Gujarati News

Gujarati News

News of Tuesday, 19th September 2017

દિવાળીની રજાઓ માણવા લોકો અધીરા બન્યા

ફોરેન ટૂરમાં લોકોની ફર્સ્ટ ચોઇસ એવરગ્રીન અબોવઓલ 'દુબઇ'. : ફોરેનના નવા ડેસ્ટીનેશન્સ રૂપે અબુધાબીનો યાશ આઇલેન્ડ (વાઇસરોય રીસોર્ટ), કીર્બી આઇલેન્ડ તથા ક્રોએશિયા પ્રવાસીઓની નજરે પડયા. : હાઇ પ્રોફાઇલ લોકોમાં માલદિવ્ઝનું આકર્ષણ. : સિંગાપુર-મલેશિયા-થાઇલેન્ડ વીથ ક્રુઝ પણ પ્રીફર થઇ રહ્યું છે. : વિવિધ રેઇટસના પેકેજીસ બજારમાં ઉપલબ્ધ-ઓનલાઇન બુકીંગ અને હરીફાઇનો સીધો લાભ ડીસ્કાઉન્ટ

કેરાલા-નૈનિતાલ-મસૂરી-સિમલા-મનાલી-કુંબલગઢ-ઇમેજિકા-લોનાવાલા-હરીદ્વાર-મથુરા-દાર્જીલિંગ-સોમનાથ-સાસણગીર - આબુ-દિવ-નાસિક-કુર્ગ-આંદામાન-નિકોબાર - પોર્ટબ્લેર-શીરડી-ત્રંબકેશ્વર-શનિદેવ-દ્વારકા-નાથદ્વારા-બેંગ્લોર- ઊંટી-ગોવા-સાપુતારા વિગેરે સ્થળોની સહેલગાહે નિકળવા સહેલાણીઓમાં રોમાંચ.

મોબાઇલ, ઇન્ટરનેટ સહિતની કોમ્યુનિકેશન અને તેની સાથે સાથે ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રે જબ્બરદસ્ત ક્રાંતિ થવાથી છેલ્લા સતરેક વર્ષોથી એટલે કે મિલેનિયમ યરની આસપાસ ગુજરાત સહિત સમગ્ર ભારતના લોકોની રહેણી - કરણી, ખોરાક, પોશાક, ફેશન અને રજાઓનો સમય (ફ્રી ટાઇમ) ગાળવામાં આમૂલ પરિવર્તન દેખાઇ રહ્યું છે.

આ પરિવર્તનના ભાગરૂપે લોકો હવે બાર મહિનાના તહેવારો પણ પોતાના વતન કે પછી સગા વ્હાલાઓ સાથે ગાળવાને બદલે તહેવારોમાં પોતાના પરિવાર અને ગ્રુપ સર્કલ સાથે ભારતમાં અને વિદેશમાં વિવિધ જગ્યાઓએ ઉમળકાભેર ફરવા ઉપડી જતા જોવા મળે છે.

એક વિશ્વાસપાત્ર સર્વે મુજબ સમગ્ર ભારતનું હાલનું પર્યટન બજાર (ટ્રાવેલ માર્કેટ) વાર્ષિક ૧૧ ટકાના દરે વધી રહ્યું છે. આગામી ૩ વર્ષમાં આ માર્કેટ ૩ લાખ કરોડનું થવા અંદાજ છે. જેમાં પણ ફલાઇટ (હવાઇ સફર)માં મુસાફરી કરનારની સંખ્યા પણ દિન બ દિન વધતી જતી હોવાનું જોવા મળે છે.

આવતા મહિને આવતી દિવાળી ઉપર પણ ભારત અને વિદેશોના વિવિધ આકર્ષક ડેસ્ટીનેશન્સે સહેલાણીઓમાં જબરૂ આકર્ષણ જગાવ્યું છે. 'ખુશ્બુ ગુજરાત કી' અંતર્ગત અમિતાભ બચ્ચન ગુજરાતના ટુરીઝમ ક્ષેત્રે બ્રાન્ડ એમ્બેસેડર બનતા ગુજરાતના પ્રવાસન ઉદ્યોગમાં પણ 'સોનામાં સુગંધ' ભળી છે અને પ્રવાસન ઉદ્યોગ પૂરપાટ ઝડપે ગતિ કરી રહ્યો છે.

દિવાળીમાં ફરવા જવા માટે ક્રેઝી લોકો અત્યારે તો જોરદાર તૈયારીમાં લાગી ગયા છે. ટીકીટો તથા હોટલ બુકીંગ માટે દોડાદોડી કરી રહ્યા છે. પસંદગીના સ્થળોએ જવા માટે ટ્રેઇનોમાં લાંબુ વેઇટીંગ લીસ્ટ બની ગયાનું જાણવા મળે છે. આ દિવસો દરમિયાન ટ્રેન - પ્લેન ઉપરાંત પસંદગીની બસોમાં પણ લાંબા વેઇટીંગ લીસ્ટ્સ ઓપરેટ થઇ રહ્યા છે.

