Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022
ભાવનગરના ફિદાહુસૈનભાઇ બંદુકવાળાનું અવસાન સાંજે બેસણુઃ કાલે જિયારત

જસદણ :.. ભાવનગરના ફિદાહુસૈનભાઇ હસનઅલી બંદુકવાળા (ઉ.વ.૮ર) તે ઝેહરાબેનના પતિ મૂર્તઝાભાઇ, સાબેરાબેન, જુમાનાબેન (મુંબઇ) ફરીદાબેન (ધંધુકા)ના પિતા ફાતેમાબેન, મ. શબ્‍બીરભાઇ, યુસુફીભાઇ, (મુંબઇ) કાયમભાઇ (ધંધુકા)ના સસરા નોમાનભાઇ, જૈતુનબેન, નફીસાબેન (રાજકોટ) મેમુનાબેન નિસરીનબેન (મુંબઇ)ના ભાઇ ઝૈનબબેન (રાજકોટ) રૂકૈયાબેન અબ્‍દુલકાદિરભાઇના દાદા તાહેરીભાઇ, નૌશાદભાઇ, કનિઝાબેન (મુંબઇ)ના કાકાનું તા. ર૮ ને શુક્રવારે ભાવનગર અવસાન થયેલ છે.
ટેલીફોનિક બેસણુ તા. ર૯ ને શનિવારે સાંજે ૪ થી ૬ મો. ૯૩૭૪૬ ર૧૭૧૭, મો. ૯૧પ૭૬  રપ૬પ૭ ઉપર રાખેલ છે. મર્હુમના સિયુંમના સિપારા (કુરાન ખ્‍વાની) તા. ૩૦ ને રવિવારે સવારે ૧૧ કલાકે મહંમદીબાગ ભાવનગર રાખેલ છે.

 

વિસાવદર પાલીકાના પુર્વ સદસ્ય હમીરભાઇ શેખના પિતાશ્રીનું અવસાન

વિસાવદરઃ હાસમભાઇ ઉમરભાઇ શેખ-એસ.ટી.ડ્રાઇવર (ઉ.વ.૯૯) તે વિસાવદર નગર પાલીકાના પુર્વ સદસ્ય, સંધી-મુસ્લીમ સમાજના અગ્રણી હમીરભાઇ શેખ તથા હુશેનભાઇ, સ્વ.હબીબભાઇ, સ્વ.છોટુભાઇના પિતાશ્રીનું તા.ર૭ના રોજ અવસાન થયેલ છે.

 

અવસાન નોંધ

જામનગર સમસ્ત બ્રહ્મસમાજના પૂર્વ મહિલા પ્રમુખના પતિ પરેશભાઇ વાગડીયાનું અવશાન

દેવભૂમિ દ્વારકા જિલ્લા ખાણખનીજ કચેરીમાં સીનીયર કલાર્ક તરીકે ફરજ બજાવતા પરેશકુમાર હરીશંકર વાગડીયા (ઉ.પ૭) તે મૂળ ધોરાજી નિવાસી તથા હાલ જામનગર રહેતા સ્વ. હરીશંકર વેલજી વાગડીયાના પુત્ર તથા નિરૂપમાબેન વાગડીયા (પૂર્વ મહીલા પ્રમુખ સમસ્ત દ્વારકા સમાજ, જામનગર)ના પતિ તથા તપન વાગડીયા (શ્રીરામ ફાયનાન્સ), તથા નિયતિ વાગડીયાના પિતા તથા પાયલબેનના સસરા તા.ર૮/૧/રર ના રોજ અવસાન પામ્યા છે.

અત્યંત મિલનસાર સ્વભાવના તથા દ્વારકા અને જામનગર, પોરબંદર જિલ્લામાં કામગીરી કરનાર સ્વ. પરેશભાઇ વાગડીયાને કચેરી દ્વારા શોકાંજલી આપવામાં આવી હતી.

