Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018
ભાવનગરના નેશીયાના પ્રદ્યુમનસિંહ ગોહિલનું અવસાન : શુક્રવારે બેસણુ

ભાવનગર : નેશીયા (તા.તળાજા, જી. ભાવનગર) નિવાસી સ્વ. પ્રદ્યુમનસિંહ ગોડુભા ગોહિલ ઉ.વ. પ૭ તે ગોડુભા કાળુભા ગોહિલના પુત્ર, શ્રી નવલસિંહ કાળુભા ગોહિલના નાનાભાઇના પુત્ર, શ્રી બાબુભા કાળુભા ગોહિલના ભત્રીજા, પોલુભા ગોડુભા ગોહિલ (એકસ પીએસઆઇ)ના નાનાભાઇ, શ્રી કિરીટસિંહ ગોડુભા ગોહિલ (બી-ડીવીઝન) તથા વનરાજસિંહ ગોડુભા ગોહિલ (મહામંત્રીશ્રી, શહેર ભાજપ અને ઉપપ્રમુખ, ગોહિલવાડ રાજપુત સમાજ, ભાવનગર)ના મોટાભાઇ તથા ગૌતમસિંહ પ્રદ્યુમનસિંહ ગોહિલ, શ્રી ધ્રુદેવસિંહ પ્રદ્યુમનસિંહ ગોહિલ, જાગૃતિબા નકુલદેવસિંહ ચુડાસમા અને શીતલબા પ્રદ્યુમનસિંહ ગોહિલના પિતાશ્રી, સુરન્દ્રસિંહ, નટવરસિંહના નાનાભાઇ, પ્રદીપસિંહ, વિરેન્દ્રસિંહ (એલ.સી.બી.), હીતેન્દ્રસિંહના મોટાભાઇ, ઇન્દ્રજીતસિંહ, મનોહરસિંહ, વિજયરાજસિંહ, પ્રતિકરાજસિંહ, કર્ણવીરસિંહ, યશરાજસિંહ, જયોતીરાજસિંહ, દિવ્યરાજસિંહ, ભવદીપસિંહ, વિરાજસિંહના કાકા તેમજ કૈલાસબા નરેન્દ્રસિંહ જાડેજા, કલ્પનાબા જગદેવસિંહ ઝાલા અને ચંદ્રાબા બલરામસિંહ જાડેજાના ભાઇ થાય તેમજ અજયસિંહ જાડેજા, ધર્મદીપસિંહ જાડેજા અને શ્રી પ્રીયરાજસિંહ ઝાલાના મામાનું તા. ર૭ના અવસાન થયેલ છે.

બેસણું તા. ૩૧ શુક્રવારે સાંજે ૪ થી ૬, દરમ્યાન છાપરૂ હોલ, ટી.વી. કેન્દ્ર પાસે, ઘોઘા સર્કલ, ભાવનગર ખાતે રાખેલ છે. જયારે સદગતશ્રીની ઉત્તરક્રિયા તા. ર/૯/૧૮ને રવિવારના રોજ મુ. નેશીયા ગામ, તા. તળાજા, જી. ભાવનગર ખાતે રાખેલ છે.(૮.૮)

કચ્છ એસ.ટી.ના નિવૃત્ત લેબર ઓફિસર નિખીલેશ વૈષ્ણવનું અવસાન

ભુજઃ કચ્છ એસ.ટી.ડિવિઝનના નિવૃત્ત લેબર ઓફિસર શ્રી નિખિલેશ વૈષ્ણવનું ટૂંકી માંદગીમાં અવસાન થતાં કામદારોમાં શોકનું મોઝુ ફરી વળ્યું છે.

સદગત વૈષ્ણવે એસ.ટી.કચ્છ ડિવિજનમાં લેબર ઓફિસર તરીકે આપેલી દીર્દ્યકાલીન સેવાઓથી વિશાળ સંખ્યાના કામદારો સાથે તાદાત્મ્ય કેળવીને લોકપ્રિયતા મેળવી હતી.

એમની કુશળ કાર્યશીલી અને ફરજ પ્રત્યેની નિષ્ઠાથી વહિવટ અને કામદાર સંગઠનો વચ્ચે તેમની મહત્વની સેતુરૂપ ભૂમિકા રહેતા કામદારો પણ ચાહક રહયા હતા.