* ભાઇબીજ નિમિતે મથુરાનું અસામાન્ય મહત્વ હોવાથી તથા ગંગાસ્નાન માટે પણ ભાવિકોનો અવિરત પ્રવાહ રહેતો હોવાથી દિલ્હી, હરીદ્વાર, મથુરા, બનારસ તરફની ટ્રેઇનમાં આવવા - જવામાં રાજકોટ અને અમદાવાદથી ટીકીટ માટે ભારે ધસારો જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા ઘણી વખત અમદાવાદ સહિત અમુક જગ્યાએથી હોલી-ડે સ્પેશ્યલ ટ્રેનો દોડાવવા છતાં પણ દિવાળી તથા વેકેશન દરમિયાન પસંદગીની તમામ ટ્રેનો હાઉસફુલ હોવાનું જાણવા મળે છે. જોકે તત્કાલ રીઝર્વેશનમાં ચાન્સ લઇ શકાય છે.

* અમુક પસંદગીની ટ્રેનોમાં ભયંકર ટ્રાફિકને કારણે ઘણાં લોકો તો હરીદ્વારા જવા માટે અમદાવાદથી દિલ્હી ફલાઇટ લઇ અને ત્યારબાદ દિલ્હીથી હરીદ્વાર મેલમાં હરીદ્વાર પહોંચી રહ્યા હોવાના આયોજન સંભળાય છે. લોકો ધર્મેજ, નિલકંઠ મહાદેવ, સાપુતારા, નાસિક, ત્રંબકેશ્વર, શનિદેવ, દેવગઢ, શીરડી અને સપ્તસુંગીના રૂટ ઉપર જવા માટે પણ આતુર દેખાઇ રહ્યા છે.

* આ વર્ષે લોકો એવરગ્રીન એવું ગોવા, મહાબળેશ્વર, લોનાવાલા, ખંડાલા, શીરડી, શનિદેવ, પંચમઢી (મધ્યપ્રદેશ), કેરાલા, દિવ, માઉન્ટ આબુ, ઉજ્જૈન, ઇમેજિકા, લાવાસા, દાર્જિલિંગ, નૈનિતાલ, ગંગટોક, હરીદ્વાર, ગોકુળ, મથુરા, દિલ્હી, સીમલા, કુલુ-મનાલી, ડેલહાઉઝી, આગ્રા, પંચગીની, એસ્સલ વર્લ્ડ, અંબાજી, શ્રીનાથજી, વૈષ્ણોદેવી, ઉદયપુર, કુંબલગઢ, જયપુર, સાપુતારા, ઇલોરા, નાસિક, ત્રંબકેશ્વર, ઘુષ્મેશ્વર, ગાંધીનગર, પાવાગઢ, દત્ત આશ્રમ, ઔરંગાબાદ, કોર્બેટ, સાસણગીર, સોમનાથ, દ્વારકા, કચ્છ, બેંગ્લોર, ઊંટી, કોડાઇ કેનાલ, મૈસૂર, હૈદ્રાબાદ, હોલીડે કેમ્પ, તિરૂપતી બાલાજી, રામેશ્વર, ગીરનાર, વીરપુર, બગદાણા, પરબ, સતાધાર, આબુ, આણંદ સહિતના સ્થળોએ હોંશે હોંશે દિવાળીની રજાની મોજ માણવા બેબાકળા બન્યા હોવાનું જાણવા મળે છે.

* જો કે મંદી, મોંઘવારી, જીએસટી, મની ક્રાઇસીસ, વ્હાઇટ મનીનો પ્રોબ્લેમ, ઊંચી પેકેજ કોસ્ટ (ખાસ કરીને ઇન્ડિયામાં) એકાઉન્ટીંગ પાછળ સમય, શકિત અને નાણાનો વ્યય, ઇન્કમટેક્ષ ઇન્કવાયરીનો ભય, ગયા વર્ષની નોટબંધી વિગેરે પરીબળોને કારણે ગયા વર્ષની સરખામણીએ હજુ સુધી ફરવા જનારાઓનો ટ્રાફિક પ્રમાણમાં ઓછો જોવા મળી રહ્યો હોવાનું ફેવરીટ ટુર્સ એન્ડ ફોરેક્ષ પ્રા.લી. રાજકોટના માલિક દિલીપભાઇ મસરાણી (મો. ૯૮૭૯૫ ૪૦૬૩૩) તથા દર્શીતભાઇ મસરાણીનું કહેવું છે.

ઉપરાંત બાય કાર અથવા તો ટુંક સમયમાં જઇ શકાય તેવા નજીકના ડેસ્ટીનેશન્સના ૨ રાત્રી ૩ દિવસના પેકેજીંસનું બુકીંગ હજુ જોઇએ તેટલું શરૂ નથી થયું. જે છેલ્લા પંદરેક દિવસો દરમિયાન આવી શકે. હાલમાં લોંગ ડીસ્ટન્સવાળા પેકેજ ઓછા ચાલે છે.

* પસંદગીના સ્થળોએ ઘણી જગ્યાએ હોટલ્સમાં રૂમ્સની અવેલેબિલીટી ન હોય, લોકોએ કોઇપણ કેટેગરીની હોટલ (સ્ટાન્ડર્ડથી માંડી સેવન સ્ટાર)માં જ્યાં પણ કન્ફર્મ બુકીંગ મળે ત્યાં જવા માટે નિકળવાનું મન મનાવી લીધાનું દેખાઇ રહ્યું છે.

* દિવસે દિવસે ઘણાં નવા-નવા ડેસ્ટીનેશન્સ ખૂલવા માંડતા લોકોને પણ પોતાના બજેટમાં અને પોતાને જોઇતી ફેસીલિટી પ્રમાણે જુદા-જુદા સ્થળે ફરવાનો અમૂલ્ય મોકો હવે મળી રહ્યાનું સનરાઇઝ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ રાજકોટના માલિક સમીરભાઇ કારીયા (મો. ૯૮૨૫૩ ૭૭૭૦૪) સહિતના અગ્રણી ટ્રાવેલ એજન્ટ્સનું કહેવું છે.

