Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019
લોધીકા તાલુકા ભાજપ પૂર્વ ઉપપ્રમુખ પદુભા જાડેજા (ખાંભા)નું અવસાન

લોધીકા તા.૨૭ : લોધીકા તાલુકાના ખાંભા ગામના વતની તાલુકા ભાજપના પુર્વ ઉપપ્રમુખ, તા.પં.ના પૂર્વ સદસ્ય તથા ખાંભા સહકારી મંડળીના પૂર્વ પ્રમુખ પ્રદિપસિંહ (પદુભા) બ્રિજરાજસિંહ જાડેજાનું તા.૨૩ના અવસાન થતા ઘેરા શોકની લાગણી પ્રસરી ગયેલ છે.

પદુભા જાડેજાએ તાલુકા ભાજપમાં જોડાઇ કારકીર્દીની શરૂઆત કરી મીલનસાર સ્વભાવ, પક્ષ પ્રત્યેની નિષ્ઠા અને કામ પ્રત્યેની આગવી સુઝબુઝને લઇ તેમણે તાલુકા ભાજપ ઉપપ્રમુખ, તા.પં.ના સદસ્ય તરીકે ફરજ બજાવી લોકચાહના હાંસલ કરેલ હતી. સરળ અને અને મળતાવડા સ્વભાવ, પરદુઃખ ભંજનની છાપ ધરાવતા તેઓએ સર્વેમાં અપાર લોકચાહના હાંસલ કરેલ હતી. તેમની સ્મશાનયાત્રામાં દરેક સમાજના લોકો, વિવિધવર્ગના આગેવાનો, રાજકીય નેતાઓ, સગાસ્નેહીઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

અવસાન નોંધ

મુકુંદરાય આચાર્યનું અવસાનઃ કાલે બેસણું

રાજકોટઃ મુળ હળવદના વતની હાલ રાજકોટ મુકુંદરાય આચાર્ય (ઉ.વ.૭૪) તે સ્વ. ગણપતરામના પુત્ર તથા સ્વ. ચંદ્રવદન, નોૈતમલાલ અને મનહરલાલના ભાઇ તથા સ્વ. પ્રેમાંદન યાજ્ઞિકના જમાઇ અને ગીતાબેનના પતિ તેમજ ભાવેશ અને ચાંદનીના પિતા તથા બિરજૂકુમાર, આરતીબેનના સસરાનું તા. ૨૬ના અવસાન થયું છે. સદ્દગતનું બેસણું કાલે ૨૮મીએ સાંજે ૪ થી ૬, ચંદ્રમોૈલેશ્વર મહાદેવ મંદિર, પેરેડાઇઝ હોલવાળી શેરી, બાપા સિતારામ ચોકથી ડાબી બાજુ, રૈયા રોડ રાજકોટ ખાતે રાખેલ છે. સાથે પિયર પક્ષની સાદડી પણ રાખવામાં આવી છે.

કડીયા સમાજના અગ્રણી નવિનચંદ્ર ટાંકનું અવસાન

રાજકોટઃ શહેર કડીયા સમાજના પીઢ અગ્રણી નવીનચંદ્ર દોલતરાય ટાંક (ઉ.વ.૫૮) નું સુરત ખાતે દુઃખદ અવસાન થયેલ છે. તેઓ ભારતીય જનતા પાર્ટી વોર્ડ નં.૧૫ના પૂર્વ પ્રમુખ રાજકોટ શહેર કારોબારી સભ્ય રાજેશભાઇ દોલતરાય ટાંક તથા મહેશભાઇ ટાંક, કુંદનબેન ટાંક, પ્રફુલ્લાબેન રાઠોડના ભાઇ સદ્ગતનું બેસણું તા.૨૮ ગુરૂવારે હાથીખાના શેરી નં.૧૨ કેનાલ રોડ ખાતે  સાંજે ૪ થી ૬ રાખેલ છે.

