Gujarati News

Gujarati News

News of Monday, 27th December 2021

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ – ૨૬૦

ઓશોના ધ્યાન પ્રયોગોને જીવનમાં ઉંતારી લ્યો

તમારી જાતથી આઝાદી
‘‘બુધ્ધત્વએ પરમ આનંદની અવસ્થા નથી; તે- એનાથી પણ આગળ છે.’’
બુધ્ધત્વમાં કોઇ ઉંતેજના નથી પરમ આનંદ એક ઉંતેજનાની અવસ્થા છે.-પરમ આનંદ મનની અવસ્થા છે. પરમ આનંદ એક અનુભવ  છે. બુધ્ધત્વ એ કોઇ અનુભવ નથી કારણ કે ત્યાં અનુભવ કરવા માટે કોઇ બચતુ જ નથી.
પરમ આનંદ અહંકારની હદમા આવે છે. પરંતુ બુધ્ધત્વ એ અહંકારથી પર છે એવુ નથી કે તમે બુધ્ધત્વ-પામો છો- તમે નથી, તો જ બૂધ્ધત્વ છે એવું નથી કે તમને આઝાદી મળી છે એવુ નથી કે તમે આઝાદીમાં રહો છો. તે તમારી પોતાની જાતથી આઝાદી છે.
આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૬ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.  
સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

સંકલન-
સ્વામી સત્યપ્રકાશજી
ભાષાંતર-
રાજેશ કુંભાણી
મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

 

(10:43 am IST)