Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018
ઇસાકભાઇ દલવાણીની વફાત

રાજકોટ : સદર વિસ્‍તારના વર્ષો જુના રહીશ ઇસાકભાઇ આદમભાઇ દલવાણી (ઉ.પપ) તે રઝાકભાઇ, દાઉદભાઇ, ફારૂકભાઇ, આસીકભાઇ અને અકબરભાઇના મોટાભાઇ તા. ર૭ ને રવિવારે ગઇકાલે જન્નત નસીન થયા છે. તેઓની ઝિયારત શરીફસ્ત્રી અને પુરૂષો બન્‍ને માટે તા. ર૯ ને મંગળવારના રોજ સાંજે ૪ વાગ્‍યે હઝરત જમાલશાહ, કમાલશાહ પીરની દરગાહ-સદર, રાજકોટ ખાતે રાખેલ છે.

અવસાન નોંધ

લાઠી સ્થા. જૈન સંઘના પ્રમુખ શશીકાન્તભાઇ કાપડીનું અવસાન

લાઠીઃ સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખ શ્રી શશીકાન્તભાઇ વનમાળીદાસ કાપડી (ઉ.વ.૬પ) તેઓ  જયંતીભાઇ કાપડી તથા નીર્મળાબેન ગાંડાણીના નાનાભાઇ તથા રોનક કાપડી, હાર્દીક કાપડી, ઉર્વીબેન ગાંધી તથા શીતલબેન કોરડીયાના પિતાશ્રી તા.ર૬મીએ ને શનીવારે અરીહન્તશરણ પામેલ છે. તેની સાદડી તા.ર૮ સોમવારે બપોરે ૩ થી પ જૈન મહાજનવાડી ચાવંડ ગેઇટ લાઠી મુકામે રાખેલ છે.

દાનુભા જાડેજા

ગોંડલ : દાનુભા કેશુભા જાડેજા તે મહેન્દ્રસિંહ (રેલ્વે), સ્વ. મંગળસિંહ, સ્વ. બળવંતસિંહ, જુવાનસિંહ, ટી.કે. જાડેજા, રાજેન્દ્રસિંહ ના ભાઇ, મયુરધ્વજસિંહ ના પિતાનું તા. ૨૪ ના અવસાન થયેલ છે. બેસણું તા. ૨૮ સોમવારે સાંજે ૫ થી ૭ ગણેશ મંદિર, પંચવટી મેઇન રોડ, ગોંડલ ખાતે રાખેલ છે.

હેમીબેન ગંગદેવ

ઉનાઃ હેમીબેન દેવચંદભાઇ ગંગદેવ (ઉ.વ. ૮૫) તે સ્વ. દેવચંદભાઇ મુળજીભાઇ (કાણકિયાવાળા) ના ધર્મપત્ની તે ચંદુભાઇ ગોવિંદભાઇ-રસીકભાઇ તથા સ્વ. દિનેશભાઇ (ડીડી) ના માતુશ્રી ત્થા કોૈશિકભાઇ ગંગદેવ (એકાઉન્ટન્ટ) ના દાદી તથા સ્વ. ભીખાલાલ હરજીવનદાસ કાનાબાર ના બેન શ્રીજીચરણ પામેલ છે.  પ્રાર્થનાસભા તા.૨૮ એ ૪ થી ૬ પાતલેશ્વર મહાદેવ પટેલ સોસાયટી રાખેલ છે.

ચંપાબેન વિસાવડિયા

વાજડી-વિરડાઃ ગુર્જર સુથાર સ્વ.બચુભાઇ વેલજીભાઇ વિસાવડિયાના ધર્મપત્ની ચંપાબેન બચુભાઇ વિસાવડિયા તા.રપના અવસાન પામેલ છે. તે સ્વ.બાબુભાઇ બચુભાઇ વિસાવડિયા તથા ધીરૂભાઇ, મનસુખભાઇ, જેન્તીભાઇ તથા જયશ્રીબેન કનકભાઇ ઝીંઝુવાડિયાના માતુશ્રીનું બેસણું આજે તા.ર૮ના સોમવારે સાંજે ૪-૩૦ થી ૬-૩૦, ગામ વિરડા વાજડી કાલાવડ રોડ ખાતે રાખેલ છે.

