Gujarati News

Gujarati News

News of Monday, 27th April 2020

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મેડીટેશન

લગભગ પાગલ

''શોધકર્તા બનવુ એ લગભગ દુનીયાની નજરમાં પાગલ બનવા જેવું છે તેથી તમે પાગલપનની દુનીયામાં દાખલ થાવ છો પરંતુ ત્યાં પાગલપન જ ફકત વિવેક છે.''

આપણું દુખ એ છે કે આપણે પ્રેમની ભાષા ભૂલી ગયા છીએ આપણે પ્રેમની ભાષા એટલા માટેભૂલી ગયા છીએ કે આપણો દરેક વસ્તુ પાછળ કારણ શોધીએ છીએ તેમાં કઇ ખોટુ નથી પરંતુ તે તમારા પુરા અસ્તીત્વ સાથે ચીટકી જાય છે. પછી લાગણીઓને નુકસાન થાય છે.લાગણીઓ મરવા લાગેછે- અને ધીમે-ધીમે તમે લાગણીઓને સંપૂર્ણ રીતે ભુલી જાવ છો તેથી ધીમે-ધીમે તે ડુબતી જાય છે. અને આ મૃતલાગણીઓ એક ભાર બની જાય છે. હૃદય સૃત બની જાય છે.

પછી વ્યકિત કોઇપણ રીતે પોતાની જાતને સંભાળવાની કોશીષ કરે છે.તેમાં કોઇ ઉત્સાહ કોઇ જાદુ નથી રહેતો કારણ કે પ્રેમ વગર-જીવનમાં કઇ જાદુઇ નથી. અને કોઇ કવિતા પણ નથી. જીવન નીરસ અને શુષ્ક બની જશે. તેમા ગ્રામર હશે પણ તેના ગીત નહી હોય.

કારણથી લાગણી તરફ જવાનું અને એક સંતુલન લાવવાની કોશીષ કરવાનું જોખમ એવા લોકો જ લઇ શકશે જે ખરેખર હીમતવાન છે-જે લોકો પાગલ- છે - કારણ કે હિમત તમારે તમારા કારણથી સ્મીત મન, તમારા તર્કથી દમીત મન, તમારા ગણીતથી દમીત મનની આપવી પડશે.

જયારે કારણનો અભિગમ જતો રહેશે, કોઇ શુષ્કતા કેન્દ્રમાં નહી રહે. પરંતુ કાવ્ય રહેશે કોઇ હેતું કેન્દ્રમાં નહી રહે પૈસા કેન્દ્રમાં નહી રહે પરંતુ ધ્યાન રહેશે. સતા કેન્દ્રમાં નહી રહે પરંતુ સાદગી રહેશે, કબજો કરવાની વૃતી નહી રહે, ફકત જીવનનો એક આનંદ-લગભગ પાગલપન

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

 

(9:55 am IST)