Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019
રઘુવંશી અગ્રણી ભરતભાઈ રેલીયાના પિતાશ્રીનું ૧૦૭ વર્ષની વયે દુઃખદ નિધન : આવતીકાલે શુક્રવારે તેમના નિવાસસ્થાને પ્રાર્થનાસભા

રાજકોટ : કેશવલાલ પાનાચંદ રેલીયા (ઉ.વ.૧૦૭) તે રઘુવંશી અગ્રણીઓ બીપીનભાઈ, ભરતભાઈ રેલીયા, (ફાર્મા ડિસ્ટ્રીબ્યુટર), ડો.રોનક તથા કુનાલ અમેરીકાના દાદા તેમજ જામજોધપુર નિવાસી પાઉં સુંદરજી રણછોડભાઈના જમાઈનું તા.૨૬ના ગુરૂવારના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા સાદડી બંને પક્ષનું કાલે તા.૨૭ના શુક્રવારે તેમના નિવાસસ્થાને કાલાવડ રોડ, વોકહાર્ટ હોસ્પિટલ સામે સૃષ્ટિ એપાર્ટમેન્ટ ખાતે રાખેલ છે.

એ.જી.ઓફિસવાળા ઉદય ઓલીના પિતાશ્રીનું અવસાનઃ કાલે બેસણું

રાજકોટઃ મનબહાદુરભાઈ શાલીગ્રામભાઈ ઓલી (ઉ.વ.૮૫) તે સ્વ.હંસાબેનના પતિ, ઉદય (એ.જી.ઓફીસ), જયોતી શૈલેષકુમાર કોટેચા (યુકે) અને રીના અરવિંદ શાહ (યુકે) (ટીનુ)ના પિતાશ્રી રણજીતભાઈ (રણુભાઈ વશિષ્ઠ)ના બનેવી અને લલિતસિંહ શાહીના મામાનું અવસાન તા.૨૫ના રોજ થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૭ના શુક્રવારે સાંજે ૫:૩૦ થી ૬:૩૦ હોબી સેન્ટર, એરપોર્ટ ફાટક પાસે, વિવેકાનંદ સોસાયટી પાછળ, રાજકોટ ખાતે રાખેલ છે.

અવસાન નોંધ

રંજનબેન કવૈયા

રાજકોટઃ મૂળ ગામ નાની બરાર હાલ રાજકોટ શ્રી મચ્છુ કાઠીયા લુહાર સ્વ.બેચરભાઈ (બલવંતભાઈ), ખીમજીભાઈ કવૈયાના ધર્મપત્ની રંજનબેન બેચરભાઈ કવૈયા (ઉ.વ.૬૪) તે મહેશભાઈ, અલ્પેશભાઈ, ચેતનાબેન, અંજનાબેન, ક્રિષ્નાબેન, કિરણબેન, જીજ્ઞાબેનના માતુશ્રી સ્વ.દયાળજીભાઈ, મણીભાઈ, સ્વ.ચતુરભાઈના નાનાભાઈના પત્ની, નાનજીભાઈ વાલજીભાઈ પરમાર (રાજ સમઢીયાળાના દીકરી) પરેશભાઈના કાકીનું તા.૨૫ના દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૨૭ને શુક્રવારે સાંજે ૪ થી ૬ કલાકે મચ્છુ કાઠીયા લુહાર જ્ઞાતિની વાડીએ રણછોડનગર ૧૪ ખાતે રાખેલ છે.

લાલજીભાઈ ગજજર

રાજકોટઃ ગામ- ભડલી, જસદણ વતની, હાલ રાજકોટ નિવાસી લાલજીભાઈ નાનજીભાઈ ગજજર (તલસાણીયા) જેઓ સ્વ. રામજીભાઈ, સ્વ.હરજીવનભાઈના લઘુબંધુ તથા વિજયભાઈ, પ્રદ્યુમનભાઈ અને જાગૃતીબેન વિશરોલીયાના પિતાશ્રી તા.૨૫ના રોજ વેંકુઠ ધામ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૭ શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬, યોગીસભા ગૃહ, બીએપીએસ સ્વામીનારાયણ મંદિર, કાલાવડ રોડ ખાતે રાખેલ છે.

મગનભાઈ  સરવૈયા

રાજકોટઃ ધોબી મુળ માળીયા હાટીના નિવાસી હાલ રાજકોટ મગનભાઈ દેવજીભાઈ સરવૈયા (ઉ.વ.૯૫) તે મહેન્દ્રભાઈ, જીતેન્દ્રભાઈ, નરેન્દ્રભાઈ તથા કૌશિકભાઈના પિતાશ્રી તથા રાહુલ, મયંક પાર્થ અને તેજસના દાદાજીનું તા.૨૬ના દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૨૭ના શુક્રવારે સાંજે ૪ થી ૬ વાગે વિશ્વેશ્વર મહાદેવ મંદિરે રાખેલ છે.

