Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મેડીટેશન

શ્રધ્ધા અને વિશ્વાસ

શ્રધ્ધા મૃત વિશ્વાસ છે. ખરેખર તમને વિશ્વાસ નથી છતા પણ તમે માનો છો તે શ્રધ્ધા છે. પરંતુ વિશ્વાસ જીવંત છે. તે પ્રેમ જેવું જ છે.

બધી જ શ્રધ્ધાઓએ તમે જેને પ્રાર્થના કહો છો તે ગુમાવી દીધી છે તેઓએ ધ્યાન પણ ગુમાવી દીધું છે તેઓએ આનંદની ભાષા જ ગુમાવી દીધી છે તેઓ બધા બુધ્ધીજીવી બની ગયા છે. પંથોઙ્ગસંપ્રદાયો પધ્ધતીઓ બની ગઇ છે ઘણા શબ્દો છે પરંતુ અર્થ ખોવાઇ ગયો છે અને તે પ્રાકૃતિક છે આવુ થવુ જ જોઇએ.

જયારે ઇશુ જીવતા હતા ત્યારે ધર્મ ધરતી ઉપર ચાલતો હતો અને કેટલાક ભાગ્યશાળી લોકો જેઓ તેમને ઓળખી શકયા, કેટલાક પગલા તેમની સાથે ચાલ્યા તેઓ પરીવર્તીત થઇ ગયા. એવું નથી કે તમે કિશ્ચિયન બની જશો. તે ઉપર છલ્લુ છે. પરંતુ ઇશુમાંથી કંઇક તમારી અંદર પ્રવેશ્યું છે તમારા અને ઇશુ વચ્ચે કઇક આદાન પ્રદાન થયું છે. તમે પ્રાર્થનામય બની ગયા છો .જોવા માટે તમારી પાસે એક અલગ આંખ છે એક અલગ જ હ્ય્દય ધબકે છે બધુ જ સમાન છે પરંતુ તમે બદલાઇ ગયા છો.

વૃક્ષો લીલા છે પરંતુ હવે તે અલગ રીતે છે હરીયાળી જીવંત બની ગઇ છો તમે તમારા આસપાસના જીવનને સ્પર્શી શકો છો. પરંતુ એક વાર ઇશુ ગયા પછી જે પણ તેઓએ કહયું તેની એક પધ્ધતી, સંપ્રદાય બનાવી નાખવામાં આવ્યો. પછી બુધ્ધીથી લોકો કિશ્ચિયન બની ગયા પરંતુ તેમાં કોઇ જીવંત ભગવાનની ઉપસ્થિતિ નથી.

શ્રધ્ધા એક મૃત વિશ્વાસ છે તમે વિશ્વાસ નથી છતા પણ તમે માનો છો તે શ્રધ્ધા છે પરંતુ વિશ્વાસમાં જીવંતતા છે તે પ્રેમ જેવુ જ છે.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

 

(9:46 am IST)