Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021
જૈન અગ્રણી પ્રવીણભાઇ દેસાઇ અરિહંત શરણ પામ્યા : કાલે ટેલિફોનિક બેસણું

રાજકોટ : રાજકોટ નિવાસી સ્વ. પ્રવિણચંદ્ર બજીભાઇ દેસાઇ સ્વ. બજીભાઇ જેઠાલાલ દેસાઇના પુત્ર, તે સ્વ. અનુપચંદ જટાશંકર મહેતાના જમાઇ, તે સ્વ. રમેશભાઇ, સ્વ. નવિનભાઇ, કિરીટભાઇ, સ્વ. બીપનભાઇ, સ્વ. મીનાબેન મહાસુખલાલ પારેખ તથા તરલિકાબેન નરેન્દ્રભાઇ કોઠારી (લંડન) ના ભાઇ તે અમિતભાઇ, ચેતનભાઇ, હિનાબેન કુંતલભાઇ ગોસલીયાના પિતાશ્રી, રૂષાલી, અમી, મન, ખુશીનાં દાદા તા. ર૬-૦૧-ર૦ર૧ મંગળવારના રોજ અરિહંતશરણ   પામેલ છે. હાલનાં સંજોગોને અનુલક્ષીને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. સદ્ગતનું ટેલીફોનીક બેસણ તા. ર૮-૦૧-ર૦ર૧, ગુરૂવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે. અમીતભાઇ દેસાઇ ૯૮ર૪ર ૧૮૧૮પ ચેતનભાઇ દેસાઇ ૯૪ર૭૭ ર૬૮ર૮, પરીલાબેન દેસાઇ ૯૬૬રપ ર૬પ૪પ, દર્શનાબેન દેસાઇ ૯૪૦૮પ ર૪પ૪૬.

સંજયભાઈ ચૌહાણનું અવસાનઃ ટેલીફોનીક બેસણુ

રાજકોટઃ. સ્વ. હેમતભાઈ સામતભાઈ ચૌહાણના પુત્ર તથા હસમુખભાઈ હેમતભાઈ ચૌહાણના ભાઈ અને ધનરાજભાઈ તથા મિહિરભાઈના કાકા સંજયભાઈ હેમતભાઈ ચૌહાણનું ગઈકાલે તા. ૨૬ને સોમવારે દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલીફોનિક બેસણુ તા. ૨૮ને ગુરૂવારે સાંજના ૪ થી ૬ રાખવામાં આવેલ છે. એચ.એમ. ચૌહાણ (ભયલુભાઈ) મો. ૯૩૭૪૧ ૦૪૮૯૯, ધનરાજભાઈ ચૌહાણ મો. ૯૭૨૪૧ ૧૮૮૮૮

શ્રી સીતારામ બાલાજી અન્નક્ષેત્રના સારથી સુભાષભાઈ ઠાકર : ઠાકરને શરણે ગયા... : જગતમાં કરવા જેવા બે કામ... સેવા અને સ્મરણ... સેવામાં જનસેવા અને સ્મરણમાં પ્રભુ સ્મરણ : છેલ્લા સાડા ત્રણ દાયકાથી નિયમીત અન્નક્ષેત્રમાં સેવા : આપનાર મુકસેવકની વિદાયથી અન્નક્ષેત્ર પરિવારમાં ઘેરો શોક

રાજકોટ, તા. ૨૭ : 'જયા રોટલાનો ટુકડો ત્યાં હરી ઢુકડો...' આ ઉકિતને જીવનનો મહામંત્ર બનાવનાર સેવા વૃતધારી શ્રી બાલાજી અન્નક્ષેત્ર પરિવારના અનન્ય સેવક શ્રી સુભાષભાઈ મણીલાલ ઠાકર (ઉ.વ.૫૮) હૃદયરોગના તીવ્ર હુમલાથી આ દુનિયાને કાયમી અલવિદા કરી છે.

