલીમ સંકુલ, ભારતનગર ચોક, ગુજરાત ફોર્જીંગ કંપનીની પાછ, ૮૦ ફુટ રોડ, અમૂલ સર્કલ પાસે, રાજકોટ દ્વારા ઓફીસ વર્ક આસીસ્ટન્ટ, એકાઉન્ટન્ટ, કોમ્યુનિકેશન આસી.ફિલ્ડ વર્કર, શિક્ષીક, આયાબેન - કેરટેકર, રસોઇયા વિગેરે પોસ્ટ માટે ભાઇઓ તથા બહેનોની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.તા.પ/પ/ર૦૧૮ સુધી દરરોજ સવારે ૧૦ થી ૧ર વાગ્યા દરમ્યાન અરજી, ફોટા તથા પ્રમાણપત્રો  સાથે રૂબરૂ મળી શકાય છે, પ્રથમ ચાર પોસ્ટ માટે ર૦ થી ૩૦ વર્ષ, પછીની ત્રણ પોસ્ટ માટે ર૦ થી ૩પ વર્ષ તથા રસોઇયાની પોસ્ટ માટે ર૦ થી ૪૦ વર્ષ ઉંમર હોવી જરૂરી છે.

 કેન્દ્ર સરકારે પ્રથમ વખત પે-રોલ જોબ્સનું અનુમાન લગાવ્યું છે. જે મુજબ છેલ્લા ૬ માહિના દરમ્યાન ફોર્મલ સેકટરમાં ૩૧ લાખ જેટલા કામદારો જોડાયા હોવાનો અંદાજ રીપોર્ટ આપ્યો છે. નિતિપંચના જણાવ્યા મુજબ ઇપીએફઓ, ESIC તથા PFRDA ના ડેટા અનુસાર સપ્ટેમ્બર ર૦૧૭ ની ફેબ્રુઆરી-ર૦૧૮ સુધીમાં પે-રોલ જોબ્સમાં ૩૧.૧ લાખ જેટલા નવા લોકો જોડાયાનો અંદાજ છ, જે પૈકી મોટાભાગના યુવાનો છે.

 ગુજરાત ઇન્સ્ટીટયુટ ઓફ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ગાંધીનગર દ્વારા ૧૭/પ/૧૮ ની છેલ્લી અરજી તારીખ સાથે નિયામક (ડીઝાસ્ટર મેનેજમેન્ટ) , પ્રોફેસર/એસો. પ્રોફેસર કમ સિનિયર પ્રોગ્રામ મેનેજર, રીસર્ચ સાયન્ટીસ્ટ કમ પ્રોગ્રામ મેનેજર, તાલીમ સ્પે.કમ પ્રોગ્રામ મેનેજર, સિનિયર સિસ્ટમ અને ડોકયુમેન્ટેશન મેનેજર તથા પર્સનલ આસીસ્ટન્ટની કરાર આધારીત ભરતી ચાલી રહી છે. અરજી રજીસ્ટર્ડ એ.ડી.અથવા સ્પીડ-પોસ્ટથી પીડીપીયુ પાછળ, રાયસણ, ગાંધીનગર-૩૮ર૦૦૭ ખાતે મોકલવાની છે.

www.gidm.in

 ધી ગુજરાત કેન્સર એન્ડ રીસર્ચ ઇન્સ્ટીટયુટ, એન.સી.એચ. કેમ્પસ અસારવા અમદાવાદ દ્વારા ૧૦/પ/ર૦૧૮ (સાંજે પ વાગ્યા સુધી) ની છેલ્લી અરજી તારીખ સાથે વિવિધ ક્ષેત્રો તથા કેડર માટે (૧૪ જેટલા વિવિધ ક્ષેત્રો) નોન ટીચીંગ પોસ્ટના રૂપમાં ભરતી ચાલી રહી છ.ે

સિધ્ધપુર કેન્સર કેર સેન્ટર માટે આસીસ્ટન્ટ પ્રોફેસર ઇન રેડીયેશન એાન્કોલોજી તથા એનેસ્થેટીસ્ટની ભરતી પ્રક્રિયા પણ ચાલુ છે. છેલ્લી અરજી તારીખ ૧૦/પ/૧૮ છે.

