Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019
મનસુખભાઇ કારીયાનું દુઃખદ અવસાનઃ આજે ઉઠમણું અને સાદડી

રાજકોટઃ સ્વ. નટવરલાલ વાલજીભાઇ કારીયાના જયેષ્ઠ પુત્ર મનસુખભાઇ (ઉ.વ.૬૨) તે રસિલાબેનના પતિ તેમજ ધર્મેશ અને ધવલ કારિયા (અકિલા પ્રેસ)ના પિતાશ્રી તથા કિશોરભાઇ (અકિલા પ્રેસ ), ભાવેશભાઇ કારિયા (બેલિફ સ્મોલ કોઝ કોર્ટ રાજકોટ), સ્વ. ગીતાબેન મનહરલાલ કોટક તથા અ.સોૈ. રક્ષાબેન નિલેષભાઇ કક્કડના મોટાભાઇ તેમજ કુવાડવાવાળા સ્વ. ડાયાલાલ નાથાલાલ પાઉના જમાઇ તેમજ ભીખાલાલ ડાયાલાલ પાઉના બનેવીનું તા. ૨૭/૧૦ના દુઃખદ અવસાન થયું છે. સદ્દગતનું ઉઠમણું તથા સ્વસુર પક્ષની સાદડી તા. ૩૧ના ગુરૂવારે સાંજે ૫:૦૦ કલાકે રાધાકૃષ્ણ મંદિર, એરપોર્ટની દિવાલ સામે ગાંધીગ્રામ, અક્ષરનગર રાજકોટ ખાતે રાખેલ છે.

નિવૃત રેલ્વે કર્મચારી લક્ષ્મીશંકર છગનલાલ જોષીનું દુઃખદ અવસાન : કાલે ઉઠમણું

રાજકોટઃ મુળ ચરખડી, હાલ રાજકોટ નિવાસી ઝાલાવાડી ચારણિયા તળ બ્રાહ્મણ લક્ષ્મીશંકર છગનલાલ જોષી (બાબભાઇ) (ઉ.૮૪) તે જયંતીલાલના મોટાભાઇ તથા ભરતભાઇ, નિતિનભાઇ, સંજયભાઇના પિતાશ્રી તથા ભુષણ, શુભમ, દક્ષ, નીલમ, ભૂમિ, સુમનના દાદા તથા પી.એચ.પંડયા (વિરપુર જલારામ)ના બનેવીનું તા. ર૯/૧૦ ના મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું પિયરપક્ષ તથા સ્વસુરપક્ષનું સાથે ઉઠમણું તા.૧/૧૧ને શુક્રવારના રોજ સાંજના ૪ થી૬ અલ્કેશ્વર મહાદેવ મંદિર, અલ્કાપુરી, રૈયા રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

 

જામનગરનાં મહેશભાઇ માદની (ભટ્ટ)નું અવસાન : આજે સાંજે ઉઠમણું

રાજકોટઃ જામનગરના ભટ્ટ કનોજીયા બ્રાહ્મણ શ્રી સ્વ. મહેશભાઇ જીવરામભાઇ માદની (ભટ્ટ) (ઉ.૬૪) તે રમેશભાઇ જીવરામભાઇ ભટ્ટના નાના ભાઇ તથા વિજયભાઇ  અને  અમીતભાઇના  પિતાશ્રી તથા હિતેશભાઇ, અજયભાઇ અને તેજશભાઇના કાકાનું તા.૩૦ ના અવસાન થયેલ છે.

ઉઠમણુ઼ તા.૩૧ને ગુરૂવારના રોજ જામનગર મુકામે વૈજનાથ મહાદેવના મંદિર, હવાઇ ચોક ખાતે ભાઇઓ તથા બહેનોનું સાથે સાંજે ૪-૩૦ થી પ-૩૦ રાખેલ છે.

અવસાન નોંધ

જેતપુર-બ્રહ્માકુમારીઝ વિદ્યાલયના મોભી વનીતા દીદીનું અવસાન

જેતપુરઃ જુનાગઢ રોડ ખાતે આવેલ પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઇશ્વરીય વિશ્વ વિદ્યાલયના સંચાલીકા બ્ર. કુ. વનીતાબેન (ઉ.વ. ૬૯) નું તા. ૩૦-૧૦ના રોજ દુઃખદ અવસાન થયેલ.