નટવરલાલ કટારીયા

રાજકોટઃ સ્વ. ધીરજલાલ કાનજીભાઇ કટારીયા આણંદપરવાળા નિકાવાવાળાના જયેષ્ઠ પુત્ર નટવરલાલ ધીરજલાલ કટારીયા (ઉ.વ.૬૩) તે સુરેશભાઇના મોટાભાઇ જયભાઇ તથા દર્શકભાઇ (માતુછાયા ઝેરોક્ષ) માધુરીબેન તથા શ્વેતાબેનના પિતાશ્રીનું તા.૨૬ના મંગળવારના રોજ અવસાન થયેલ છે. તેમનુ બેસણું તા.૨૮ને ગુરૂવાર સમય સાંજે ૪ થી૫:૩૦ કલાકે જાગનાથ મહાદેવ મંદિર પહેલા માળે, ડો. યાજ્ઞિક રોડ રાજકોટ ખાતે રાખેલ છે. સસરાપક્ષની સાદડી સાથે રાખેલ છે.

બાનુબેન સુમરા

રાજકોટઃ બાનુબેન મહમદભાઇ સુમરા  તેઓ સમશેર મોહમ્મદભાઇ સુમરાના માતુશ્રી તા.૨૬ના અલ્લાહની રહેમતમાં પહોંચી ગયેલ છે. તેમની જીયારત તા.૨૮ ગુરૂવારે સવારે ૯ કલાકે ભાઇઓ માટે સંજરી મસ્જીદ, પોલીસ હેડ કર્વાટર તથા બહેનો માટે ઘરે ભોમેશ્વર વાડી શેરી નં.૨, જામનગર રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

બાબુભાઇ ટાંક

રાજકોટઃ ગુર્જર ક્ષત્રિય કડિયા મુળગામ મેઘપર હાલ રાજકોટ નિવાસી સ્વ. બાબુભાઇ મોહનભાઇ ટાંક તે રાજેશભાઇ, રાકેશભાઇ, સ્વ. અશ્વીનભાઇના પિતાશ્રીનું તા.૨૬ના દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૨૮ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ સહકાર સોસાયટી મેઇન રોડ શ્રીનગર-૬ ગુણેશ્વર મહાદેવ મંદિર રાખેલ છે.

મુકતાબેન સુચક

ગોંડલ :.. મુકતાબેન રસિકલાલ સુચક ઉ.૯૭ તે સ્વ. વસંતરાય, સ્વ. ચંદ્રકાંભાઇ, બીપીનભાઇ, સ્વ. હર્ષદભાઇ, જગદીશભાઇના માતુશ્રીનું તા. રપ સોમવારના રોજ અવસાન થયેલ છે. ઉઠમણું તા. ર૮ ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી પ ભોજરાજજી રાજપૂત છાત્રાલય સામે ગોંડલ રાખેલ છે.

દિવ્યાબેન સાતા

રાજકોટ : જામખંભાળીયા નિવાસી સ્વ. બકુલભાઇ સાતાના પત્ની દિવ્યાબેન (અંબાબેન ઉ.૭૦) તે હરિભાઇ અને ઓમના પિતા શશીકાન્તભાઇ રત્નેશ્વર, દિનેશભાઇ, સુરેશભાઇ, ભરતભાઇ તથા કીર્તિભાઇન બહેન તા. ર૩ અવસાન થયેલ છે. પિયર પક્ષની સાદડી તા. ર૮ ને ગુરૂવારે સાંજે ૪ થી પ૩ સૌરભ સોસાયટી, શેરી નં. ૪, નહેરૂનગર પાસે, રૈયા રોડ, 'રત્નદીપ', રાજકોટ ખાતે રાખેલ છે.

દર્શનાબેન મહેતા

જામકંડોરણા : સ્વ. કાંતિલાલ ઓધવજી મહેતાની પુત્રી દર્શનાબેન (ઉ.૬૮) તે સરોજબેન, હર્ષાબેન, કલ્પનાબેન, બીનાબેન, સ્વીટુબેન ના બહેન તથા પ્રશાંત મહેતાના માતુશ્રી, કાવ્યાની દાદીમા અને દિપ્તીબેનના સાસુનું તા. ર૬ ના રોજ અવસાન થયેલ છે. ઉઠમણું તા. ર૮ ના રોજ સાંજે ૩ થી પ જૈન દેરાસર વાડી જામકંડોરણા ખાતે રાખેલ છે.