સરકારી ફરજને પોતીકું કાર્ય ગણીને નિગમના ફેકસથી માંડીને ઈલેકટ્રોનીક અને વિજાણુ ઉપકરણોના દુરસ્તીકરણમાં તેઓ તજગનશકિતરૂપ હોવાને કારણે એસ.ટી.ના વહિવટ થી માંડીને પરિવહન,યાંત્રિક સહિતના વિવિધ વિભાગોમાં સમર્પિત રહયા હતા.

સમગ્ર એસ.ટી.ના ઉચ્ચ અધિકારી કામદારો નિખિલેશ વૈષ્ણવની અંતિમયાત્રામાં જોડાઈને શોક વ્યકત કરી શ્રધાંજલિ અર્પી હતી.(૨૩.૬)

મોરબી જનસંઘ અને ભાજપ અગ્રણી અમૃતલાલ કોટકનું અવસાન

મોરબી : જનસંઘ સમયના રાજકીય આગેવાન અને બાદમાં ભાજપમાં કાર્યરત એવા આગલી પેઢીના લોહાણા અગ્રણી અમૃતલાલ લીલાધારભાઇ કોટક (અમુ કોટક -મારફતીયા) તે મોરબી પાલીકાના માજી નગરપતિ એડવોકેટ પુનમચંદભાઇ કોટકના વડીલબંધુ તેમજ દિપકભાઇ, અજયભાઇ, વીણાબેન સુનીલકુમાર પાંઉ, નિલાબેન કિરીટકુમાર દાવડા, અને બીનાબેન સુધીરકુમાર કાનાબારના પિતાશ્રી તથા સ્વ. લલુભાઇ મગનલાલ પુજારાના જમાઇનું તા. ર૮ ના રોજ અવસાન થયેલ છે. તેઓનું ઉઠમણું તા. ૩૦ ને ગુરૂવારે સાંજે પ કલાકે શ્રી લોહાણા વિદ્યાર્થી ભવન મોરબી ખાતે રાખેલ છે.

અવસાન નોંધ

મોરબીનાં પૂર્વ ચીફ ઓફીસર મનહરલાલ રાવલના પત્નિનું અવસાન

મોરબી : મોરબી નગરપાલીકાના માજી ચીફ ઓફીસર સ્વ. શ્રી મનહરલાલ વિઠલજી રાવલના ધર્મપત્ની નિરૂપમાબેન મનહરલાલ રાવલ (માજી પ્રિન્સીપાલ શ્રીમતી એમ. પી. શેઠ ગર્લ્સ હાઇસ્કુલ) તે સ્વ. મનિષા રાજેન્દ્રકુમાર શાસ્ત્રી, દર્શના વિજયકુમાર ત્રિવેદી, કૌશીકા (કવિ) મનહરલાલ રાવલ, તોષા તન્મયકુમાર કાપડીયાના માતુશ્રી તેમજ કાર્તીકેય, પાર્થ, નિવેદીતાના નાનીમાનું તા. ર૬ ના અવસાન થયેલ છે. બેસણુ તા. ૩૧ શુક્રવારે સાંજે ૪ થી ૬ કલાકે મોરબી નગરપાલિકાના કોમ્યુનીટી હોલ, કાયાજી પ્લોટ, મોરબી મુકામે રાખેલ છે. પિયર પક્ષનું બેસણું સાથે જ રાખેલ છે.

ખીજડીયાવાળા સ્વ.અમરદાસ અગ્રાવતના ધર્મપત્નિનું દુઃખદ અવસાન

રાજકોટ : સ્વ.અમરદાસ અગ્રાવતના ધર્મપત્નિ દિવાળીબેન તે મહેન્દ્રભાઈ, હરેશભાઈ, જેન્તીભાઈ, મુકેશભાઈના માતુશ્રીનું દુઃખદ અવસાન થયેલ છે.

બાબુલાલ પારેખ

રાજકોટઃ દશા સોરઠિયા વણિક ઉપલેટા નિવાસી બાબુલાલ અમૃતલાલ પારેખ (ઉ.વ.૭૩) તે કિરીટકુમાર વલ્લભદાસ ધાબલિયાના સસરા તેમજ વડિયા નિવાસી સ્વ.મણિલાલ અમરશીભાઈ ગાદોયાના જમાઈ તા.૨૮ને મંગળવારે શ્રીજીચરણ પામેલ છે. બંને પક્ષની સાદડી રાજકોટ મુકામે તા.૩૦ને ગુરૂવારે સાંજે ૪ થી ૫ કલાકે તેમના નિવાસસ્થાને ''ઁ'' તિરૂપતિ સોસાયટી શેરીનં-૧ રૈયારોડ, પોસ્ટ ઓફિસ સામે, કેન્સર હોસ્પિટલ પાછળ રાખેલ છે.