જેમના પાર્થીવ દેહનો અંતિમ દર્શન માટે સવારે ૧૦ થી ૪ રાખવામાં આવેલ. વનીતાબેન ૪પ વર્ષથી કેન્દ્રની સેવા કરી રહ્યા હતા. શહેરના દરેક લોકોમાં તેઓ અનેરૂ સ્થાન પામ્યા હતા.  તેમની શ્રદ્ધાંજલી સભા આજરોજ તા. ૩૧ ગુરૂવાર સાંજે ૪ થી ૬ રોટરી હોલ જુનાગઢ રોડ જેતપુર ખાતે રાખેલ છે.

ઇશ્વરિયાના પત્રકાર મુકેશ પંડિતના પિતાશ્રી ચંદુલાલ પંડીતનું અવસાન

ઇશ્વરિયા : પત્રકાર તથા સામાજીક કાર્યકર્તા મુકેશ પંડિત અને નરેશભાઇ પંડિતના પિતાશ્રી ચંદુલાલ નાનાલાલ પંડિત (ઉ.વ.૮૦) મંગળવાર તા. ર૯ના અવસાન પામ્યા છે.  બેસણું ગુરૂવાર તા. ૩૧ સવારે ૮થી સાંજના ૬ કલાક દરમિયાન ઇશ્વરિયા રાખેલ છે.

ચુનીલાલ વેગલ

રાજકોટઃ ગુર્જર ક્ષત્રિય કડિયા ચુનીલાલ મગનલાલ વેગલ તે જયેશભાઈ, વર્ષાબેન ટાંક, શર્મિલાબને ચોટલીયા તથા ડોલીબેન ટાંકના પિતાશ્રીનું તા.૩૦ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧/૧૧ના રોજ રામવાડી કરણપરા શેરી નં.૩,  સાંજે ૪ થી ૬ રાખેલ છે.

વલ્લભગીરી ગોસ્વામી

રાજકોટઃ વલ્લભગીરી મોહનગીરી ગોસ્વામી (ઉ.વ.૮૪)નો તા.૩૦ બુધવારના રોજ કૈલાસવાસ થયેલ છે. તેમનું બેસણું તા.૧ શુક્રવારના રોજ તેમના નિવાસ સ્થાને સાંજે ૪ થી ૬ સ.હુડકો પાછળ સિતારામ સોસાયટી ખાતે રાખેલ છે.

તુલજાશંકર મહેતા

કેશોદઃ શ્રી તુલજાશંકર જયશંકર મહેતા (ઉ.૮૩) તે પંકજભાઇ (વાઘેશ્વરી મંદિર કેશોદ)ના પિતાશ્રી તથા લલીતભાઇ (ઘેડ બગસરા) કિશોરભાઇ (જુનાગઢ) પ્રદિપભાઇ (જુનાગઢ) ના મોટાભાઇનું તા.૩૦ બુધવારના અવસાન થયેલ છે. ઉઠમણું શનિવારના રોજ સાંજે ૪ થી ૬ વાઘેશ્વરી મંદિર કેશોદ ખાતે રાખેલ છે.

વિનોદરાય ખેતાણી

રાજકોટ : નિવાસી ગુર્જર ક્ષત્રિય કડીયા વિનોદરાય ધીરજલાલ ખેતાણી (ઉ.વ.૭૯) તે ઉષાબેનના પતિ, ઉપેન (અતુલ મોટર્સ) અને પારૂલબેન (યુએસએ)ના પિતા અને પુલકીત માલાણી (યુએસએ) અને પ્રીતિબેનના સસરા, મીત અને વિધિના દાદા તેમજ સ્વ.કાંતિભાઈ, દિનેશભાઇ, ગીરીશભાઈ, સ્વ.ભારતીબેન, અ.સૌ. કુંદનબેનના ભાઈનું તા.૩૦ના બુધવારના રોજ અક્ષરવાસ થયેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા તા.૨-૧૧ના શનિવારના રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાન 'ઘનશ્યામ' ૬, વૈશાલીનગર, રૈયા રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. તેમજ સદ્દગત ઈચ્છાથી લૌકિક ક્રિયા રાખેલ નથી.

