Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

નોકરીઓનો ઢગલો! જલ્દી વિણવા માંડો

કેન્દ્ર-રાજય સરકારના વિવિધ વિભાગો, બેન્ક, રેલ્વે, નેવી, એરફોર્સ, સ્કૂલ-કોલેજ, બીએસએફ, હાઇકોર્ટ, મહાનગરપાલિકા, એસટી, શિક્ષણ-મેડીકલ અને રીસર્ચ ક્ષેત્ર વિગેરેમાં પુષ્કળ ભરતીઓ

રાજકોટ તા.૧૨: સાતમાં પગારપંચ સંદર્ભે 'હેન્ડસમ સેલેરી' સાથેની તથા સત્તા મેળવીને સેવા કરવાનો અને સન્માન મેળવવાનો મોકો આપતી લાખેણી નોકરીમાં જોડાવવાનો હાલમાં સોનેરી સમય ચાલી રહયો છે. યુવાધન માટે વિવિધ ક્ષેત્રોમાં રીતસર વિવિધ નોકરીઓનો ઢગલો થઇ ગયો છે. આજનું યુવાધન પણ આ રોજગારીરૂપી ઢગલામાંથી પોતાને મનગમતી નોકરી વિણવા લાગ્યું હોવાનું દેખાઇ રહયું છે. નોકરી વાંચ્છુઓ વિવિધ જગ્યાએ નોકરી મેળવવા પૂરપાટ ઝડપે મીઠ્ઠી અને આશાભરી દોડ લગાવી રહયા છે.

હાલમાં સરકારી, અર્ધસરકારી, સહકારી, ખાનગી વિગેરે ક્ષેત્રે જે ભરતીઓ ચાલી રહી છે અથવા નજીકના ભવિષ્યમાં આવી રહી છે તેની ઉપર નજર કરીએ તો...

*ભારતીય નોૈકાદળમાં જુન ૨૦૧૯ થી શરૂ થતાં યુનિવર્સિટી એન્ટ્રી સ્કીમ પરમેનન્ટ કમિશન અને શોર્ટ સર્વિસ કમિશન કોર્ષમાં ભરતી થવા માટે ૩૦-૭-૨૦૧૮ સુધીમાં ઓનલાઇન અરજી કરી શકાય છે. બી.ઇ./ બી.ટેક. થયેલા અને ૨-૭-૧૯૯૫થી ૧-૭-૧૯૯૮ (બંને દિવસ સહિત) દરમ્યાન જન્મેલા ઉમદેવારો અરજીપાત્ર છે. પગાર ધોરણ રૂ. ૫૬,૧૦૦-૧,૧૦,૭૦૦/- છે.www.joinindiannavy.gov.in

* ભારત સરકારના જાહેર સાહસ પાવરગ્રીડ કોર્પોરેશન લી.માં ૩૧-૭-૨૦૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે એકઝીકયુટીવ ટ્રેઇની (હ્યુમન રીસોર્સ) ની ૨૫ જગ્યાઓ માટે ભરતી ચાલે છે. મેનેજમેન્ટમાં અનુસ્નાતક થયેલ તથા ૩૧-૭-૨૦૧૮ના રોજ વધુમાં વધુ ૨૮ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારો અરજીપાત્ર છે. www. cbsenet.nic.in

* હિન્દુસ્તાન એરોનોટીકસ લિ.માં એપ્રેન્ટીસ-શીપ માટે ૨૭-૭-૨૦૧૮ની છેલ્લા ઓફલાઇન અરજી તારીખ સાથે ડીપ્લોમા ઇન મોર્ડન ઓફિસ મેનેજમેન્ટ કરેલા ઉમેદવારો જોડાઇ શકે છે. ઉમેદવારની વયમર્યાદા ૨૭-૭-૨૦૧૮ના રોજ વધુમાં વધુ ૨૬ વર્ષ હોવી જોઇએ. www. mhrdnats.gov.in

અરજી પહોંચાડવાનું સ્થળ- સિનિયર મેનેજર (ટ્રેનીંગ), હિન્દુસ્તાન એરોનોટીકસ લી. એવિઓન આઇસીએસ ડીવીઝન, પો. કોર્વા જિ. અમેઠી (યુપી) પીન-૨૨૭૪૧૨ છે.

