Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018
મુળ મહુવાના અને હાલ મુંબઇ નિવાસી દમયંતીબેન વી.પારેખનું અવસાન

ભાવનગર : મહુવા(ભાવનગર)ના મુળ વતની અને મુંબઇ સ્થિત પરમ ભગવદીય વૈષ્ણવ શ્રીમતી દમયંતી બહેન વી. પારેખ પવીપ્ર પુરષોતમ અધિક માસમાં ઠાકોરજીની સેવા કરતા કરતા તા૨૪ને ગુરૂવારના શ્રીજી ચરણ પામ્યા છે. તેમને ધાર્મિક, સાંસ્કૃતિક, સામાજીક, શૈક્ષણીક સંસ્થા તેમજ વિવિધ  જ્ઞાતી અગ્રણીઓએ પુષ્પાંજલી અર્પણ કરેલ. તેમના નીવાસ સ્થાન ગાર્ડન વ્યુ બીલ્ડીંગ ગ્રાંટરોડ મુંબઇ ખાતેથી નીકળેલ અંતીમયાત્રામાં હજારો વૈષ્ણવ  ભાઇ-બહેનો  જોડાયા હતા. દીવંગત દમયંતી બહેનને સમગ્ર  વલ્લભકુળના  પૂ.આચાર્યોએ  શ્રધ્ધા સુમન  અર્પણ કરી પારેખ પરિવારના વસંતભાઇ પુત્ર  ચેતનભાઇને પ્રત્યક્ષ - પરોક્ષ દીલસોજી પાઠવી હતી. દીવંગત દમયંતી બહેન સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ભારતભરના વૈષ્ણવોને એકપાઇ લીધા વીના વ્રજની તથા નાથદ્વાર ભુરખીયા (અમરેલી)ની માત્ર નિમિત્ત બની અનેક ધર્મયાત્રા કરાવી પુણ્યનું ભાથુ બાંધેલ તેમનો મુખ્ય ઉદેશ માનવ સેવા સાથે ઠાકોરજીની કોઇપણ  હવેલીના જીર્ણોધ્ધારમાં વિશેષ સહયોગ આપતા હતા. પુષ્ટી સંપ્રદાય હવેલીને  ચાંદીના બારણા થી સજ્જ બનાવવા તેમનું યોગદાન રહેલ છે.

ધોરાજીઃ નગરપાલિકા કારોબારી ચેરમેનના પિતાશ્રી હિરાભાઇ રાખોલિયાનું અવસાન

ધોરાજી : રાખોલિયા હિરાભાઇ પ્રેમજીભાઇ (ઉ.વ. ૯પ) તે કાંતિભાઇ, વિઠ્ઠલભાઇ, ગોવિંદભાઇ, ધોરાજી નગરપાલિકા કારોબારી ચેરમેન જગદીશભાઇના પિતાશ્રી તા. રપ ના રોજ શ્રીજીચરણ પામેલ છે. બેસણું તા. ર૮ સોમવારે સાંજે ૪ થી ૬, જમનાવડ રોડ, શ્રી લેઉવા પટેલ સમાજ વિભાગ-ર ખાતે રાખેલ છે. સ્મશાન યાત્રામાં ધારાસભ્ય લલીતભાઇ વસોયા, નગરપતિ ડી.એલ. ભાસા, પૂર્વ નગરપતિ હરકીશન માવાણી, કે.પી. માવાણી તેમજ નગરપાલિકા સદસ્યો, સંસ્થાના આગેવાનો, ડોકટરો, વકીલો, સ્નેહીમિત્રો, સબંધીઓ બહોળી સંખ્યામાં જોડાયા હતાં.