છેલ્લા ૩૭ વર્ષથી કરણસિંહજી ગ્રાઉન્ડમાં કાર્યરત બાલાજી અન્નક્ષેત્ર પરિવારના કાર્યકરો અંદાજે ૬૦૦ માણસો કરણસિંહજી ગ્રાઉન્ડમાં તેમજ રેલ્વે સ્ટેશને ભૂખ્યાની જઠરાગ્ની તૃપ્ત કરે છે. શ્રી સુભાષભાઈ ઠાકર સંસ્થાની રીક્ષામાં ત્રિકોણબાગ હોસ્પિટલ ચોક તેમજ રેલ્વે સ્ટેશને ૪૦૦થી વધુ ભૂખ્યાજનોને ભોજન પહોંચાડવાની પ્રવૃતિ નિયમીત રૂપે સંભાળી રહેલ હતા. તેઓ સ્વભાવે પરોપકારી ઉમદા માનવ તરીકે સંસ્થામાં અનેરૂ સ્થાન અને માન ધરાવતા હતા. ઠંડી વરસાદ વિ.ના સમયમાં પણ અડીખમ કાર્ય સતત ચાલુ રાખેલ. કોઈપણ ઋતુમાં સુભાષભાઈ તેના નિર્ધારીત સમયે પહોંચી અને જરૂરીયાતમંદોને પ્રેમથી ભોજનની વ્યવસ્થા સંભાળતા હતા. છેલ્લા સાડા ત્રણ દાયકા કરતા વધુ સમયથી ભૂખ્યાઓને ભોજન તેમજ અનેક જીવોની સેવાનો મંત્ર ચરીતાર્થ કરનાર સુભાષભાઈ ઠાકર ખરા અર્થમાં સેવાવૃતધારી હતા કોઈ જાતનું નામ પ્રતિષ્ઠા કે પ્રસિદ્ધિને અવગણી માત્ર મૂક સેવક તરીકે પુણ્યનું ભાથુ બાંધ્યુ છે. માત્ર સેવા જ નહિં પરંતુ સુભાષ ઠાકર ખૂબ મહેનત કરી આત્મનિર્ભર હતા. તેમાંથી સમય કાઢી અને સ્વ ખર્ચે બાળકો વૃદ્ધ અને જરૂરીયાતમંદોને હંમેશા મદદ કરતા સેવાના કામમાં સદૈવ અગ્રેસર રહેનાર સુભાષભાઈ ઠાકર હાલ કાયા સ્વરૂપે નથી પરંતુ તેમની પરોપકાર પ્રવૃતિ અને સેવાનો ધબકાર બાલાજી - અન્નક્ષેત્ર પરીવારના પ્રેરણા સ્વરૂપે સદૈવ ધબકતો રહેશે.

સેવાભાવી સુભાષભાઈ ઠાકર તેમની ચિર વિદાયથી ઠાકર પરિવારમાં ઘેરો શોક છવાયો છે. સુભાષભાઈ ઠાકર માતુશ્રી, પત્નિ, બે દિકરી જમાઈ સહિતના પરીવારજનોને વિલાપ કરતા છોડી ગયા છે.

કૃષ્ણકુમાર પોબારૂનું દુઃખદ અવસાનઃ આવતીકાલે ટેલિફોનીક બેસણું

રાજકોટઃ કૃષ્ણકુમાર ચુનીલાલ પોબારૂ તે કમલભાઈ પોબારૂ, સંગીતાબેન નૈષદ્કુમાર દવેના પિતાશ્રી તે સ્વ.દિલીપભાઈ તથા શૈલેશભાઈ પોબારૂના મોટાભાઈનું તા.૨૫ દુઃખદ અવસાન થયેલ છે. તેઓનું ટેલીફોનીક બેસણું વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તા.૨૮ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ વાગ્યા સુધી રાખેલ છે. શૈલેશકુમાર ચુનીલાલ પોબારૂ મો.૮૧૪૦૨ ૨૫૪૨૫, દીપકભાઈ જેન્તીલાલ પોબારૂ મો.૯૮૨૪૨ ૩૯૩૦૩, રાજુભાઈ પ્રભુદાસ પોબારૂ મો.૯૮૨૪૦ ૪૦૫૫૯, કમલકુમાર કૃષ્ણકુમાર પોબારૂ મો.૯૭૨૩૯ ૮૦૪૨૫, અંજલીબેન કમલકુમાર પોબારૂ મો.૮૯૮૦૪ ૮૦૨૬૩, નૈષધકુમાર સુરેશભાઈ દવે મો.૯૪૦૮૨ ૪૫૩૩૫, સંગીતાબેન નૈષધકુમાર દવે મો.૯૩૭૪૮ ૩૮૦૦૪, સસરા પક્ષની ટેલીફોનીક ભાવ વંદના પણ સાથે રાખેલ છે.

અવસાન નોંધ

એડવોકેટ ઉપીનભાઇ ભીમાણીના માતુશ્રીનું અવસાન : ટેલીફોનીક બેસણુ

રાજકોટઃ સ્વ. જયવંતલાલ વૃજલાલ ભીમાણીના પત્ની ઇન્દિરાબેન, તે કિરીટભાઇ, ઉપીનભાઇ (એડવોકેટ) તથા નિલાબેન નલિનકુમાર મહેતા (ચેન્નઇ) ના માતૃશ્રી, તે સ્વ. રમેશભાઇ, અશ્વિનભાઇ તથા મહેન્દ્રભાઇ ભીમાણીના ભાભી, તે સ્વ. કાન્તિલાલ ઝવેરચંદ ગાંધીના પુત્રી આજરોજ રાજકોટ મુકામે તા. ર૬-૦૧-ર૦ર૧ ના રોજ અરિહંત શરણ પામેલ છે.

વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ટેલિફોનિૃક બેસણુ ગુરૂવાર તા. ર૮-૦૧-ર૦ર૧ના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. અશ્વિનભાઇ ૯૮રપ૬ ૩૬૦૮ર, મહેન્દ્રભાઇ ૭૯૮૪૭ ૦૭૦પપ, કિરીટભાઇ ૯૪ર૬૯ ૧૪૯૮પ, ઉપીનભાઇ ૯૪ર૮૧ ૯૬૯૮૬.

ઘનશ્યામભાઇ  જોષી

જુનાગઢ : નવાગામ (મહોબતપુર) નિવાસી ઝાલાવાડી બ્રાહ્મણ ઘનશ્યામભાઇ ઓધવજીભાઇ જોષી (ઉ.વ.૭૬) તે કિશોરભાઇ વર્ષાબેન તથા રંજનબેનના પિતાશ્રી ધીરૂભાઇ તથા જેન્તીભાઇના મોટાભાઇ, ચેતનભાઇ તથા અજયભાઇના કાકા તથા નરેશભાઇ અને જયેશભાઇના સસરાનું તા. ર૪ ના રોજ અવસાન થયેેલ છે. ઉતરક્રિયા પોષ વદ-૭ ગુરૂવાર તા. ૪ ફેબ્રુઆરી ના રોજ રાખેલ છે. કોરોના મહામારીના લીધે ટેલીફોનીક બેસણુ તા. ર૮ ના રોજ સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. કિશોરભાઇ મો. ૯૯૭૯ર ૧૭૯૩૮, જેન્તીભાઇ ૯૭ર૭પ પ૦પ૦પ, ધીરૂભાઇ મો. ૯૭રપ૮ ૬૭પ૭૬.

રળીયાતબેન ચૌહાણ

રાજકોટઃ રળીયાતબેન લક્ષ્મણભાઈ ચૌહાણ (ગુ.ક્ષ.કડિયા) (મુળગામ જામસર હાલ- રાજકોટ) તા.૨૪ના અક્ષરધામ પામેલ  છે. ટેલીફોનીક બેસણું તા.૨૮ ગુરૂવારના સાંજે ૪ થી ૬ રાખેલ છે. 'લક્ષ્મણ નિવાસ', આશિર્વાદ પાર્ક શેરીનં.૧, ઈન્દિરા મેઈન રોડ રાજકોટ, સ્વ.જેરામભાઈ લક્ષ્મણભાઈ ચૌહાણ, હેમરાજભાઈ લક્ષ્મણભાઈ ચૌહાણ, રતીલાલ લક્ષ્મણભાઈ ચૌહાણ, ગીરીશભાઈ લક્ષ્મણભાઈ ચૌહાણ, સ્વ.મોરારજીભાઈ, લક્ષ્મણભાઈ ચૌહાણ, સ્વ.ચુનીલાલ લક્ષ્મણભાઈ ચૌહાણ, હરિલાલ લક્ષ્મણભાઈ ચૌહાણ, નાનજીભાઈ લક્ષ્મણભાઈ ચૌહાણના માતુશ્રીન થતા હતા. ટેલીફોનીક બેસણું મો.૯૮૨૫૫ ૮૩૪૯૦

નરેન્દ્રભાઈ ભટ્ટ

રાજકોટઃ શ્રી ગુજરાતી શ્રીગોળ માળવીય બ્રાહ્મણ (કૌશિક ગોત્ર) મુળ સાંગણવા હાલ શાપર નિવાસી નરેન્દ્રભાઈ ચંદ્રશંકર ભટ્ટ (ઉ.વ.૬૯) તેઓ સ્વ.જયસુખભાઈ, સ્વ.ભરતભાઈ તેમજ મહેશભાઈના લઘુબંધુ તથા કિર્તીભાઈ, રાજેશભાઈ, ગીરીશભાઈ, સુધીરભાઈ, રાકેશભાઈના મોટાભાઈ તેમજ ભાવિનભાઈના પિતાશ્રી તેમજ સ્વ.મનહરલાલ પરશુરામ દવેના જમાઈનું તા.૨૪ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બંને પક્ષનું બેસણું તથા ઉઠમણું ટેલીફોનીક તેમના નિવાસસ્થાને રાખેલ છે. તા.૨૮ ગુરૂવાર ૩ થી ૫ ભાવિન નરેન્દ્રભાઈ ભટ્ટ (પુત્ર) મો.૯૫૮૬૬ ૧૩૨૨૮, મહેશભાઈ ચંદ્રશંકર ભટ્ટ (મોટાભાઈ) મો.૯૯૯૮૯ ૮૭૨૨૩, કિર્તીભાઈ કમળાશંકર ભટ્ટ (મોટાભાઈ) મો.૯૯૨૪૪ ૨૬૭૩, ભાવેશભાઈ જયસુખભાઈ ભટ્ટ (ભત્રીજો) મો.૯૯૨૫૩ ૮૮૮૪૨, નિલેષભાઈ મનહરલાલ દવે (સાળા) મો.૮૭૫૮૭ ૨૫૨૮૮