જુમાનાબેન ઘનકોટ

જસદણઃ દાઉદી વ્હોરા જુમાનાબેન ઝ.અબ્બાસભાઇ ઘનકોટ (ઉ.વ.૬૨) તે મૂર્તઝાભાઇ, મુસ્તનશીરભાઇ, અલીફિયાબેન  યાકુબભાઇ મકાતી (જામનગર)ના માતા ફઝલેહુસૈનભાઇ તૈયબઅલી કાચવાળા (ભાવનગર)ના દીકરી તા.૩૦ ઓકટોબર બુધવારના રોજ જસદણ મુકામે વફાત થયેલ  છે મર્હુમાના સિયુંમ તથા બીજયાના ફાતેહા સાંકડીશેરી, વ્હોરાવાડ, અકબરી મહોલ્લા, બુરહાની મસ્જિદમાં બપોરે ૧૨ વાગ્યે જસદણ ખાતે રાખવામાં આવેલ છે. હુસામુદીન કપાસી જસદણ મો.૯૯૨૪૦ ૧૪૩૫૨

મંછારામ સાધુ

જામકંડોરણાઃ સાજડીયાળી (તા. જામકંડોરણા) નિવાસી સાધુ મંછારામ જીવણદાસ વિષ્ણુસ્વામી (ઉ.વ. ૮૪) તે સ્વ. દામોદરદાસના નાનાભાઇ તથા દલપતરામ ના મોટાભાઇ અને જાનકીદાસ, ભગવાનદાસ, પ્રેમદાસ, નરસંગદાસ, રવિદાસના પિતાશ્રી તા. ર૯ ને મંંગળવારે રામચરણ પામેલ છે.

મીનાબેન ચૌહાણ

ગોંડલઃ મીનાબેન ભરતભાઇ ચૌહાણ (ગોઇંજવાળા) તે સૌરાષ્ટ્ર પાનવાળા બાબુભાઇ વાલજીભાઇ જાડેજાની દીકરી તથા કિશોરભાઇ તથા યોગેશભાઇની બહેનનું તા. ર૯ના રોજ ગોંડલ ખાતે અવસાન થયેલ છે. બેસણું તા. ૩૧ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે બાબુભાઇ વાલજીભાઇના નિવાસ સ્થાને ભવનાથ-ર શે઼રી નં. ૪ નો ખુણો રૈયારાજ ડેરી પાસે ગોંડલ રાખેલ છે.

અશોકભાઇ મહેતા

મોરબીઃ અશોકભાઇ ડી. મહેતા તે સ્વ. ડાયાલાલ સુંદરજી મહેતાના પુત્ર તેમજ હસમુખરાય ડી. મહેતાના ભાઇ તેમજ દિનેશભાઇ એચ. મહેતાના કાકા તથા વિરલભાઇ, મનીષભાઇ અને વિશાલભાઇના પિતાનું તા. ર૭ને રવિવારે અવસાન થયેલ છે. ઉઠમણું તા. ૩૧ ગુરૂવારે સવારે ૯ કલાકે પ્લોટ પોષધ શાળા વોડાફોન સ્ટોર સામે તથા પ્રાર્થના સભા સવારે ૧૦ કલાકે વિશાશ્રીમાળી વાડી, નવા ડેલા રોડ મોરબી ખાતે રાખેલ છે.