* આ વખતે લોકો રાજસ્થાનમાં ઉદયપુર, કુંબલગઢ, જયપુર જેવા ડેસ્ટીનેશન્સ પસંદ કરી રહ્યા છે. જેમાં ઉદયપુરના બ્રેકફાસ્ટ - ડીનર સાથેના તથા હોટલ બુકીંગ સાથેના ૨ રાત્રી ૩ દિવસના કપલ પેકેજીસ ૧૪,૦૦૦ રૂ. આસપાસ વેચાઇ રહ્યા છે.

કુંબલગઢના ૨ રાત્રી ૩ દિવસના ફોર સ્ટાર હોટલ સાથેના કપલ પેકેજ ૧૯૦૦૦ રૂ. આસપાસ સેલ થઇ રહ્યા છે. ઉદયપુરથી કુંબલગઢ આશરે ૮૦ કિ.મી. છે. કુંબલગઢનો કિલ્લો, શાંતિમય અને આહ્લાદક વાતાવરણ લોકોને ત્યાં ખેંચી જાય છે.

આ ડેસ્ટીનેશન વધુ ચાલવાના કારણોમાં નજીકમાં શ્રીનાથદ્વારામાં શ્રીનાથજીનું મંદિર, બસ, ટ્રેન, પ્લેનમાં રીઝર્વેશનની પળોજણમાં પડયા વિના ગ્રુપ સર્કલ - ફેમીલી સાથે બાય રોડ સેલ્ફ ડ્રાઇવિંગથી જઇ શકાય, નજીક પડે, પ્રમાણમાં ઓછો ખર્ચ વિગેરે ગણી શકાય.

આ ઉપરાંત રાજસ્થાનમાં જેસલમેર - જોધપુરનાં પેકેજ પણ ઘણાં લોકો પ્રિફર કરી રહ્યા છે.

* આગામી દિવાળીમાં લોકો મુંબઇ - લોનાવાલા - ખંડાલા - ઇમેજિકા પાર્કનો રૂટ પણ લઇ રહ્યા છે. અમદાવાદથી પુના નિયમિત ફલાઇટ મળે છે. ત્યાંથી ઇમેજિકા જઇને લોનાવાલા જઇ શકાય છે. આ જ રૂટ ઉપર લાવાસા રીસોર્ટનો પણ પેકેજ આકર્ષક છે. લોનાવાલા સાથે મહાબળેશ્વર પણ લઇ શકાય છે.

મુંબઇથી ઇમેજિકા જવા માટે દરરોજ સવારે એ.સી. કોચ પણ ફ્રીલી અવેલેબલ હોય છે. બજેટને અનુરૂપ ઇમેજિકા જવાનો રૂટ અને પેકેજ પસંદ કરી શકાય છે.

* સિક્કીમમાં બાગડોગરા, દાર્જિલિંગ, ગંગટોક જવા માટે પણ ઘણાં લોકો બુકીંગ કરાવી રહ્યાનું અગ્રણી ટ્રાવેલ એજન્ટસ કહી રહ્યા છે.

* કેરાલામાં ટ્રાફિક જોવાઇ રહ્યો છે. નોર્થ કેરાલા (બેકલ, વૈથ્રી, કડાઉ)ના ૬ રાત્રી ૭ દિવસના એકસ મેંગ્લોર ફોર સ્ટાર પેકેજીસ પ્રતિ વ્યકિત ૩૪,૦૦૦ આસપાસ બજારમાં ખપી રહ્યા છે.

જ્યારે સાઉથ કેરાલા (કોચીન, મુન્નાર, ઠેકડી, કુમારાકોમ)ના ૭ રાત્રી ૮ દિવસના એકસ કોચીન થ્રી સ્ટાર પેકેજીસ પ્રતિ વ્યકિત ૨૫૦૦૦ રૂ. આસપાસ ચપોચપ જઇ રહ્યા છે.

* સાઉથ ઇન્ડિયા - કર્ણાટકમાં આવેલ કુર્ગ - કબિનીના ૭ રાત્રી ૮ દિવસના એકસ બેંગ્લોર થ્રી સ્ટાર પેકેજ પ્રતિ વ્યકિત ૩૫ હજાર આસપાસ પસંદ થઇ રહ્યા છે.

બેંગ્લોર - મૈસૂર - ઉંટી - કોડાઇ કેનાલ આ વખતે પ્રમાણમાં ઓછું ચાલતું હોવાનું સાંભળવા મળે છે.

* સાથે - સાથે દિલ્હી પણ હજુ સુધી ઓછું ચાલતું હોવાનું દેખાઇ રહ્યું છે. નૈનિતાલ - કોર્બેટના ૬ રાત્રી ૭ દિવસના એકસ દિલ્હી થ્રી સ્ટાર પેકેજ પ્રતિ વ્યકિત આશરે ૧૮ હજાર રૂપિયામાં બુક થયા હોવાનું જાણવા મળે છે.

* અબોવઓલ અને એવરગ્રીન ગણાતું ગોવાના ફોર સ્ટાર - ફાઇવ સ્ટાર પેકેજીસના રેઇટ્સ આ વખતે ઘણાં હાઇ જોવા મળે છે. ૨૮ ટકા જીએસટીને કારણે પણ થોડો ભાવફેર જોવા મળે છે. ૩ રાત્રી ૪ દિવસના એકસ અમદાવાદ ફોર સ્ટાર પેકેજ કપલ દીઠ ૩૫ હજાર રૂ. આસપાસ જઇ રહ્યા છે. ૧૬ થી ૨૦ હજાર રૂ. જેટલી તો અમદાવાદ - ગોવા રીટર્ન એર ટીકીટ સંભળાઇ રહી છે.