કસ્તુરબેન રાઠોડ

રાજકોટઃ લુહાર મચ્છુ કઠીયા સ્વ.રામજીભાઈ નાનજીભાઈ રાઠોડના પુત્રવધુ તેમજ સ્વ.જયસુખભાઈ, શાંતીલાલ, વિરેન્દ્રભાઈ, શીરીષભાઈ, પુષ્પાબેન, સ્વ.દયાબેન, ભાનુબેન, ગુલાબબેનના માતુશ્રી અ.સૌ.કસ્તુરબા જેઠાલાલ રાઠોડ (ઉ.વ.૯૧)નું અવસાન તા.૨૮ના રોજ થયેલ છે. તેમનું ઉઠમણું તા.૩૦ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને બેંકબોન પાર્ક 'રિધ્ધિસિધ્ધ' એપાર્ટમેન્ટ, ધોળકીયા સ્કુલ પાછળ, બાલાજી હોલ, ૧૫૦ રીંગ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. મો.૯૯૭૯૫ ૮૫૮૫૪

રીન્કુબેન રાઠોડ

રાજકોટઃ સ્વ. રીન્કુબેન સંજયભાઇ રાઠોડ તે નરભેરામ ઓઘવજીભાઇ રાઠોડના પુત્રવધુ તેમજ સંજયભાઇ ધર્મપત્ની તથા રમેશભાઇ શામજીભાઇ પરમાર (ધોરાજીવાળા)ની પુત્રી તા.ર૮ને મંગળવારે દુઃખદ અવસાન પામેલ છે. સદગતનું બેસણું તા.૩૦ને ગુરૂવારના રોજ તેમના નિવાસસ્થાન  ગંગાભુવન, પ્રહલાદ પ્લોટ, શેરી નં. રર/૪ રાજશ્રી ટોકીઝ પાછળ, સાંજના ૪ થી ૬ રાજકોટ ખાતે રાખેલ છે.

દિનેશભાઈ તુરખીયા

રાજકોટઃ સ્વ.ચુનીલાલ ચત્રભુજ મહેતાનાં જમાઈ તેમજ મહેન્દ્રભાઈ તથા મુકુન્દભાઈનાં બનેવી દિનેશભાઈ કેશવલાલ તુરખીયાનું દુઃખદ અવસાન મુંબઈ ખાતે થયેલ છે. તેમની સાદડી તા.૩૦ના ગુરૂવારના રોજ મહેન્દ્રભાઈ ત્યાં મુકુંન્દભાઈને ત્યાં જનકલ્યાણ એપાર્ટમેન્ટમાં સવારે ૧૦ વાગે રાખેલ છે.

રતિગર ગોસાઈ

રાજકોટઃ હાલ રાજકોટ જેતપુર રતિગર જીવણગર ગોસાઈ (ઉ.વ.૮૯) તે શાંતિગીરી (જેતપુર) તથા સ્વ.જેન્તીગીરીના મોટાભાઈ તથા નવનીતગીરીના પિતાશ્રી મિલાપગીરીના દાદા તા.૨૮ના રોજ કૈલાશવાસ પામેલ છે. તેમનું બેસણું તા.૩૦ ગુરૂવારના રોજ ડ્રીમ ઓપેરા એપાર્ટમેન્ટ, ગોવિંદબાગ શાકમાર્કેટ સામે, રાજકોટ સાંજે ૪ થી ૬ રાખેલ છે.

કાનાદાસભાઈ દેવમુરારી

રાજકોટઃ મોટા દેવળીયા નિવાસી સ્વ.કાનદાસભાઈ વલ્લભદાસ દેવમુરારી (ઉ.વ.૫૮)તે વિઠ્ઠલદાસ અને દ્વારકાદાસના નાનાભાઈ તેમજ કમલેશ અને મિતેષના પિતાશ્રી રામચરણ પામેલ છે.