રતનબેન પીઠડીયા

રાજકોટઃ મચ્છુ કઠિયા સઈ સુથાર જ્ઞાતિ (હડમતીયાવાળા) હાલ રાજકોટ નિવાસી મિસ્ત્રી સ્વ.કેશવલાલ બેચરભાઈ પીઠડીયાના ધર્મપત્નિ રતનબેન (ઉ.વ.૭૮) તેઓશ્રી રાજેશભાઈ તથા મધુબેન, ચંદ્રિકાબેન, જયશ્રીબેન, ગીતાબેન, શાંતિબેનના માતુશ્રીનું તા.૨૬ મંગળવારના રોજ અવસાન થયેલ છે. સંજોગો અનુસાર સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૮ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. રાજેશભાઈ મો.૭૮૭૪૬ ૨૪૩૧૦, જયશ્રીબેન મો.૮૦૦૦૦ ૪૯૫૩૬

ધનલક્ષ્મીબેન ભાલારા

રાજકોટઃ ગુર્જર સુતાર સરપદડ વાળા, હાલ રાજકોટ વલ્લભભાઈ જીવરાજભાઈ ભાલારા (વિશ્વકર્મા ફર્નીચર વાળા)ના ધર્મપત્નિ ધનલક્ષ્મીબેન (ઉ.વ.૭૫) તે સ્વ.મોહનભાઈ મેઘજીભાઈ ભારદીયાના પુત્રી તે વિપુલભાઈ, વિમલભાઈ, પ્રશાંતભાઈ તથા હેમાક્ષીબેન હિતેષભાઈ ભાડેસીયાના માતુશ્રીનું તા.૨૬ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૮ ગુરૂવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે. વિપુલભાઈ મો.૯૪૨૭૪ ૧૦૮૦૮, વિમલભાઈ મો.૯૪૨૯૦ ૪૬૪૬૮, પ્રશાંતભાઈ મો.૯૮૭૯૪ ૫૫૪૭૪, હેમાક્ષીબેન મો.૬૩૫૩૦ ૫૫૯૪૭

શશીકાન્તભાઇ હંસોરા

રાજકોટ :  મૂળ પોરબંદર હાલ રાજકોટ નિવાસી ચેતનભાઈ હંસોરા  તે સ્વ. મનસુખભાઈ  તથા સ્વ. કાન્તિભાઈ ના નાનાભાઈ તથા વિનુભાઈ ના મોટાભાઈ તથા હેમતલાલ જેઠાલાલ પિત્રોડા તથા ચીમનલાલ કાન્તિલાલ પરમાર ના સાળા તથા ભરતભાઇ મનસુખલાલ ચૌેહાણ ના સસરા નું તા. રપ ને સોમવારે અવસાન થયેલ છે. ટેલિફોનીક બેસણું તા. ૨૮ ગુરુવાર  સાંજે ૪ થી ૬  રાખેલ છે. મો.ન. ૯૫૮૬૧ ૨૯૫૫૪, ૯૭૨૩૨ ૭૧૭૮૬, ૬૩૫૫૧ ૧૭૪૬૮ પિયર પક્ષનું સાથે રાખેલ છે.

જગદીશભાઈ કામદાર

રાજકોટઃ જગદીશભાઈ કાંતિલાલ કામદાર (ટી.કે.કામદાર- દવાવાળા) (ઉ.વ.૭૬) તે સુધાબેનના પતિ, કિલ્લોલભાઈ, રક્ષિતભાઈ અને  પૂજાબેનના પિતાશ્રી તથા વૈભવીબેન અને કૃતિબેનના સસરા, અશ્વિનભાઈ કામદાર અને કોકિલાબેન અતુલભાઈ પરિખના મોટાભાઈ, સ્વ.ભુપતભાઈ પારેખના જમાઈ, જતીનભાઈ અને જીજ્ઞેશભાઈના ભાઈજી તા.૨૫ સોમવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તા.૨૮ ગુરૂવારે સાંજે ૪ થી ૬ ટેલીફોનીક / વોટ્સઅપ બેસણું રાખેલ છે. અશ્વિનભાઈ મો.૯૯૨૫૦ ૯૯૯૬૬, જતીનભાઈ મો.૯૩૨૮૭ ૯૯૯૬૬, કિલ્લોલભાઈ મો.૯૪૨૬૨ ૫૦૫૮૩, રક્ષિતભાઈ મો.૯૮૨૫૦ ૭૬૨૮૦, જીજ્ઞેશભાઈ મો.૯૮૨૫૨ ૯૯૯૬૬