ખોડુભા (ઈન્કમટેક્ષ)ના કાકાશ્રી બટુકસિંહ જાડેજા (માજી સરપંચ-વાજડીગઢ)નું દુઃખદ અવસાનઃ સદ્ગતનું સોમવારે તા. ૨૮ના સવારે ૯ થી ૭ વાજડીગઢ ખાતે બેસણું

રાજકોટઃ. વાજડી(ગઢ) નિવાસી શ્રી બટુકસિંહ બાલુભા જાડેજા (માજી સરપંચ) (ઉ.વ. ૮૧) તે શ્રી જનકબા પ્રવિણસિંહ ચુડાસમા (પીપળી), શ્રી ઘોઘુભા અજીતસિંહ જાડેજાના મોટાભાઈ તથા શ્રી છોટુભા, શ્રી રામદેવસિંહ તથા શ્રી પ્રફુલાબા મનહરસિંહ રાણા (ભડવાણા)ના પિતાશ્રી તથા શ્રી ખોડુભા રણજીતસિંહ જાડેજા (પ્રમુખ ઈન્કમટેક્ષ ઓફિસર્સ એસોસીએશન), શ્રી ભૂપતસિંહ (ભૂપીભાઈ) (સરપંચ), શ્રી વિજયસિંહ, શ્રી છત્રપાલસિંહ (ગાંધીનગર) તથા શ્રી ક્રિષ્નાબા દિગ્વીજયસિંહ રાણા (ઝીંઝાવદર)ના કાકાશ્રીનું તા. ૨૫-૫-૧૮ અધિક માસ (એકાદશી) શુક્રવારના દિવસે દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણુ તા. ૨૮-૫-૨૦૧૮ને સોમવારના રોજ સવારે ૯ વાગ્યાથી સાંજના ૭ વાગ્યા સુધી વાજડી (ગઢ) વાયા રૈયા મુકામે રાખેલ છે. સદ્ગતની અંતિમયાત્રામાં આજુબાજુના ગામના આગેવાનો, રાજકીય-સામાજીક અગ્રણીઓ જોડાયા હતા. સદ્ગત ખૂબ જ સેવાભાવી અને સરળ સ્વભાવના કારણે વાજડીગઢમાં લોકચાહના ધરાવતા હતા. પ્રભુ તેમના પવિત્ર આત્માને ચિર શાંતિ અર્પે... ઓમ શાંતિ...ઓમ શાંતિ... ઓમ શાંતિ...

વસંતબેન મોદીનું નિધનઃ સાંજે ઉઠમણું

રાજકોટઃ જૈન શ્રેષ્ઠી, રોટરી તથા જૈન સોશીયલ વેસ્ટના પૂર્વ પ્રમુખ રાજેનભાઈ મોદી અને જૈન અગ્રણી દીકરાનું ઘર, ચેમ્બર ઓફ કોમર્સ, જૈન સોશીયલ મીડટાઉનના પૂર્વ પ્રમુખ, પાંજરાપોળ જેવી અસંખ્ય સેવા સંસ્થાઓના મોભી ઉપેનભાઈ મોદીના માતુશ્રી વસંતબેન નટવરલાલ મોદીનું નિધન થયેલ છે. તેઓ ભારતીબેન બીપીનભાઈ લાખાણી, આશાબેન વિનોદરાય મહેતા, ભાવનાબેન ત્રિલોકભાઈ વારીયા તથા અંધ મહિલા વિકાસ ગૃહ રાજકોટનાં મંત્રી દીનાબેન મોદીના માતુશ્રી હતા તથા અપૂર્વ મોદી, મિહિર મોદી, કૃતિ સિદ્ધાર્થ શાહ અને મૈત્રી મોદીના દાદી હતા અને દર્શન લાખાણી, આશિષ લાખાણી, હર્ષ મહેતા, વિરલ મહેતા, કુંજલ શાહ, જય વારીયા, હેતલ શાહના નાની થતા હતા. સદગત માતુશ્રીનું ઉઠમણુ આજે તા. ૨૬ શનિવાર સાંજે ૫ કલાકે શાલીભદ્ર સરદારનગર ઉપાશ્રય, ૯-સરદારનગર ખાતે રાખવામાં આવેલ છે (ઉપેનભાઈ મોદીઃ ૯૮૨૪૦ ૪૩૧૪૩). જીવદયા ગ્રુપ દ્વારા વસંતબેન મોદીને શ્રધ્ધાસુમન અર્પણ કરવા રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળમાં કાલે રવિવારે તા. ૨૭ના ૩૦૦ કીલો લાડવા ગૌમાતાઓને અર્પણ કરવામાં આવશે. જ્યારે પાંજરાપોળમાં કામદાર ભાઈઓ-બહેનોને સવારે ટમેટાપૌવાનો નાસ્તો કરાવવામાં આવશે અને ઝૂપડપટ્ટીના ભાઈઓ-બહેનોને છોલેપૂરી અને કેરીનો રસનું જમણ તેમજ કપડા પણ અર્પણ કરવામાં આવશે તેમ જીવદયા ગ્રુપ-રાજકોટની યાદી જણાવે છે.

