Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020
અવસાન નોંધ

અશ્વિનભાઇ વજેશંકર વ્યાસનું અવસાન : ટેલિફોનિક બેસણું

રાજકોટ : ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણના અશ્વિનભાઇ વજેશંકર વ્યાસ (ઉ.વ.૭૭) તે પુષ્પાબેનના પતિ તે દેવાંગ અશ્વિનભાઇ વ્યાસ (ભાવનગર), શીતલબેન સંજયભાઇ જોશીના પિતા, સ્વ. જસવંતભાઇ, સ્વ. રમેશભાઇ, મુકુંદભાઇ તથા ચંદ્રકાંતભાઇ તેમજ નિર્મળાબેન અને ઇલાબેનના ભાઇનું તા. ર૬ ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલીફોનિક બેસણું આજે તા. ર૭ ને સોમવારે સાંજે પ થી ૬ રાખેલ છે. દેવાંગભાઇ ૯૪ર૮પ  રર૩૩૮, શીતલબેન ૯૩૭પ૧ ૪૩પ૬૪, હરીશભાઇ- ૯૮૯૮૦ ૧૩૩૧૧, શૈલેષભાઇ ૯૯૦૪૩ ૦૪પ૭૯

અલ્પેશભાઇ જોશી

ઉપલેટા : મૂળ અખોદડ હાલ ઉપલેટા નિવાસી શ્રી ઔદિચ્ય ગોહિલ શ્રીનાથદાદાતળ બ્રાહ્મણ વૃજલાલ કેશવજીભાઇ જોશીના પુત્ર હરસુખલાલના પુત્ર અલ્પેશભાઇ (ઉ.વ.૩૪)નું તા. ર૪ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ ટેલીફોનિક બેસણું રાખેલ છે.

ડો. નરેન્દ્રભાઇ લહેરી

રાજુલા : રાજુલા નિવાસી (હાલ અમેરિકા) ડો. નરેન્દ્રભાઇ કનુભાઇ લહેરી (ઉ.વ.૭૮) તે જયોત્સનાબેનના પતિ, સ્વ. કનુભાઇના પુત્ર, સ્વ. દિનેશભાઇ (અમરેલી), પ્રવિણભાઇ (અમદાવાદ), સ્વ. અનસુયાબેન (મુંબઇ), બીપીનભાઇ (રાજુલા)ના ભાઇ, અમેરિકા સ્થિત અજય, ડો. અલ્પા, ડો. અનુપા, ડો. આશાના પિતા, સ્વ. અમુભાઇ લહેરી (મહુવા)ના ભત્રીજા અને સ્વ. જમનાદાસ આત્મારામ કાણકીયા (મુંબઇ)ના જમાઇનું તા. ર૩ના રોજ અમેરિકા ખાતે અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુરૂપ સાવચેતીના પગલે ટેલીફોનિક બેસણુ આજે તા. ર૭ ને સોમવારના રોજ સાંજે ૪-૦૦થી ૭-૦૦ રાખેલ છે. મો. ૯૯૦૪૦ ૬૧૪રર (રાજુલા), મો. ૯૪ર૯ર રરર૦૪ (અમરેલી), મો. ૯૮ર૪ર ર૪૩પ૬ (મહુવા)

ડો. હિરાલાલ ભટ્ટ

મોરબી : મૂળ બગથળા હાલ મોરબી નિવાસી ડો. હિરાલાલ મણીશંકર ભટ્ટ (ઉ.વ.૭ર) તે રાજુભાઇ ભટ્ટના પિતાશ્રી તેમજ લલીતભાઇ (વીસી હાઇસ્કુલ), જયંતિભાઇ (પૂર્વ એસ.ટી. કર્મચારી) અને કિશનભાઇના ભાઇ તા. રપના રોજ કૈલાસવાસ પામેલ છે. વર્તમાન સ્થિતિને લઇને સદ્ગતનું ટેલીફોનિક બેસણું આજે તા. ર૭ ને સોમવારે સાંજે ૪ થી ૬, રાખેલ છે. (મો. ૯૮ર૪૯ ૧રર૩૦ અથવા મો. ૮ર૦૦૧ ૦૮૦૩૩)