વનરાજસિંહ ચુડાસમા

રાજકોટઃ નિવાસી વનરાજસિંહ જયચંદ્રસિંહ ચુડાસમા (પરબડી- ભાલ) (ઉ.વ.૬૨) તે સ્વ.જયચંદ્રસિંહ પથુભા ચુડાસમાના પુત્ર તેમજ યુવરાજસિંહ તથા ધર્મરાજસિંહના પિતાનું તા.૨૬ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૮ના રોજ સાંજે ૪ થી ૬ ગુરૂવારે તેમના નિવાસ સ્થાને રાખેલ છે. મો.૯૯૭૪૯ ૫૫૫૫૦

છેલશંકર મહેતા

રાજકોટઃ સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ મૂળ વતન બાબાપુર હાલ રાજકોટ નિવાસી છેલશંકર ત્રિભુવનદાસ મહેતા (ઉ.વ.૮૯) તે ધીરૂભાઈ, બાબુભાઈ, અરવિંદભાઈના મોટાભાઈ તથા હસમુખભાઈ (રાજકોટ), અરૂણભાઈ (ધારી), લલિતભાઈ (રાજકોટ), નરેશભાઈ (ગાયત્રી બુક- ધારી) અને તર્લિકાબેન પ્રવિણકુમાર દવેના પિતાશ્રીનું તા.૨૪ રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૮ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. હસમુખભાઈ મો.૯૯૦૯૦ ૦૪૦૩૩, નરેશભાઈ મો.૯૮૭૯૧ ૭૯૬૫૬, અરૂણભાઈ મો.૯૪૨૯૩ ૩૬૫૮૫, લલિતભાઈ મો.૯૯૨૫૪ ૦૪૧૩૨

કાનજીભાઈ પારેજીયા

રાજકોટઃ કાનજીભાઈ ગોવિંદભાઈ પારેજીયા તે કિરીટભાઈ, ઘનશ્યામભાઈ અને રમેશભાઈના પિતાશ્રીનું તા.૨૪ને રવિવારે અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૨૮ ગુરૂવારે સાંજે ૪ થી ૬, ઘનશ્યામભાઈ કે.પારેજીયા મો.૯૩૭૭૧ ૪૬૫૮૪, રમેશભાઈ કે.પારેજીયા મો.૯૮૭૯૩ ૧૪૪૬૦, કિરીટભાઈ કે. પારેજીયા મો.૯૯૨૫૫ ૮૮૦૨૩

હેતલબા જાડેજા

રાજકોટઃ મૂળ રામણીયા કચ્છ હાલ રાજકોટ ભાનુભા દાનુભા જાડેજાના પુત્રવધૂ અને ગિરિરાજસિંહ જાડેજા (પીજીવીસીએલ મેટોડા)ના પત્ની હેતલબા (પીજીવીસીએલ પ્રહલાદ પ્લોટ સબ ડિવિ.) તે રૂદ્રીબા અને કાર્તિકસિંહના માતુશ્રી તે સ્વ.પ્રવિણસિંહ બનેસિંહ સરવૈયા (ગોંડલ)ના પુત્રીનું તા.૨૫ના સોમવારે  અવસાન થયું છે. સદગતનું ટેલિફોનિક બેસણું તા.૨૮ને ગુરૂવારે સાંજે ૪ થી ૫ ભાનુભા મો.૯૪૨૮૨ ૭૧૭૦૫ અને ગિરિરાજસિંહ મો. ૯૯૭૮૯ ૩૩૫૩૫ સમક્ષ રાખ્યું છે.

સવિતાબેન બારડ

રાજકોટ : કારડીયા રાજપૂત સ્વ.સવિતાબેન દેવીસિંહ બારડ તેઓ મુકેશ દેવીસિંહ (બી.એસ.એન.એલ.), ભવદીપ દેવીસિંહ બારડ તેમજ ભાવનાબેનના માતુશ્રી તેમજ જયદેવસિંહ, જીતેનસિંહ, ભૂમિબેન મીતેષ તેમજ પાવનના દાદીમા, તેમજ અરવિંદભાઇ મકવાણાના સાસુમાનું તા.૨૫ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનિક બેસણું તા.૨૯ના શુક્રવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો.૯૪૨૬૪ ૦૦૦૯૯/ ૯૮૨૪૧ ૬૪૧૯૭.

કિશોરચંદ્ર શુકલ

ખંભાળીયા : સહસ્ત્ર ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ સ્વ. વૃજલાલ અંબાશંકર શુકલના પુત્ર કિશોરચંદ્ર વૃજલાલ શુકલ ઉ.વ.૭૮ તે સ્વ. રમણીકલાલ તથા સ્વ. રસીકભાઇ શુકલના નાનાભાઇ અને રાજેશભાઇ, પરેશભાઇ તથા નિલેશભાઇના પિતાનું તા. ર૬ ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદગતની ટેલીફોનીક પ્રાર્થના સભા તા. ર૮ ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ વાગ્યા સુધી રાખેલ છે. રાજેશભાઇ કિશોરચંદ્ર શુકલ મો. ૮૭૮૦૮ ૬૩૦૦૭, પરેશભાઇ કિશોરચંદ્ર શુકલ મો. ૯૯૦૯૪ ૪૦૮પ૧, નિલેશભાઇ કિશોરચંદ્ર શુકલ મો. નં. ૯૮૯૮૪ ૯૪૯પપ

