Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

સરકારી મહેમાન

મહામારી અને મંદીના દોરમાં સેનેટાઇઝર અને માસ્કના ધંધામાં તેજી, હલકી ગુણવત્તાનું બજાર

મહિલા IAS અંજુ શર્મા ધોરણ-10ની પ્રિ-બોર્ડ પરીક્ષામાં નાપાસ થયા પછી ટર્નિંગ પોઇન્ટ આવ્યો : કોરોના સંક્રમણ સમયે ભાજપ ફરી રાજકીય નિર્ણયના રાહ પર, જૂનમાં નડ્ડાની નવી ટીમ જાહેર : ગુજરાતમાં સૌથી દુખી લગ્નઇચ્છુક યુવક-યુવતીઓ- આકરી શરતો સાથે કદી લગ્ન થાય નહીં

મહામારી અને મંદીના દોરમાં માત્ર ચાર વ્યવસાયમાં ખૂબ તેજી જોવા મળે છે. કંપનીઓ સંકટના સમયમાં કરોડો નહીં પણ અબજો રૂપિયા બનાવશે. પહેલા વ્યવસાયમાં ફાર્મા કંપનીઓ આવે છે. બીજા વ્યવસાયમાં સેનેટાઇઝર બનાવતી કંપનીઓ આવે છે. ત્રીજો વ્યવસાય માસ્ક બનાવવાનો છે અને ચોથો વ્યવસાય ઇમ્યુનિટી બુસ્ટર માટેની ચીજવસ્તુઓ આપતી કંપનીઓ છે. કોરોના સંક્રમણના સમયમાં ચાર વ્યવસાયે માર્કેટ પર કબજો જમાવી લીધો છે. માસ્ક અને સેનેટાઇઝરમાં હલકી ગુણવત્તાવાળો માલ બજારમાં ઠલવાયો છે છતાં સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોઇ પગલાં લેવામાં આવતા નથી. કેટલાક રાજકીય નેતાઓ અને તેમના મળતિયાઓ આવી કંપનીઓ શરૂને બેઠાં છે અને લોકોની છેતરીને રૂપિયા બનાવી રહ્યાં છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના મતે જે સેનેટાઇઝરમાં 75 ટકા કરતાં વધુ આલ્કોહોલની માત્રા હોય તે કોરોના સામે અસરકારક સાબિત થાય છે આમ છતાં રાજ્યમાં તદ્દન હલકી ગુણવત્તાવાળા સેનેટાઇઝરનો ધીકતો ધંધો ચાલે છે. માસ્કના ઉત્પાદન માટે પણ કંપનીઓ શરૂ થઇ ચૂકી છે. એન-95 માસ્ક એટલી હલકી ગુણવત્તાના હોય છે કે જેનાથી કોરોના સંક્રમણ અટકી શકતું નથી પરંતુ જોખમ વધારે છે. યુઝ એન્ડ થ્રો માસ્કનું બજાર એટલું વિસ્તર્યું છે કે લોકો જ્યાં માસ્ક જુએ છે ત્યાંથી જથ્થાબંધ માત્રામાં ખરીદી કરે છે. લોકો તેની ગુણવત્તા પર ધ્યાન આપતા નથી. હલકી કક્ષાના ઉત્પાદનો કરતી કંપનીઓ પર દરોડા પાડીને સંચાલકો સામે પગલાં લેવા હજી સુધી સરકાર સંવેદનશીલ બની નથી.

જેપી નડ્ડાની ભાજપની ટીમ જૂનમાં જાહેર થશે...

કોરોના સંક્રમણ સમયે ભાજપે હવે પોલિટીકલ એક્ટિવિટી શરૂ કરી છે. સૂત્રો કહે છે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આવતા મહિને જૂનમાં તેમની નવી ટીમની ઘોષણા કરશે. ગયા જાન્યુઆરી મહિનામાં જેપી નડ્ડા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા હતા. તેઓ ગુજરાતના કદાવર નેતા અમિત શાહના અનુગામી બન્યા હતા. અમિત શાહ પદ પર સાડા પાંચ વર્ષ સુધી રહ્યાં હતા. તેઓ જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી બન્યા ત્યારે તેમણે રાજીનામું આપી દીધું હતું. જગત પ્રસાદ નડ્ડા રાજ્યસભાના સભ્ય છે, તેમણે 20મી જાન્યુઆરીએ ભાજપનું સુપ્રીમ પદ સંભાળ્યું હતું. પટણામાં 1960માં તેમનો જન્મ થયો છે. તેઓ પહેલીવાર 1993માં હિમાચલ પ્રદેશમાં ધારાસભ્ય બન્યા હતા ત્યારબાદ તેઓ રાજ્ય અને કેન્દ્રમાં મંત્રી રહી ચૂક્યાં છે. કેન્દ્રીય ટીમ બન્યા પછી ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખ અને તેમની નવી ટીમની ઘોષણા થાય તેવી સંભાવના છે. ગુજરાતમાં હાલ જીતેન્દ્રભાઇ સવજીભાઇ વાઘાણી 20મી ઓગષ્ટ 2016થી ભાજપના પ્રમુખપદે છે. તેમના પહેલાં હાલના મુખ્યમંત્રી વિજય રૂપાણી પ્રદેશ પ્રમુખ હતા. ગુજરાતમાં નવા પ્રદેશ પ્રમુખ માટે મોવડીમંડળ દ્વારા આખરી નામની પસંદગી કરી લેવામાં આવી છે. જેપી નડ્ડાની રાષ્ટ્રીય ટીમમાં ગુજરાતમાંથી કોણ કોણ પસંદ થશે તેની અટકળો તેજ બની છે. સંભવ છે કે ગુજરાતમાં ત્રણ પ્રદેશ નેતાઓનો ટીમમાં સમાવેશ થશે.

