Gujarati News

Gujarati News

  • પત્નીને દાઢી ઉગતી હોવાથી માંગ્યા તલ્લાક ;આવાજ પણ પુરુષો જેવો કહીને આપેલી અરજી અમદાવાદ ફેમિલી કોર્ટે ફગાવી :અરજીમાં કહેવાયું કે લગ્ન પહેલા મળ્યો ત્યારે બુરખો પહેર્યો હતો અને ચહેરો જોઈ શક્યો નહોતો :કારણ કે તે પરંપરા વિરુદ્ધ હતું :અરજીના જવાબમાં પત્નીએ કહ્યું કે હાર્મોનના કારણે કેટલાક વાળ ઉગ્યા છે જે સારવાર દ્વારા હટાવી શકાય છે access_time 1:13 am IST

  • મધ્યપ્રદેશના દિવંગત પૂર્વ મુખ્યમંત્રી અર્જુનસિંહના પત્ની સરોજકુમારીને બન્ને પુત્રોએ ઘરમાંથી કાઢી મૂક્યાનો આરોપ લગાવી કોર્ટ પહોંચ્યા :પૂર્વ કેન્દ્રીયમંત્રી અર્જુનસિંહના પત્નીએ તેના પુત્ર અજયસિંહ અને અભિમન્યુ સિંહ અને પુત્રવધુ સુનિતીસિંહ પર ઘરમાંથી કાઢી મૂક્યાની કોર્ટમાં કરી અરજી :ભોપાલ કોર્ટે ત્રણેયને નોટિસ ફટકારી access_time 1:05 am IST

  • મુશરર્ફ-અબ્બાસી બાદ ઇમરાનખાનનું ઉમેદવારી પાત્ર નામંજૂર ;પાકિસ્તાન ચૂંટણી પંચે પાકિસ્તાન તહરીક -એ-ઇન્સાફના પ્રમુખ ઇમરાનખાનનું ઉમેદવારીપત્ર નામંજૂર કર્યું :આ પહેલા પૂર્વ પ્રધાનમંત્રી અને પીએમએલના નેતા અબ્બાસી અને પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્ર્ફનું ઉમેદવારી પણ ફગાવી દીધી હતી access_time 12:50 am IST