મેનાબેન વ્યાસ

રાજકોટ : ઔદિચ્ય ગુજરાતી સાડા ચારસો બ્રાહ્મણ ભાડવા નિવાસી (હાલ મોટા લીલીયા) મેનાબેન વ્યાસ (ઉ.વ.૭૦)  તે નાનાલાલ વ્યાસના ધર્મપત્નિ તેમજ સ્વ. મહેન્દ્રભાઇ, સ્વ. રમેશભાઇના નાનાભાઇના પત્નિ તેમજ સ્વ. હિંમતભાઇ તેમજ બાબુભાઇ અને વિનુભાઇના ભાભી તેમજ દિપકભાઇ અને જીજ્ઞેશભાઇ તથા સુર્યાબેન અશ્વિનકુમાર મહેતા (ખારચીયા) ના માતુશ્રી તેમજ આંબા નિવાસી સ્વ. ત્રંબકભાઇ શુકલના પુત્રી તેમજ સ્વ. જનકભાઇ, બાબુભાઇ, પ્રકાશભાઇના બહેનનું તા. ૨૫ ના સોમવારે અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનિક બેસણું તા. ૨૯ ના શુક્રવારે નિવાસ સ્થાન મોટાલીલીયા મુકામે રાખેલ છે. તેમજ પીયર પક્ષનું બેસણું પણ સાથે જ રાખેલ છે. મો.૯૯૧૩૨ ૮૬૮૪૬, મો.૮૩૩૭૪ ૬૮૩૮૩, મો.૯૮૨૫૪ ૨૩૫૩૧ ઉપર સંપર્ક થઇ શકશે.

હરીલાલ સુરાણી

રાજકોટઃ નિવાસી વાંળદ હરીલાલ ગોકળભાઈ સુરાણી (સુરાણી હેર સલૂન) તે ચંન્દ્રકાન્તભાઈના પિતા તથા રીટાબેન દિપકકુમાર ખરચલીયા (જુનાગઢવાળા)ના સસરા તથા સ્વ.દામજીભાઈ, જગદીશભાઈનાં ભાઈનું તા.૨૫ના રોજ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૨૯ શુક્રવારે ૩ થી ૫ રાખેલ છે. ચંન્દ્રકાન્તભાઈ સુરાણી મો.૯૭૨૩૧ ૨૫૭૫૪

રમેશચંદ્ર લોલાડીયા

રાજકોટઃ કોલીથડ નિવાસી સ્વ. સોની મોહનલાલ વલ્લભદાસ લોલાડીયાના પુત્ર રમેશચંદ્ર મોહનલાલ લોલાડીયા (ઉ.વ.૫૭) તે સ્વ. સોની જીતેન્દ્ર મોહનલાલ લોલાડીયા તે સોની હસમુખલાલ મોહનલાલ લોલાડીયા તથા સોની વસંતરાય ગીરધરલાલ લોલાડીયાના નાનાભાઇ તથા સ્વ. સોની કિરણકુમાર છગનલાલ લોલાડીયાના મોટાભાઇ તથા સોની વ્રજલાલ વલ્લભદાસ લોલાડીયાના ભત્રીજા તથા સોની સચીનભાઇ તથા હાર્દિકભાઇના કાકાનું અવસાન તા.૨૬ના રોજ થયેલ છે. તેમનું બેસણું તા.૨૮ને ગુરૂવારે સાંજે ૩ થી ૫ તેમના નિવાસ સ્થાન કોલીથડ ખાતે રાખેલ છે.

મોંઘીબેન ચાવડા

રાજકોટઃ સોરઠીયા પ્રજાપતિ કુંભાર છગનભાઇ કરશનભાઇ ચાવડાના પત્નિ મોંઘીબેન છગનભાઇ ચાવડા (ઉ.વ.૮૦) તે સવજીભાઇ, ભાણજીભાઇ, જમનભાઇ, હેમતભાઇ, મુકતાબેનના માતા સંદીપ, નિકુંજ, યશ અને ભાગ્યેશના દાદીનું તા.૨૫ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા.૨૮ને ગુરૂવારના રોજ સાંજના ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને ટેલીફોનીક રાખેલ છે. મો.૯૮૭૯૫ ૬૨૪૦૦, ૯૪૨૭૨ ૨૦૬૪૮