શનુભા ચુડાસમા
રાજકોટઃ મુળગામ બહાડી તા. ધંધુકા હાલ રાજકોટ શનુભા પ્રતાપસિંહ ચુડાસમા (ભગતબાપુ) (ઉ.વ.૭૬) તે પ્રદ્યુમનસિંહ ચુડાસમા (ગેલેકસી સીનેમા)ના પિતાશ્રી તથા હરવિજયસિંહના દાદાબાપુનું તા.૨૭ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૩૧ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૩૧ને સોમવારે તેમના નિવાસસ્‍થાને પોપટપરા રઘુનંદન સોસાયટી શેરી નં.૬, ‘‘માં ખોડીયાર કૃપા'' ખાતે સાંજે ૪ થી ૬ રાખેલ છે. તેમજ ઉતરક્રિયા તા.૭/૨ને સોમાવરે રાખેલ છે. પ્રદ્યુમનસિંહ મો.૯૮૨૫૪ ૯૦૬૦૩, હરવિજયસિહ મો.૯૭૧૪૭ ૨૯૯૦૯ રાખેલ છે.
પરસોતમભાઈ ગોહીલ
રાજકોટઃ મુકેશ બાબુલાલ ગોહીલનાં મોટાભાઈ તથા નીરજ પરસોતમભાઈ ગોહીલનાં પિતા નરેશભાઈ ચૌહાણ તથા ચંદ્રેશભાઈ રાઠોડનાં સસરા સ્‍વ.પરસોતભાઈ બાબુલાલ ગોહીલનું તા.૨૭ને ગુરૂવારનાં રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૩૧ને સોમવારનાં રોજ તેમનાં નિવાસસ્‍થાન, હુડકો ડી-૧૮૫, કોઠારીયા રોડ, રાજકોટ ખાતે સાંજે ૪ થી ૬ દરમ્‍યાન રાખેલ છે. નીરજ મો.૯૯૨૪૧ ૯૫૧૨૭
હંસાબેન જોષી
રાજકોટઃ ખાંભા- અમરેલી શ્રી ઔદિચ્‍ય સહષા ચિભડીયા બ્રાહ્મણ, હાલ સુરત (મુળ ગામ ખાંભા), ગં.સ્‍વ.હંસાબેન મુકુંદરાય જોષી (ઉ.વ.૭૫) તે સ્‍વ.મુકુંદરાય ભાયલાલભાઈ જોષીના ધર્મપત્‍નિ તેમજ આશુતોષભાઈ, પ્રણવભાઈ, હિરેનભાઈ, અલ્‍પાબેન રોહીતભાઈ મહેતા (અમરેલી)ના માતુશ્રી તેમજ પ્રભાકરભાઈ, છેલભાઈના નાનાભઈના પત્‍ની તેમજ ચંદ્રકાંતભાઈના ભાભીનું તા.૨૮ શુક્રવારે દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૩૧ સોમવારે રાખેલ છે. મો.૯૯૨૫૦ ૩૦૬૦૭
કંચનબેન વઢવાણા
રાજકોટઃ (દડવીવાળા) ગૌ.વા.સોની મુલચંદભાઇ ગોરધનદાસ વઢવાણાના ધર્મપત્‍નિ- કંચનબેન મુલચંદભાઇ વઢવાણા (ઉ.વ.૮૭) તે ગૌ.વા.વ્રજલાલ ગોરધનદાસ વઢવાણા તથા શ્રી પ્રભુદાસ ગોરધનદાસ વઢવાણાના ભાભી તથા વીનુભાઇ વઢવાણા (સમાજ=સારાંશ) તથા મુકેશભાઇ વઢવાણા (યમુના જવેલર્સ)ના માતૃશ્રી તા.૨૮ને શુક્રવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે. તે સોની વૃજલાલ વલ્લભદાસના બહેન, તે વસંતરાય ગીરધરલાલ અને હસમુખભાઇના ફઇબાનું ટેલીફોનીક બેસણું: તા.૨૯ના સાંજે ૪ થી ૬ રાખેલ છે. વિનુભાઇ ૯૪૨૬૨ ૫૧૧૧૭, મુકેશભાઇ ૯૪૨૮૨ ૫૧૫૭૫ તેમજ વ્રજલાલભાઇ ૯૭૧૨૧ ૯૯૫૦૮ તથા વસંતભાઇ ૯૦૩૩૫૫૭૪૦૦ અને હસુભાઇ ૯૯૨૫૧ ૯૩૫૧૦ સદગતનું ટેલીફોનીક બેસણું તા.૨૯-૧ શનિવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.