* ઉત્તરાંચલમાં નૈનિતાલ - મસૂરી - કોર્બેટનો ૬ રાત્રી ૭ દિવસનો એકસ દિલ્હી થ્રી સ્ટાર પેકેજ પ્રતિ વ્યકિત ૧૯ હજારમાં બુક થઇ રહ્યો છે. હાલમાં દિલ્હી - અમદાવાદ ફલાઇટ પ્રમાણમાં સસ્તી મળી રહી છે.

* હિમાચલના સિમલા - મનાલી - ધરમશાલા - ડેલહાઉઝીના એકસ દિલ્હી ૯ રાત્રી ૧૦ દિવસના થ્રી સ્ટાર પેકેજ પ્રતિ વ્યકિત આશરે ૨૮ થી ૨૯ હજાર રૂ.માં કન્ફર્મ થઇ રહ્યા છે. જેમાં રીટર્ન અમૃતસરથી થવાનું છે.

* જોખમી પરિસ્થિતિને કારણે કાશ્મીર બંધ જેવું છે પરંતુ જમ્મુના પેકેજમાં કતરા - વૈષ્ણોદેવી, પટનીટોપ સાથે ડેલહાઉઝી અને અમૃતસર સારૂ ચાલ્યું છે. જેના ૭ રાત્રી ૮ દિવસના એકસ જમ્મુ થ્રી સ્ટાર પેકેજ પ્રતિ વ્યકિત ૨૫ હજારમાં વેચાઇ રહ્યા છે. જમ્મુ - કાશ્મીર જવા માટે ફલાઇ પણ કરી શકાય છે.

* ગુજરાતમાં આવેલ સાપુતારા ઉપર પણ લોકો પસંદગી ઉતારી રહ્યા છે. ત્યાંનું આહ્લાદક વાતાવરણ અને ચારેબાજુ લીલીછમ્મ ધરતી (ગ્રીનરી) સહેલાણીઓને આકર્ષી રહી છે. કુદરતી નઝારો બેનમૂન છે.

* આ ઉપરાંત લોકો હૈદ્રાબાદ - લીયોના રીસોર્ટ તથા રામોજી સ્ટુડીયો પણ પ્રીફર કરી રહ્યા છે.

* સાસણગીર અને માઉન્ટ આબુમાં પણ ટ્રાફિક જોવા મળે છે. સસ્તી મુસાફરી અને વાહન વ્યવહારની સુવિધાને કારણે લોકો આવા આકર્ષક ડેસ્ટીનેશન્સ ઉપર પોતાની પસંદગી ઉતારે છે.

* સાસણમાં નેશનલ પાર્ક (અભ્યારણ) - સફારીમાં ઘણી વખત સિંહ જોવા નથી મળતા પરંતુ દેવળીયામાં સહેલાઇથી જોવા મળતા હોય છે.

* સૌરાષ્ટ્રની વાત કરીએ તો લોકો જૂનાગઢ - ગીરનાર જઇને ત્યાં આવેલા પ્રસિધ્ધ પ્રેરણાધામ ખાતે એક-બે દિવસનું રોકાણ કરીને વિશ્વ પ્રસિધ્ધ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવે છે. દ્વારકા પણ જગપ્રસિધ્ધ કૃષ્ણમંદિર તથા નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શનનો લાભ લેવા લોકોનો ધસારો રહે છે.

સાથે સાથે વીરપુર (પ.પૂ. જલારામબાપા), પરબ, સતાધાર, બગદાણા, ચોટીલા, રાજકોટ સહિતના ગામોમાં ડેમ, મોલ, મલ્ટીપ્લેક્ષ થિયેટર, તુલસીશ્યામ સહિતના સ્થળોએ લોકો દિવાળી દરમિયાન રજાની મોજ માણશે.

સૌરાષ્ટ્રમાં ખાસ કરીને બહારથી આવીને સગા વ્હાલાઓને ત્યાં રોકાયેલા લોકો તેમના પરિચિતો દ્વારા સૌરાષ્ટ્રના વિવિધ ધાર્મિક સ્થળોની ટુર કરતા જોવા મળે છે.

* કચ્છના વિવિધ ડેસ્ટીનેશન્સ પણ લઇ શકાય છે. જેમાં રણ સહિતની જગ્યાનો સમાવેશ થાય છે.

* જો કે આ વખતે મંદી તથા અન્ય કારણોને લીધે મોટાભાગની જગ્યાએ હજુ પણ બુકીંગ અવેલેબલ હોવાનું અગ્રણી ટ્રાવેલ એજન્ટ્સ કહી રહ્યા છે. ઉપરાંત અમુક પેકેજીસમાં તો ડીસ્કાઉન્ટ પણ મળે છે.

