Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

શ્રાવણ સત્સંગ

સૌ માટે કલ્યાણકારી મહાકાલ મહાદેવજી

દેવાધિદેવ મહાદેવ ભોળા છે. સરળ છે અને કરૂણાના સાગર છે તેમને સૃષ્ટિના સંહારક મનાય છે. તો સૌ માટે કલ્યાણકારી પણ કહ્યા છે.

પુરાણોમાં મહાદેવજીના અવતારોનો ઉલ્લેખ છે મહાકાલને રૂદ્ર પણ કહેવામાં આવે છે. શિવપુરાણ મુજબ રૂદ્રના દસ અવતારો કહ્યા છે.  તેમના દશ અવતારોમાં મહાકાલ-મહાદેવના દસ અવતારોમાં સૌ પ્રથમ મહાકાલ છે શકિત સ્વરૂપા માં ભગવતી મહાકાળીમાં તેમની સાથે હોય છે.

તારા-સદાશિવનો બીજો અવતાર તારા સ્વરૂપે છે. ભકતોના કષ્ટ દૂર કરવા તેમની સાથે શકિતરૂપ તારા દેવી છે.

બાલ ભુવનેશ-ભોળાનાથનો ત્રીજો અવતાર બાળભુવનેશ છે, અને માતા ભગવતી બાલા ભુવનેશ્વરીના સ્વરૂપમાં તેમની સાથે છે.

ષોડશ શ્રીવિદ્યશ-ભગવાન શંભુના રૂદ્ર અવતારનું ચોથુ સ્વરૂપ ષોડશ શ્રી વિદ્યેશ નામથી પ્રસિદ્ધ છે. આ રૂપ સાથે માતા ભગવતી શકિતમાં ષોડશી શ્રી વિદ્યાતા સ્વરૂપમાં છે.

ભૈરવઃ સદાશિવજીનું પાચુ મું રૂદ્ર સ્વરૂપ ભૈરવ મનાય છે આ સ્વરૂપ સાથે મા શકિત ભૈરવી બે ભય દુર કરવા ભોળાનાથનું ભૈરવ છીન્નમસ્તક મહાદેવજીના છઠ્ઠા રૂદ્ર અવતાર રૂપે છીન્ન મસ્તક નામે આરાધના થાય છે. મા ભગવતી છિન્ન મસ્તિકા સ્વરૂપે છે.

ધુમવાનઃ- ત્રિનેત્રેશ્વરનો સાતમો અવતાર ધુમવાન છે આ રૂદ્ર સ્વરૂપમાં તેમના સાથી ધુમાવતી દેવી છે.

બગલામુખઃ ભોળનાથે વિવિધ રૂદ્ર રૂપ ધારણ કરર્યા તેમાં બગલામુખી આઠમો રૂદ્ર અવતાર મનાય છે. આ અવતાર સાથે માં વ્યયામુતી માતા બીરાજમાંન છે.

મહાદેવજીના દસ અવતારોમાં નવમો અવતાર માતંગ છે. આ અવતારમાં તેમની સાથે માતા માતંગી તેમની સાથે બીરાજમાન છે.

કમલઃ સદાશિવનો દસમો અવતાર કમલ છે. અને તેમના આ અવતારમાં શકિત સ્વરૂપે મા કમલાદેવી છે.

આમ વેદ પુરાણમાં મહાદેવજીના અનેક અવતારોનો ઉલ્લેખ છે.

એમ કહેવાય છે કે સુષ્ટિના સર્જન હાર બ્રહ્માજીના ક્રોધથી તામસ પ્રકટ થયો હતો. અને ભોળાનાથે તે પોતાની પાસે રડતા રડતા માંગ્યો તેથી રૂદ્ર એવુ નામ પડયું એ રૂદ્રે ભૂત, ભૈરવ વગેરે પ્રજા ઉત્પન્ન કરી માટે એ તામસી  છે.

ૐ નમઃ શિવાય, ૐ નમઃ શિવાય, ૐ નમઃ શિવાય એ મંત્ર દ્વારા ભોળાનાથ મહાદેવજીની આરાધના કરીએ.

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(9:50 am IST)