કોટડાસાંગાણી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈના માતુશ્રીનું અવસાન

કોટડાસાંગાણી, તા. ૨૬ : કોટડાસાંગાણી તાલુકા ભાજપ પ્રમુખ અને આહીર અગ્રણી શ્રી અરવિંદભાઈ સીંધવના માતૃશ્રી સોમબેન બાવાભાઈ સીંધવનુ તા.૨૪ને ગુરૂવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે  સદગત અર્થે (કારજ) લોકીક ક્રીયા તા.૧-૬ના રોજ તેમના નિવાસ સ્થાન મુ.સતાપર તા.કોટડાસાંગાણી ખાતે રાખેલ છે.

અવસાન નોંધ

ઝીણાભાઇ દરજીના ધર્મપત્નીનું નિધન

અમદાવાદ : પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને ર૦ મુદ્દા અમલીકરણ સમિતિના પૂર્વ અધ્યક્ષ સ્વ. ઝીણાભાઇ દરજીના ધર્મપત્ની ગં.સ્વ. ઉર્મિલાબેન દરજીનું આજરોજ વ્યારા ખાતે દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતની અંતિમક્રિયા વ્યારા ખાતે  કરવામાં આવી હતી..

લીંબુડાના આણંદીબેનનું ૧૧૨ વર્ષની વયે નિધન

ઉપલેટાઃ માણાવદર તાલુકાના લીંબુડા નિવાસી આણંદીબેન કાનજીભાઈ (ઉ.વ. ૧૧૨) તે વિઠલભાઈ, ગોવિંદભાઈના માતુશ્રીનું તા. ૨૫ના રોજ અવસાન થયેલ છે. બેસણુ તા. ૨૮મીએ સોમવારના રોજ તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

 જયાબેન દોશી

રાજકોટઃ જયાબેન ધીરજલાલ દોશી (ઉ.વ.૮૫) તે સ્વ. ધીરજલાલ કાનજીભાઇ દોશીના ધર્મપત્નિ તે પ્રકાશભાઇ (ન્યુ ઇન્ડિયા ઇન્સ્યુરન્સ) તથા નીલેશભાઇ (યુએસએ) તથા રાજુલબેન, પ્રીતીબેન ઉપેશભાઇ શાહ તથા પ્રજ્ઞાબેન ભરતભાઇ પટેલના માતુશ્રી તે હરજીવન ખોડીદાસ પારેખ (ગારીયાધાર) ના સુપુત્રીનું ઉઠમણું તથા  પ્રાર્થનાસભા તા.૨૭ રવિવારે સવારેે ૯:૩૦ થી ૧૧:૩૦ કલાકે શ્રી પટેલ સેવા  સમાજ, યાજ્ઞીક રોડ, જોહર કાર્ર્ડ સામેની શેરી રાજકોટ ખાતે રાખેલ છે.