જયાબેન પીઠડીયા

રાજકોટઃ ગં.સ્વ.જયાબેન દુર્લભજીભાઈ પીઠડીયા (ઉ.વ.૮૫) તે ગં.સ્વ.વસંતબેન નટવરલાલ મારૂના માતુશ્રી હિતેન તથા તુષાર મારૂના નાનીશ્રી તથા સ્વ.કાંતિભાઈ, મગનભાઈ, કેશુભાઈ અને કિશોરભાઈ પીઠડીયા (બરવાળા- ગળથ)ના ભાભીશ્રી તથા કાંતિભાઈ વલ્લભભાઈ મારૂના બહેનનું તા.૨૮ના રોજ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા.૩૦ ગુરૂવાર, ૪ થી ૬ બિલેશ્વર મહાદેવ મંદિર, શ્યામનગર મેઈન રોડ, ગાંધીગ્રામ ખાતે રાખેલ છે. પિયરપક્ષની સાદડી સાથે રાખેલ છે.

વિનયભાઇ કનૈયા

રાજકોટઃ સારસ્વત બ્રાહ્મણ સમાજના વિનયભાઇ રમણીકલાલ કનૈયા તેઓ સ્વ.જયેશભાઇ કનૈયા તથા તુષારભાઇ કનૈયાના ભાઇ તથા ઉષાબેન, દક્ષાબેનના ભાઇનું તા.ર૮ના અવસાન થયેલ છે. તે જામજોધપુર નિવાસી  સ્વ.પરેશભાઇ રવિશંકરભાઇ દુલ્લાના જમાઇની સાદડી તથા બેસણું તા.૩૦ના ગુરૂવારે ર,ગ્રીનપાર્ક સોસાયટી વસુંધરા રેસીડેન્સી સામે એરપોર્ટ રોડ ખાતે સાંજે ૪ થી ૬ રાખેલ છે. લૌકીક પ્રથા બંધ છે.

ગોરધનભાઇ રાજપરા

રાજકોટઃ સ્વ.લાલદાસ હરજીવનદાસ રાજપરાના પુત્ર ગોરધનભાઇ લાલદાસ રાજપરા (ઉ.વ.૬૩) તે વસંતભાઇ, કિશોરભાઇના નાનાભાઇ તે હિનાબેનના પતિ તે સોની સુરેશચંદ્ર તારાચંદ કાત્રોડીયા, મુંબઇના જમાઇ તે જય, વિરેન, પ્રકાશ, કૃણાલના કાકા તા.ર૭ના શ્રીજી ચરણ પામ્યા છે તેમનું બેસણું તા.૩૦ના ગુરૂવારે સવારે ૧૦ થી ૧ર શ્યામકુંવરબાઇ વાડી, દરબાર ગઢ ચોક પાસે સોની બજાર ખાતે રાખેલ છે.

વલ્લભભાઇ ઠકકર

રાજકોટઃ અંજાર નિવાસી હાલ સિંહોર વલ્લભભાઇ હરીદાસભાઇ ઠકકર તે ભાવેશ, તેજસ, સીમાબેન નિલેષકુમાર અનડકટ તથા પાયલબેન સુનિલકુમાર ઠકકરનાં પિતાશ્રી, તે સ્વ.વિઠ્ઠલદાસ અમરશી પુજારા (કચ્છી દારીયાવાળા)નાં જમાઇ, તે રમણીકભાઇ મુળજીભાઇ ઠકકર, નીતાબેન, હર્ષાબેન, સુષ્માબેનનાં મોટાભાઇનું તા.ર૭ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૩૦ને ગુરૂવારે સાંજે ૪ થી પ નિલકંઠ મહાદેવ મંદિર, ૩૩ કરણપરા, સમ્રાટ હોટેલ સામે, યશ હોટેલની પાછળ, રાખેલ છે. બન્ને પક્ષનું બેસણું સાથે રાખેલ છે.

હર્ષદભાઇ વસાવડા

રાજકોટઃ સ્વ.કપિલભાઇ વસાવડાના પુત્ર હર્ષિદભાઇ વસાવડા (રીટાયર્ડ કસ્ટમ સુપ્રિન્ટેન્ડેન્ટ) તે શ્રીમતી નલીનીબેન વસાવડાના પતિ, તથા જિજ્ઞા તથા બિંદીના પિતાશ્રી તેમજ સતીષભાઇ વસાવડાના ભાઇતથા ચિંતનભાઇ દવેના સસરા તેમજ ધોરાજી નિવાસી સ્વ.હર્ષદરાય કવિશ્વરના જમાઇનું તા.ર૬ના અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૩૦ના ગુરૂવારે પ થી ૬, 'ચંદ્રમૌલેશ્વર મહાદેવ' મંદિર, સાધુ વાસવાણી રોડ, ગંગોત્રી ડેરી વાળી શેરી, જનકપુરી સોસાયટી ખાતે રાખેલ છે.