બટુકસિંહ જાડેજા

રાજકોટઃ વાજડીગઢ નિવાસી બટુકસિંહ બાલુભા જાડેજા (માજી સરપંચ), (ઉ.વ.૮૧), તે જનકબા પ્રવિણસિંહ ચુડાસમા (પીપળી), ઘોઘુભા અજીતસિંહ જાડેજાના મોટાભાઇ તથા છોટુભા, રામદેવસિંહ તથા પ્રફૂલબા મનહરસિંહ રાણા (ભડવાણા)ના પિતાશ્રી તથા ખોડુભા રણજીતસિંહ જાડેજા (પ્રમુખ ઇન્કમટેક્ષ ઓફીસર્સ એસોસિએસન), ભૂપેન્દ્રસિંહ (ભૂપીભાઇ સરપંચ), વિજયસિંહ, છત્રપાલસિંહ (ગાંધીનગર) તથા ક્રિશ્નાબા દિગ્વિજયસિંહ રાણા (ઝીંઝાવદર)ના કાકાશ્રીનું તા.રપના અવસાન થયેલ છે. તેમનું બેસણું આજે તા.ર૮ના સોમવારે સવારે ૯ વાગ્યાથી સાંજના ૭, વાજડીગઢ વાયા, રૈયા ગામ ઉત્તરક્રિયા વિધી તા.૩૧ને ગુરૂવારના રાખેલ છે.

હિરાબેન પાટડીયા

રાજકોટઃ નિવાસી નરસીદાસ ગોપાલજી પાટડીયા (પારસ જવેલર્સ)ના પુત્રવધુ  તે સ્વ. પ્રભુદાસભાઇના ધર્મપત્નિ હીરાબેન પ્રભુદાસભાઇ પાટડીયા (ઉ.વ.૭૪) તે પંકજ, શૈલેષ, રાજુ તથા વીણા શૈલેષભાઇ પારેખના માતુશ્રી, તે કિશોરભાઇ અનંતભાઇ, સુરેશભાઇ તથા રમેશભાઇના ભાભીશ્રી, તે જયંતિલાલ પીતામ્બરદાસ રાણપરાના પુત્રી, તે દિનેશભાઇના બહેન રાજકોટ મુકામે તા.૨૬ના શનિવારે શ્રીજી ચરણ પામેલ છે. તેમનું બંને પક્ષનું બેસણું સોમવારના તા.૨૮ના  સાંજે ૪ થી ૫:૩૦ કલાકે સોની સમાજની વાડી યુનિટ નં.૨ ખીજડાવાળી શેરી રાજકોટ ખાતે રાખેલ છે. લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.

જીજ્ઞાસાબેન વ્યાસ

રાજકોટઃ વાલમ બ્રાહ્મણઙ્ગ પ્રફુલચંદ્ર મણીશંકર વ્યાસ રાજકોટ હાલ. ગાંધીનગરની પુત્રવધુ અને સ્વ. ચેતનભાઇ પી. વ્યાસનાં ધર્મપત્નિ જીજ્ઞાસાબેન (ઉ.વ.૫૧) તે મૌલિનભાઇનાં માતુશ્રી તથા વિરલભાઇ, માધવભાઇ તથા દક્ષાબેનનાં ભાભી તેમજ સ્વ. પ્રવિણભાઇ ઉપાધ્યાય (ધોરાજીવાળા) ની પુત્રીનું તા.૨૩ને શનિવારેના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૩૧ના ગુરૂવારેના રોજ તેમના નીવાસ સ્થાને સેકટર નંબર ૨બી પ્લોટનંબર ૧૩૨૪.બી ચંદ્રમોલેશ્વર મહાદેવ મંદીર પાસે ગાંધીનગર ખાતે સાંજેે ૫ થી ૭ વાગ્યા સુધી રાખેલ છે.

મનહરદાસ ભડીંગજી

રાજકોટઃ મૂળ ખાંંભાવાળા (લોધીકા) હાલ રાજકોટના રામાનંદી સાધુ મનહરદાસ પ્રભુદાસ ભડીંગજી (ઉ.વ.૬૮) તે જયદીપ મનહરદાસ ભડીંગજી અને મહેન્દ્ર મનહરદાસ ભડીંગજીનાં પિતાશ્રી તા.ર૬ને શનિવારે રામચરણ પામે લ છે. તેમનું બેસણું તા.ર૮ ને સોમવારે સાંજે ૪ થી ૬ દરમિયાન તેમના નિવાસસ્થાન વામ્બે આવાસ યોજના (સમૃધ્ધીનગર) બ્લોક નં. ૧૪ ફલેટ નં. ૪ વૃંદાવન સોસાયટી પાછળ કાલાવડ રોડ રાજકોટ ખાતે રાખેલ છે. (મો. ૮૭૮૦૭ ૧૬૮૩૬)