લાભશંકરભાઇ જાની

મોરબી  : ઓૈ.ગુ.સા.ચા. બ્રાહ્મણ મુળ મોડપર, હાલ મોરબી સ્વ. પ્રેમશંકર જટાશંકર જાનીના નાના પુત્ર લાભશંકરભાઇ જાની (ઉ.વ.૭૮)તે સ્વ. દુર્ગાશંકર (અમદાવાદ), સ્વ. નાનાલાલ (મોડપર), સ્વ. બાલાશંકરના નાના ભાઇ તથા જયુભાઇ (મોરબી), ગુણુભાઇ (મોરબી), રમેશભાઇ જાની (સોનગઢ) શશીભાઇ અને મહેશભાઇ (લીમડા), નિતાબેન પંચોલી,(આટકોટ) કિશોરભાઇ અને પ્રદિપભાઇ (અમદાવાદ), હરેશભાઇ તેમજ સ્વ. મણીભાઇના કાકા તથા સ્વ. જેઠાલાલ ગીરજાશંકર ભટ્ટ (માણેકવાડા) ના સાળા તા. ૩૦ના રોજ કૈોલાશવાસી થયેલ છે. બેસણું તા. ૦૨ ને શનિવારે સાંજે ૩ થી પ શ્રી રામેશ્વર મહાદેવ મંદિર, ગુ.હા.બોર્ડ, સામાકાંઠે મોરબી-ર ખાતે રાખેલ છે.

કિરણબેન રૂપારેલ

રાજકોટ : ધોરાજી નિવાસી સ્વ.હસમુખભાઈ જમનાદાસ રૂપારેલ (રાજેશ પાન ઘર)ના ધર્મપત્નિ કિરણબેન (ઉ.વ.૬૩) તે અલ્પેશભાઇ (કાનો) તથા દર્શનાબેન (મુંબઈ), માલાબેન (અમદાવાદ)ના માતુશ્રીનું તા.૨૭ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું ઉઠમણું તા.૩૧ને ગુરૂવારના ૪:૩૦ થી ૫:૩૦ કલાકે જૂની લોહાણા મહાજન વાડી, સ્વામીનારાયણ મંદિર પાસે રાખેલ છે.

પુષ્પાબેન ચૌહાણ

રાજકોટ : સ્વ.પુષ્પાબેન પ્રાણજીવન ચૌહાણ (ઉ.વ.૭૪) (રહે.વંદનવાટીકા - ૨, રાજકોટવાળા) જે ઈલાબેન, પલ્લવીબેન, પરેશભાઈના માતુશ્રી તથા પૂનમ પંડિત (રોહિત પંડિત)ના સાસુ, વિશાખા પંડિત, વિધિ પંડિત તથા પ્રિયંકા પાઠકના નાનીમાનું દુઃખદ અવસાન તા.૨૯ના રોજ થયેલ છે. સદ્દગતનું બેસણું ૪ થી ૬, કષ્ટભંજન મહાદેવ, છોટુનગર પાસે, એરપોર્ટ રોડ મંદિરે રાખેલ છે.

વર્ષાબેન જોષી

રાજકોટ : ઔદિચ્ય સહસ્ત્ર ચીભડીયા બ્રહ્મસમાજ જામનગરના અ.સૌ. વર્ષાબેન જયપ્રકાશભાઈ જોષી (ઉ.૬૧) તે જયપ્રકાશભાઇ અંબાશંકર જોષીના ધર્મપત્નિ, તેમજ મણીલાલ ગંગારામ ભટ્ટ (શિવરાજગઢ)ના પુત્રી તથા દિનેશભાઈ, મહેશભાઈ, કિશોરભાઈ (રાજકોટ), સ્વ.મંજુલાબેન રમણીકલાલ જોષી (અમદાવાદ), કલ્પનાબેન અનંતભાઈ દવે, જશુબેન દિલીપભાઈ ઠાકર, જયોતિબેન મહેશભાઈ ત્રિવેદી (રાજકોટ)ના બહેન તા.૨૭ના રવિવારે ગૌલોકવાસી થયેલ છે. સદ્દગતનું પિયર પક્ષનું બેસણું તા.૨-૧૧ના શનિવારે સાંજે ૫ થી ૬ કલાકે શ્રી હર ગંગેશ્વર મહાદેવ મંદિર, ટાગોરનગર મેઈન રોડ, સૌરાષ્ટ્ર હાઈસ્કુલ સામે, કાલાવડ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

