Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

ઓશોના ધ્યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્યો

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ

અર્થઘટન

''વિચારવુ કઇ જ નથી પરંતુ અર્થઘટન કરવાની  આદત છે જયારે વિચારો અદ્દશ્ય થઇ જાય છે ત્યારે મનરૂપી તળાવ શાંત થઇ જાય છે. પછી તેમાં કોઇ વમળ નહી હોય કોઇ બદલાવ નહી હોય ચંદ્રનું પ્રતીબીંબ પૂર્ણ દેખાશે.''

વિચાર તળાવના વમળ જેવા છે અને આ વમળને કારણે જ સાચુ પ્રતિબીંબ નહી દેખાય ચંદ્ર પ્રતિબીંબીત થાય છે પરંતુ વમળ તેને વિકૃત કરી નાખે છે. ભગવાન બધામાં પ્રતિબીંબીત છે આપણે  ભગવાનની પ્રતિકૃતી છીએ પરંતુ આપણા મનની અંદર એટલા વિચારો ભરેલા છે કે આપણે તે જોઇ શકતા નથી મન પોતાના વિચારો તેના પર થોપી દે છે.તે તેનું અર્થઘટન કરે છે.અને -બધા જ અર્થઘટન વિકૃતી લાવે છે વાસ્તવીકતાને કોઇ અર્થઘટનની જરૂર નથી. તેને ફકત પ્રતિબીબની જરૂર છે અર્થઘટન કરવાની કોઇ જરૂર જ નથી અર્થઘટન કરનાર સતત પ્રતિબીંબ ચુકી જાય છે.

જોતમે ગુલાબને જુઓ છો કે તે ત્યા  છે.. તેનુ અર્થઘટન કરવાની કોઇ જરૂર જ નથી. તેનું વિશ્લેષણ કરવાની જરૂર  જ નથી. તેનો અર્થ જાણવાની કોઇ જરૂર જ નથી તે કોઇ રૂપક નથી. તે બીજા કોઇનું પ્રતિબીબ નથી તે હકીકતમાં છે તે પ્રતિક નથી પ્રતીકને અર્થઘટનની જરૂર હોય છે. સ્વપ્નને અર્થઘટનની જરૂર હોય છે તેથી મનનું વિશ્લેષણ સાચુ છે કારણ કે તે સ્વપ્નનું અર્થઘટન કરે છે. પરંતુ દાર્શનીક સાચા નથી- કારણ કે તેઓ વાસ્તવીકતાનું અર્થઘટન કરે છે સ્વપ્ન પ્રતિક છે. તે બીજીુ કોઇ વસ્તુને દર્શાવે છે તે શેને દર્શાવે છે. તે જાણવા માટે અર્થઘટન ઉપયોગી થઇ શકે છે. પરંતુ ગુલાબનું ફુલ તો ગુલાબનુ ફુલ છે તે પોતાને જ દર્શાવે છે તેના માટેઅર્થઘટનની જરૂર નથી.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

 

(9:30 am IST)