વિનોદીનીબેન સંપટ

રાજકોટઃ વિનોદીનીબેન વસંતલાલ સંપટ (ઉ.વ.૮૬) તે વિજયભાઇ, કેતકીબેન તથા આરતીબેન ઇંદોરના માતુશ્રી , ચિન્મય, ઓપલબેન, તન્વીબેનના દાદી શ્રી અખિલહિંદ મહિલા પરીષદ રાજકોટના પાસ્ટ સેક્રેટરી, ભાટીયા મહિલા મંડળના પાસ્ટ પ્રમુખ, શ્રીજી ચરણ પામેલ છે. તેમનું ઉઠમણું તા.૨૭ રવિવાર સાંજે ૬:૩૦ શ્રી કાઠિયાવાડ ભાટીયા વિદ્યાર્થી ભવન, રેલ્વે સ્ટેશન સામે રાજકોટ

પ્રતાપરાય કક્કડ

રાજકોટઃ કુવાડવા નિવાસી ઠા.પ્રતાપરાય હરજીવન દાસ કક્કડ (ઉ.વ.૭૪) તે નિતીનભાઈ, યોગેશભાઈ, સ્વ.નરેશભાઈ, દિપકભાઈ તથા સરોજબેન પરેશકુમાર ગોવાણી (સુરેન્દ્રનગર)ના પિતાશ્રી તે પ્રવિણભાઈના મોટાભાઈ, તે કાન્તીલાલ જીવણલાલ રાજાણી (બરડીયા વાળા)ના બનેવીનું તા.૨૫ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તથા સ્વસુર પક્ષની સાદડી તા.૨૮ને સોમવારે સાંજે ૫ વાગ્યે શ્રી કુવાડવા લોહાણા મહાજન વાડી ખાતે રાખેલ છે.

પ્રતાપરાય કક્કડ

રાજકોટઃ કુવાડવા નિવાસી ઠા.પ્રતાપરાય હરજીવન દાસ કક્કડ (ઉ.વ.૭૪) તે નિતીનભાઈ, યોગેશભાઈ, સ્વ.નરેશભાઈ, દિપકભાઈ તથા સરોજબેન પરેશકુમાર ગોવાણી (સુરેન્દ્રનગર)ના પિતાશ્રી તે પ્રવિણભાઈના મોટાભાઈ, તે કાન્તીલાલ જીવણલાલ રાજાણી (બરડીયા વાળા)ના બનેવીનું તા.૨૫ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તથા સ્વસુર પક્ષની સાદડી તા.૨૮ને સોમવારે સાંજે ૫ વાગ્યે શ્રી કુવાડવા લોહાણા મહાજન વાડી ખાતે રાખેલ છે.

પ્રતાપરાય કક્કડ

રાજકોટઃ કુવાડવા નિવાસી ઠા.પ્રતાપરાય હરજીવન દાસ કક્કડ (ઉ.વ.૭૪) તે નિતીનભાઈ, યોગેશભાઈ, સ્વ.નરેશભાઈ, દિપકભાઈ તથા સરોજબેન પરેશકુમાર ગોવાણી (સુરેન્દ્રનગર)ના પિતાશ્રી તે પ્રવિણભાઈના મોટાભાઈ, તે કાન્તીલાલ જીવણલાલ રાજાણી (બરડીયા વાળા)ના બનેવીનું તા.૨૫ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તથા સ્વસુર પક્ષની સાદડી તા.૨૮ને સોમવારે સાંજે ૫ વાગ્યે શ્રી કુવાડવા લોહાણા મહાજન વાડી ખાતે રાખેલ છે.

નારણભાઇ કાનાબાર

માળિયા હાટીનાઃ ગળોદર નિવાસી નારણદાસ રણછોડદાસ કાનાબાર (ઉ.વ.૭૮) તે અમૃતલાલ તથા સ્વ.ત્રિભોવનદાસના ભાઇ તેમજ વાસુદેવભાઇ (શિક્ષક) મનિષભાઇ (શિક્ષક)ના પિતાશ્રીનું તા.રપના રોજ અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું આજે શનિવારે સાંજે ૪ થી ૬, રામ મંદિર પાસે, પીઠવા સમાજની જગ્યા ગળોદર ખાતે રાખેલ છે.