૫ુષ્પાબેન ચાવડા

ગોંડલઃ વાણંદ સ્વ. મનસુખભાઇ હિરજીભાઈ ચાવડા ના પત્િ ન ગ.સ્વ. પુષ્પાબેન ઉ. ૭૦ તે મનીષભાઈ, મયુરભાઈ, અમીતાબેનના માતુશ્રી તથા અમૃતલાલ, સ્વ. જયસુખભાઈ, સ્વ. પ્રવીણભાઈ, કિશોરભાઈના ભાભીનું તા. ૩૦ ના રોજ અવસાન થયેલ છે બેસણું તથાઙ્ગ તા. ૦૧.૧૧.૨૦૧૯ ને શુક્રવારે સાંજે ૪ થી ૬ વાણંદ જ્ઞાતિ ની વાડી, પુનિત નગર મેઈન રોડ, ગોંડલ ખાતે રાખેલ છે.

બાબુભાઇ કોટડીયા

ગોંડલઃ સ્વ. બાબુભાઈ આંબાભાઈ કોટડીયા તે શંભુભાઈ તથા માધુભાઈ (પૂર્વ સદસ્ય ગોંડલ નગરપાલિકા) તથા નારણભાઈ  તથા અલ્પેશ, અમિત, વિજય, કિસન, મોનીલ તથા જેનીલ ના દાદા તા. ૨૭ ને રવિવારના રોજ અવસાન થયેલ છે.બેસણું તા.૧ શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ ગોંડલ ભગવતપરા પટેલવાળી ખાતે રાખેલ છે.

મુકતાબેન પરમાર

રાજકોટઃ કારડીયા રાજપૂત મુકતાબેન (બેબ બેન) રવજીભાઈ પરમાર તે મૂળ ખોરાણા હાલ રાજકોટ નિવાસી તે ભાવસિંગભાઈ રવજીભાઈ તથા રણછોડભાઈ રવજીભાઈ તથા શારદાબેનના માતુશ્રી તથા આશિષભાઈ રણછોડભાઈના દાદી તથા વિજયભાઈના નાનીનું તા.૨૯નાં દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨/૧૧ને શનિવારે તેમના નિવાસ સ્થાને રાખેલ છે. સાંજે ૪ થી ૬ તથા હશનવાડી મેઈન રોડ, રાજદેવ પાનવાળી શેરી, ત્રિશુલ ચોક પછી રાજકોટ શાંતી હવન તા.૪/૧૧ને સોમવારે સવારે ૭ વાગ્યે રાખેલ છે.

ચંપાબેન ધાણક

રાજકોટઃ મુળ ગામ મોટી વડાલ હાલ રાજકોટ ચંપાબેન હિંમતલાલ ધાણક (ઉ.વ.૯૧)  (જી.સમાજ સુરક્ષા કલ્યાણ ખાતા અધિકારી) તે જીતેન્દ્રભાઈના માતુશ્રી તથા વિમલભાઈ, રાજનભાઈ તે હેતબેન વિપુલકુમાર સાગર (મહુવા), અનિતાબેન મેહુલ કુમાર, દેવીબેન સમીરભાઈ ધાણક રાજકોટના દાદીનું  તા.૨૮ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણુંઆજે તા.૩૧ ગુરૂવારના રોજ તેમના નિવાસ સ્થાને બેડીનાકા ટાવર પટવાડી શેરી શ્રી હકી કોમ્પલેસ સાંજે ૪ થી ૬ રાખેલ છે.

સીતારામભાઈ રામાનંદી

રાજકોટઃ સીતરામભાઈ મયારામદાસ રામાનંદી (ઉ.વ.૫૬) તે મહાવીરભાઈ તથા યોગેશભાઈના પપ્પા હરેશભાઈ તથા હસમુખભાઈના મોટાભાઈનું તા.૨૮ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧/૧૧ના રોજ પુનીતનગર, ૧૫૦ ફુટ રીંગ રામાપીરના મંદિરે ૪ થી ૬ રાખેલ છે.