કિશોરકુમાર ચગ

રાજકોટઃ કિશોરકુમાર ગોપાલજી ચગ (બેંક ઓફ ઇન્ડિયા-રિટાયર્ડ) (ઉ.વ.૭૦) તે કિરણ અને કમલના પિતાશ્રી, હસુભાઇના નાના ભાઇ, સંજયના કાકા તેમજ કાંતિલાલ પરષોત્તમદાસ શિંગાળાના જમાઇ અને ભરતભાઇ, નરેશભાઇ, નિતિનભાઇ, ભૂપતભાઇના બનેવી તથા દિપક પ્રવિણચંદ્ર મદલાણીના મામાનું તા. ૨૫/૯ના અવસાન થયું છે. સદ્દગતનું ઉઠમણું ૨૭ના શુક્રવારે સાંજે ૪:૩૦ થી ૫:૩૦ પંચનાથ મહાદેવ મંદિર, લિમડા ચોક રાજકોટ ખાતે રાખેલ છે. સસરા પક્ષનું બેસણું પણ સાથે રાખેલ છે.

કૃષ્ણગીરી ગોસ્વામી

રાજકોટઃ મુ. આંબરડી હાલ રાજકોટ નિવાસી કૃષ્ણગીરી નરભેગીરી ગોસ્વામી (ઉ.વ.૭પ) તે રતિગીરી, દિલીપગીરી, મુકેશગીરી તથા ગણપતગીરીના પિતાશ્રી તા.રપના કૈલાશવાસ થયેલ છે. સદ્દગતનું બેસણું તા.ર૭ના શુક્રવારે સાંજે ૪ થી ૬ તથા તેમનો ભંડારો / પુજનવિધી તા.૬ના રવિવારના ઉદયનગર-ર, શેરી નં.૯, વિશ્વેશ્વર હા. સોસાયટી મેઇન રોડ, ઇલાબેન લોઠીયા કવાટર, મવડી ચોકડી ખાતે રાખેલ છે.

પ્રભાબેન પીઠડીયા

રાજકોટ : મ.ક. સઈ સુથાર પ્રભાબેન કાન્તીલાલ પીઠડીયા તે સ્વ.કાંતિલાલ દેવજીભાઈ પીઠડીયા મોરબીવાળાના ધર્મપત્નિ તે સીમા ટેઈલર્સવાળા રાજેશભાઈ, અશ્વિનભાઈ, વિણાબેનના માતુશ્રી તેમજ જયંત, સીમા, પ્રિયંકા, રશ્મી, રાહુલના દાદીમા તે હાથીખાનાવાળા કરાચીવાળા રામજીભાઈ નથુભાઈ પરમારના દિકરી તા.૨૫ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૨૭ના સાંજે ૫ થી ૬ રામેશ્વર મંદિર, ૪, જીવનનગર રૈયા રોડ, રાજકોટ (પિયર પક્ષની સાદડી) ખાતે રાખેલ છે.

કપિલરાય હાથી

રાજકોટ : કપિલરાય જેન્તીલાલ હાથી (ઉ.વ.૯૩) તે ભરત હાથી, ગીતા મુનીભાઈ વસાવડા અને પૂર્વી ધનંજય દેસાઈના પિતાનું તા.૨૫ના અવસાન થયુ છે. ઉઠમણું તા.૨૭ના સાંજે ૪ થી ૬ ટોપાઝ બેન્કવેટ પહેલો માળ મહેસાણાનગર ગરબા ગ્રાઉન્ડ સામે, નિઝામપુરા વડોદરા છે.

મંજુલાબેન મશરૂ

રાજકોટ : જેતપુરવાળા હાલ રાજકોટ નિવાસી નરોતમદાસ (બટુકભાઈ) વસંતલાલ મશરૂના ધર્મપત્નિ મંજુલાબેન (ઉ.વ.૭૦) તે સ્વ.મથુરદાસ દુર્લભજીભાઈ ગણાત્રા (વડીયાવાળા) હાલ જેતપુરની પુત્રી તે જીજ્ઞેશભાઈ, નિરૂપાબેન માણેક, સેજલબેન સેજપાલના માતુશ્રી અને રિદ્ધિબેનના સાસુ તથા વિનોદભાઈ, ભુપતભાઈ, રમેશભાઈના ભાભી તે હસમુખભાઈ તથા  કિશોરભાઈ ગણાત્રાના મોટાબેન તા.૨૫ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૬ના સાંજે ૪ થી ૫ તેમના નિવાસસ્થાન, ઓસ્કાર ટાવર, સિલ્વર સ્ટોન સોસાયટી, બીગ બજાર સામે, રાજકોટ ખાતે રાખેલ છે.