ઇન્દુમતીબેન દવે

કેશોદ : નિવાસી સોરઠીય શ્રી ગૌડ માળવીય બ્રાહ્મણ અ.સૌ. ઇન્દુમતીબેન વિશ્વનાથભાઇ દવે (ઉ.વ.૮૦) જે વિશ્વનાથભાઇ નારદલાલ દવેના ધર્મપત્ની, દીપકભાઇ, સુકેતુભાઇ તથા નીતાબેનના માતૃશ્રી, સ્વ. કૌશિકભાઇ જે. દવેના ભાભી, સ્વ. બાલુભાઇ કરશનજી ભટ્ટ (ભટ્ટખડકી, જુનાગઢ) ના દીકરી તેમજ કૌસ્તુભ, કલ્યાણી અને વિદ્યતના દાદીમાંનું અવસાન થયેલ છે. સદ્ગતનું ઉઠમણું તથા પીયર પક્ષની સાદડી સંયુકતપણે રામેશ્વર મંદિર, એરોડ્રામ રોડ, કેશોદ તા. ર૯ શુક્રવારના રોજ ૪ થી પ રાખેલ છે.

ઈન્દુબેન સાયાણી

રાજકોટઃ સ્વ.તુલસીદાસ ગોરધનભાઈ સાયાણીના ધર્મપત્ની તથા રમેશભાઈ (કાવેરી ટી સિન્ડીકેટે, રાજકોટ), જીતુભાઈ (એમ તુલસીદાસ એન્ડ કંપની), વિમલભાઈ (નિકેત એજેંસી), સુનિલભાઈ (સાયાણી ટ્રેડિંગ, રાજકોટ), ઉર્મિલાબેનના માતુશ્રી તથા હાર્દિક, નિશાંત, પ્રતીક, હર્ષિત તથા નિકેતના દાદીજી ઈન્દુબેન તુલસીદાસ સાયાણી તા.૨૬ શ્રીજીચરણ પામેલ છે. તેમની પ્રાર્થના સભા તા.૨૮ સાંજે ૪ થી ૪:૩૦ જલારામ મંદિર જામ ખંભાળિયા તથા પિયર પક્ષની પ્રાર્થનાસભા સાથે રાખેલ છે.

મધુસુદનભાઈ ફીચડીયા

રાજકોટઃ સ્વ.સોની ડાયાલાલ જાદવજીભાઈ ફીચડીયા (નવસારિવાળા) હાલ રાજકોટના પુત્ર મધુસુદનભાઈ ડાયાલાલ ફીચડીયા (ઉ.વ.૭૬) તે મનહરભાઈ, જીતેન્દ્રભાઈ, માયાબેન, મીતાબેનના પિતાશ્રી તે સ્વ.કિશોરભાઈ ડાયાલાલ ફીચડીયા, કાન્તાબેન, ઈલાબેન, પુનિતાબેન પારેખના મોટાભાઈ તથા સ્વ.ભુરાલાલ જીવરાજભાઈ પાટડીયા (અમદાવાદવાળા)ના જમાઈ તા.૨૬ મંગળવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનુ બેસણું ગુરૂવાર તા.૨૮ના બપોરે ૩ થી ૫ વાગ્યા સુધી રામ- ઝરૂખા મંદિર હોલમાં, ખીજડા શેરી કોર્નર કોઠારીયા નાકે રાખેલ છે. સદ્દગતનું ચક્ષુદાન કરેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

રજનીબેન મહેતા

જામનગર  : રાજય પુરોહિત બ્રાહ્મણ જ્ઞાતિ મુંબઇના સ્વ. નરભેરામ દયારામ મહેતાના પુત્રવધુ રજનીબેન (નબુબેન) હરિવલ્લભ મહેતા (ઉ.વ.૮૫), હાલ જામનગર જે સ્વ. ઉર્મીલાબેન ભગવાનદાસ મહેતાના દેરાણી તથા દુર્ગેશ તેમજ બકુલ મહેતા (યુએસએ) રમીલાબેન નરેન્દ્ર ભટ્ટ, કિશોરી અરવિંદ ભટ્ટ (જામનગર) ચારૂબેન ચંદ્રકાંત વ્યાસ (રાજકોટ), રૂપા અશ્વીનભાઇ કિનારીવાલા (મુંબઇ) તેમજ પલ્લવી વિરેન દવે (અબુધાબી) ના કાકી તથા નીતિન ઉમેશ ખેતિયા (જામનગર) ના માસીનું તા. ૨૫ ના અવસાન થયેલ છે. સદ્ગતનું ઉઠમણું તા.૨૮ને ગુરૂવારે સાંજે પ.૦૦ થી પ.૩૦ શ્રી રાજપુરોહિત બ્રાહ્મણની બ્રહ્મપુરી રાજયગોર ફળી જામનગર ખાતે રાખેલ છે.