*ઉતર-પૂર્વ રેલ્વેમાં ૩૦-૭-૨૦૧૮ની  છેલ્લી અરજી તારીખ સાથે ગ્રુપ-સી અને ગ્રુપ-ડીની ૩૫૦ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. ધો. ૧૦ ઉપરાંત આઇટીઆઇ/ ડીપ્લોમા/ડીગ્રી ની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૪૨ વર્ષના ઉમેદવારો અરજીપાત્ર છે.

www.ner.indianrailways.gov.in

* બોર્ડર સિકયુરીટી ફોર્સ દ્વારા ૨૨-૭-૨૦૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે ધો. ૧૦ પાસ ઉપરાંત આઇટીઆઇ કરેલ તથા ૧૮ થી ૨૫ વર્ષના ઉમેદવારો માટે ૨૦૧૭ જગ્યાઓની ભરતી ચાલી રહી છે. પગાર ધોરણ ૨૧,૭૦૦ રૂ. થી ૬૯,૧૦૦ રૂ. સુધીનું રહેશેે. અરજી મોકલવાનું સ્થળઃ ડે .જનરલ (સ્ટાફ), ડાયરેકટોરેટ જનરલ, બી.એસ.એફ. બ્લોક નં-૪, સી.જી.ઓ. કોમ્પ્લેક્ષ, લોઢી રોડ, નવી દિલ્હી -૧૧૧૦૦૩ છે.

www.bsf.nic.in

* સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજયુકેશન (સીબીએસઇ) સંચાલિત શાળાઓમાં શિક્ષક બનવા માટેની સેન્ટ્રલ ટીચર એલિજીબીલિટી ટેસ્ટ ૨૦૧૮ માટે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૧૯-૭-૨૦૧૮ છે. ધોરણ ૧ થી ૮ માટે અલગ-અલગ લાયકાત ધરાવતા શિક્ષકોની ભરતી થશે. www.ctet.nic.in

* ભારતીય વાયુસેના (એરફોર્સ) માં એરમેન ગ્રુપ-એકસ અને ગ્રુપ-વાયની ભરતી ૨૪-૭-૨૦૧૮ ની છેલ્લી અરજી તારી સાથે થઇ રહી છે. ધોરણ-૧૨ પાસ તથા ૧૪-૭-૧૯૯૮ થી ૨૬-૬-૨૦૦૦ (બંને દિવસો સહિત) દરમિયાન જન્મેલ અપરિણીત પુરૂષ ઉમેદવારો અરજીપાત્ર છે.

www.airmanselection.cdac.in

* નેવલશીપ ટીપેરયાર્ડ કોચી ખાતે ૨૪-૭-૨૦૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે ૧૨૧ એપ્રેન્ટીસોની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. વયમર્યાદા ૧-૧૦-૨૦૧૮ ના રોજ વધુમાં વધુ ૨૧ વર્ષ હોવી જોઇએ રીઝર્વ કેટેગરીના ઉમેદવારોને સરકાર ના નિયમ મુજબ છુટછાટ મળવાપાત્ર છે. ધોરણ-૧૦ પાસ (૫૦ ટકા સાથે) ઉપરાંત આઇટીઆઇ સહિતના કોર્ષ કરેલ હોવા જોઇએ.

www.indiannavy.nic.in

* અરજી પહોંચાડવાનું સ્થળઃ એડમિરલ સુપ્રીન્ટેન્ડેન્ટ (ઓફીસ ઇન્ચાર્જ-એપ્રેન્ટીસ ટ્રેનીંગ સ્કૂલ), નેવલ શીપ ટીપેર યાર્ડ, નેવલ બેઝ, કોચી-૬૮૨૦૦૪.

* સોૈરાષ્ટ્ર યુનિવર્સિટીના ડીપાર્ટમેન્ટ ઓફ ફીઝીકસમાં કોન્ટ્રાકટયુઅલ આસી. પ્રોફેસરની ભરતી માટેના સીધા ઇન્ટરવ્યું તા. ૨૦-૭-૨૦૧૮નાં રોજ સાંજે ૪ વાગ્યે ડીપાર્ટમેન્ટ ઓફ ફીઝીકસ સોૈરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ ખાતે રાખેલ છે.