પુષ્ટી હિરાણી

મોરબી : સ્વ.ઠા. પ્રાગજીભાઇ મગનલાલ હિરાણીના પુત્ર અનિલભાઇની પૌત્રી, તેમજ મિલનભાઇની પુત્રી પુષ્ટી (ઉ.વ.ર) તે નિશિત જગદીશભાઇ અને નિરવ શૈલેષભાઇની ભત્રીજી તા. રપ ના રોજ અવસાન પામેલ છે. વર્તમાન કોરોના મહામારીના પગલે આજે તા. ર૭ ને સોમવારે ટેલીફોનિક બેસણું રાખેલ છે. અનિલભાઇ (મો. ૯૯રપ૭ ર૬૦૬૧), મિલનભાઇ (મો. ૯૯૭૯૪ ૭૩૦૯ર) અને પુજાબેન (મો. ૯૬૩૮ર ૪૪રર૪)

ધરમશીભાઇ રાઠોડ

મોરબી : ધરમશીભાઇ અરજણભાઇ રાઠોડ (ઉ.વ.૮૦) તે નવીનભાઇ, રાજેશભાઇ, સંદીપભાઇના પિતાનું તા. રપના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિના પગલે સદ્ગતનું બેસણું-ઉઠમણું લૌકિક ક્રિયા, ઉત્તરક્રિયા મોકુફ રાખેલ છે.

દિલીપભાઇ (બાબાકાકા)

મોરબી : રોહીશાળા વાળા હાલ મોરબી સ્વ. મોહનલાલ પોપટલાલના સુપુત્ર દિલીપભાઇ (બાબાકાકા) (ઉ.વ.૬૧) તે રીટાબેનના પતિ, ચિંતનભાઇ તથા રિદ્ધિબેન ઋષભભાઇના પિતાશ્રી સ્વ. અરવિંદભાઇ, બટુકભાઇ (મુંબઇ), લલિતભાઇ (રાજકોટ), જયોત્સનાબેન દોશી, કુસુમબેન શાહ (એ.જે.કાુ઼.), અરૂણાબેન મોદી, ભાવનાબેન ઝાટકીયાના ભાઇ, સુચીબેનના સસરા અને જીયાનના દાદા તેમજ ગં.સ્વ. સુશીલાબેન મનસુખભાઇ માધવજીભાઇ મહેતા (ખાનપરવાળા)ના જમાઇનું તા. રપ ને શનિવારના રોજ અરિહંતશરણ પામેલ છે.  હાલના વર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખી ટેલીફોનિક ઉઠમણું આજે તા. ર૭ ને સોમવારના રોજ રાખેલ છે. મો. ૯૪ર૬૮ ૪પ૯૦પ/ ૯૮૭૯૧ ૮૯૮૯૦

ગુલાબખાન હુસેનખાન

ભાવનગર : પઠાણ ગુલાબખાન હુસેનખાન નિવૃત પી.એસ.આઇ. પિંજારાવાડ રાણીકા, તે મરહુમ હુસેનખાન અનવરખાન પઠાણ (પોલીસ જમાદાર)ના દીકરા, મરહુમ રસુલખાન, સિકંદર ખાનના ભાઇ, પઠાણ અબ્દુલ્લાખાન નિવૃત ટાઇપ શિક્ષકના ભત્રીજા, અરશદખાન, જાફરખાનના પિતા અલાદખાન સિકંદરખાનના જમાઇ અબ્દુલ્લાભાઇ, સત્તારભાઇ, આરફીખાન, ઇમરાનખાનના સસરા, મજીદખાન બોરડી ગેટ, ઉષ્માનભાઇના વેવાઇનું ઇન્તેકાલ થયેલ છે. મરહુમની જીયારાત રાખેલ નથી.