હર્ષિદાબેન માંડલીયા

રાજકોટઃ રાજકોટ નીવાસી હાલ રતનપર સુખડીયા સ્વ.શાંતિલાલ ગોવિંદજી માંડલીયાનાં પુત્રવધુ ભરતભાઇના ધર્મપત્ની સ્વ.હર્ષિદાબેન (ઉ.વ.પ૮)નું તા.ર૭ના અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તા.૩૦ના ગુરૂવારે સાંજે ૪-૩૦ કલાકે વર્ધમાનનગર જૈન દેરાસર પેલેસ રોડ ખાતે રાખેલ છે.

વસંતલાલ ઠકરાર

રાજકોટઃ વેરાવળ નિવાસી હાલ રાજકોટ તે સ્વ.મગનલાલ જગજીવનદાસ ઠકરારના પુત્ર વસંતલાલ (કનુભાઇ) ઠકરાર (પ્રશાંત વોચ કાું) (ઉ.વ.૬૯) તે સ્વ.ત્રિભોવનદાસ ઉનડકટના જમાઇ તે પૂષ્પાબેનના પતિ તે કિશોરભાઇ, કિરીટભાઇ, દિપકભાઇ, જશુબેન, વિનોદરાય મણિયાર, ભાવનાબેન મહેશભાઇ શિંગાળાના ભાઇ તે પ્રશાંતભાઇ, નીતા જયમીન દાવડા, શીતલ હિતેષ દેવાણીના પિતાશ્રીનું તા.ર૮ના અવસાન થયેલ છે. તેમની પ્રાર્થનાસભા તા.૩૦ના ગુરૂવારે, બ્લુ મુન એપાર્ટમેન્ટસ, ૧ વૈશાલીનગર, રેલ્વે પાટા સામે, સાંજે પ થી ૬ રાખેલ છે. પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.

હર્ષદરાય ભટ્ટ

જુનાગઢઃ ઔદિચ્ય ખરેડી બ્રાહ્મણ હર્ષદરાય બળવંતરાય ભટ્ટ (ઉ.વ.૮૦) તે પરેશભાઇ એચ. ભટ્ટ (જે.ડી.સી.સી. બેન્ક), હિનાબેન રમેશભાઇ ભટ્ટ જુનાગઢના પિતાશ્રી, અંશ પરેશભાઇ ભટ્ટના દાદાનું તા.ર૮ના રોજ કૈલાશવાસ થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૩૦ને ગુરૂવારના રોજ સાંજે પ થી ૬, શ્રી હરેશ્વર મહાદેવ મંદિર, દ્વારકાપુરી સોસાયટી, કલેકટર ઓફિસ પાસે, જુનાગઢ મુકામે રાખેલ છે.

પ્રકાશભાઇ કારીયા

રાજકોટઃ મુળ વિસાવદર હાલ રાજકોટ નિવાસી લક્ષ્મીદાસ હરજીવનદાસ કારીયાના પુત્ર પ્રકાશ લક્ષ્મીદાસભાઇ કારીયા તે દિપકભાઇના નાના ભાઇ (ઉ.વ.૩પ)નું તા.ર૮ના અવસાન પામેલ છે. સદ્દગતનું બેસણું દ્વારકાધીશ સોસાયટી શેરી નં.૩, ગોકુલધામ પાછળ દ્વારકેશ્વર મહાદેવ મંદિર ખાતે તા.૩૦ના ગુરૂવારે સાંજે ૪ થી પ રાખેલ છે.

બચુભાઇ મકવાણા

રાજકોટઃ બચુભાઇ સવજીભાઇ મકવાણા (ઉ.વ.૯૧) (નિવૃત જીલ્લા પંચાયત કર્મચારી), તે ગં. સ્વ. કાન્તાબેનના પતિ, અશ્વીનભાઇ, ચેતનભાઇ, ધર્મેન્દ્રભાઇ, દક્ષાબેન, કુસુમબેન, કૈલાશભાઇના પિતાશ્રીનું તા.ર૭ના અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તા.૩૦ના ગુરૂવારે સાંજે ૪ થી ૬, અમૃતસર મહાદેવ મંદિર, રૈયા ટેલીફોન એકસચેન્જ સામે, અમૃતા સોસાયટી, ૧પ૦ ફુટ રીંગ રોડ, ખાતે રાખેલ છે.