ધીરજબેન ગોહેલ

રાજકોટઃ મચ્છુ કઠીયા સઈ- સુથાર મુળ સરપદળ હાલ રાજકોટ નિવાસી સ્વ.રમણીકભાઈ ગોવિંદજી ગોહેલના ધર્મપત્ની ધીરજબેન (ઉ.વ.૭૭) જે અતુલભાઈ, પરેશભાઈ, નિલેશભાઈ, પારૂલબેન અને વંદનાબેનના માતુશ્રી તા.૨૮ના  શ્રીજીચરણ પામેલ છે. તેમનું બેસણું તા.૩૧ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૫, 'કમળ ગંગા' વાડી, ૨૨/૨૪ વિજય પ્લોટ, રાજકોટ ખાતે રાખેલ છે. તેમજ પીયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.

મણીબેન સરમારી

રાજકોટઃ મણીબેન જોધાભાઈ સરમારી તે સ્વ.જોધાભાઈ ભોવાનભાઈના પત્નિ તે જેસીંગભાઈ તથા શૈલેષભાઈના માતુશ્રી તેમજ ધર્મેશભાઈ તથા ભાવેશભાઈના દાદીનું અવસાન તા.૨૯ને મંગળવારના દિવસે થયેલ છે. તેમનું બેસણું તા.૩૧ને ગુરૂવારને દિવસે તેમના નિવાસ સ્થાને લક્ષ્મીવાડી શેરીનં.૧૯ ખાતે ૪ થી ૬ રાખેલ છે.

ચંપાબેન પરમાર

રાજકોટઃ નિવાસી વાણંદ સ્વ.ચંપાબેન અમૃતલાલ પરમાર તે સ્વ.અમૃતલાલ માધવજીભાઈ પરમાર (ઘડીયાલી)ના ધર્મપત્ની તથા યોગેશભાઈ નાથાભાઈ પરમાર (કોટક સાયન્સ કોલેજવાળા)ના ભાભુ તથા ઠેબચડાવાળા સ્વ.કાનજીભાઈ રામજીભાઈ ભટ્ટી તથા  રણછોડભાઈ, સ્વ.તળશીભાઈ તથા વલ્લભભાઈ રામજીભાઈ ભટ્ટી (આર.એમ.સી.વાળા)ના બહેન તથા મુંજકાવાળા વિઠ્ઠલભાઈ રવજીભાઈ પાડલીયામ તથા જયસુખભાઈ બચુભાઈ લખતરીયા તથા જીતુભાઈ બાબુભાઈ બગથરીયાના સાસુ તથા મુંજકાવાળા રાકેશભાઈ તથા જય ના નાનીમા તા.૨૮ સોમવારના રોજ અવસાન પામેલ છે. તેમનું બેસણું તા.૩૧ ગુરૂવારે સાંજે ૪ થી ૬ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાર્ટી પ્લોટ, યુનિવર્સિટી તથા મુંજકા ચોકડી પાસે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ છે તથા ઉત્તરક્રિયા રાખેલ નથી.

રમાબેન પાડલીયા

રાજકોટઃ મુળ બીલખા હાલ રાજકોટ નિવાસી વાળંદ જેન્તીભાઈ બચુભાઈ પાડલીયાના ધર્મપત્નિ સ્વ.રમાબેન જેન્તીભાઈ પાડલીયા તે અમીતભાઈ, મુકેશભાઈના ભાભી તેમજ નીતાબેન હર્ષદકુમાર ભટ્ટી (મહુવા), સ્વાતીબેન કેતનકુમાર પરમાર (મુંબઈ) તેમજ સચીનભાઈના માતુશ્રી તથા સુનિલભાઈ, વિજયભાઈ, જયદિપભાઈ તેમજ ભાવિકભાઈના કાકીનું તા.૨૭ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૩૧ને ગુરૂવાર સાંજે ૪ થી ૬ કલાકે નહેરૂનગર કોમ્યુ.હોલ, નાના મૌવા મેઈન રોડ, રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે.