ભુપેન્દ્રભાઈ ધાંધા

રાજકોટઃ બ્રહ્મક્ષત્રિય ભુપેન્દ્રભાઈ હીરાલાલ ધાંધા જે વિનયભાઈ તથા સ્વ.યોગેશભાઈના પિતાશ્રી તેમજ સ્વ.રમણીકભાઈ તથા પ્રફુલભાઈના નાનાભાઈ તથા રશ્મિકાંતભાઈ તથા પ્રફુલભાઈના નાનાભાઈ તથા રશ્મિકાંતભાઈના મોટાભાઈ તા.૨૩ને ગુરૂવારના શ્રીજીચરણ પામેલ છે. હાલની પરિસ્થિતીને લીધે ઉઠમણું કે લૌકિક વહેવાર રાખેલ નથી.

ફાલ્ગુનીબેન મચ્છર

રાજકોટઃ બ્રહ્મક્ષત્રિય નંદકિશોર જમનાદાસ મચ્છરના પુત્રવધુ ફાલ્ગુનીબેન મચ્છર (ઉ.વ.૪૪) રોહિતભાઈ મચ્છરના ધર્મપત્ની તથા રાહિલ, દેવ અને સાક્ષીના માતા અને મધુસુદન જમનાદાસ પડિયાના પુત્રી તા.૨૬ને રવિવારના રોજ શ્રીજીચરણ થયેલ છે. વર્તમાન પરીસ્થિતીને ધ્યાનમાં રાખી બધી લૌકિકક્રિયા બંધ રાખેલ છે. ટેલિફોનીક બેસણું તા.૨૭ સોમવારે સાંજે ૫ થી ૬ કલાકે રાખેલ છે. રોહિતભાઈ મચ્છર મો.૯૯૨૪૮ ૯૬૯૨૧, રાહિલભાઈ મચ્છર મો.૭૮૭૪૯ ૦૨૧૬૦

કોકિલાબેન તુરખીયા

રાજકોટઃ દ.શ્રી.સ્થા.જૈન કોકિલાબેન કિશોરચંદ્ર તુરખીયા (ઉ.વ.૭૫) દામનગર નિવાસી હાલ નાંદેર સ્વ.કિશોરચંદ્ર ત્રંબકલાલ તુરખીયાના ધર્મપત્નિ કોકિલાબેન તે પંકજ, ધર્મેશ, પારૂલ રાજેશ શાહ, શિલ્પા કિશોર શેલિયા, માધવી જીગર શાહના માતુશ્રી તે રૂપા, વૈશાલીના સાસુ તે રિધ્ધી, વિધી, હર્ષ બિરાજના દાદી તે સ્વ.મનહરલાલ, ભુપતભાઈ અને કિરીટભાઈ તુરખીયા તથા કુંદનબેન ભીમાણી, ગુણવંતીબેન ફીફાદરાના ભાભી તે પિયર પક્ષ ઘુઘરાવાળા સ્વ.વસંતજીભાઈ શામળજીભાઈ બદાણીના પુત્રી તા.૨૩ના અરીહંતશરણ પામેલ છે.

પુષ્ટિ હિરાણી

રાજકોટઃ મોરબી નિવાસી ઠા.સ્વ.પ્રાણજીવનભાઈ મગનલાલ હિરાણીના પુત્ર અનિલભાઈની પૌત્રી, મિલનભાઈની પુત્રી તે નિશિત જગદીશભાઈ તે નીરવ શૈલેષભાઈની ભત્રીજી, પુષ્ટી (ઉ.વ.૨)નું દુઃખદ અવસાન તા.૨૫ના રોજ થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષી ટેલીફોનીક બેસણું તા.૨૭ સોમવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. અનિલભાઈ મો.૯૯૨૫૭ ૨૬૦૬૧, મિલનભાઈ મો.૯૯૭૯૪ ૭૩૦૯૨, પૂજાબેન મો.૯૬૩૮૨ ૪૪૨૨૪

