Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

શ્રાવણ સત્સંગ

પરલી બૈદ્યનાથ જ્યોર્તિલીંગ

પુરાણ કાળમાં દેવ અને દાનવો વચ્ચે અમરત્વ પ્રાપ્ત કરવા માટે અમૃત પ્રાપ્તિ માટે સમુદ્રમંથન થયું. સમુદ્ર મંથનથી ૧૪ રત્નો નીકળ્યા જેમાં અમરત્વ આપતા અમૃતની સાથે આયુર્વેદ ચિકિત્સા પધ્ધતિના પ્રણેતા ધનવંતરી પણ હતા.

અતિ મહત્વના એવા આ બંને રત્નો દાનવો પાસે આવી ન જાય તે માટે ભગવાન વિષ્ણુએ અમૃતને ધનવંતરી સાથે પરલીના શિવલીંગમાં છુપાવી રાખ્યું.

દાનવોને આ વાતની ખબર પડી તેઓ આ બંને રત્નો લેવા પરલી પહોંચ્યા, જેવો તેઓને શિવલીંગને સ્પર્શ કર્યો કે, તુરતજ તેમાંથી અગન જવાળાઓ નીકળી દાનવો ગભરાઇ ગયા અને તેઓના આ સ્થળ છોડીને ભાગી ગયા.

આ પછી ભોળાનાથ મહાદેવના ભકતજનોએ શિવલીંગને સ્પર્શ કર્યો કે તેરત અમૃતધારા વહેવા લાગી.

ભગવાન વિષ્ણુએ અમૃત અને ધનવંતરીને છુપાવી રાખ્યા હોવાથી તેને અમૃતેશ્વર અથવા બૈદ્યનાથ પણ કહેવામાં આવે છે.

મહાદેવજીના બાર મુખ્ય જ્યોર્તિલીંગમાંનુંએક એવુ આ પરલીબૈૈદ્યનાથ મુંબઇથી પાંચસો  કી.મી.દુર છે.

જયારે પૂનાથી ૩૭પ કિ.મી.દૂર છે. એક એવી પણ માન્યતા છે કે દેવ દાનવો વચ્ચેના યુદ્ધમાં પોતાની લીલાના ભાગરૂપે દેવાધિદેવ મહાદેવજી પરલી ક્ષેત્રમાં શિવલીંગમાં   વસ્યા અને તે પણ જ્યોતિર્લીંગના રૂપમાં મહારાષ્ટ્રના મરાઠાવાડા પ્રાંતમાં બીડ જિલ્લામાં પરલી બૈદ્યનાથ આપેલું છે  તે પરલી ગામમાં મેરૂ પર્વતની તળેટીમાં બૈદ્યનાથ જયોર્તિલીંગ છે.

પરલી બૈદ્યનાથનું આ ક્ષેત્રે અનાદી કાળથી વૃક્ષો અને જડીબુટ્ટીઓનું જંગલ હતું. જેમાં આયુર્વેદના જાણકાર ગુરૂ વૈદ્યનાથ રહેતા આ તેમની તપશ્ચર્યાથી પ્રસન્ન થઇને ભગવાન ભોળાનાથે આ સ્થળે રહેવાનું તેને વચન આપ્યું હતું આ સ્થળેથી મહાદેવજી પાતાળ ગયા હતા.

આ જયોર્તિંલીંગના દર્શન કરવાથી રોગ વ્યાધિ, પીડા, દુર થતી હોવાનું મનાઇ છે.

પરલીથી રપ કિ.મી.દુર આંબે જોવાઇ ગામમાં યોગેશ્વરી દેવીનું મંદિર છે પરલી વૈદ્યનાથ જયોર્તિલીંગના દર્શન બાદ આ યોગેશ્વરી માતાજીના દર્શન કરવાની પ્રથા છે.

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(9:47 am IST)
  • શ્રીલંકાના કોલંબો બંદર પરના તમામ કામકાજ શુક્રવારે સાંજે, ઇસ્ટ કન્ટેનર ટર્મિનલ (ઇસીટી) ભારતને લીઝ પર આપવાના વિરોધમાં, સ્ટોપ કરી દેવામાં આવ્યા. શ્રીલંકાના પોર્ટ ઓથોરિટી દ્વારા જ તમામ ઇસીટી કામગીરી શરૂ કરવા સત્તાધિકારીઓને અપીલ કરવા કોલંબો પોર્ટના તમામ ટ્રેડ યુનિયનો દ્વારા આ વિરોધ દર્શાવતા દેખાવો યોજાયા હતા access_time 10:20 pm IST

  • અમરેલી જીલ્લામાં વધુ 11 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા:જીલ્લામા કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 463એ પહોંચી : અત્યાર સુધીમાં કુલ 16 ના મોત : 183 એક્ટીવ કેસ : 264 દર્દીઓ સ્વસ્થ થયા access_time 10:22 pm IST

  • રવિ-સોમવારે રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી:આગામી 2 દિવસ પછી રાજ્યમાં વરસાદનું જોર વધશે:5 ઓગસ્ટની આસપાસ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થશે: જેનાથી 5,6,7 ઓગસ્ટે રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદની આગાહી access_time 9:21 pm IST