Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મેડીટેશન

શાંતિ

જયારે પણ તમને યાદ આવે ગહન વિશ્રામની અવસ્થામાં રહો અને શાંતી અનુભવો દિવસમાં જેટલી વાર શકય હોય તેટલી વાર થોડા દિવસ પછી તમે અનુભવશો કે તમારા કઇ પણ કર્યા વગર પણ શાંતી છવાયેલી રહે છે તે પડછાયાની જેમ તમારી સાથે રહેશે.

શાંતીના ઘણા બધા સ્તરો છે એક જે તમે તમારી જાતને સુચન આપીને અનુભવો છો ફકત તમારી જાતને સુચન આપીને કે તમે ખુબ જ શાંત છો. આ પ્રથમ સ્તર છે બીજા સ્તરમાં અચાનક તમારામાં જાગૃતતા આવી જશે. હવે તમે તેને ઉત્પન્ન નથી કરતા છતા પણ તે ત્યાં છે પરંતુ બીજી સ્તર તો જ બનશે જો પ્રથમ સ્તર ત્યાં હાજર હશે.

બીજુ સ્તર હકીકત છે પરંતુ પ્રથમ સ્તર તેના માટે રસ્તો-બનાવવામાં મદદરૂપ થશે શાંતિ આવશે-પરંતુ તે આવે તે પહેલા પૂર્વશરત એ છેકે તમારે તમારી આજુબાજુ એક માનસીક શાંત અવસ્થા ઉત્પન્ન કરવી પડશે. પહેલી શાંતી ફકત માનસીક હશે. તે સ્વસંમોહન જેવી હશે તે તમારા દ્વારા ઉત્પન્ન કરાયેલ છે. પછી એક દિવસ અચાનક તમે જોશો કે બીજુ સ્તર પણ આવી ચુકયું છે તેને તમારી કીયાથી કઇ લેવાદેવા નથી ખરેખર તે તમારાથી પણ ગહન છે તે તમારા અસ્તીત્વના સ્ત્રોતમાંથી આવે છે.

આપણે આપણી જાતને ઉપરથી જ જાણીએ છીએ કે-નાનકડી જગ્યા જેનાથી તમે ઓળખાઓ છો એક નાનકડી તરંગને તમારૂ નામ આપવામાં આવ્યું છે આ તરંગનું ખૂબ જ ઉંડે એક વિશાળ મહાસાગર છેતેથી જે કઇ પણ તમે કરો તમારી આસપાસ શાંતી ઉત્પન્ન કરવાનું યાદ રાખો આ ધ્યેય નથી તે ફકત સાધન છે એકવાર તમે શાંતી ઉત્પન્ન કરશો કઇક અજ્ઞાનમાથી આવીને તમને ભરી દેશે તે તમારા પ્રયત્નોથી નથી આવ્યું.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

 

(9:50 am IST)
  • રાજકોટમાં અ.. ધ..ધ..ધ..93 પોઝિટિવ કેસ આવ્યા : રાજકોટમાં 55 અને જિલ્લામાં 32 નવા કેસ જાહેર : 35 દર્દી ને રજા આપી દેવાઈ : હાલ 517 દર્દી ને સારવાર અપાઈ રહી છે access_time 8:31 pm IST

  • મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો રવિવારે 64મો જન્મ દિવસ પ્રજાલક્ષી કાર્યોને કરશે સમર્પિત:સુરતમાં કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલની લેશે મુલાકાત.:રાજકોટમાં રૂ.100 કરોડની લોન સહાયના ચેકનું સામાન્ય કારીગર-લોકોને ગાંધીનગરથી વર્ચ્યુઅલ ચેક વિતરણ કરાશે. access_time 10:25 pm IST

  • અંત સમયમાં ભગવાન જ યાદ આવે છે : મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે રામમંદિરના નિર્માણને આવકારતો વિડિઓ વાઇરલ કરતા ભાજપ આગેવાન કૈલાસ વિજય વર્ગીયનો કટાક્ષ : અત્યાર સુધી કોંગ્રેસ આગેવાનો રામના પાત્રને કાલ્પનિક ગણાવતા હતાં : હવે સદબુદ્ધિ આવી તે બાબત આવકારદાયક access_time 7:59 pm IST