મોહનભાઇ કાંકરેચા

રાજકોટઃ મોહનભાઇ મુળજીભાઇ કાંકરેચા (ઉ.વ.૮ર) તે હરજીવનભાઇ, વિનયભાઇ, રમેશભાઇ, પ્રવિણભાઇના પિતાશ્રીનું તા.ર૭ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૩૧ના શુક્રવારે સાંજે ૪ થી ૬, શ્રી રંગીલા હનુમાનજી મંદિર, વિવેકાનંદનગર, શેરી નં.૪, કોઠારીયા મેઇન રોડ ખાતે રાખેલ છે.

વિરજીભાઇ માઢક

ધારીઃ ઝર નિવાસી (હાલ ધારી) રાજગોર બ્રાહ્મણ વિરજીભાઇ વશરામભાઇ માઢક (ઉ.વ.૮૦) તે ભીખુભાઇ તથા કાળુભાઇના પિતાશ્રી તેમજ નીખીલ, અને ભાવીનના દાદાનું  તા.ર૪ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.ર૭ને સોમવારના રોજ નવી વસાહત મહીલા કોલેજ સામે લુહાર જ્ઞાતીની વાડી ખાતે સાંજના ૪ થી ૬ કલાકે રાખેલ છે.

ક્રિષ્નાબેન મારડીયા

વિસાવદરઃ વાણંદ મારડીયા ક્રિષ્નાબેન દિપકભાઇ (ઉ.વ.પ૧) તે ભાનુભાઇ ઓધવજીભાઇ મારડીયાના નાનાભાઇના પત્ની, મૌલકી તથા રેમીન (અમુલ ગીફટ)ના કાકી, ચંદુભાઇ કુરજીભાઇ ભટ્ટી ટીંબાવાડી વાળાના પુત્રી તથા દિનેશભાઇ, પ્રવિણભાઇ, જયેશભાઇ (દિપક સોડાવાળા)ના બહેનનું તા.ર૭ને સોમવારે અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૩૦ને ગુરૂવારે શ્યામવાડી  બસ સ્ટેશન પાસે, એક્ષચેન્જ રોડ વિસાવદર ખાતે રાખેલ ે.

પુષ્પાબેન શાહ

રાજકોટઃ દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન, અ.સૌ. પુષ્પાબેન શશિકાન્ત શાહ (ઉ.વ.૭૮) તે સ્વ.ગિરધરલાલ લીલાધર મહેતા (હડમતીયા વાળા)ના પુત્રી, તે સ્વ.અનુપચંદભાઇ, સ્વ.હિંમતભાઇ, ચંદુભાઇ, દયાબેન શાહ, ડો.મંજુલાબેન મહેતા (જામનગર) તથા અશોકભાઇના બહેન, તે શરદચંદ્ર (જિલ્લા ઉદ્યોગ), રમેશચંદ્ર (બેંક ઓફ ઇન્ડીયા) તથા મહેન્દ્ર શાહ (એ.જી. ઓફિસ)ના ભાભી, તે અ.સૌ. મનિષા, પ્રિતી તથા રૂપલ (કતાર)ના માતુશ્રી તથા નિલેષ શાહ (આર્કિટેકટ), ભરતભાઇ લાઠીયા વાત્સલ્ય જ્ઞાનવર્ધક સંઘ) તથા રાજીવ ગાંધી (કતાર)ના સાસુ તા.ર૭ના સંથારા સહિત, સમાધિપૂર્વક અરિહંત શરણ પામેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૩૦ને ગુરૂવારે સવારે ૧૦-૦૦ કલાકે શ્રી વિરાણી વાડી, કોઠારીયા નાકા ખાતે રાખેલ છે.