ઇચ્છાશક્તિ, ધ્યાન અને નિશ્ચય તમને પાસ કરાવશે...

ગુજરાત કેડરના મહિલા આઇએએસ ઓફિસર અંજુ શર્મા મૂળ જયપુરના વતની છે. હાલ તેઓ હાયર એન્ડ ટેકનિકલ એજ્યુકેશન વિભાગના અગ્રસચિવ તરીકે કામ કરે છે. ધોરણ-10ની પ્રી-બોર્ડ પરીક્ષામાં રસાયણ વિજ્ઞાનમાં તેઓ નાપાસ થયાં હતા. જો તેઓ નાપાસ થયાં હોત તો આવનારી તમામ પરીક્ષામાં તેઓ આગળ વધી શક્યાં હોત. રસાયણ વિજ્ઞાનમાં નાપાસ થયા પરંતુ યુપીએસસીની પરીક્ષામાં તેઓ સફળ રહ્યાં છે. તેઓ કહે છે કે પરીક્ષાના આગલા દિવસે અભ્યાસ પૂર્ણ કરવાનો હતો પરંતુ મને થતું હતું કે હું રસાયણ વિજ્ઞાનમાં પાસ નહીં થઉં અને પરિણામ પણ એવું આવ્યું આમ છતાં મારી માતા મારી પડખે હતી. તેણીએ કહ્યું કે એસા હો જાતા હૈ, દિલ છોટા મત કરો...અંજુ શર્માના માતા-પિતા માનતા હતા કે બાળકોએ તેમની અસફળતામાંથી શીખ લેવી જોઇએ. બન્ને પરિણામથી દુખી હતા. તેઓ કહે છે કે— ખરાબ અનુભવ પછી મેં નક્કી કર્યું કે જીવનમાં તમામ પરીક્ષા અને સંકટો આવે, હું મારી જાતને પહેલેથી તૈયાર કરીશ. મંત્રના આધારે અંજુ શર્માએ જયપુરની રાજસ્થાન વિશ્વવિદ્યાલયમાંથી માત્ર બીએસસી અને એમબીએ નહીં કર્યું તેમણે બન્નેમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. 1991માં જ્યારે તેમણે યુપીએસની પરીક્ષા આપી તે પહેલાં પુરી તૈયારી કરી લીધી હતી. પરીક્ષાના આગલા દિવલે આરામ કર્યો અને ફરવામાં સમય વ્યતિત કર્યો હતો. તેઓ કહે છે કે મજબૂત ઇચ્છાશક્તિ, ધ્યાન અને દ્રઢ નિશ્ચય હોય તો કોઇપણ પરીક્ષા પાસ કરી શકાય છે. યુપીએસસી પણ એક પરીક્ષા છે, આખું જીવન તેની પાછળ લગાવી દેવાની જરૂર નથી. તેઓ કહે છે કે પરીક્ષા સમયે તનાવગ્રસ્ત બાળકો પર કોઇપણ જાતનો બોજ નાંખવો જોઇએ નહીં. પરીક્ષાના પરિણામની પરવા કર્યા વિના બાળકને પ્રેમ કરો. તેની સાથે વાત કરો. તેને સમજો...

સૌથી દુખી લોકો લગ્ન ઇચ્છુક યુવક-યુવતીઓ છે...