પ્રવિણભાઇ હિંડોચા
રાજકોટઃ પ્રવિણભાઇ દેવજીભાઇ હિંડોચા (ઉ.વ.૭૩) તે નીલાબેનના પતી તથા નિલેશભાઇ, દક્ષાબેન, જાગૃતીબેનના પિતાશ્રી તેમજ જયેશભાઇ કારીયા અને ચેતનભાઇ ગણાત્રાના સસરા તેમજ પ્રભુદાસ પોપટલાલ સેદાણીના જમાઇ તા.૨૮ના શ્રીજી ચરણ પામેલ છે ટેલીફોનીક બેસણું તેમજ સસરા પક્ષની સાદડી તા.૩૧ના સાંજે ૪ થી ૬ નિવાસ સ્‍થાને રાખેલ છે.  નિલેશભાઇ મો.૯૬૨૪૬ ૪૯૩૨૦, નિલાબેન મો.૯૯૨૪૦ ૫૨૩૬૧, કલ્‍પેશભાઇ મો.૯૭૧૪૫ ૧૫૩૩૩
મંગળાબેન લહેરૂ
રાજકોટઃ સારસ્‍વત બ્રાહ્મણ સ્‍વ.  જયંતીલાલ મોનજી લહેરુના ધર્મપત્‍ની ગં.સ્‍વ મંગળાબેન જયંતીલાલ લહેરુ (ઉ.વ.૮૬) તે સારસ્‍વત બ્રાહ્મણ જ્ઞાતિ માસ્‍તાનના ખજાનચી તથા સમસ્‍ત બ્રહ્મ સમાજના ખજાનચી શ્રી યોગેન્‍દ્રભાઈ લહેરુના તથા હંસાબેન જીતેન્‍દ્રભાઈ માંકડ, હર્ષિદાબેન પ્રકાશભાઈ ભટ્ટ, મીનાક્ષીબેન લહેરુના માતૃશ્રી અને ડો. નિધી લહેરુ તથા ડો.નીતિ લહેરુના દાદીમા તેમજ હિમાબેન, કથાબેન, તથા નિશાંતભાઈ, અમીબેનના નાનીમાંનુ  તા.૨૭ના અવસાન થયેલ છે. ટેલિફોનિક બેસણું: તા.૨૯ને શનિવારના સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો.૯૯૦૪૨ ૨૮૨૫૦
બચુભાઇ ખેર
સુરેન્‍દ્રનગરઃ નિવૃત મામલતદાર બચુભાઇ રામસીંગભાઇ ખેર (ઉ.વ.૮૪) તે સોરઠીયા રજપૂત સમાજના પૂર્વ પ્રમુખ તે મુકેશભાઇ બચુભાઇ ખેર અને રેખાબેન તથા મીરાબેનના પિતાશ્રીનું તા.૨૮ના અવસાન થયેલ છે. તેઓશ્રીનું બેસણું સુરેન્‍દ્રનગર નિવાસ સ્‍થાને તા.૨૯ના બપોરે ૩:૩૦ થી ૫:૩૦ રાખેલ છે.
કુલદિપભાઇ દવે
પ્રભાસપાટણઃ તીર્થ પુરોહિત શ્રી સોમ્‍પુરા બ્રાહ્મણ સમાજના કુલદીપ હિતેશભાઈ દવે (ઉં.વ.૧૮) તે હિતેષ દવે ( CCGL ) ના નાનો પુત્ર, ભરત દવે, દીપક દવે (દશા વિશા સોરઠીયા જ્ઞાતિના ગોર) ના ભત્રીજા અને ઉત્‍સવ દવે અને હર્ષ દવેના ભાઇનું તા.૨૭ને ગુરુવારે અવસાન થયેલ છે.
લાભુબેન કાનાણી
પોરબંદરઃ સ્‍વ. લાભુબેન મૂળજીભાઈ કાનાણી (ઉ.વ.૮૨) તેઓ સ્‍વ.સુભાષભાઇ, મુકેશ ભાઈ, શૈલેષભાઈ, ચેતનભાઈ અને પ્રવિણાબેન તથા જયશ્રીબેનના માતુશ્રી અને જગદીશભાઈ દાવડાના બહેનનુ તા.૨૮ને શુક્રવારે અવસાન થયેલ છે  ઉઠમણું તથા પિયર પક્ષની સાદડી તા.૨૯ને શનિવારે ૪:૧૫ થી ૪:૪૫ લોહાણા મહાજન વાડી ખાતે ભાઇઓ તથા બહેનોનુ સંયુક્‍ત રાખેલ છે.ᅠ
કાન્‍તાબેન મેઘનાથી
જુનાગઢઃ મેંદરડા તાલુકાના દાત્રાણા નિવાસી કાન્‍તાબેન કાળુગીરી મેઘનાથી (ઉ.વ.૭૫) તે સ્‍વ.મનસુખગીરી તથા ભરતગીરીના માતૃશ્રીનું તા.૨૪ના અવસાન થયેલ છે તેમનો ભંડારો શકિતપુજન તા.૩ને ગુરૂવારના રોજ દાત્રાણા ખાતે રાખેલ છે.