આ ઉપરાંત એસોસીએટ પ્રોફેસર ઓફ મેડીકલ ઓન્કોલોજી અને આસીસ્ટન્ટ પ્રોફેસર ઓફ મેડીકલ ઓન્કોલોજીની ટીચીંગ પોસ્ટ માટે તથા મેડીકલ ઓન્કોલોજી-ગાયનેક ઓન્કોલોજી અને રેડીયોથેરાપી માટેના સિનિયર રેસીડેન્ટની નોન ટીચીંંગ પોસ્ટ માટેના સીધા ઇન્ટરવ્યું તા.૪/પ/ર૦૧૮, શુક્રવારના રોજ સવારે ૯ વાગ્યે રાખેલ છે. ફોન નં.૦૭૯-રર૬૮૮૦૧ર www.gcriindia.org

 ગુજરાત ઇકોલોજીક એજયુકેશન એન્ડ રીસર્ચ (GEER) ફાઉન્ડેશન ગાંધીનગર, ઇન્દ્રોડા નેચર પાર્ક, ચ-૦ સર્કલ પાસે P.O. સેકટર-૭ ગાંધીનગર દ્વારા SRF(RS/GIS) તથા IRF(RS/GIS) કેડર માટેના સીધા ઇન્ટરવ્યું તા. ૧પ/પ/ર૦૧૮ ના રોજ સવારે ૧૦-૩૦ વાગ્યે રાખેલ છે. ફોન-૦૭૯-ર૩૯૭૭૩૧૧

www. geerfoundation. gujarat.gov.in

 અભિનવ એકેડમી-વેરાડ, તા. ભાણવડ, જિ. દેવભૂમિ દ્વારકા મો.૯૮રપ૧ ૮૮૦૦૯ દ્વારા તા. ૭/પ/ર૦૧૮ ની છેલ્લી અરજી તારીખ સાથે પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિક વિભાગ માટે વિવિધ વિષયોના શિક્ષકો તથા કલાર્કની ભરતી ચાલી રહી છે.

 મર્ચન્ટ એન્જીનીયરીંગ કોલેજ, મહેસાણા-વિસનગર હાઇવે બસના, મહેસાણા-૩૮૪૩૧પ દ્વારા રર-પ-ર૦૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે ઓટોમોબાઇલ-સિવિલ-કોમ્પ્યુટર-ઇલેકટ્રીકલ-મિકેનિકલ અને ઇ.સી. એન્જીનીયરીંગ માટે તથા ઇંગ્લિશ અને મેથ્સ માટે પ્રોફેસર્સ એસો. તથા આસીસ્ટન્ટ પ્રોફેસર્સની  ભરતી ચાલી રહી છે. principal@mecbasna.ac.in

 કેન્દ્ર સરકાર ઇનોવેટીવ આઇડીયા આપનારા એન્જીનીયરીંના વિદ્યાર્થીઓને પોતાની સ્ટાર્ટઅપ કંપની ખોલવાની તક આપશે. જેની શરૂઆત સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન ર૦૧૮ની વિજેતા ર૦૦ ટીમના ૧ર૦૦ વિદ્યાર્થીઓ સાથે થવાની તૈયારીમાં છે. કંપનીને આશરે રપ લાખ રૂ. સુધીની મદદ મળશે તથા સ્ટાર્ટ કંપનીઓથી હજારો લોકોને રોજગારી મળવાની પણ પૂરી સંભાવના છે. www. startupindia.gov.in

 શ્રી બ્રહ્માનંદ વિદ્યા મંદિર ચાપરડા પોસ્ટ જૂની ચાવંડ, વાયા-સરસઇ, તા. વિસાવદર, જિ. જૂનાગઢ-૩૬ર૧ર૦ દ્વારા ૭-પ-૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે ધોરણ ૪ થી ૧ર માટે વિવિધ વિષયોના મદદનીશ શિક્ષક, DLSS- કલાર્ક, ગૃહપતિ/ગૃહમાતા, રીસેપ્શનિસ્ટ, પટ્વાળા તથા સિકયોરીટી ગાર્ડની ભરતી ચાલી રહી છે. ફોન નં. ૦ર૮૭૩ રરરર૮૦

 આદિત્ય કોમર્સ કોલેજ-જૂનાગઢ, શ્યામ ચેમ્બર, દાતાર રોડ, જૂનાગઢ-૩૬ર૦૦૧ દ્વારા તા. પ-પ-૧૮ ની છેલ્લી અરજી તારીખ સાથે (અરજી રજી.એ.ડી.થી કરવાની છે) કોમર્સ, એકાઉન્ટન્સી, અંગ્રેજી, કોમ્પ્યુટર સાયન્સના પૂર્ણ સમયના વ્યાખ્યાતા, પી.ટી.આઇ. તથા આચાર્યની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. ફોન નં. ૦ર૮પ-ર૬પપ૬૦૮.