દમયંતિબેન પારેખ

ભાવનગરઃ મુંબઇ નિવાસી કોસમોસ પ્લાસ્ટીક કેમીકલ વાળા વસંતરાય પારેખના પત્ની દમયંતિબેન (ઉ.વ.૭પ) તે ચેતનભાઇ, હર્ષાબેન અમીતાબહેન, રીટાબહેનના માતુશ્રી તથા હર્ષ, ધ્યાનાના દાદીમાંનું તા.ર૪ના રોજ અવસાન થયેલ છે.

ભગવાનીબેન વધવા

ઉપલેટાઃ ભગવાનીબેન ઘનશ્યામદાસ વધવા (ઉ.વ.૭૭) તે અશોકભાઇ જયેશભાઇ ચુનીભાઇના માતુશ્રીનું તા.રપના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.ર૭, રવિવારે સાંજના પ થી ૬, ઝુલેલાલ હોલ વીજળી રોડ ઉપલેટા ખાતે રાખેલ છે.

રાકેશભાઇ ભટ્ટ

રાજકોટઃ કંડોળીયા બ્રાહ્મણ દેલવાડા વાળા રાકેશભાઇ ધીરજલાલ ભટ્ટ (ઉ.વ.૪૦) તે સ્વ.પ્રકાશભાઇ તથા વસંતભાઇ અધ્યારૂ (ગોર)નાં જમાઇ, નીરવભાઇ, નીશાબેન, મનિષભાઇ જીજ્ઞેશભાઇ (કેવલ સ્ટુડીયો)ના બનેવી આશીષભાઇ ડી. ભટ્ટનાં સાઢુભાઇ તથા દિલીપભાઇ પંડયાના ભાણેજવરનું તા.ર૪ના અવસાન થયેલ છે. તેમની સાદડી પ્રકાશભાઇને ત્યાં ૧/૧૦ ઉદયનગર, મવડી રોડ, શ્યામફલેટ, તા.ર૬ના સાંજે પ થી ૬-૩૦, તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

રમેશભાઇ બોસમિયા

રાજકોટઃ સ્વ.રતનશી મુળજી બોસમિયાનાં નાના દિકરા રમેશભાઇ રતનશી બોસમિયા તે સ્વ.જવેરચંદ, સ્વ.શાંતીભાઇ, સ્વ.કાંતીભાઇ, સ્વ. ઉમેદલાલ તથા પ્રતાપભાઇના નાનાભાઇ તથા સ્વ.તરૂલતાબેનના પતિ અને રૂપેશભાઇ, ભામિનીબેન, રૂપલબેન, જયોતિબેન, હેતલબેનના પિતાનું તા.રપના અવસાન થયેલ છે. તેમની પ્રાર્થના સભા તા.ર૬ના સાંજે પ થી ૬, બ્રહ્મક્ષત્રિયની વાડી, ખત્રિવાડ (શનિવાર) ખાતે રાખેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

વજેશંકર મોઢા

રાજકોટઃ વજેશંકર ઓધવજી મોઢા તે સ્વ.કાન્તાબેન વજેશંકર મોઢાના પતિ, સાધના, ભાવિન તથા હિનાના પિતાશ્રી, સ્વ.ઉમીયાગૌરી પી. થાનકીના નાનાભાઇ તથા સ્વ.હેમતલાલ ઓ.મોઢા તથા મનસુખલાલ ઓ. મોઢાના મોટાભાઇનું તા.રપના રાજકોટ ખાતે અવસાન થયેલ છે.