શાંતીભાઇ માંકડીયા
ભાયાવદરઃ ભાયાવદર નિવાસી શાંન્‍તિભાઇ વલ્લભભાઇ માકડીયા (ઉ.વ.૭૩) તે શશીકાંન્‍તભાઇ, દિનેશભાઇ, મનસુખભાઇના ભાઇ તથા નિલેશભાઇ, નવનીતભાઇના પિતાશ્રીનું તા.૨૮ના અવસાન થયેલ છે બેસણું: તા.૨૯ને શનિવારે બપોરે ૩ થી ૫ સુધી ટેલીફોનીક બેસણું રાખેલ છે.
લીલાવંતીબેન કાનાબાર
આમરણઃ સ્‍વ.નારણદાસ ત્રિકમદાસ કાનાબારના પત્‍નિ લીલાવંતીબેન (ઉ.વ.૮૫) તે મહેશભાઇ, દિલીપભાઇના માતૃશ્રછ તથા અક્ષય, ભાવેશ, જેકી, કિશનના દાદીમા અને રમેશભાઇના ભાભુનું તા.૨૮ના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તેમજ પિયરપક્ષની સાદડી તા.૩૧ સોમવારે સાંજે ૪ થી પ લોહાણા મહાજનવાડી આમરણમાં રાખેલ છે.
કેતનભાઇ દોશી
મીઠાપુર : વિશા શ્રીમાળી સ્‍થાનકવાસી જૈન મીઠાપુર નિવાસી સ્‍વ. લહેરચંદ અમૃતલાલ દોશીના પુત્ર તથા જયેશભાઇ લહેરચંદ દોશી, ભારતીબેન નરેન્‍દ્રભાઇ પટેલ, રાજેશ્રીબેન પરેશભાઇ વોરાના ભાઇ તથા વિનીતના પિતાશ્રી તથા સીમાબેનના પતિ કેતનભાઇ લહેરચંદ દોશી (ઉ.વ.પ૦) નું અવસાન તા. ર૮ ને શુક્રવારે સાંજે જામનગર થયેલ છે. ટેલીફોનીક બેસણું તા. ર૯ ને શનિવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. જયેશભાઇ લહેરચંદ દોશી મો. ૮૮૬૬ર પ૬૩પ૦, વીનીત કેતનભાઇ દોશી, ૮૮૪૯૮ ૯૮૯૩૬
હરિદાસભાઇ મપારા
ખંભાળીયા : જામખંભાળીયા નિવાસી હરિદાસ વિઠ્ઠલદાસ મપારા (ઉ.વ.૮૩) (મપારા મંડપ સર્વિસવાળા) તે પ્રદીપભાઇ ના મોટાભાઇ તથા બિમલભાઇ, સ્‍વ. મેહુલભાઇના પિતાશ્રી અને સ્‍વ. ગોપાલદાસ વાલજી જટણીયાના જમાઇ તા. ર૮ ને (શુક્રવારે) શ્રીજીચરણ પામેલ છે. ટેલીફોનિક બેસણું તા. ર૯ ને શનીવારે સાંજે ૪ થી ૬ વાગ્‍યા સુધી રાખેલ છે. સસુર પક્ષની સાદડી પણ સાથે રાખેલ છે. પ્રદીપભાઇ ૯૪ર૮૮ રપ૦ર૦, બીમલભાઇ ૯૯૯૮૩ ૦૪૮૪૯, દીપ ૯૪ર૬૪ ર૯૭૦૬, સાહીલ ૯૪ર૮૩ ૧૭૯૯પ, લલીતભાઇ જટણીયા ૯૬૩૮૩ પ૩૪૬૩, દીપકભાઇ જટણીયા ૯૬૩૮૪ રપ૦ર૦,
ચંદુભાઇ કાંજીયા
ટંકારા : ટંકારા નિવાસી ચંદુભાઇ કાનજીભાઇ કાંજિયા (ઉ.વ.૬૮) તે અશ્વિનભાઇ તથા વિજયભાઇના પિતાશ્રીનું તા. ર૯ ને શનિવારે અવસાન થયેલ છે. સદ્‌્‌ગતનું બેસણુ તા. ૩૧ ને સોમવારે સમય ૩ થી પ, લક્ષ્મીનારાયણનગર સોસાયટી, શેરી નંબર ૧, નિવાસસ્‍થાને રાખેલ છે. ટેલિફોનિક બેસણું અશ્વિનભાઇ ચંદુભાઇ કાંજિયા મો. ૯૮૭૯૦ ૧ર૦૧ર, વિજયભાઇ ચંદુભાઇ કાંજિયા મો. ૯૯૭૯૩ પપ૧૦૦