* ગુજરાતમાં નર્મદા જિલ્લામાં પોઇચા ખાતે સ્વામીનારાયણ સંપ્રદાયનું નિલકંઠધામ પણ ફરવા લાયક અને જોવા લાયક છે. ભકતોનો અવિરત પ્રવાહ અહીં જોવા મળે છે. રાજપીપળાથી ૧૨ કિ.મી. તથા વડોદરાથી ૫૦ કિ.મી. જેટલું થાય છે. www.nilkanthdham.org

* રાજકોટ ખાતે ચારે બાજુ લીલીછમ્મ ધરતીના ખોળે, ન્યારી ડેમ રોડ, કાલાવડ રોડ ઉપર આવેલ લકઝુરીયસ - ફેબ્યુલસ રીસોર્ટ રીજન્સી લગૂનના ૨ રાત્રી ૩ દિવસના પેકેજ આકર્ષક છે. પેકેજમાં બફેટ બ્રેકફાસ્ટ, હાઇ-ટી, ડીનર વિગેરે સામેલ છે.

ફોરેન કલ્ચરનો અનુભવ કરાવતો રીજન્સી લગૂન રીસોર્ટ તેના ફૂડની કવોલિટી, બેસ્ટ હોસ્પિટાલિટી તથા વિવિધ એમીનિટીઝ માટે જાણીતો છે. અહીં યાદગાર રજાઓ ગાળી શકાય છે. (મો. ૭૦૬૯૦ ૫૩૬૧૨/૧૪)

* રાજકોટના બેસ્ટ ટુર્સ એન્ડ ફોરેક્ષ પ્રા.લી. દ્વારા કેરાલા, હિમાચલ પ્રદેશ સહિતના ડોમેસ્ટીક પેકેજીસ ઉપડી રહ્યા છે. જેમાં ફોર સ્ટાર હોટલ, બ્રેકફાસ્ટ, ડીનર વિગેરે સામેલ છે. દિવાળી ડીસ્કાઉન્ટ પણ મળી શકે છે. (મો. ૯૨૨૭૫ ૫૯૫૦૦)

* રાજકોટના કેશવી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ (મો. ૮૩૪૭૯ ૯૪૯૯૯) દ્વારા સ્લિપર અને સીટીંગ લકઝરી બસ પ્રવાસો પણ ઉપડી રહ્યા છે. જેમાં ગોવા, કેરાલા, પંચમઢી, હરીદ્વાર, કાશ્મીર, વૈષ્ણોદેવી, બેંગ્લોર, સાપુતારા, આબુ, જગન્નાથપુરી, જ્યોતિર્લિંગ, સિમલા, જયપુર, રણથંભોર, નૈનિતાલ, કચ્છ, નેપાલ વિગેરે પેકેજીસનો સમાવેશ થાય છે. કેન્દ્ર તથા ગુજરાત સરકારના LTC સંદર્ભના પ્રવાસો પણ ઉપડી રહ્યા છે.

* આ ઉપરાંત એ.સી., નોન એ.સી., બસ દ્વારા જીરાવાલા ટુરીઝમ રાજકોટ (બિરેનભાઇ ધ્રુવ મો. ૯૩૭૫૬ ૪૮૫૦૦) દ્વારા ભારતના વિવિધ ભાગોના દિવાળી સ્પેશ્યલ પેકેજીસ ઉપડી રહ્યા છે. અમુક ટ્રાવેલ એજન્ટ દ્વારા તો ટુર બુક કરાવનાર માટે આકર્ષક ઇનામો તથા લક્કી ડ્રોમાં લાખો રૂપિયાના ઇનામો પણ રખાયા હોવાનંુ સંભળાય છે.

* દિવાળી વેકેશનમાં આંદામાન - નિકોબાર, પોર્ટબ્લેર અને કેરાલામાં પણ ફરવા જવા લોકો તલપાપડ હોવાનું દેખાય છે. માણસો ભૂતાન પણ લઇ રહ્યા છે.

* ઇન્ડિયન રેલ્વે કેટરીંગ એન્ડ ટુરીઝમ કોર્પોરેશન લિ. (IRCTC) દ્વારા LTC માન્ય ૧૧ રાત્રિ ૧૨ દિવસનો દિવાળી સ્પેશ્યલ દક્ષિણ ભારતનો પેકેજ ઉપડી રહ્યો છે. આ દક્ષિણ દર્શન વિશેષ પ્રવાસી ટ્રેન રાજકોટથી ૧૭-૧૦-૧૭ના રોજ ઉપડશે. રામેશ્વરમ્, મદુરાઇ, કન્યાકુમારી, ત્રિવેન્દ્રમ, તિરૂપતિ બાલાજી, શિરડી વિગેરે જગ્યાએ પ્રતિ વ્યકિત ૧૧,૩૪૦ રૂ. આસપાસ જઇ શકાય છે. ૦૭૯-૨૬૫૮૨૬૭૪/૭૫, મો. ૯૩૭૬૯ ૧૪૧૮૧