ગુજરાતમાં સૌથી દુખી લોકો જો કોઇ હોય તો તે લગ્ન કરવા માગતા યુવક અને યુવતીઓ છે, કારણ કે લગ્ન સમારંભની મજા કોરોના સંક્રમણે બગાડી છે. 31મી મે પછી પણ લગ્ન સમારંભ માટે મૂકવામાં આવેલા નિયંત્રણો દૂર થાય તેવી કોઇ સંભાવના દેખાતી નથી. રાજ્યના જિલ્લા કલેક્ટરોએ જે શરતો મૂકી છે તે પ્રમાણે કોઇપણ લગ્ન શક્ય બને તેમ નથી. પહેલાં તો લગ્ન કરવા માટે કલેક્ટર ઓફિસમાં મામલતદારને જાણ કરીને તેમની પરમિશન લેવાની થાય છે. વર અને કન્યા પક્ષ, ફોટોગ્રાફર અને ગોર મહારાજ મળીને કુલ 50 વ્યક્તિ સમારંભમાં ઉપસ્થિત રહેવા જોઇએ. વર અને કન્યા વચ્ચે એક મીટરનું અંતર પણ જરૂરી છે. આખા વિસ્તારને લગ્ન પહેલાં અને પછી સેનેટાઇઝ કરવો ફરજીયાત છે. કન્ટેનમેન્ટ ઝોનમાંથી કોઇને બોલાવી શકાશે નહીં. જાનનો રૂટ બદલી શકાશે નહીં. તમામ લોકોએ માસ્ક ફરજીયાત પહેરવાના થાય છે. લગ્ન પ્રસંગે પોલીસ અને કલેક્ટરના સ્ટાફમાંથી કોઇ કર્મચારી પણ હાજર રહેશે. બે થી વધુ વાહનો હોવા જોઇએ નહીં. મહત્વની બાબત એવી છે કે લગ્નપ્રસંગે ભોજન સમારંભ પર સંપૂર્ણ પ્રતિબંધ છે, એટલે કે ભૂખ્યાં પેટે લગ્ન કરવા પડે છે. સમયમાં ગુજરાતમાં બહું ઓછા લગ્ન થયાં છે, કારણ કે લગ્ન ઇચ્છુક પરિવારોને શરતો માન્ય નથી.

ગુજરાતના પ્રવાસન સ્થળોએ કોરોનાનું ગ્રહણ...

ગુજરાતનો ટુરિઝમ ઉદ્યોગ હાલ મરણપથારીએ છે. કોરોના સંક્રમણના કારણે ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે. માર્ચ થી શરૂ થયેલી પડતીમાં દિવાળી પછી પણ કોઇ રાહત મળે તેવા અણસાર નથી. કોરોના સંક્રમણ વધ્યું તો વખતની નવરાત્રીનો ઉત્સવ બંધ કરવો પડે તો નવાઇ પામવા જેવું નહીં હોય. ટુરિઝમ ઉદ્યોગ સાથે સંકળાયેલી હોટલ એન્ડ રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રીઝ, ટુર્સ એન્ડ ટ્રાવેલ સર્વિસિઝ અને ટુરિસ્ટ ગાઇડની આવક શૂન્ય છે. ક્રાફ્ટ્સના સ્ટોલ તેમજ સંલગ્ન નાના વેપારીઓની રોજીરોટી છીનવાઇ છે. પ્રવાસન વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે દેશ અને વિદેશના પ્રવાસીઓ તો ઠીક પણ ગુજરાતના ટુરિસ્ટ પ્લેસ પર ગુજરાતી પ્રવાસીઓ પણ લાંબા સમય સુધી આવી શકે તેમ નથી. કેન્દ્ર સરકારના 20 લાખ કરોડના પેકેજમાં ટુરિઝમ ઇન્ડસ્ટ્રીઝને કોઇ નાણાકીય મદદ મળવાની નથી ત્યારે આગામી ત્રણ મહિનામાં લાખો લોકો બેકાર થશે અને વેપારીઓના ઉદ્યોગ-ધંધા ઠપ્પ થવાની દહેશત છે. ટ્રાવેલ સર્વિસ પ્રોવાઇડર્સ તો માને છે કે આગામી એક વર્ષ સુધી ઉદ્યોગમાં સંપૂર્ણ રિકવરી નહીં આવે. સીઆઇઆઇના અંદાજ પ્રમાણે દેશમાં કોવિડના કારણે ટૂરિઝમ, હોટેલ, રેસ્ટોરન્ટ, એરલાઇન્સ અને ટ્રાવેલ સર્વિસ ઉદ્યોગમાં ચાર કરોડ લોકો બેરોજગાર થશે, આંકડામાં ગુજરાતનો આંકડો 50 લાખ છે. ગુજરાત પ્રવાસન વિભાગના અધિકારી કહે છે કે રાજ્યના પ્રવાસન સ્થળો પૈકી સ્ટેચ્યુ ઓફ યુનિટી જુલાઇ સુધીમાં પ્રવાસીઓ માટે શરૂ થઇ શકે છે પરંતુ રાજ્યના બીજા પ્રવાસન સ્થળો ક્યારે ખુલે તે નક્કી નથી. સરકારને ટુરિસ્ટ પ્લેસની આવક પણ ગુમાવવી પડી રહી છે. કોરોના સંક્રમણ દૂર નહીં થાય તો વર્ષે નવરાત્રી અને દિવાળીના તહેવારો પણ બગડે તેવી હાલત છે.