વૃંદાવનભાઇ ઠકરાર

પોરબંદરઃ વાંસ જાળીયા નિવાસી હાલ પોરબંદર ઠકરાર વૃંદાવન ગોવિંદભાઇ (ભણગોર વાળા) (ઉ.વ.૮૩) તેઓ પ્રકાશભાઇ દિનેશભાઇ તથા શીલાબેન પાબારીના પિતાશ્રી તથા ભરતભાઇ ગોવિંદભાઇ પાબારી પાનેલી મોટી (પત્રકાર દિવ્યભાસ્કર) ના સસરા તેમજ પ્રધાનભાઇ રણછોડભાઇ પોપટ (વાંસ જાળીયા) ના જમાઇનું તા.૨૮ ને મંગળવારે અવસાન થયેલ છે. સદગતની પ્રાર્થનાસભા તા.૩૦ને ગુરૂવારે લોહાણા મહાજન વાડી પ્રાર્થના હોલ પોરબંદરમાં ભાઇઓ તથા બેનનું સંયુકત રાખેલ છે. સમયઃ ૩.૩૦થી કલાકથી ૪ કલાક સુધી.

ચંદનબેન મહેતા

રાજકોટઃ સ્થાનકવાસી જૈન પડધરી નિવાસી સ્વ. વાડીલાલ ઓધવજી મહેતાના ધર્મપત્નિ ચંદનબેન (ઉ.વ.૮૫) તા.૨૮ના રોજ અવસાન થયેલ છે.  તે સ્વ. નરેન્દ્રભાઇ, પ્રદિપભાઇ, કમલેશભાઇ, ભરતભાઇ તથા લતાબેન, રેખાબેન, ગીતાબેનના માતુશ્રી તેઓ ટંકારા નિવાસી અમીચંદ ખીમજી દોશીના પુત્રીનું ઉઠમણું તા.૩૦ને ગુરૂવારે સવારે ૧૦:૩૦ કલાકે વિરાણી  પોષધશાળા  ખાતે ત્યારબાદ  તેમની પ્રાર્થનાસભા ૧૧-કરણપરા ખાતે વિશાશ્રીમાળીની વાડીમાં રાખેલ છે.   સદ્ગતે ચક્ષુદાન કરેલ છે.

જયાબેન ડાંગર

જામનગરઃ ધ્રોલ તાલુકા હમાપરના લાખાભાઇ દેવરાજભાઇ ડાંગરના પત્નિ જયાબેન લાખાભાઇ ડાંગર (ઉ.વ.૪૬)નું તા.૨૮ના અવસાન થયેલ છે. તે જયેશ, સંજય અને સુરેશના માતૃશ્રીનું બેસણું તા.૩૦ના સવારે ૮થી૧૨ કલાક હમાપર ગામે તેમના નિવાસસ્થાને રાખવામાં આવેલ છે.

ભરતસિંહ વાળા

ઉપલેટાઃ તાલુકાના ઢાંક નિવાસી ભરતસિંહ બાપુભા વાળા (ઉ.વ.૬પ) તે ધર્મેન્દ્રસિંહ વાળા, વનરાજસિંહ વાળા (આર્મીમેન), અજુભા વાળાના પિતાશ્રી તથા કિશોરસિંહ મહિપતસિંહ વાળા (એસ.ટી.ડેપો ઉપલેટા ટી.સી.) ના કાકાનું તા.૨૭ ના અવસાન થયેલ છે.

અશ્વિનભાઈ ગંઢેચા

જામજોધપુરઃ સ્વ. હેમરાજભાઈ હીરજીભાઈ ગંઢેચાના પુત્ર અશ્વિનભાઈ હિરજીભાઈ ગંઢેચા (ઉ.વ. ૫૮) તે સ્વ. પ્રવિણભાઈ, સ્વ. રજનીકાંતભાઈ, સ્વ. પ્રફુલભાઈ તથા વિનોદભાઈના નાના ભાઈ તથા ખુશ્બુના પિતા તથા મોટીપાનેલીવાળા જમનાદાસ ગોરધનદાસ માખેચાના જમાઈનું તા. ૨૮ના અવસાન થયેલ છે. પ્રાર્થનાસભા ગુરૂવારે સન્યાસ આશ્રમ મુકામે ૪ વાગ્યાથી ૪.૩૦ રાખેલ છે.