* આ ઉપરાંત ડોમેસ્ટીક પેકેજીસ ફેવરીટ ટુર્સ ૯૮૭૯૫ ૪૦૬૩૩, બેસ્ટ ટુર્સ ૯૨૨૭૫ ૫૯૫૦૦, નૂતન ટ્રાવેલ્સ - અમદાવાદ ૯૪૨૭૪ ૫૫૨૭૪, ટ્રાન્સગ્લોબ ટ્રાવેલ્સ - ૯૨૨૭૬ ૪૪૯૨૭, સ્કાય ટુર્સ ૯૭૩૭૪ ૭૩૭૨૩, કેશવી ટુર્સ ૮૩૪૭૯ ૯૬૯૯૯, ચૌધરી યાત્રા કંપની - ૭૦૪૬૦ ૧૨૫૧૧, શિવશકિત ટુર્સ ૮૪૮૭૯ ૯૮૯૯૯, પાર્થ ટ્રાવેલ્સ ૯૬૬૨૪ ૦૩૧૨૫, અક્ષર ટ્રાવેલ્સ ૯૮૨૪૨ ૧૫૪૮૧, E 3 હોલીડેઝ - ધવલભાઇ નથવાણી ૯૨૨૭૬ ૧૪૩૮૫, વૃંદાવન યાત્રા સંઘ - ૯૮૯૮૩ ૫૦૦૯૬, શિવ ટ્રાવેલ્સ ૯૩૭૪૬ ૩૧૮૫૪, ડોલ્ફીન ટુરીઝમ ૮૪૬૦૩ ૪૪૪૪૦, કિલક ટુ ટ્રીપ ૯૬૮૭૮ ૮૪૪૪૫, સાગર ટ્રાવેલ્સ ૯૪૨૬૦ ૨૦૨૧૦, ભારત દર્શન ૯૮૨૪૪ ૫૬૬૮૮, પટેલ હોલીડેઝ ૯૬૬૨૧ ૬૧૧૦૯, કશીશ હોલીડેઝ ૯૩૭૬૬ ૪૨૦૩૦, યશ ટ્રાવેલ્સ ૯૬૩૮૩ ૬૯૮૬૮, સન્ની ટુર્સ ૯૯૨૪૧ ૦૯૧૪૦, રીમા ટુર્સ ૯૪૨૭૦ ૮૩૭૩૦ (અમદાવાદ - બરોડા), ગાંધી ટુર્સ ૯૯૭૮૧ ૨૧૯૯૯, શકિત ટ્રાવેલ્સ - અમદાવાદ - ૦૭૯ - ૨૬૪૦૮૮૮૮, પેલીકન ટુર્સ ૯૦૧૬૨ ૧૮૯૧૮, ટ્રાન્સ ટુર - ૯૪૨૭૨ ૨૬૨૪૨, લીન્ક લાઇન ટુરીઝમ ૯૯૨૫૦ ૭૧૬૭૬, કલ્યાણ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ - દિપેનભાઇ રાજાણી ૯૮૨૪૬ ૩૬૧૧૧, નવભારત ટુર્સ ૭૪૦૫૦ ૯૦૦૯૦, એવરગ્રીન ટ્રાવેલ્સ ૯૯૭૯૪ ૧૦૧૦૮, જરીવાલા હોલીડેઝ ૯૧૭૩૩ ૯૧૩૩૩, ડેસ્ટીન ૮૮૬૬૨ ૨૩૮૯૧, ટ્રીપવાલા ૮૨૬૪૫ ૫૫૫૪૫, સત્કારી ટુર્સ - ૯૫૮૬૭ ૭૩૨૦૩, અખિલ ભારત ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ૯૮૨૫૯ ૧૧૯૨૦, જલારામ ટુર્સ ૮૪૬૦૦ ૮૫૮૮૮, ડોલર ટુર - ૯૪૨૮૨ ૯૬૪૬૪, કનૈયા ટ્રાવેલ્સ ૯૮૨૪૨ ૧૦૪૭૭, આરોહી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ૮૪૮૭૦ ૦૦૦૭૦ વિગેરે દ્વારા ઉપડી રહ્યા છે, અથવા તો બુક થઇ રહ્યા છે. કમ્પેરેટીવ રેઇટસ મળી શકે છે.

ફોરેન ટુરના વિવિધ પેકેજીસ

* દિવાળીની રજાઓ તથા વેકેશનમાં અબ્રોડ જવાવાળા સહેલાણીઓની વાત કરીએ તો દર વર્ષની માફક દુબઇ આ વર્ષે પણ લોકોની 'ફર્સ્ટ ચોઇસ' બન્યું છે. ૫ અને ૬ રાત્રીના દુબઇના ૪ સ્ટારથી માંડી ૭ સ્ટાર સુધીના પેકેજીસ પ્રતિ વ્યકિત ૬૦ થી ૯૦ હજાર વચ્ચે ચણામમરાની જેમ બુક થઇ રહ્યા છે. હોટલ ફેસેલિટીઝ, ફૂડ, એમિનિટીઝ, ટ્રાન્સપોર્ટેશન, સાઇટ સીન્સ વિગેરે સંદર્ભે પેકેજ કોસ્ટ બજારમાં બોલાઇ રહી છે.

રાજકોટના ફેવરીટ ટુર્સનો દુબઇનો ૬ રાત્રી ૭ દિવસનો એકસ અમદાવાદ પેકેજ પ્રતિ વ્યકિત ૮૪૦૦૦માં ટ્રેડ થઇ રહ્યો છે. જેમાં ૪ રાત્રી દુબઇમાં તથા ૨ રાત્રી અબુધાબીમાં આવેલ યાશ આઇલેન્ડ - વાઇસરોય રીસોર્ટમાં કે જે સેવન સ્ટાર છે.

અબુધાબીના ૨૫૦ જેટલા ટાપુમાંથી યાસ ટાપુ સૌથી મોટા ચાર ટાપુ પૈકીનો એક છે. આ ટાપુ ઉપર ચારે બાજુ પાણીની વચ્ચે હોટલ તથા એક બાજુ વર્લ્ડનો કહેવાતો બેસ્ટ વોટર પાર્ક આવેલો છે.

આ ઉપરાંત દુબઇનો ૫ રાત્રી ૬ દિવસનો અન્ય એક થ્રી સ્ટાર એકસ અમદાવાદ પેકેજ પ્રતિ વ્યકિત ૮૦,૦૦૦ રૂ.માં વેચાઇ રહ્યાનું જાણવા મળે છે.