ધીરેનભાઇ ઉદાણી

જુનાગઢ : મુળ જુનાગઢ હાલ આશાપુરા ધામ-વડાલ (જુનાગઢ) મહાવીર મેડીકલ સ્ટોર વાળા, સ્વ. કુસુમબેન મહેતા તથા પ્રવિણચંદ્ર છોટાલાલ ઉદાણીના પુત્ર ધીરેનભાઇ (ભગત) (ઉ.વ.૬૯) તે ચેતનાબેનના પતિશ્રી, અ.સૌ. પુજા હેમલભાઇ મહેતા (મુંબઇ)ના પિતાશ્રી, તે ભરતભાઇ, અશોકભાઇ, મહેદ્રભાઇ,  અનિલભાઇ, ભુપેન્દ્રભાઇ, હિતેશભાઇ તથા વર્ષાબેન સમીરભાઇ દોશી (મુંબઇ)ના ભાઇ, તે સ્વ. અમૃતભાઇ કાળીદાસ કોઠારીના જમાઇ તા. ર૪ રવિવારના રોજ અરિહંત શરણ પામેલ છે. હાલના સંજોગોને અનુલક્ષીને ટેલીફોનિક બેસણું તા. ર૮ ગુરૂવારના રોજ રાખેલ છે. મો. ૯૮૯૮૪ ૪૭૭૩૩, મો. ૯૮ર૪૮ ૧૩૯૦૦, મો. ૯૮૭૯૪ ર૧૬૬૬

હરસુખલાલ શુકલ

ધોરાજીઃ ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ હરસુખલાલ કરૂણાશંકર શુકલ (ઉ.વ.૮૬) તે દેવેનભાઇ (દેવો)ના પિતાશ્રી સ્વ.મુળશંકરભાઇ સ્વ. વિનુભાઇના ભાઇ તથા રમેશભાઇ (જુનાગઢ) ભગવતીભાઇ (ધોરાજી નગરપાલીકા)ના કાકા તથા અશ્વીનભાઇના મોટા બાપુજીનું તા.રપના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.ર૮ ગુરૂવારના રોજ ઔદિચ્ય બ્રહ્મસમાજની વાડી વઘાસીયાના ચોરા પાસે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

શાંતાબેન ચંદારાણા

વાંકાનેરઃ ધીરજલાલ જીવરાજભાઇ ચંદારાણા (નિવૃત પા.પુ.)ના પત્ની શાંતાબેન (ઉ.વ.૮૧) તે કૌશીકભાઇ (સરકારી નર્સીગ કોલેજ-રાજકોટ) ચેતનભાઇ તથા લીનાબેન અશોકકુમાર કોટક (પી.ઓ.)ના માતુશ્રી તથા મીનાબેન અને મીતાબેનના સાસુ તેમજ ધ્રાંગધ્રાવાળા સ્વ. કાંતીલાલ મગનલાલ પુજારાના દીકરીનું તા.ર૪ના શ્રીજીચરણ પામેલ છે. ટેલીફોનીક બેસણુ તથા પીયર પક્ષની સાદડી તા.૨૯ ને શુક્રવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને રાખેલ છે. ફોન ધીરૂભાઇ મો.૯પપ૮૪ ૭૯૪૬પ, કૌશીકભાઇ મો. ૯૮૯૮૦ ૭૮૦૯૦, ચેતનભાઇ મો. ૯૪ર૮ર ૦૩૧૯૯.

શાંતાબેન ગોહેલ

મોરબીઃ ગં.સ્વ.શાંતાબેન (ઉ.વ.૯૯) તે સ્વ. શીવલાલ લવજીભાઇ ગોહેલ (વાણંદ)ના પત્ની તેમજ ચંદ્રકાંતભાઇ, સ્વ.ગુણવંતભાઇ તથા નરેન્દ્રભાઇ (ટ્રેઝરી), વિજયભાઇ, વિનોદભાઇ(નસીંગ ટયુટર-રાજકોટ) તથા નીરૂબેન, રમાબેન, ભાવનાબેન, જયશ્રીબેન (આશા વર્કર)ના માતુશ્રી તથા સંજય, રાજેશ પ્રફુલ, ઉતમ રાજુ, અખિલેશ, રવીના દાદીમાંનું તા.ર૬ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૨૮ ને ગુરૂવારે સાંજે ૩ થી પ વાણંદ જ્ઞાતીની વાડી ઝવેરી શેરી ખાતે રાખેલ છે.

જુબેદાબેન શેખ

ગોંડલઃ જુબેદાબેન વલીભાઇ શેખ તે ફિરોજભાઇ વકીલ, ઇમરાનભાઇ, ઇમ્તીયાઝ, ઇઝી વિડીયાના બાનું તા.ર૬ના રોજ અવસાન થયેલ છે. કોરોનાને હિસાબે ટેલીફોનીક બેસણું રાખેલ છે. ફીરોજભાઇ મો.૯૯૨૫૩ ૩૦૯૨૯, ઇમ્તીયાઝભાઇ મો. ૯૮૯૮૪ ૬૯૮૭ર,ઇમરાનભાઇ મો. ૯૯ર૪૯ ૬૯૦૧૮, સમીરભાઇ મો. ૯૭૧૪૮ ૯૮૧૪૯.