ભાવિકભાઇ ચૌહાણ

રાજકોટઃ મચ્છુ કઠીયા સઇ સુતાર દરજી પ્રવિણભાઇ અમૃતલાલ ચૌહાણના પુત્ર ભાવિક (ઉ.વ.ર૬) તે મહેન્દ્રભાઇનો ભત્રીજો, કિંજલબેન આશિષકુમાર પરમાર (રાજકોટ)ના નાનાભાઇ, દમુબેન રાજેશકુમાર પીઠડીયાનો ભત્રીજો, હેમાલી સાગરકુમાર ચાવડા (રાજકોટ), સ્વાતિ લાલજીકુમાર (રાજકોટ), દિશા, કાર્તિકના ભાઇનું તા.ર૪ના અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.ર૭ને સોમવારે ૪ થી ૬ રાખેલ છે. પ્રવિણભાઇ મો. નં. ૮૧૬૦૩ ૯૯૯૩૪ તથા મો. નં. ૯૮રપ૭ ૬પ૧૧૯ છે અને મહેન્દ્રભાઇ મો. નં. ૯૮૭૯૩ ૧પ૮૦૮ છે.

ભરતભાઇ ચાંદ્રાણી

રાજકોટઃ સ્વ.બાબુલાલ લક્ષ્મણભાઇ ચાંદ્રાણીના પુત્ર ભરતભાઇ (ઉ.વ.૬૩) (મુંબઇ) હાલ રાજકોટ તે જાગૃતિબેનનાં પતિ, કેયુર (કરણના પિતા) તથા મુકેશભાઇ ચાંદ્રાણી (અમરેલી) પ્રકાશભાઇ ચાંદ્રાણી (રાજકોટ) અને પ્રજ્ઞાબેન ભુપેન્દ્રકુમાર કાનાબાર (તાલાળા)ના ભાઇ તથા શાંતાકૃઝ મુંબઇવાળા સ્વ.કનૈયાલાલ સી. મહેતાના જમાઇ, મીથીલભાઇ ચાંદ્રાણી (અમરેલી)નાં કાકા, હાર્દિકભાઇ ચાંદ્રાણી (રાજકોટ)ના મોટા બાપુજી તા.રપના શ્રીજી ચરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.ર૭ને સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. સદ્દગતની ઇચ્છા અનુસાર ચક્ષુદાન કરેલ છે. મુકેશભાઇ ચાંદ્રાણી (મો. નં. ૯૭ર૭૭ ર૩૩૧૬) અને પ્રકાશભાઇ ચાંદ્રાણી (મો. નં. ૯૯૭૯૧ ૦૩૮૯૩) છે.

જયંતિલાલ પંડ્યા

કેશોદ : ઐાદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ શ્રી જયંતિલાલ કરૂણાશંકર પંડ્યા (ઉ.વ.૮૫) બાલાગામ વાળા હાલ કેશોદ તે બિપીનભાઇ પંડ્યા (યશ કોમ્પ્યુટર) તથા જગદીશભાઇ (રાજકોટ) તથા દિવ્યાબેન જગદીશકુમાર પંડ્યા(અમરેલી) તથા હીનાબેન જીજ્ઞેશભાઇ વ્યાસ (કેશોદ)ના પિતાનું તા.૨૪ને શુક્રવારના રોજ અવસાન થયેલછે. સદગતનુ ટેલીફોનીક બેસણું તા. ૨૭ને સોમવારના રોજ રાખેલ છે. બિપીનભાઇ પંડ્યા મો. ૯૯૨૪૨ ૩૬૬૦૦ જગદીશભાઇપંડ્યા મો. ૯૪૨૮૭ ૦૭૦૩૧.