* એચ.જે. દોશી હોસ્પિટલ, માલવીયા નગર, ગોંડલ રોડ રાજકોટ, ફોન નં. ૦૨૮૧-૨૩૮૮૯૯૪/૫/૬ દ્વારા નર્સિંગ હેડ, નર્સિંગ સ્ટાફ તથા સિકયુરીટી ગાર્ડઝની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.

www.hjdoshihospital.org * ગુજરાત શહેરી વિકાસ કંપન લિ. ગાંધીનગર દ્વારા પ્રાદેશિક કમિશ્નરની કચેરી તથા વિવિધ શહેરોની નગરપાલિકાઓ માટે એડીશનલ આસીસ્ટન્ટ મેનેજર તથા સંકલનની કામગીરીના હેતુસર એડીશનલ આસીસ્ટન્ટ મેનેજર માટેના સીધા ઇન્ટરવ્યું તા. ૧૩-૭-૨૦૧૮ ના રોજ સવારે ૯ વાગ્યે ઉદ્યોગ ભવન, બ્લોક નં. ૬, પ મો માળ, સેકટર-૧૧, 'ધ-રોડ', ગાંધીનગર ખાતે રાખેલ છે.

www.gudcltd.com

* લાભુભાઇ ત્રિવેદી ઇન્સ્ટીટયુટ ઓફ એન્જીનીયરીંગ એન્ડ ટેકનોલોજી, કણકોટ, સરકારી ઇંજનેરી કોલેજની બાજુમાં, કાલાવડ રોડ, રાજકોટ (મો. ૭૦૬૯૩ ૬૦૦૬૪) દ્વારા ૧૬-૭-૨૦૧૮ની છેલ્લી અરજી (રજી.પોસ્ટ) તારીખ સાથે આસીસ્ટન્ટ ટ્રેનીંગ એન્ડ પ્લેસમેન્ટ ઓફિસર, આસીસ્ટન્ટ એકાઉન્ટન્ટ તથા લાઇબ્રેરીયન અને વર્ગ-૪ ના કર્મચારીઓની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.

* રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા. ૨૧-૭-૧૮ ની છેલ્લી ઓનલાઇન અરજી તારીખ સાથે આસીસ્ટન્ટ એન્જીનીયર (સિવિલ) વર્ગ-ર તથા વર્ક આસીસ્ટન્ટ (સિવિલ, મિકેનિકલ અને ઇલેકટ્રીકલ) વર્ગ-૩ ની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. કુલ જગ્યાઓ ૩૪ જેટલી છે.

www.rmc.gov.in

* ગુજરાત ઇકોલોજીકલ એજયુકેશન એન્ડ રીસર્ચ (ગીર) ફાઉન્ડેશન, ઇન્દ્રોળા નેચરપાર્ક, પી.ઓ. સેકટર-૭, ગાંધીનગર, ફોનનં. ૦૭૯ ૨૩૯૭૭૩૧૧/૧૫ દ્વારા તા. ૩૧-૭-૨૦૧૮ના રોજ સવારે ૯:૩૦ વાગ્યે પ્રોજેકટ ઓફિસર તથા કોમ્યુનિટી મોબીલાઇઝરના સીધા ઇન્ટરવ્યું રાખવામાં આવ્યા છે.

* ગુજરાત સીએસઆર ઓથોરીટી દ્વારા તા. ૨૧-૭-૧૮ (સાંજે ૬ વાગ્યા સુધી)ની છેલ્લી ઓનલાઇન અરજી તારીખ સાથે કરાર આધારીત ડીસ્ટ્રીકટ લેવલની પ્રોજેકટ ઓફિસર ની ભરતી ચાલી રહી છે.

www.gcsra.org

* ધી-કો-ઓપરેટીવ બેન્ક ઓફ રાજકોટ લી. (રાજબેન્ક), ''સહકારી સરીતા'', પંચનાથ રોડ, રાજકોટ દ્વારા તા૨૧-૭-૧૮ ની છેલ્લી અરજી તારીખ સાથે એચ.આર. મેનેજર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, આસીસ્ટન્ટ મેનેજર( હાર્ડવેર તથા સોફટવેર એન્જીનીયર) ની ભરતી ચાલી રહી છે.

rajbank.net ઇમેઇલઃ rajbankrecruitment@gmail.com

* ભારતીય રેલ્વે દ્વારા વિવિધ ડીવીઝનમાં તથા ઝોનવાઇઝ વિવિધ કેટેગરીમાં નજીકનાં ભવિષ્યમાં આશરે ૯૦ હજાર જેટલા કર્મચારીઓની ભરતી કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.