ઘેલારામબાપુનું ૧૦૦ વર્ષની વયે દુઃખદ નિધન

રાજકોટઃ કોઠારીયા- વાવડી (રાજકોટ) નિવાસી ઘેલારામબાપુ ગોરધનદાસ અગ્રાવત (ઉ.વ.૧૦૦) તે છગનભાઇ અગ્રાવત તથા હેમતભાઇ અગ્રાવત તથા ગુલાબભાઇ અગ્રાવતના પિતાશ્રીનું તા.૨૮ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા.૩૧ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. છગનભાઇ ૯૮૨૪૪ ૧૫૫૨૨, હેમંતભાઇ ૯૪૨૮૦ ૫૫૭૩૭, ગુલાબભાઇ ૮૫૩૦૯ ૭૩૩૦૭

જતીનભાઇ મહેતા

રાજકોટઃ મુળ મોરબી, હાલ રાજકોટ નિવાસી સ્વ. ચુનીલાલ મુળજીભાઇ મહેતાના પુત્ર શ્રી જતીનભાઇ સુનીલાલ મહેતા (રીટાયર્ડ જીલ્લા પંચાયત) તે રીટાબેન દિપકકુમાર રવાણીનાં નાનાભાઇ તથા સ્વ. વ્યોમેશ અને પારસભાઇ (રીલાયન્સ) ના મોટાભાઇ અને જીનેશ, ક્ષેમેશનાં પિતાશ્રી તેમજ સ્વ. જીવરાજભાઇ કચરાભાઇ દોશીનાં જમાઇનું તા. ર૮ ને શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું  તા. ૩૦ને રવિવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. (ટેલીફોનીક સાંત્વના આપવા નમ્ર વિનંતી છે.) લોકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ગીતાબેન દવે

રાજકોટઃ સૌરાષ્ટ્ર બાજખેડાવાળ બ્રાહ્મણ રાજકોટ નિવાસી ગીતાબેન જગન્નાથ દવે તે સ્વ. જગન્નાથ છગનલાલ દવેના ધર્મપત્નિ સ્વ. જટાશંકર મોહનલાલ જોશીના સુપુત્રી તથા જયદેવ જગન્નાથ દવેના માતુશ્રી તેમજ શ્રી વિનોરાય, મહેશભાઇ તથા ચંદ્રેશભાઇ જોશીના બહેન તા.૨૮ના રોજ દેવલોક સિધ્ધાવેલ છે. જેમનું ટેલીફોનીક બેસણું તા.૩૧ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. જયદેવ દવે મો.૭૫૬૭૯ ૦૩૫૪૭, જયેશભાઇ જોષી ૯૪૨૭૪ ૫૫૫૭૭, નિલકંઠભાઇ જોષી ૯૮૨૪૨ ૧૭૩૯૩

પ્રવિણચંદ્ર ગાંધી

રાજકોટઃ મોઢવણીક - અમરેલી નીવાસી હાલ રાજકોટ, શ્રી પ્રવિણચંદ્ર ચુનીલાલ ગાંધી (રીટા. ઇન્કમ ટેકસ ઓફિસર, ઉ.વ.૮૩) તે જયેશભાઇ (એસબીઆઇ - અમરેલી), મનીષભાઇ, રાજુબેન, શીલ્પાબેન તથા ડો.હીનાબેનના પીતાશ્રી જે તા.૨૮ને શુક્રવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે. પ્રાર્થના સભા તા.૩૦ ને રવિવાર ના રોજ સવારે ૯ઃ૩૦ થી ૧૧ઃ૩૦ કલાકે, મોઢ ર્બોડિંગ, પ રજપુતપરા, રાજકોટ મુકામે રાખેલ છે.