હેમીબેન ગંગદેવ

ઉનાઃ હેમીબેન દેવચંદભાઇ ગંગદેવ (ઉ.વ. ૮૫) તે સ્વ. દેવચંદભાઇ મુળજીભાઇ (કાણકિયાવાળા) ના ધર્મપત્ની તે ચંદુભાઇ ગોવિંદભાઇ-રસીકભાઇ તથા સ્વ. દિનેશભાઇ (ડીડી) ના માતુશ્રી ત્થા કોૈશિકભાઇ ગંગદેવ (એકાઉન્ટન્ટ) ના દાદી તથા સ્વ. ભીખાલાલ હરજીવનદાસ કાનાબાર ના બેન શ્રીજીચરણ પામેલ છે.  પ્રાર્થનાસભા તા.૨૮ એ ૪ થી ૬ પાતલેશ્વર મહાદેવ પટેલ સોસાયટી રાખેલ છે.

જયાલક્ષ્મીબેન જાદવ

રાજકોટ : પૂરબીયા રાજપૂત જયાલક્ષ્મીબેન જાદવ (ઉ.વ.૮૭) તે સ્વ. દિલીપભાઇ જાદવ (એસ.બી.એસ.) ના માતુશ્રી તેમજ રાજનભાઇ જાદવ (ફોરેસ્ટ), પ્રવિણભાઇ જાદવ (દેનાબેંક) ના દાદીમાંનું તા. ૨૬ ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. ૨૮ ના સોમવારે સાંજે પ.૩૦ થી ૭ ધૂમકેતુ હોલ, ૪-રોયલ પાર્ક, યુનિવર્સિટી રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

મનસુખલાલ રાચ્છ

રાજકોટ : વેરાવળવાળા હાલ રાજકોટ ઠા. મનસુખલાલ ઓધવજીભાઇ રાચ્છ (ઉ.વ.૭૮) તે સ્વ. જયંતિભાઇ, સ્વ. પ્રવિણભાઇ, સ્વ. લાભુબેન ખંધેડીયા, ગં.સ્વ. પદ્દમાબેન રૂપારેલયાના ભાઇ તેમજ ચેતનભાઇ, કપીલાબેન ગણાત્રા, પ્રીતીબેન રૂપારેલીયા, ઝંખનાબેન રૂપારેલીયાના પિતાશ્રી તેમજ ઠા. ધનજીભાઇ પરસોતમભાઇ તન્ના (બળધોઇવાળા) ના જમાઇનું તા. ૨૬ ના અવસાન થયેલ છે.  તેમનું ઉઠમણું તથા સાદડી તા. ૨૮ ના સોમવારે સાંજે પ વાગ્યે નાગર બોર્ડીંગ, વિરાણી સ્કુલ સામે, ટાગોર માર્ગ, રાજકોટ ખાતે રાખેલ છે.

લાલદાસ નિરંજની

ગોંડલ : લાલદાસ તુલસીદાસ નિરંજની (ઉ.૭૪) તે હરસુખભાઇ, હર્ષદભાઇ ના ભાઇનું તા.ર૭ ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા. ૩૧ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન, પંચરત્ન સોસાયટી, જેતપુર રોડ, મેલડી માતાજીના મંદિર પાછળ ગોંડલ રાખેલ છે.

શીતલબેન રાચ્છ

મોરબી : મોરબી નિવાસી શીતલબેન (ગુડ્ડી) તે મોહિત ગેસવાળા સ્વ. વિનોદરાય, પરસોતમદાસ રાચ્છના પુત્રી તથા નિતેશભાઇ, મોહીતભાઇ અને સ્મિતાબેન નવીનકુમાર રૂપારેલીયા (ભવાની ખમણ) વાળાના બહેનનું તા. ર૬ ને શનિવારના રોજ અવસાન થયું છે. બેસણું તા. ર૮ ને સોમવારે સાંજે પ.૩૦ કલાકે લોહાણા વિદ્યાર્થી ભવન, વસંત પ્લોટ મોરબી ખાતે રાખેલ છે.

દયાળજીભાઇ સાંચલા

મોરબી : મ.ક.સ.સુ. જ્ઞાતિના દયાળજીભાઇ  હરજીભાઇ સાંચલા (કોયલીવાળા) (ઉ.૭ર) તે હિતેશભાઇ સાંચલાના પિતાનું તા. રપ ના રોજ અવસાન થયું છે.