* આઉટ ઓફ ઇન્ડિયાના અન્ય પેકેજમાં હોંગકોંગ - મકાઉ - સેન્ઝેન (ચાઇના) પણ સારૂ ચાલે છે. ૭ રાત્રી ૮ દિવસના એકસ અમદાવાદ ફોર સ્ટાર પેકેજ પ્રતિ વ્યકિત એક લાખ અગ્યાર હજાર રૂ.માં બુક થઇ રહ્યા છે. જેમાં પ્રખ્યાત સેવન સ્ટાર હોટલ વેનેશીયનમાં ૨ રાત્રીનો સમાવેશ થાય છે.

* સિંગાપુર - મલેશિયા - થાઇલેન્ડ વીથ ક્રુઝના ૧૩ રાત્રી ૧૪ દિવસના એકસ રાજકોટ ફોર સ્ટાર પેકેજીસ પ્રતિ વ્યકિત ૧,૨૯,૦૦૦ રૂ.માં સેલ થઇ રહ્યા છે. ઓછા દિવસોવાળા પેકેજની કોસ્ટ ઓછી પણ આવી શકે છે.

* માત્ર થાઇલેન્ડના ૮ રાત્રી ૯ દિવસના એકસ અમદાવાદ થ્રી સ્ટાર પેકેજીસ ૫૦ થી ૬૦ હજાર આસપાસ બોલાઇ રહ્યા છે. જેમાં ૩ રાત્રી ફૂકેટ, ૩ રાત્રી પટ્ટાયા તથા ૨ રાત્રી બેંગકોકનો સમાવેશ થાય છે. બજારમાં થાઇલેન્ડના વિવિધ પેકેજીસના ભાવ દિવસો પ્રમાણે ૩૦ થી ૬૦ હજાર સુધી જોવા મળે છે.

* FIT (ફ્રીકવન્ટ ઇન્ડીવિઝયુઅલ ટ્રાવેલર) તથા (ફ્રી ઇન્ડીપેન્ડન્ટ ટ્રાવેલર)માં પણ ફોરેનના વિવિધ પેકેજીસ લોકો લઇ રહ્યા છે. જેમાં મોરેશિયસના ૬ રાત્રી ૭ દિવસના એકસ મુંબઇ પેકેજીસ પ્રતિ વ્યકિત ૮૫ થી ૯૦ હજારમાં લોકો લઇ રહ્યા છે.

* પ્રમાણમાં ટીકીટ સસ્તી હોવાથી શ્રીલંકા જવા માટે પણ લોકો ઇન્કવાયરી કરી રહ્યા છે. જેમાં ૫ રાત્રી ૬ દિવસના એકસ મુંબઇ પેકેજનું પ્રતિવ્યકિત ૫૦ હજાર જેટલું કોસ્ટીંગ આવે છે. કોલંબો, કેન્ડી, નુવારાએલીયા તથા બેન્ટોટા સેન્ટર્સનો સમાવેશ થાય છે. શ્રીલંકા જવા માટે ભારતીય પ્રવાસીઓ વધતા જતા હોવાનું જોવા મળે છે.

* હાઇ પ્રોફાઇલ લોકો માલદિવ્ઝ પણ પ્રિફર કરી રહ્યા છે. જેના ૪ રાત્રી ૫ દિવસના એકસ મુંબઇ ૫ સ્ટાર પેકેજ સવા લાખ આસપાસ સામે આવી રહ્યા છે. વોટરવિલા ૫ સ્ટાર રીસોર્ટમાં પાણીની વચ્ચે 'ધ ગ્રેટ હોલીડેઝ એકસપીરીયન્સ' લેવાનો હોય છે. માલદિવ્ઝ તથા મોરેશીયસ હનિમૂનર્સ પણ જઇ રહ્યા છે.

* ઇન્ડોનેશિયાનું બાલી તથા મિડલ ઇસ્ટના કેટલાક નવા ડેસ્ટીનેશન્સ પણ સહેલાણીઓ દ્વારા એકસ્પ્લોર થઇ રહ્યા છે.

* બિઝનેસમેન ક્રોએશિયાને નવા ડેસ્ટીનેશન તરીકે જોઇ રહ્યા છે. સારા ટુરીસ્ટસ પ્લેસની સાથે સાથે સારી અને લેવિસ પ્રોપર્ટીનો આગ્રહ પણ દિન બ દિન હવે વધી રહ્યો છે. કીર્બી આઇલેન્ડ માટેની ઇન્કવાયરી પણ ટ્રાવેલ માર્કેટમાં જોવા મળી રહી છે. ન્યુઝીલેન્ડ અને સાઉથ આફ્રીકા પણ લોકો પ્રિફર કરી રહ્યા છે.