સુધીરભાઈ પીઠડીયા

રાજકોટઃ મચ્છુ કઠિયા સઈ સુથાર જ્ઞાતિના સુધીરભાઈ રમણીકલાલ પીઠડીયા (ઉ.વ.૫૩) (એસબીઆઈ વાળા) તે રમણીકલાલ પીઠડીયાના પુત્ર તેમજ જેનીશ અને પ્રાચીના પિતાશ્રી, જોડિયા વાળા કિરીટભાઈ તથા પ્રવીણભાઈના નાનાભાઈ તથા દિનેશભાઈ લખુભાઈના નાનાભાઈ તેમજ દેવજીભાઈ દેવશીભાઈ પીઠડીયાના જમાઈ તથા અશોકભાઈના બનેવીનું તા.૨૮ને સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૩૧ ગુરૂવારે ફળેશ્વર મહાદેવના મંદિરે ૪ થી ૬, પુનિતનગર, બજરંગ વાડી, રાજકોટ ખાતે રાખેલ છે.

નયનાબેન વસંતસ્વામી

રાજકોટઃ ઉપલેટા નિવાસી હાલ રાજકોટ રામાનંદી સાધુ સ્વ.નયનાબેન ઈશ્વરભાઈ વસંતસ્વામી (ઉ.વ.૫૮) તે ઈશ્વરદાસ જેરામદાસ વસંતસ્વામીના પત્ની કમલેશ કુમાર, મિરાબેનના માતુશ્રી મિલનકુમાર રજનીકાંત દેવમુરારીના સાસુ તા.૨૬ના રોજ અવસાન પામેલ છે. સદ્દગતનું બેસણું આજે તા.૩૧ના સાંજે ૪ થી ૬ વિશ્વેશ્વર મહાદેવનું મંદિર, મવડી મેઈન રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

લલિતકુમાર મહેતા

મોરબીઃ ટંકારાના લલિતકુમાર (લાભુભાઇ) હરિલાલ મહેતા (ટંકારાવાળા) તે સ્વ. કાંતાબેન તથા સ્વ. હરિલાલ પરસોત્તમ પાનાચંદ મહેતાના સુપુત્ર તથા સ્વ. અરૂણાબેનના પતિ તેમજ સોનલ-કૌશલ-અમીના પિતા તથા સ્વ. ચંપકભાઇ, સ્વ. પ્રવીણભાઇ, સ્વ. કુમુદભાઇ, સ્વ. અનિલભાઇ, દિલીપભાઇ તથા સરોજબેન હર્ષદભાઇ પુનાતરના ભાઇ તેમજ જામનગર નિવાસી ખુશાલચંદ સોમચંદ વારીયાના જમાઇ તા. ર૯ના રોજ અરિહંત શરણ પામેલ છે.

કમળાબેન પંડયા

રાજકોટઃ ગં. સ્વ. કમળાબેન હીમતલાલ પંડયા (ઉ.વ.૮૮) મૂળ ગામ મોટી વાવડી હાલ રાજકોટ તે પંકજકુમાર, હિમાંશુભાઇ (વાપી), જસ્મિનભાઇ (અંકલેશ્વર) અને શ્રીમતી ઉષાબેન રાજેન જોષીનાં માતુશ્રીનું તા.ર૯ના અવસાન થયેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા કમલબંગલો, જનતા જનાર્દન સોસાયટી, રેસકોર્ષ રીંગ રોડ, ખાતે તા.૩૧ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ સુધી રાખેલ છે.

ચંદુભાઇ પીઠવા

રાજકોટઃ લુહાર (કોટડા નાયાણિવાળા) હાલ રાજકોટ ચંદુભાઇ રવજીભાઇ પીઠવા તા.૩૦ના શ્રીજી ચરણ પામેલ  છે. જે સ્વ.રવજીભાઇ માધવજીભાઇ પીઠવાના પુત્ર તથા સ્વ. દિલીપભાઇ અને વિજયભાઇના મોટાભાઇ તથા પ્રશાંતભાઇ, અલ્પા, હેમાગિના પિતા તથા સ્વ.કેશુભાઇ મોહનભાઇ મકવાણાના જમાઇ અને દિનેશભાઇ તથા હરેશભાઇના બનેવીનું બેસણું તા.૩૧ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ બિલેશ્વર મહાદેવ મંદિર, બાલાજી પાર્ક મેઇન રોડ, શણગાર હોલ વાળી શેરી, કોઠારીયા મેઇન રોડ ખાતે રાખેલ છે.