ચિરાગભાઇ અનડકટ

રાજકોટઃ ચિરાગભાઇ અનડકટ (ઉ.વ.૩૮) તે રમેશભાઇ જેઠાભાઇ અનડકટના પુત્ર, નીલેશભાઇ તથા વિરલભાઇના નાનાભાઇનું તા.ર૬ના અવસાન થયેલ છે. તે ભુપતભાઇ ચોલેરા (જામનગર) સ્વ.કનૈયાલાલ (ગાંધીનગર) વિનોદભાઇ તથા દિનેશભાઇના ભાણેજનું ઉઠમણું તા.ર૮ ને ગુરૂવારે અમૃતેશ્વર મહાદેવનું મંદિર, સદ્દગુરૂવંદના ધામની સામે ૧પ૦ રીંગ રોડ, જી.એસ.પી.સી. ઓફિસની પાછળ રાખેલ છે.

હસુમતીબેન ભટ્ટ

મોરબીઃ મુળ નવલખી હાલ મોરબી નિવાસી સ્વ.હરગોવિંદભાઇ દયાશંકર ભટ્ટના પત્ની હસુમતીબેન ભટ્ટ (ઉ.વ.૭૮) તે રેખાબેન, અસ્મીતાબેન, હરેનભાઇ (પોસ્ટ ઓફીસ), સુધીરભાઇ, શૈલેષભાઇના માતુશ્રી તથા આર. ટી. જોશી (એડવોકેટ) તેમજ સ્વ.હરીશભાઇ રાવલના સાસુ તેમજ સુરેશભાઇ દવે (મેરીટાઇમ બોર્ડ)ના બહેનનું તા.ર૬ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું બંને પક્ષનું તા.ર૮ના ગુરૂવારે સાંજે ૪ થી પ સાંઇબાબા મંદીરમાં સેન્ટમેરી સ્કુલ પાછળ, રણછોડનગર-ર, મોરબી મુકામે રાખેલ છે.

અનસુયાબેન જીવરાજાની

રાજકોટઃ રાજકોટ નિવાસી સ્વ.રમણીકલાલ નારણદાસ જીવરાજાનીના ધર્મપત્ની ગં. સ્વ. અનસુયાબેન રમણીકલાલ જીવરાજાની (ઉ.વ.૮૬) તે ડોલરભાઇ (કોર્પોરેશન), જગદીશભાઇ (શ્રીનાથ ટ્રાવેલ્સ), જીતેન્દ્રભાઇ (રાજ પરોઠા હાઉસ) અને રાજેશભાઇ (હાર્દિક એન્ટરપ્રાઇઝ)ના માતુશ્રી તેમજ પીયુષભાઇ, ભાવેશભાઇ, રાકેશભાઇ, વિશાલભાઇ અને હાર્દિકભાઇના દાદી તા.ર૪ના શ્રીજી ચરણ પામેલ છે. સદ્દગતનું ઉઠમણું તથા મોસાળ પક્ષની સાદડી તા.ર૮ના ગુરૂવારે પંચનાથ મંદિર ખાતે સાંજે ૪ થી પ રાખેલ છે.

નિશાંતભાઇ પરમાર

રાજકોટઃ વિપુલભાઇ સુમનભાઇ પરમારના પુત્ર નિશાંતનું તા.ર૬ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.ર૮ને ગુરૂવારે સાંજે ૪ થી ૬, નવલનગર ૪-પ, દરગાહ પાસે રાખેલ છે.

જેસાભાઇ ધોકિયા

રાજકોટઃ સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિના પૂર્વ પ્રમુખ જેસાભાઇ હીરાભાઇ ધોકિયા (ઉ.વ.૮૧) મુ. લાંબા બંદર વાળાનું તા.રપના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.ર૮ના ગુરૂવારે સાંજે ૪ થી ૬, સુધી બ્લોક-૧પ, આસ્થા ગ્રીન સીટી, કલ્પવનની પાસે, ટોયોટાના શો રૂમ પાછળ, ગોંડલ નેશનલ  હાઇવે ખાતે રાખેલ છે.