 ગીતાંજલી કોલેજ ઓફ કોમ્પ્યુટર સાયન્સ એન્ડ કોમર્સ (બીબીએ), ઇન્ડિયન રેડક્રોસ બિલ્ડીંગ, સૂચક રોડ, શાસ્ત્રી મેદાન સામે, મોટી ટાંકીચોક પાસે, રાજકોટ દ્વારા ૧૦-પ-૧૮ની છેલ્લી અરજી તારીખ (રજી.એડી.) સાથે કોમ્પ્યુટર સાયન્સ, મેનેજમેન્ટ, ઇંગ્લિશ, લો તથા કોમર્સ એકાઉન્ટન્ટના પૂર્ણ સમયના વ્યાખ્યાતા તથા પ્રિન્સીપાલની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.

 દહેજ સેઝ લી. દ્વારા દહેજ, ભરૂચ બ્રાન્ચ ઓફિસે સિકયુરીટી તથા વહીવટી અંગેનું તમામ કામ જોઇ શકે તેવા ઉમેદવારની ભરતી તા. પ-પ-૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે થઇ રહી છે. સી. વી. મેઇલ કરવાનો છે.

-nodalofficer.dsl@gmail.com -www.dahejsez.com

 GSPC  LNG લી. દ્વારા તા. ૧૦-પ-ર૦૧૮ની છેલ્લી ઓનલાઇન અરજી તારીખ સાથે વિવિધ ક્ષેત્રમાં તથા કેડરમાં કુલ આશરે ૬૦ જેટલી જગ્યાઓ માટે મેનેજર, હેડ મેનેજર, હેડ સિકયુરીટી, એન્જીનીયર્સ, ઓફીસર્સ, ઓપરેટર્સ, એકાઉન્ટ એકઝીકયુટીવ વિગેરેની ભરતી ચાલી રહી છે.-www.gspcgroup.com

-Http://gspcgroup.com/

gspclng/latest-opening

 ગુજરાત સરકારના નોલેજ કન્સોર્ટીયમ ઓફ ગુજરાત દ્વારા વર્ષ ર૦૧૮-૧૯ માટે ફીનીશીંગ સ્કૂલ ટ્રેઇનર્સ (સોફટ સ્કીલ્સ તથા લાઇફ સ્કીલ્સ ટ્રેઇનર્સ-ટીચર્સ) માટેના સીધા ઇન્ટરવ્યુ તા. પ-પ-૧૮ના રોજ સવારે ૧૧ વાગ્યાથી કેસીજી, ગુજરાત યુનિવર્સિટી પાસે અમદાવાદ ખાતે રાખેલ છે. ઇન્ટરવ્યુમાં ઓનલાઇન ફોર્મ ભરીને સાથે પ્રિન્ટ લઇ જવાની છે. www.kcg.gujarat.gov.in

 ગુજરાતની કોલેજોમાં આસીસ્ટન્ટ પ્રોફેસર થવા માટે અનિવાર્ય ગણાતી ગુજરાત સ્ટેટ એલિજીબીલિટી ટેસ્ટ ર૦૧૮ (GSET) ૩૦ સપ્ટેમ્બરના રોજ લેવાશે. જેના માટે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૧પ-પ-૧૮ (સાંજે ૬ વાગ્યા સુધી) છે.www.gujaratset.ac.in

 નેશનલ સીડ્ઝ કોર્પોરેશન લી. દ્વારા તા. પ-પ-ર૦૧૮ (સાંજે પ વાગ્યા સુધી) ની છેલ્લી અરજી તારીખ સાથે વિવિધ ફીલ્ડમાં મેનેજમેન્ટ ટ્રેઇનીની તથા ડેટા એન્ટ્રી ઓપરેટરની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. પગાર ધોરણ વિવિધ લાયકાત, વયમર્યાદા, અરજી ફી વિગેરે વિગતો વેબસાઇટ ઉપર જોઇ શકાય છે. www. indiaseeds.com