હર્ષદરાય કોટક

પડધરીઃ પડધરીના સ્વ.કાન્તીલાલ મોતીભાઇ કોટકના પુત્ર તેમજ સ્વ.મગનલાલ કેશવજીભાઇ ગણાત્રાના જમાઇ અને કિશન હર્ષદરાય કોટકના પિતા તે ક્રિશીવના દાદા તેમજ જયંતભાઇ કોટક તથા પ્રફુલભાઇ કોટકના નાના ભાઇ હર્ષદરાય કાન્તીલાલ કોટક (ઉ.વ.૬૭)નું તા.રપના અવસાન થયેલ છે. સ્વ.નું ઉઠમણું તા.ર૯ના સોમવારે સાંજે ૬ થી શ્રી પડધરી લોહાણા મહાજનવાડીમાં, દરીયાલાલ મંદિર રાખેલ છે.

હિરાબેન બકરાણીયા

રાજકોટઃ મોરબી હાલ રાજકોટ હિરાબેન ડાયાભાઇ બકરાણીયા સુથાર (ઉ.વ.૮૭) તે ભાવનાબેનના માતુશ્રી, તે ગણેશભાઇ ધરમશીભાઇ ખારેચાના સાસુનું અવસાન થયેલ છે. સ્વ.નું બેસણું તા.ર૮ના  ૪-૩૦ થી ૬-૩૦ તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

મગનભાઇ પોપટ

જામજોધપુર : મગનભાઇ લાલજીભાઇ પોપટ ઉ.વ. ૬૧ તે કાંતિભાઇ, વિનુભાઇ, મનસુખભાઇ તથા રમેશભાઇ તથા પુષ્પાબેન, ગીતાબહેન, કમળાબહેનના ભાઇનું તા. રપના અવસાન થયેલ છે. ઉઠમણું તા. ર૮ ને સોમવારે સંન્યાસ આશ્રમે ૪-૩૦ થી પ રાખેલ છે.

લીલાબેન અશોકભાઇ સોલંકી

ગોંડલ : ગોંડલ નિવાસી સોરઠીયા રાજપૂત અશોકભાઇ રણછોડભાઇ સોલંકી(જીઇબી નિવૃત કર્મચારી) ના પત્ની લીલાબેન (ઉ.વ.૬૫) તે અમરીષભાઇ તથા ભરતભાઇ ના માતુશ્રી તા. ૨૩ ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. તેમનું બેસણું તા. ૨૮ ને સોમવારે સાંજે ૪ થી ૬ ઉમવાડા રોડ, સાત ટાંકી પાછળ, મારૂતિ નગર ગોંડલ ખાતે રાખેલ છે.

અલ્પાબેન કોટડીયા

ગોંડલ : અલ્પાબેન દિનેશભાઇ કોટડીયા (ઉ.વ. ૨૯) તે ધીરજલાલ, બાલાભાઇ, સ્વ. ચંદુભાઇ, સ્વ. દિનેશભાઇ, સ્વ. નનરશીભાઇ ની ભત્રીજી નું તા. ૨૪ ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૨૬ શનિવારે સાંજે ૫ થી ૭ નિવાસસ્થાન ૨૪/૧૩ ભોજરાજપરા ગોંડલ ખાતે રાખેલ છે.

દાનુંભા જાડેજા

ગોંડલ : દાનુભા કેશુભા જાડેજા તે મહેન્દ્રસિંહ (રેલ્વે), સ્વ. મંગળસિંહ, સ્વ. બલવંતસિંહ, જુવાનસિંહ (કોર્ટ) ટી. કે. જાડેજા(બીઓબી), રાજેન્દ્રસિંહના ભાઇ મયુધ્વજસિંહના પિતાનું તા. ૨૪ના અવસાન થયું છે, બેસણું તા. ૨૬ને શનિવારે સાંજે ૫ થી ૭ ગણેશ મંદિર, પંચવટી મેઇન રોડ, ગોંડલ રાખેલ છે.