શંકરસિંહના દારૂના વિવાદ પછી પણ સરકાર ચૂપ...

ગુજરાતમાં દારૂબંધીની નીતિના ચિંથરા ઉડાવીને રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ રાજ્યમાં દારૂબંધી ઉઠાવી લેવાની માગણી કરી હોવા છતાં સરકાર ચૂપ છે. બીજી તરફ શંકરસિંહને ફાયદો એવો થયો છે કે યુવાનોએ તેમની પડખે ઉભા રહેવાનું એલાન કર્યું છે. વાઘેલાએ વાસ્તવિકતા પર ધ્યાન કેન્દ્રીત કરીને કહ્યું છે કે રાજ્યના 21 વર્ષ અને તેનાથી મોટા યુવાનોને દારૂ પીવાનો અને માગવાનો અધિકાર મળવો જોઇએ. હું મુખ્યમંત્રી બનીશ તો પહેલું કામ દારૂબંધી ઉઠાવી લેવાનું કામ કરીશ. ગુજરાતમાં ગુંડા ઉભા કરવા કરતાં દારૂબંધીની નીતિને બદલવાની જરૂરિયાત હું ઇચ્છું છું. રાજ્યમાં દારૂબંધીથી બે નંબરની આવક વધારે છે. જે લાયક નથી તે લોકો પાસે રૂપિયા આવે છે અને તેઓ રૂપિયા પચાવી શકતા નથી. તેઓ લુખ્ખાગીરી કરે છે. પોલીસ પણ હપ્તા લઇને દારૂ વેચાણની પ્રવૃત્તિને પ્રોટેક્ટ કરે છે. અહીં બાપુને કહેવાની ઇચ્છા થાય છે કે તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે નશાબંધી વિભાગને પોલીસથી અલગ બનાવીને કડક અમલ કરવાનો નિર્ણય કર્યો હતો. અત્યારે કોરોના સંક્રમણ સમયે શંકરસિંહ વાઘેલાના આવા બયાનથી આશ્ચર્ય થાય છે. પોતે ગુજરાતના રાજકારણમાં હજી સક્રિય છે તેવું બતાવવાનો તેમણે પ્રયાસ કર્યો હોવાનું જણાય છે. લોકોના સંવેદનશીલ મુદ્દાને તેમણે ટચ કર્યો છે અને વિવાદ સર્જ્યો છે. વાઘેલાના વિવાદ પછી ગુજરાતમાં વેટગુજરાત2021 ડોટ કોમ નામના પોર્ટલ પર ઓનલાઇન પિટીશનમાં રાજ્યના 67000 લોકોએ સહી કરી દારૂબંધી ઉઠાવી લેવાની માગણી સાથે સહમતિ આપી છે. જો કે, કારણ ગમે તે હોય-- વેબસાઇટ અત્યારે ઓફલાઇન થઇ ગઇ છે.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

 

(8:35 am IST)
  • દેશમાં કોરોનાના કહેર વચ્ચે અત્યાર સુધીમાં સૌથી વધુ એક જ દિવસમાં રેકોર્ડબ્રેક 51232 દર્દીઓ રિકવર થયા :મહારાષ્ટ્રમાં નવા કેસ કરતા સ્વસ્થ થનાર દર્દીની સંખ્યા વધુ : દેશમાં કોરોનાના સૌથી વધુ કેસ ધરાવતા મહારાષ્ટ્રમાં નવા 8601 કેસ નોંધાયા જયારે 10,725 દર્દીઓ સાજા થયા: તામિલનાડુમાં નવા 5879 કેસ સામે 7010 દર્દીઓ સાજા થયા અને આંધ્રપ્રદેશમાં નવા 9276 કેસ સામે 12,750 લોકોએ કોરોના સામે જંગ જીત્યો access_time 11:34 pm IST

  • ઘરે રહો... સ્વસ્થ રહો.... : ખાનગી હોસ્પિટલોમાં કોરોના દર્દીઓની સ્થિતિનું આબાદ ચિત્રાંકન કરતું એક અદ્ભૂત કાર્ટૂન સોશ્યલ મિડીયામાં ધુમ મચાવી રહયું છે. access_time 12:55 pm IST

  • લોકડાઉનથી આર્થિક સંકટ ઉભું થયું છે અને કેન્દ્રની આવકમાં પણ ઘટાડો થયો છે : કોરોના સાથે જીવન જીવતા શીખવું પડશે : લાંબા સમય સુધી લોકડાઉન યોગ્ય નથી : ગડકરી access_time 2:24 pm IST