જેન્તીભાઈ જગતીયા

ભાણવડઃ જેન્તીભાઈ (ઉ.વ. ૪૦) તે લખમણભાઈ મેઘજીભાઈ જગતીયાના પુત્ર તેમજ ભાવેશભાઈના નાના ભાઈનું તા. ૨૬ના અવસાન થયેલ છે. ઉતરક્રિયા ગુરૂવાર તા. ૩૦ના તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

મગનલાલ સોઢા

રાજકોટઃ જૂનાગઢના ધણફુલીયાવાળા મગનલાલ રૂગનાથભાઈ સોઢા (ઉ.વ. ૮૨) તે સ્વ. રૂગનાથ દેવચંદ સોઢાના પુત્ર, સ્વ. ન્યાલચંદભાઈ, ભગવાનજીભાઈના ભાઈ અને જતિનભાઈ, નિમેશભાઈ, નયનાબેનના પિતા અને રાજેશકુમાર ચંદ્રકાંત ખખ્ખર (જૂનાગઢ)ના સસરા તેમજ વેરાવળ સ્વ. નથુભાઈ જાદવજીભાઈ રાયઠઠ્ઠાના જમાઈનું તા. ૨૮ના અવસાન થયેલ છે. ઉઠમણુ તથા સસરાપક્ષની સાદડી તા. ૩૦ને ગુરૂવારે સાંજે ૪ થી ૫ રાધિકા રેસીડેન્સી, વંથલી હાઈ-વે, વાડલા ફાટક પાસે જૂનાગઢમાં રાખેલ છે.

પ્રીતિબેન મેંઢા

રાજકોટ : પ્રીતીબેન શિરીષકુમાર મેંઢા (ઉ.વ.૫૪) ધાંગધ્રાવાળા હાલ પોલાચી ખાતે દુઃખદ અવસાન તા.૨૫ના રોજ થયેલ છે. જે સ્વ.શાંતિલાલ ગોરધનદાસ દક્ષીણીના પુત્રી તેમજ ભરતભાઈ, સ્વ.દિનેશભાઈ, ઉમેશભાઈ, નરેશભાઈ, શૈલેષભાઈ તથા સંજયભાઈના બહેનની પિયર પક્ષની સાદડી તા.૩૦ના ગુરૂવારે સાંજે ૫ થી ૬, કેસરીયા વાડી, કરણપરા, રાજકોટ ખાતે રાખેલ છે.

પ્રતાપભાઈ રાજયગુરૂ

રાજકોટ : ઔદિચ્ય ઘેલારામજી બ્રાહ્મણ સ્વ. હરીશંકર લક્ષ્મીશંકર રાજયગુરૂના પુત્ર પ્રતાપભાઈ હરીશંકર રાજયગુરૂ (ઉ.વ.૮૨) (વૈદ્ય)નું તા.૨૭ના રોજ સ્વર્ગવાસ થયેલ છે. સ્વર્ગસ્થનું બેસણું તા.૩૧ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ વાગ્યે શ્રી અમૃતેશ્વર મહાદેવ મંદિર, અમૃતા સોસાયટી, રાવલનગરની બાજુમાં રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે.

રાજેશભાઈ પોપટ

રાજકોટ : સ્વ.મોહનલાલ કાનજીભાઈ પોપટના પુત્ર રાજેશભાઈ મોહનલાલ પોપટ (ઉ.વ.૫૭) તે વર્ષાબેનના પતિ તે રીમાબેનના પિતા તથા સ્વ.હિમ્મતભાઈ દામજીભાઈ માણેક (મોરબી)ના જમાઈ અને મૌલિકકુમાર ભરતભાઈ કક્કડ (શ્રીરામ ઈન્ડસ્ટ્રીઝ)ના સસરાનું તા.૨૭ને સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તથા પિયર પક્ષની સાદડી તા.૩૦ને ગુરૂવારના રોજ સાંજે ૫:૩૦ વાગ્યે તેમના નિવાસસ્થાન કિશાનપરા શેરી નં.૫ રાજકોટ ખાતે રાખેલ છે.

મનહરગીરી ગોસાઈ

રાજકોટઃ સ્વ.મનહરગીરી શંકરગીરી ગોસાઈ (ઉ.વ.૮૨) તે હિતેન્દ્રગીરી અને પ્રકાશગીરીનાં પિતાશ્રી વસંતગીરી શંકરગીરીનાં મોટાભાઈ, પ્રશાંતગીરીનાં મોટાબાપુ તથા ભરતગીરી દેવગીરી અને ગિરધરગીરી શિવગીરીનાં સસરાનું તા.૨૮ મંગળવારના રોજ કૈલાશવાસ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૩૦ ગુરૂવારે જામનગર મુકામે પાબારી હોલ, તળાવની પાળ પાસે સાંજે ૫ થી ૫:૩૦ રાખેલ છે.