* હાઇકોર્ટ ઓફ ગુજરાત, અમદાવાદ દ્વારા તેમના નેજા હેઠળની ગુજરાતમાં આવેલ અન્ય કોર્ટોમાં આસીસ્ટન્ટ ભરતી થઇ રહી છે. જેમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાની છેલ્લી તારીખ ૧૪-૭-૧૮ છે. www. gujarathighcourt.nic.in  તથા https:// hc-ojas.guj.nic.in

* મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના હેઠળ સમગ્ર ગુજરાતમાં ધો.૮ થી સ્નાતક સુધીની લાયકાત ધરાવતા ૧૪ વર્ષથી વધુ ઉંમરના ઉમેદવારો માટે રાજયના વિવિધ ક્ષેત્રો તથા સંસ્થાઓમાં  એપ્રેન્ટીસોની ભરતી ચાલી રહી છે. જિલ્લાની વિવિધ આઇ.ટી.આઇ. દ્વારા દર માસના પ્રથમ અને ત્રીજા શનિવારે એપ્રેન્ટીસ ભરતી મેળા પણ યોજાઇ રહયા છે.

www. matsgujarat.org

ટોલફ્રી નં.-૧૮૦૦-૨૫૮-૫૫૮૮.

* સિસ્કો દ્વારા પ્રયોજિત માર્કેટ ઇન્ટેલિજન્સ ફર્મ આઇડીસી ના સર્વે અનુસાર ઝડપી બની રહેલા ડીજીટલ ટ્રાન્સફોર્મેશનના કારણે સાઇબર સિકયુરીટી, કલાઉડ અને ડેટા એનાલિટીકસ, આઇટી ઇન્ફ્રાસ્ટ્રકચર, ડીજીટલ ટ્રાન્સફોર્મેશન, સોફટવેર/ એપ્લીકેશન ડેવલોપમેન્ટ વિગેરે ક્ષેત્રોમાં ૨૦૨૭ સુધીમાં ૫૦ લાખથી વધુ નોકરીઓ સર્જાવાની શકયતા છે.

*આઇઆઇટી ધારવાડ દ્વારા ૧૫-૭-૧૮ ની છલ્લી અરજી તારીખ સાથે જુનિયર સુપ્રીન્ટેન્ડેન્ટ વિગેરેની ૧૮ જગ્યાઓ માટે ભરતી ચાલે છે. www.iitdh.ac.in

* ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢ દ્વારા તા.૧૫-૭-૨૦૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે કરાર આધારીત ડેટાએન્ટ્રી ઓપરેટર કમ કલાર્ક અને સેવક (પ્યુન)ની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. www.bknvmu.edu.in

* ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટયુટ ઓફ મેડીકલ સાયન્સીઝ દ્વારા ૧૨-૭-૨૦૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે બી.એસસી (નર્સિગ) કરેલ ૫૫૧ ઉમેદવારોની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.www.aiimsexams.org

* એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા ૧૫-૭-૨૦૧૮ની છેલ્લી ધોરણ ૧૦/ધોરણ ૧૨/ ઇજનેરી-ફાયર ડીપ્લોમાં કરેલ ૨૩૬ ઉમેદવારોની ભરતી ચાલી રહી છે. વયમર્યાદા ૧૮ થી ૩૦ વર્ષ છે. www.aai.aero

* ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગર (ST) દ્વારા ૩૧-૭-૨૦૧૮ની છેલ્લી ઓનલાઇન અરજી તારીખ સાથે કલાર્ક, ટ્રાફીક કન્ટ્રોલર, સુરક્ષા મદદનીશ, જુનિયર આસીસ્ટન્ટ, સિનિયર આસીસ્ટન્ટ, ટ્રાફીક સુપ્રીન્ટેન્ડેન્ટ, મદદનિશ સુરક્ષા નિરીક્ષક, જુનિયર એકાઉન્ટન્ટ, સિનિયર એકાઉન્ટન્ટ

તથા સ્ટોર્સ કીપરની ભરતી ચાલી રહી છે. વિવિધ ૧૨ કક્ષાઓમાં કુલ ૨૮૧ જગ્યાઓ માટે ભરતી થવાની છે. https://ojas.gujarat.gov.in, https://gsrtc.in

* સેન્ટ્રલ રેલ્વેમાં તા.૨૫-૭-૨૦૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે ધો.૧૦ ઉપરાંત આઇ.ટી.આઇ. કરેલ ૨૫૭૩ ઉમેદવારોની એપ્રેન્ટીસશીપ હેઠળ ભરતી ચાલી રહી છે. વયમર્યાદા ૧૫ થી ૨૪ વર્ષ છે. www.rrccr.com