જયપ્રકાશભાઇ જોષી

રાજકોટઃ જયપ્રકાશભાઇ જોષી (જે.પી.) (ભારતીય જનતા પક્ષ વોર્ડ નં.૧૪ના પૂર્વ પ્રમુખ, નાગરિક બેન્ક રાજકોટ) તે મગનલાલ એચ. જોષી (નિવૃત આલ્ફ્રેડ હાઇસ્કુલ)ના મોટા પુત્ર રસિકભાઇ, નવનીતભાઇ, જયશ્રીબેન (આદીપુર કચ્છ)ના મોટાભાઇ, મનિષભાઇ (મારવાડી શેર અને ફાઇનાન્સ), વિશાલભાઇ (બજાજ ફુડ લી. અમદાવાદ)ના પિતાશ્રી, સ્વ.દલસુખભાઇ શાંતિલાલ વ્યાસના જમાઇ તેમજ સ્વ.શશીકાંતભાઇ, મહેશભાઇ, વિષ્ણુભાઇના બનેવી, દિપીકાબેન, સાગરભાઇ, ધવલભાઇ, દર્શનાબેન (અમરેલી) તથા સ્મિત, વિહાના દાદાનું તા.ર૮ના અવસાન થયેલ છે. બંને પક્ષનું બેસણું તા.રને શનિવારે સાંજે ૪ થી ૬, ધારેશ્વર મંદિર, ભકિતનગર સર્કલ પાસે રાખેલ છે.

નટવરલાલ ખીરૈયા

જુનાગઢ : મુળ ગામ - બાઢડા હાલ જુનાગઢ સ્વ. નટવરલાલ દુર્લભજીભાઇ ખીરૈયા, (ઉ.૮૯) તે દામનગર વાળા ચંપકલાલ હરીલાલ તન્ના ના જમાઇ ત્થા ગં. સ્વ. હંસાબેનના પતિ તથા રક્ષાબેન, ભાવેશભાઇ અને પ્રશાંતભાઇના પિતાશ્રી, શિલ્પા તથા કિરણના સસરા, તથા મંથન અને માહિરના દાદાનુ તા. ર૯ ના અવસાન થયેલ છે. પ્રાર્થના સભા તા. ૩૧ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ જનકેશ્વર મહાદેવ મંદિર, જનકપુરી સોસાયટી, ઝાંઝરડા રોડ પર રાખેલ છે.

પ્રેમીલાબેન પંડયા

રાજકોટ : ચાતુર્વેદી મ. મોઢ બ્રાહ્મણ (મુળ તીથવા) હાલ રાજકોટ તે સ્વ. માનશંકર ગૌરીશંકર પંડયાના પુત્રવધુ (શાંતુબેન) તે ચંદ્રકાંતભાઇ પંડયાના ધર્મપત્ની સ્વ. પ્રેમીલાબેન ચંદ્રકાંતભાઇ પંડયા તે જયેશભાઇ તથા સંદીપભાઇના માતુશ્રી તથા સ્વ. વાશુદેવ વશરામભાઇ ભટ્ટના દીકરી તથા ભાનુશંકર વાસુદેવ ભટ્ટ તથા સ્વ. હરીશભાઇ વાસુદેવ ભટ્ટના બહેનનું તા. ર૬ ના અવસાન થયેલ છે. સ્વ. બેસણું તથા પિયર પક્ષનું બેસણું તા. ૩૧ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ ઓમકારેશ્વર મહાદેવ મંદિર, શીતલ પાર્ક, બજરંગવાડી પાછળ, જામનગર રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

મંગળાબેન

રાજકોટ : ગૌ. સ્વ. લાલજી ત્રિકમજી પોપટ (ભાયાવદર) ના સુપુત્રી મંગળાબેન જે સ્વ. ચીમનભાઇ, જગદીશભાઇ તથા શારદાબેન ડી. રાજાણીના બેન તથા બિમલ અને નિલેશના ફૈબાનું તા. રપ ના અવસાન થયેલ છે.