 ઇન્ડો જર્મન ટૂલ રૂમ અમદાવાદ દ્વારા વિવિધ સ્કીલ્સ-પ્રોગ્રામ્સ માટે વિઝીટીંગ ફેકલ્ટીઝની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. મો. ૦૯૦૯૯૦ ૪૧૯૮૬

info@igtrahd.com

 ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) ચાંદખેડા, અમદાવાદ-૩૮ર૪ર૪ દ્વારા રપ-પ-ર૦૧૮ (સાંજે ૬ વાગ્યા સુધી) ની છેલ્લી અરજી તારીખ સાથે પ્રોફેસર્સ, એસો. તથા આસી. પ્રોફેસર્સની કુલ ૩પ ટીચીંગ પોસ્ટસ માટે ભરતી ચાલી રહી છે.

www.gtu.ac.in

 ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ દ્વારા વિવિધ વિષયો સંદર્ભે ટીચીંગ પોસ્ટસની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.

www.gujaratuniversity-recruitment-2018

 તાલુકા હેલ્થ કચેરી મેંદરડા હેઠળના દાત્રાણા ગામના પ્રાયમરી હેલ્થ સેન્ટર (PHC) માં કરાર આધારીત એકાઉન્ટન્ટ કમ કોમ્પ્યુટર ઓપરેટર માટેના સીધા ઇન્ટરવ્યું તા. ૮-પ-૧૮, મંગળવારના રોજ સવારે ૧૦ વાગ્યાથી તાલુકા હેલ્થ કચેરી, સામૂહિક આરોગ્ય કેન્દ્ર કેમ્પસ, મેંદરડા ખાતે રાખેલ છે.

 ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન અંતર્ગત ઇન્ડસ્ટ્રીયલ બાયોટેક ટ્રેનિંગ. પ્રોગ્રામ-ર૦૧૮માં જોડાવવા માટેની છેલ્લી અરજી તારીખ ૩૧-પ-ર૦૧૮ છે. બી.ઇ. તથા એમ.એસ.સી. બાયોટેકનોલોજી અને સંલગ્ન ક્ષેત્રોના કોઇપણ શાખાના અનુસ્નાતકોને બાયોટેક ઉદ્યોગોમાં અથવા સંલગ્ન ઉદ્યોગોમાં ચાલી રહેલ પ્રોજેકટમાં ૬ મહિનાનો પ્રત્યક્ષ તાલીમ કાર્યક્રમ છે. ફોનઃ ૦૭૯-ર૩રપર૧૯૭ (EXT. ૬૭)

https://btm.gujarat.gov.in/announcement.htm.

 ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા તા. ર-પ-૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે આસીસ્ટન્ટ જીઓલોજીસ્ટની ભરતી ચાલી રહી છે.

www.ojas.gujarat.gov.in

 યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા તા. ૩-પ-૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે બી.ઇ. (સિવિલ), એમ.બી.બી.એસ. તથા માર્કેટીંગ-બિઝનેસ મેનેજમેન્ટ અને જિઓલોજીના અનુસ્નાતકોની કુલ ૧ર૦ જગ્યાઓ માટે ભરતી ચાલી રહી છે. www.upsconline.nic.in

 નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ઓપન સ્કૂલિંગ દ્વારા ૧૧-પ-ર૦૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે (અમુક દૂરના રાજયો માટે છેલ્લી અરજી તારીખ ૧૮-પ-૧૮ છે) ઇડીપી સુપરવાઇઝર તથા જુનિયર આસીસ્ટન્ટની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. www.nios.ac.in

 હાઇકોર્ટ ઓફ ગુજરાત દ્વારા ડીસ્ટ્રીકટ કોર્ટ માટે ૧પ કોર્ટ મેનેજરની ભરતી પ્રક્રિયા ૧પ-પ-ર૦૧૮ની છેલ્લી અરજી  તારીખ સાથે ચાલી રહી છે.

-www.gujarathighcourt.nic.in.

-http://hc-ojas.guj.nic.in

 ગુજરાત સરકાર દ્વારા નજીકના ભવિષ્યમાં જ પોલીસ કોન્સ્ટેબલ, કલાર્ક, તલાટી વિગેરેની સેંકડો જગ્યાઓ માટે ભરતી જાહેરાત થવાની પ્રબળ શકયતા જોવાઇ રહી છે.