મંજુલાબેન ભટ્ટ

રાજકોટ : ઔદિચ્ય ગુજરાતી સાડા ચારસો બ્રાહ્મણ મૂળ વનાળીયા (શારદાનગર) નિવાસી હાલ રાજકોટ. ગં.સ્વ. મંજુલાબેન જશવંતરાય ભટ્ટ ઉ.વ. ૮૦ તે દક્ષાબેન (બબુબેન) મહેશકુમાર ત્રિવેદીના માતુશ્રી તથા નવલભાઇ હરીલાલ (અમરેલી), અનિલભાઇ છોટાલાલ ભટ્ટ, દિનેશચંદ્ર છોટાલાલ ભટ્ટ (મોરબી) તથા સ્વ. નલીનભાઇ, જકુભાઇ (ધર્મેશભાઇ), પંકજભાઇ વસંતલાલ ભટ્ટ (નાગપુર)ના કાકી તેમજ સ્વ. છોટાલાલ કરૂણાશંકર શુકલના દિકરી તથા સ્વ. નટુભાઇ, સ્વ. વિનુભાઇ, સ્વ. ગીરીશભાઇ (રાજકોટ), ભરતભાઇ (વડોદરા), ગુણવંતભાઇ શુકલ (રાજકોટ)ના બહેન તા. ર૪ ને ગુરૂવારે કૈલાશવાસી થયેલ છે. સાસરીયા તેમજ પિયર પક્ષનું બેસણું તા. ર૬ ને શનિવારે શ્રી પંચનાથ મહાદેવ મંદિર, લીમડા ચોક, રાજકોટ ખાતે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

વિજયાબેન ગોંડલીયા

ઉપલેટાઃ નિલાખાના વતની કાંતીભાઈ જેઠાભાઈ ગોંડલીયાના પત્નિ વિજયાબેન ગોંડલીયા (ઉ.વ.૭૫)નું તા.૨૨ ના અવસાન થયેલ છે. ઉતરક્રિયા તા.૩૦ તેમના નિવાસ સ્થાન મુ.નિલાખા તા.ઉપલેટામાં રાખેલ છે.

સંગ્રામભાઈ ટોળીયા

રાજકોટઃ સંગ્રામભાઈ વેરશીભાઈ ટોળીયા (ઉ.વ.૫૫) તે હમીરભાઈના નાનાભાઈ તેમજ ગોપાલભાઈના પિતાશ્રીનઁું તા.૨૪ ગુરૂવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૮ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ દરમ્યાન ન્યુ રામેશ્વર સોસાયટી, શેરી નં.૪, પીપળીયા હોલ મેઈન રોડ, ૫૦ ફૂટ રોડ, ખોડીયાર મિલ પાસે રાજકોટ ખાતે રાખેલ છે.

કશુંબીબેન ગોસ્વામી

મોરબીઃ વિરપર (મચ્છુ) નિવાસી ગોસ્વામી કશુંબીબેન (ઉ.વ. ૭૭) તે સ્વ. વાલગીરી ગુલાબગીરી (મહંત મંડલેશ્વર મહાદેવ મંદિર)ના પત્નિ તથા મેહુલગીરીના માતુશ્રી તથા મિહીરગીરીના દાદીમાનું તા. ૨૫ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણુ તા. ૨૮ને સોમવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાન ગામ વિરપર (મચ્છુ) ખાતે રાખેલ છે.

મંગળાબેન ગોહેલ

જામકંડોરણાઃ જામકંડોરણા નિવાસી મંગળાબેન શાંતિલાલ ગોહેલ (ઉ.વ. ૬૫) તે હરેશભાઈ, કિશનભાઈ, જયશ્રીબેન, ઈન્દુબેન, ચેતનાબેનના માતુશ્રી તથા સ્વ. નટુભાઈ તથા દલસુખભાઈના નાના ભાઈના પત્ની તથા મનસુખભાઈના ભાભીનું તા. ૨૫ના રોજ અવસાન થયેલ છે. બેસણુ તા. ૨૮ને સોમવારે સાંજે ૪ થી ૫ ભાટીયા મહાજનવાડી જામકંડોરણા ખાતે રાખેલ છે.