અરૂણાબેન કોટક

મોરબીઃ અરૂણાબેન જગદીશભાઇ કોટક (ઉવ.૬૨)તે જગદીશભાઇ દયાલજીભાઇ કોટક (રીટાયર્ડ એસ.બી.આઇ)ના પત્ની તથા નયનભાઇ જગદીશભાઇ કોટક, બંસીબેન ઉમેશકુમાર રાજા, ડોલીબેન દીવ્યેશકુમાર ચંડીભમર, સ્વ.જાગૃતિબેન નિલેશકુમાર ચંદારાણા, ચેતનાબેન અમિતકુમાર સોમૈયાના માતા તેમજ કરમશીભાઇ માધવજી કારીયાના દીકરીનું તા.૨૪ શુકવારના રોજ અવસાન થયેલ છે. પ્રવર્તમાન પરિસ્થિતીને અનુલક્ષીને સદગતનું ટેલીફોનીક બેસણુ તા. ૨૭ સોમવાર સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે.

પ્રજ્ઞાબેન ત્રિવેદી

રાજકોટ : સ્વ. નિતિનભાઇ દુર્ગાશંકરભાઇ ત્રિવેદી (અમદાવાદ) ના ધર્મપત્નિ તેમજ ચિંતનભાઇ અને અપૂર્વભાઇના માતુશ્રી તેમજ સ્વ. ચંદુલાલ અમૃતલાલ શુકલ (રાજકોટ) ના પુત્રી પ્રજ્ઞાબેન નિતિનભાઇ ત્રિવેદી (ઉ.વ.૬૮) નું તા. ૨૪ ના શુક્રવારે અમદાવાદ મુકામે અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા. ૨૭ ના સોમવારે સાંજે ૪ થી પ રાખેલ છે.

વસંતભાઇ વાઢેર

રાજકોટ : ગુર્જર ક્ષત્રિય કડિયા વસંતભાઇ વિઠ્ઠલદાસ વાઢેર (નિવૃત જીઇબી રાજકોટ) (ઉ.વ.૭પ) તે પરેશભાઇ વસંતભાઇના પિતાશ્રી, દક્ષાબેન પરેશભાઇના સસરા રાજેશભાઇ, કેતનભાઇ, અલ્પેશભાઇના સસરા અલ્કાબેન, આરતીબેન, કિરણબેનના પિતાશ્રી તા. ર૬ ના રોજ અવસાન પામેલ છે. તેમનું ટેલિફોનિક બેસણું તા. ૩૦ના રોજ ૪ થી ૬ રાખેલ છે. મો. ૯૬૩૮ર ૩પ૦૩૧ વસંતભાઇ વાઢેર ૯૭૩૭૪ ૬૪૧૮૬/ ૯૯૧૩૩ ૩૩૮૩૯.

પ્રવિણચંદ્ર મહેતા

રાજકોટઃ જામદુધઈ નિવાસી હાલ મોરબી પ્રવિણચંદ્ર ઈશ્વરલાલ મહેતા (ઉ.વ.૭૫)નું તા.૨૪ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સમય પરિસ્થિતિને આધીન લૌકિક  વહેવાર બંધ રાખેલ છે.

કુસુમબેન રૂપારેલીયા

રાજકોટઃ નિવાસી સ્વ.હિરાલાલ વૃજલાલ રૂપારેલીયાના ધર્મપત્ની કુસુમબેન હિરાલાલ રૂપારેલીયા (ઉ.વ.૮૫) તે સ્વ.નરેન્દ્રભાઈ રૂપારેલીયા તથા સ્વ.વિરેન્દ્રભાઈ રૂપારેલીયાના ભાભી તેમજ સ્વ.ગોરધનદાસ હેમરાજભાઈ લાખાણી (પોરબંદર)ના પુત્રી તા.૨૬ના રોજ શ્રીજીચરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.