પુષ્કર ડોબરીયા

રાજકોટઃ સુરેશભાઈ જેઠાલાલ ડોબરીયા તથા ચંપાબેનના પ્રપોત્ર હરેશભાઈ સુરેશભાઈ ડોબરીયા તથા રાજેશભાઈ સુરેશભાઈ ડોબરીયાનાં ભત્રીજા તેમજ સુનીલભાઈ સુરેશભાઈ ડોબરીયા તથા ખ્યાતીબેન સુનીલભાઈ ડોબરીયાનાં પુત્ર પુષ્કર (ઉ.વ.૧૩)નું તા.૨૭ને રવિવારનાં રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણુ તેમના નિવાસસ્થાન તા.૩૧ને ગુરૂવારનાં રોજ સાંજે ૪:૩૦ થી ૬ દરમ્યાન ૬૦૩- ''રૂબી'', સનસીટી, સાધુવાસવાણી રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

મંજુલાબેન મહેતા

રાજકોટઃ ઢાંક નિવાસી સ્વ.જેન્તીલાલ દેવશંકર મહેતાના ધર્મપત્ની મંજુલાબેન મહેતા તે સ્વ.પ્રકાશચંદ્ર તથા સ્વ.કુમુન્દરાયના માતુશ્રી તથા આશિષભાઈ વ્યાસ નાનાશ્રી તથા દિપ મહેતાના દાદીમાંનું દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૩૧ને ગુરૂવારે તેમના નિવાસસ્થાને ૧૫૦ ફૂટ રીંગ રોડ, કિડવાઈનગર ચોક, કિસ્મતનગર શેરી નં.૧, રૈયા ચોકડી ખાતે રાખેલ છે. ઉત્તરક્રિયા બંધ રાખેલ છે.

લછમણદાસ ચૈનાણી

રાજકોટ : સ્વ.લછમણદાસ હરીરામ ચૈનાણી (કાપડના વેપારી) (ઉ.વ.૭૪) તે ઓમસાંઈ ડ્રેસીસવાળા નરેશભાઈ તથા સુરેશભાઈના પિતાનું તા.૨૬ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું (પગડીયુ) તા.૨૮ના સાંજે ૬ વાગ્યે સીંધી માહિતી ધર્મશાળા, રાજકોટ ખાતે રાખેલ છે.

  • કેન્દ્ર સરકાર વિરુદ્ધ આમ આદમી પાર્ટી યુપીમાં પદયાત્રા કરશે :25 જૂનથી 8 જુલાઈ સુધી વારાણસીથી બલિયા વચ્ચે પદયાત્રા કરાશે : મોદી સરકારના ચાર વર્ષ પુરા થતા ભાજપ દ્વારા થતી ઉજવણી પર સવાલ ઉઠાવતા આપના સાંસદ સંજયસિંહ : લખનઉમાં પાર્ટી પદાધિકારી સાથે બેઠક યોજાઈ access_time 7:15 am IST

  • ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લામાં વીજળી પડતા પાંચ લોકોના મોત :4 લોકો ઘાયલ :જિલ્લામાં જોરદાર આંધી અને વાવાઝોડાને કારણે કેટલાય સ્થળે વીજળી ખાબકી હતી :દેશના હવામાનમાં પલટો ;કેરળમાં ચોમાસુ પહોચ્યું :આગામી 24 કલાકમાં વિભિન્ન જગ્યાંએતાપમાં ઘટવાની સાથે ગરમીમાં રાહત મળવાની શકયતા છે access_time 1:12 am IST

  • ગુજરાત બોર્ડ દ્વારા ધો. 10નું પરિણામ સવારે 5 વાગ્યે બોર્ડની વેબસાઈટ www.gseb.org તથા www.gipl.net પર જાહેર કરાયું : બોર્ડ દ્વારા સવારે વેબસાઈટ પર પરિણામ જાહેર કરાયા બાદ માર્કશીટ પણ સોમવારે જ આપી દેવાનું આયોજન : ધો.10ની માર્કશીટનું વિતરણ જિલ્લાના વિતરણ સ્થળોએ સવારના 11 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી કરવામાં આવશે : જે-તે સ્કૂલોએ વિતરણ સ્થળોએથી માર્કશીટ મેળવી લઈ વિદ્યાર્થીઓને આપવાની રહેશે. access_time 8:19 am IST