હેમલતાબેન દોશી

રાજકોટઃ મુંબઇ નિવાસી હાલ રાજકોટ હેમલતાબેન હરકિશનભાઇ દોશી (ઉ.વ.૮૪) જેઓ સ્વ.મનીષભાઇ ઉદયભાઇ, અમિતભાઇના માતુશ્રી તેમજ સ્વ.કીરીટભાઇ, જયેન્દ્રભાઇ અને રાજેશભાઇ સંઘવી અને વિભાવરીબેન જસાણી, સ્વ.પુષ્પાબેન બાવીસી તથા જયશ્રીબેન મહેતાના બહેન તા.ર૬ના અરિહંત શરણ પામેલ છે. જેની કોઇ પણ લૌકીક ક્રિયા રાખવામાં આવેલ નથી.

પ્રમોદભાઈ મહેતા

રાજકોટઃ નથુ તુલસી ઔદિચ્ય બ્રાહ્મ મૂળ જામદુધઈના રહેવાસી પ્રમોદભાઈ મથુરદાસ મહેતા (ઉ.વ.૬૮) તે કલ્પેશભાઈ મહેતા તથા શીતલબેન શુકલના પિતા તથા હસમુખભાઈ વ્રજલાલ મહેતા તથા સ્વ.મુકેશભાઈ અને હરેશભાઈ તથા પરેશભાઈ નૈનેશભાઈ, કૌશિકભાઈ મહેતાના મોટાભાઈનું આજ રોજ તા.૨૬ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૨૮ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૫:૩૦ કલાક સુધી કર્મચારી સોસાયટી કિડવાઈનગર મેઈન રોડ ઓમકારેશ્વર મંદિર ખાતે રાખેલ છે.

રંજનબેન રાણપરા

રાજકોટઃ ટંકારાવાળા સોની ગોપાલદાસ પોપટભાઈ રાણપરાના પુત્ર વ્રજલાલભાઈના નાનાભાઈ જયંતિભાઈના ધર્મપત્નિ રંજનબેન (ઉ.વ.૬૭) તે જેચંદભાઈ ધનજીભાઈ પાટડીયાના દીકરી તથા મહેન્દ્રભાઈ તથા પ્રતાપભાઈના બહેન તા.૨૫ને સોમવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બન્ને પક્ષનું બેસણું તા.૨૮ને ગુરૂવારે સાંજે ૪ થી ૫:૩૦ કલાકે, પારેખવાડી, ખત્રીવાડ, સોનીબજાર, રાજકોટ ખાતે રાખેલ છે. સદ્દગતે ચક્ષુદાન કરેલ છે.

કુમુદબેન મોદી

રાજકોટઃ સ્વ.દિનેશચંદ્ર નટવરલાલ મોદીના ધર્મપત્ની કુમુદબેન મોદી તે સ્વ.રૂગનાથ ધારશીભાઈના પુત્રી તથા ઈલેશભાઈ તથા પુનિયાબેન સંજયભાઈ ભીમાણીના માતુશ્રીનું તા.૨૪ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું / પ્રાર્થનસભા તા.૨૮ ગુરૂવારે સવારે ૧૦ કલાકે, ગીતગુર્જરી ઉપાશ્રય, એરપોર્ટ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

અશ્વિનકુમાર જાની

રાજકોટઃ મુળ વાંકાનેર હાલ રાજકોટ ઔદિચ્ય સહસ્ત્ર ઝાલાવાડી સત્તર તાલુકા અશ્વિનકુમાર મુળશંકર જાની (આયુ. ઉપાસક ભૂ.પૂ. શિક્ષક - લાખાજીરાજ સ્કુલ (ઉ.વ.૮૪) તે લતાબેન, સરીતાબેન, રૂપાબેન, અજીતભાઇ, સંજીવભાઇ, સિધ્ધાર્થભાઇના પિતા તે સ્વ. નલીનકાન્ત જાની તથા સ્વ. ગુણવંતરાય ભટ્ટ (વડોદરા)ના ભાઇનું તા.૨૬ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.૨૮ના સાંજે ૪ થી ૬ હળવદ બ્રાહ્મણ બોર્ડિગ, જનકલ્યાણ સોસા. સામે સરદારનગર મેઇન રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