* રાષ્ટ્રીય કેમિકલ્સ એન્ડ ફર્ટીલાઇઝર્સ લિ.દ્વારા ૧૭-૭-૨૦૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે બી.ઇ./બી.ટેક થયેલા ઉમેદવારોની ભરતી ચાલી રહી છે અરજી મોકલવાનું સ્થળઃ ધ ઓફિસ ઓફ એકઝીકયુટીવ ડાયરેકટર (HR),રાષ્ટ્રીય કોમીકલ્સ એન્ડ ફર્ટીલાઇઝર્સલી. ૧૫ ફલોર, રૂમ નં-૧૪૮, એડમિનિસ્ટ્રેટીવ બિલ્ડીંગ,ચેમ્બુર,મુંબઇ-૪૦૦૦૭૪

* ડો.આર.એન.વારોતરીયા મહિલા આર્ટસ કોલેજ તથા આર.ડી.કોઠીયા મહિલા કોમર્સ કોલેજ જામખંભાળીયા દ્વારા તા.૧૬-૭-૧૮ના રોજ સવારે ૧૧:૩૦ વાગ્યાથી ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી બીલખા રોડ ખડીયા ખાતે ગુજરાતી, સંસ્કૃત,અંગ્રેજી,ઇતિહાસ, મનોવિજ્ઞાન,અર્થશાસ્ત્ર,સમાજશાસ્ત્ર, કોમર્સ એકાઉન્ટન્સી વિષયના પૂર્ણ સમયના વ્યાખ્યાતા, ગ્રંથપાણ, પી.ટી.આઇ. તથા પ્રિન્સી પાલના સીધા ઇન્ટરવ્યુ રાખવામાં આવ્યા છે.

* ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા ૧૩-૭-૨૦૧૮ની છેલ્લી ઓનલાઇન અરજી તારીખ સાથે નાયબ મેનેજર (કોમર્સ) તથા નાયબ મેનેજર (હિસાબ/નાણા)ની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. https://ojas.gujarat.gtov.in

* મહિલા અને બાળ વિકાસ વિભાગના જેન્ડર રીસોર્સ સેન્ટરની પોલિસ સ્ટેશન બેઇઝ સપોર્ટ સેન્ટર યોજના અંતર્ગત દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ૧૭-૭-૨૦૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે કાઉન્સેલરની ૨ જગ્યા માટે ભરતી ચાલે છે.www.grcgujarat.org

આટઆટલી ચિક્કાર ભરતીઓ ચાલી રહી છે ત્યારે યોગ્ય લાયકાત, સચોટ માર્ગદર્શન, હકારાત્મક અભિગમ, સ્વપ્રયત્ન, આત્મવિશ્વાસ, સમાજ માટે કંઇક કરી છૂટવાની તમન્ના તથા ઇશ્વરમાં શ્રધ્ધા રાખીને મહેનત કરવા તૂટી પડો-મંડી પડો. લાખેણી નોકરી આપ સૌના બારણે ટકોરા મારી રહી છે. સાચી નીતિથી મહેનત કરનારને ઇશ્વર પણ સાથ આપે જ છે. સૌને ઓલ ધ બેસ્ટ.

કોઇપણ જગ્યાએ નોકરી માટેની અરજી કરતા પહેલા ભરતી વિશેની તમામ માહિતી વેબસાઇટ દ્વારા, ફોન દ્વારા, રૂબરૂ કે પછી અન્ય કોઇ સોર્સ દ્વારા જાણી લેવી હિતાવહ છે, કે જેથી લેટેસ્ટ ઇન્ફર્મેશન મળી શકે)

-: આલેખન :-

ડો. પરાગ દેવાણી

મો. ૯૮૨૪૪ ૫૧૫૪૧

(11:21 am IST)
  • GST કલેક્શનમાં જબરો ઘટાડો:જુલાઈ, 2020 માં એકત્રિત કરવામાં આવેલી જીએસટીની કુલ આવક ઘટીને રૂ. 87,422 કરોડ થઈ છે : સીજીએસટી: રૂ .16,147 કરોડ: એસજીએસટી: 21,418 કરોડ : આઇજીએસટી: 42,592 કરોડ : સેસ: 7,265 કરોડ access_time 10:18 pm IST

  • અમરેલી જીલ્લામાં વધુ 11 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા:જીલ્લામા કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 463એ પહોંચી : અત્યાર સુધીમાં કુલ 16 ના મોત : 183 એક્ટીવ કેસ : 264 દર્દીઓ સ્વસ્થ થયા access_time 10:22 pm IST

  • રવિ-સોમવારે રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી:આગામી 2 દિવસ પછી રાજ્યમાં વરસાદનું જોર વધશે:5 ઓગસ્ટની આસપાસ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થશે: જેનાથી 5,6,7 ઓગસ્ટે રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદની આગાહી access_time 9:21 pm IST