* રાજકોટથી ઇન્ટરનેશનલ પેકેજીસ લઇ જનારાઓમાં બેસ્ટ ટુર્સ - ૯૨૨૭૪ ૫૯૮૦૦, ફેવરીટ ટુર્સ ૯૮૭૯૫ ૪૦૬૩૩, કેશવી ટુર્સ - ૯૫૮૬૩ ૪૮૦૮૦, આરોહી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ૮૪૮૭૦ ૦૦૦૭૦, યુનિવર્સલ હોલીડેઝ ૭૨૦૨૮ ૦૬૨૬૧, પેલીકન ટુર્સ ૯૦૧૬૨ ૧૮૯૧૮, ટ્રાવેલ કલાઉડ ૯૦૯૯૯ ૦૯૮૧૯, કામ્પસ - ૮૪૯૦૦ ૪૯૨૫૬, યશ ટ્રાવેલ્સ ૯૩૨૭૪ ૧૨૮૯૬, પટેલ હોલીડેઝ - ૯૮૭૯૦ ૯૫૦૦૨, ટ્રાવેલ હોલિક - ૮૮૬૬૦ ૬૫૭૭૭, ફેસ્ટીવ હોલીડેઝ ૯૭૩૭૮ ૭૭૭૭૯, પશ્ચિમ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ - મોરબી ૮૩૬૯૩ ૮૫૭૬૬, અપ્સરા ટુર્સ ૯૮૨૪૫ ૬૮૦૧૩, જેમ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ - મલાડ - મુંબઇ ૯૮૨૦૬ ૫૫૮૮૯ (સતીશભાઇ મહેતા) વિગેરેનો સમાવેશ થાય છે.

* વિવિધ ઇન્ટરનેશનલ ફ્રેન્ચાઇઝી અને ચેઇન પણ ફોરેનના શોખીનો માટે અવેલેબલ છે. જેમાં થોમસ કૂક, કોક્ષ એન્ડ કિંગ્સ, SOTC, કેસરી, વિણાવર્લ્ડ, ફલેમિંગો, ACE ટુર્સ, ઝેનિથ હોલીડેઝ વિગેરે છે. ઇન્ટરનેટના જમાનામાં મેક માય ટ્રીપ નામનું વેબપોર્ટલ પણ આશિર્વાદરૂપ બન્યું છે.

* વિવિધ ડેસ્ટીનેશન્સ ઉપર ઓનલાઇન બુકીંગ પણ કરાવી શકાય છે. આવી બધી ફેસેલિટીઝને કારણે ડીસ્કાઉન્ટ અને બેસ્ટ પ્રાઇસ મળી શકે છે, કે જે આજના કોમ્પીટીટીવ વર્લ્ડનું એક અનિવાર્ય પાસુ મનાય છે.

(કોઇપણ જગ્યા માટેના પેકેજ લેતા પહેલા કે બુકીંગ કરાવતા પહેલા ટુર પેકેજ કે હોટલ પેકેજ વિશેની સંપૂર્ણ માહિતીની ચોખવટ જે તે જવાબદાર વ્યકિત સાથે કરી લેવી હિતાવહ છે. જેથી ટુર દરમિયાન કંઇ અગવડતા ભોગવવી ન પડે. બની શકે તો લેખિતમાં લેવાનો આગ્રહ રાખી શકાય.)

કૂદકે ને ભૂસકે વધતા રહેતા ટ્રાવેલ માર્કેટની સાથે સાથે અમુક ટ્રાવેલ એજન્ટ દ્વારા કસ્ટમર્સ સાથે છેતરપિંડી પણ કરાતી હોવાના કિસ્સા અવાર-નવાર જોવા મળતા હોય છે ત્યારે વિશ્વાસપાત્ર અને ઓથોરાઇઝડ એજન્ટ પાસે બુકીંગ કરાવવું હિતાવહ છે. તાજેતરમાં જ જૂનાગઢ પંથકનાં એક ટ્રાવેલ ગ્રુપમાં કહેવાતા એજન્ટ દ્વારા ૨૦ લાખ જેટલા રૂપિયાનો ગોટાળો થયો હોવાની આધારભૂત વર્તુળોમાં ચર્ચા સંભળાય છે. કુલ ૨૦૦ લોકોના ગ્રુપમાંથી માત્ર ૭૦ જેટલી ટીકીટ જ કન્ફર્મ કરાવી હોવાનું કહેવાય છે.

* આ સાલ મંદી, મોંઘવારી, નોટબંધી, જીએસટી, સર્વિસ ટેક્ષ વિગેરેને કારણે હવાઇ ભાડા, ફૂડ, લોકલ ટ્રાન્સપોર્ટેશન, હોટલ ભાડા, સાઇટ સીન્સ સહિતના ખર્ચમાં વધ-ઘટ થવાને કારણે વિવિધ પેકેજીસના રેઇટસમાં પણ ઘણો ખરો ફેરફાર જોવા મળી રહ્યો છે.

* છતાં પણ પ્રવાસ કે ફરવાનું નામ સંભળાય અને ગુજરાતીઓ - સૌરાષ્ટ્રવાસીઓ યાદ ન આવે તો જ નવાઇ! વિશ્વના કોઇપણ ખૂણે જઇએ, ત્યાં આપણને આપણાં જ ખમીરવંતા ગુજરાતીઓ કે સૌરાષ્ટ્રવાસીઓ અચૂક મળી જાય કે જેઓ કામના સમયે કામ અને વેપારને મહત્વ આપે છે તથા રજાના સમયમાં પોતાના પરિવારને પણ એટલું જ મહત્વ આપે છે. અને એટલે જ કહેવાય છે ને કે 'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં સદા કાળ ગુજરાત.'

જય જય ગરવી ગુજરાત સાથે સર્વેને હેપી જર્ની તથા નવરાત્રિ, દિવાળી અને નવા વર્ષની હૃદયપૂર્વકની શુભકામનાઓ. જયશ્રી કૃષ્ણ.

-: આલેખન :-

ડૅા. પરાગ દેવાણી

મો. ૯૮૨૪૪ ૫૧૫૪૧

(4:13 pm IST)