લાભુબેન રાઠોડ

ગોંડલ : શ્રીનાથગઢ નિવાસી લાભુબેન ઉકાભાઇ રાઠોડ (ઉ.૭૫) તે અરવિંદભાઇ, ગોપાલભાઇના માતાનું તા.૨૬ના અવસાન થયું છે.

નરેન્દ્રભાઇ ભટ્ટ

શાપર-વેરાવળ : ગુજરાતી શ્રીગોળ માળવીય બ્રાહ્મણ (કૌશિક ગોત્ર) મૂળ સાંગણવા હાલ શાપર નિવાસી નરેન્દ્ર ચંદ્રશંકર ભટ્ટ (ઉ.૬૩)નું તા. ૨૪ના રોજ અવસાન થયેલ છે. સ્વ. જયસુખલાલભાઇ, સ્વ.ભરતભાઇ તેમજ મહેશભાઇના લઘુબંધુ તથા કિર્તીભાઇ, રાજેશભાઇ, ગીરીશભાઇ, સુધીરભાઇ, રાકેશભાઇના મોટાભાઇ તેમજ ભાવિનભાઇના પિતાશ્રી તેમજ સ્વ.મનહરલાલ પરશુરામ દવેના જમાઇ બંને પક્ષનું બેસણુ તથા ઉઠમણું ટેલિફોનીક નિવાસસ્થાને તા. ૨૮ના ગુરૂવારે ૩ થી પ રાખેલ છે. ભાવિન નરેન્દ્રભાઇ ભટ્ટ મો. ૯૫૮૬૬ ૧૩૨૨૮, મહેશભાઇ ચંદ્રશંકર ભટ્ટ મો. ૯૯૯૮૯ ૮૭૨૨૩, કિર્તીભાઇ કમળાશંકર ભટ્ટ મો. ૯૯૨૪૪ ૨૫૮૭૩, ભાવેશભાઇ જયસુખલાલ ભટ્ટ મો. ૯૯૨૫૩ ૮૮૮૪૨, નિલેશભાઇ મનહરલાલ દવે મો. ૮૭૫૮૭ ૨૫૨૮૮. આદર્શ રેસીડન્સી, બ્લોકનં. ૩૦૫ શાપર (વેરાવળ) રાજકોટ

ભાનુબેન કારીયા

રાજકોટઃ ભાનુબેન અનિલભાઈ કારીયા (ઉ.વ.૭૪) તે અનિલભાઈ લક્ષ્મીદાસ કારીયાના ધર્મપત્નિ, તે હિતેષભાઈ (સબ રજીસ્ટ્રાર), છાયાબેન મહેશકુમાર કોટેચા, દિપાલીબેન જતીનકુમાર કકકડના માતુશ્રી તે રિધ્ધીબેન તિલકકુમાર તથા જોનીલના દાદીમા તેમજ નટવરલાલ ગોવિંદજી અભાણી- રાજકોટના બેનનું તા.૨૫ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તથા પિયર પક્ષની સાદડી પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તા.૨૮ને ગુરૂવાર સાંજે ૪ થી ૬ ટેલીફોનીક રાખેલ છે. હિતેષભાઈ કારીયા મો.૯૮૨૫૨ ૦૯૮૨૯, અનિલભાઈ કારીયા મો. ૯૮૨૪૫ ૯૬૦૬૪, અનિલભાઈ અભાણી મો.૯૮૨૫૧ ૪૬૪૬૮, હરેશભાઈ અભાણી મો.૯૪૨૮૮ ૯૦૮૪૨, હરિભાઈ કારીયા મો.૯૯૨૫૨ ૬૧૪૭૪

ચંદ્રિકાબેન ચાવડા

ગોંડલ : ચંદ્રિકાબેન બીપીનભાઇ ચાવડા તે વિનોદભાઇ એમ.જેઠવા, ભરતભાઇ એમ.જેઠવા, પ્રવિણભાઇ એમ.જેઠવા, વિશાલભાઇ એમ.જેઠવાના બહેનનું તા. ૨૪ના અવસાન થયુ છે. બેસણું તા.૨૮ ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે ખોડીયાર નગર, ખોડીયાર મંદિર પાસે ગોંડલ રાખેલ છે.

મીનાબેન વ્યાસ

મોરબીઃ મીનાબેન વ્યાસ (ઉ.વ.૫૨) તે વ્યાસ કિશોરકુમાર કાલિદાસ (ન્યુ શર્મા પાન)ના પત્ની તેમજ શિવાનીબેન,  તથા નીપાબેનના માતૃશ્રી તથા અંકિતભાઈ તથા ધવલભાઈના કાકીનુ તા.૨૫ના અવસાન થયેલ છે ટેલીફોનીક બેસણું તા.૨૮ને ગુરુવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે.