Gujarati News

Gujarati News

News of Monday, 8th June 2020

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મેડીટેશન

ભાષાથી પર

''જે કઇપણ મહાન છે તે ભાષાથી પર છે''

જયારે કહેવા માટે ઘણુ બધુ હોય છે ત્યારે તેને કહેવું હમેશા અઘરૂ હોય છે. ફકત નાની વસ્તુઓ જ કહી શકાય છે. ફકત નજીવી બાબતો જ કહી શકાય છે. ફકત ભૌતિક વસ્તુઓ વિશે જ કહી શકાય છે. જયારે તમે કઇક જબરદસ્ત અનૂભવ કરો ત્યારે તેને કહેવુ-અશકય છે. કારણ કે શબ્દો ખૂબ જ ઓછા પડશે.

શબ્દો ઉપયોગ છે તેઓ દૈનિક ભૌતીક ક્રિયાઓ માટે સારા છે. જયારે તમે સાધારણ જીવનથી આગળ જાવ ત્યારે તેઓ ટુંકા પડે છે. પ્રેમમાં તેઓ ઉપયોગી નથી. પ્રાર્થનામા પણ તેઓ અપુરતા છે  જે કઇપણ મહાન છે તે ભાષાથી પર છો અને જયારે તમને એવુ લાગશે કે કઇપણ વ્યકત કરી શકાય તેમ નથી તો તમે પહોંચી ગયા છો. પછી જીવન એક અદ્દભૂત સુંદરતા, ગહન પ્રેમ, આનંદ અને ઉત્સવથી ભરાઇ જશે.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:27 am IST)