પ્રેમકુંવરબા ઝાલા

રાજકોટઃ પ્રેમકુંવરબા સજજનસિંહ ઝાલા (ઉ.વ.૮૨) (ગામ રામપરાના, તા. ધ્રાંગધ્રા) હાલ રાજકોટ તે શકિતસિંહ સજજનસિંહ ઝાલાના માતુશ્રી, યુવરાજસિંહ શકિતસિંહ ઝાલા તથા ક્રિપાલસિંહ શકિતસિંહ ઝાલાના દાદીમાં તા.૨૭ને બુધવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે. સદ્ગતનું બેસણું તા.૨૯ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ સરિતા વિહાર કોમ્યુનીટી હોલ યુનિ. રોડ રાજકોટ ખાતે તથા ઉત્તરક્રિયા તા.૮/૧૨ના રોજ રાખેલ છે.

રસીલાબેન સખીદાસ

રાજકોટઃ લીંબડી નિવાસી હાલ રાજકોટ સ્વ.વિનયચંદ્ર કે.સખીદાસના ધર્મપત્ની રસીલાબેન (ઉ.વ.૭૬) તે ગોપાલ સંપ્રદાયના બા.બ્ર.પૂ.જયંતિકાબાઈ સ્વામી પૂ.ભાવીનીબાઈ સ્વામીના ભાભી તથા બા.બ્ર.પૂ.લક્ષીતાબાઈ સ્વામીના માતુશ્રી તથા ભાવ દિક્ષીત પીનાબેનના માતુશ્રી તથા આપ્તપુત્ર નિમીષાનંદજી તથા વિરલના ભાભુનું તા.૨૭ના રોજ સંથારા સહિતનું અવસાન થયેલ છે. સદ્દગતનું ચક્ષુદાન કરવામાં આવેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

મનોજભાઈ કટારીયા

રાજકોટઃ મનોજભાઈ કિશોરભાઈ કટારીયા (ઉ.વ.૪૭) તે સ્વ.કિશોરભાઈ નાથાલાલ કાટરીયાના પુત્ર પ્રિતિબેન કટારીયાના પતિ, સુરભી તથા રોનિતના પિતા પ્રકાશભાઈ તથા મીનાબેનના ભાઈ તા.૨૬ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ઉઠમણુ તથા પિયર પક્ષની સાદડી તા.૨૮ના રોજ શ્રી રાધાકૃષ્ણ મંદિર ૮૦ ફુટનો રોડ, અક્ષરનગર ગાંધીગ્રામ રાજકોટ ખાતે રાખેલ છે.

વિમળાબેન મહેતા

રાજકોટઃ ધ્રોલ નિવાસી હાલ રાજકોટ દિલીપભાઈ મણીલાલ મહેતાના ધર્મપત્ની વિમળાબેન દિલીપભાઈ મહેતા તે હિતેનભાઈ દીલીપભાઈ મહેતા (સૌરાષ્ટ્ર રેફ્રીજરેશન), સોનલબેન જયેશભાઈ સંઘાણી (યુએસએ), પ્રીતીબેન જીતેન્દ્રભાઈ ટોળીયા (યુએસએ)ના માતુશ્રી, સ્નેહા હિતેનભાઈ મહેતા (એલ એન્ડ એલ)ના સાસુ મીત, પ્રીયાના દાદી અને ચીંતન, રીધ્ધી, રાહુલ, મીતાલી, વિશાલ, શીતલ, દેવલ (યુએસએ)ના નાની તા.૨૬ના રોજ અરિહંત શરણ પામેલ છે. અંતીમયાત્રા તા.૨૮ના રોજ સવારે ૧૦ વાગ્યે તેમના નિવાસસ્થાનેથી નીકળશે. સ્થળ ''સૌરભ'' ૨-સુર્યોદય સોસાયટી, સેન્ટમેરી સ્કુલ સામે, કાલાવડ રોડ, રાજકોટ ઉઠમણું/ પ્રાર્થનાસભા તા.૨૯ના રોજ સવારે ૧૦વાગ્યે, સ્થળ રોયલ પાર્ક ઉપાશ્રય, ૨/૮, રોયલ પાર્ક, જી.ટી.શેઠ સ્કુલ પાછળ, રાજકોટ ખાતે રાખેલ છે.