 ગોધરા ખાતે ર૦/પ/ર૦૧૮ થી ૩૧/પ/ર૦૧૮ દરમ્યાન એસઆરપી ગ્રુપ-૪ ગ્રાઉન્ડ ખાત ેલશ્કરી ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ૧૦ કે ૧ર ધોરણ પાસ તથા તા.૧/૧૦/૧૮ ના રોજ સાડા સતરથી એકવીસ/ત્રેવીસ વર્ષની વયમર્યાદા ધરાવતા ઉમેદવારો તા. ૪/પ/ર૦૧૮ સુધીમાં અરજી કરી શકે છે. વેબસાઇટમાં દર્શાવેલ જીલ્લાના ઉમેદવારોજ આ ભરતીમેળામાં ભાગ ઇ શકશે. 

www.joinindianarmy.nic.in

 રીસર્ચ એન્ડ એનાલિસીસ ક્ષેત્રે થયેલા એક અભ્યાસ અનુસાર સમગ્ર ભારતમાં પ્રોફેશનલ્સને સેલેરી આપવામાં બેંગ્લુરૂ પ્રથમ સ્થાને આવે છે. મેડીસીન તથા હેલ્પકેર ક્ષેત્રમાં સૌથી વધુ પગાર મળતો હોવાનું સામે આવ્યું છ.ે

 રાજકોટ મહાનગરપાલિકામાં વિવિધ વિભાગોમાં આશરે ૧૬પ૦ જેટલી ખાલી જગ્યાઓ વહેલી તકે ભરવા માટે પછાત  વર્ગ મ્યુનિસિપલ કર્મચારી મંડળે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીને પત્ર લખી મહેકમ પુરૂ કરવા માંગણી કરી છ.ે

 મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના હેઠળ ગુજરાતમાં આગામી એક વર્ષમં એક લાખ જેટલા ઉમેદવારોને એપ્રેન્ટીસ તરીકે નોકરી અપાવવાનો લક્ષ્યાંક ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં નકકી કરાયો હોવાનું જાણવા મળે છે.

 માહિતી અને ટેકનોલોજીના હાલના સમયમાં ઇન્ટરનેટ થકી આજનું યુવાધન ગૂગલ ઉપર પણ નોકરી શોધી શકશે . ગૂગલ જોબ સર્ચ નામનું આ ફીચર એન્ડ્રોઇડ અને આઇઓ એસની ગૂગલ એપ ઉપર ઉપલબ્ધ રહેશે. જોબ સર્ચ ફીચરમાં ૧૦ હજાર જેટલી કંપનીઓ લિસ્ટેડ હશે તથા જોબ કેટેગરી,કંપની અને ટાઇટના આધારે યુઝર મનગમતી નોકરી શોધી શકશે. લોકેશનના આધારે પણ વેકેન્સી જોવા મળશે દિવસે-દિવસ ઓનલાઇન જોબ સર્ચનું પ્રમાણ પણ વધતું જોવા મળી રહ્યું છ.ે.

 સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં તા.૧૩-૫-૧૮ની છેલ્લી અરજી સાથે પ્રોબેશ્નરી ઓફિસરની ભરતી ચાલી રહી છે.

 હાઇકોર્ટ ઓફ ગુજરાત દ્વારા સિવિલ જજની ભરતી પ્રક્રિયા તા.૭-૫-૧૮થી શરૂ થઇ રહી છે.

આટ આટલી ચિકકાર નોકરીઓ સામે આવીને ઉભી છે ત્યારે યોગ્ય લાયકાત સચોટ માર્ગદર્શન સ્વપ્રયત્ન, હકારાત્મક અભિગમ, આત્મવિશ્વાસ, સમાજ માટે કંઇક કરી છુટવાની તમન્ના, કુટુંબીજનોને ગૌરવ પ્રદાન કરવાની ઇચ્છા તથા ઇશ્વરમાં શ્રદ્ધા રાખીને મહેનત કરવા તૂટી પડો-મંડી પડો. લાખેણી નોકરી આપ સૌની  રાહ જોઇ રહી છે.

સાચી નીતિથી મહેનત કરનારને ઇશ્વર પણ સાથ આપે જ છે. સૌને ઓલ ધ બેસ્ટ.

(કોઇપણ જગ્યાએ નોકરી માટે અરજી કરતા પહેલા ભરતી વિશેની તમામ માહિતી વેબસાઇટ દ્વારા, ફોન દ્વારા, રૂબરૂ કે પછી અન્ય કોઇ સોર્સ દ્વારા જાણી લેવી હિતાવહ છે, કે જેથી લેટેસ્ટ ઇન્ફર્મેશન મળી શકે.)

-: આલેખન :-

ડો. પરાગ દેવાણી

મો. ૯૮૨૪૪ ૫૧૫૪૧

GPSC દ્વારા મે-૨૦૧૮માં આવનાર ભરતીઓ

(4:44 pm IST)