પુષ્પાબેન કોટક

રાજકોટ : પડધરી નિવાસી સ્વ. ઠા. ગીરધરલાલ ગોરધનદાસ કોટકના પુત્રવધુ, તે ચૌધરી હાઈસ્કુલ રાજકોટના નિવૃત સીનીયર કલાર્ક શશીકાંતભાઈ ગીરધરલાલ કોટકના ધર્મપત્નિ, તે વિરલ ગ્રાફીકસવાળા વિપુલભાઈ એસ. કોટક, મોનાલીકા રાજેશકુમાર નાગ્રેચા તથા જીજ્ઞાશા રોમિતકુમાર રાજદેવના માતુશ્રી, તે સોનલ વિપુલભાઈ કોટકના સાસુ, તે વિરલ કોટકના દાદીમા તે ધ્રાંગધ્રાવાળા સ્વ.ચુનીલાલ જેઠાલાલ ઘેલાણીના દિકરી પુષ્પાબેન શશીકાંતભાઈ કોટક (ઉ.વ.૭૩) તા.૨૫ના બુધવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૨૭ને શુક્રવારના રોજ સાંજે ૫ થી ૬ કલાકે શ્રી જાગનાથ મહાદેવ મંદિર, ડો.યાજ્ઞિક રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.

રમાબેન મીરાણી

રાજકોટઃ સ્વ.દલાલ જમનાદાસ ગોપાલજી મીરાણીના ધર્મપત્ની ગં. સ્વ. રમાબેન જમનાદાસ મીરાણી (ઉ.વ.૮૩) જે સતીષભાઇ, દલાલ દીપકભાઇ તથા ભાવેશભાઇ અને પ્રમીલાબેન જે. સચદેવ, પન્નાબેન ઠકકર તેમજ રૂપાબેન સી. દાવડાના માતુશ્રી તા.રપના શ્રીજી ચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા તા.ર૭ને શુક્રવારે સાંજે પ થી ૬, સ્વામીનારાયણ મંદિર નીલકંઠ હોલ કાલાવડ રોડ ખાતે રાખેલ છે. બેઝમેન્ટમાં પાર્કિંગની વ્યવસ્થા છે.

સર્યુબાળાબેન વોરા

રાજકોટઃ સર્યુબાળા ધીરજલાલ વોરા (ઉ.વ.૮૪) તે સ્વ.ધીરજલાલ પ્રેમચંદ વોરાનાં ધર્મપત્ની તથા સ્વ.શાંતીલાલ નાનાલાલ પારેખના પુત્રી તથા નરેશભાઇ, પ્રકાશભાઇ, ભાવનાબેન પ્રતિમાબેનનાં માતુશ્રી તેમજ ઉમાબેન, સોનલબેન, બીપીનભાઇ વોરા, જીતેન્દ્રભાઇ દોશીનાં સાસુ તેમજ ચિરાગ, રાધીકાનાં દાદી તેમજ નુતન અને રોનકનાં દાદીજી સાસુ તા.રપના અરિહંતશરણ પામેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.ર૭ના શુક્રવારે બપોરે ૪ કલાકે શ્રી શાલીભદ્ર સરદારનગર સ્થાનકવાસી જૈન સંઘ, ૯/૧૪ સરદારનગર ખાતે રાખેલ છે. સદ્દગતની પ્રાથર્નાસભા તા.ર૭ને શુક્રવારે સાંજે પ થી ૬, જનકલ્યાણ હોલ, જનકલ્યાણ સોસાયટી, એસ્ટ્રોન ચોક પાસે રાખેલ છે.

મંજુલાબેન ખખ્ખર

રાજકોટઃ સ્વ.જયેશભાઇ શાંન્તીલાલ ખખ્ખરના ધર્મપત્ની ગં. સ્વ. મંજુલાબેન (ઉ.વ.પપ) તે કેવલભાઇ નમ્રતાબેન પંકજભાઇ કોટક કવિતાબેન અમિતભાઇ બુધ્ધદેવના માતુશ્રી તે વાલજીભાઇ વિઠલભાઇ રૂપારેલીયા વેરાવળના પુત્રી મહેન્દ્રભાઇ તથા ભુપતભાઇના બહેન તા.ર૩ના શ્રીજી ચરણ પામેલ છે. તેમનું ઉઠમણું તથા પીયર પક્ષની સાદડી તા.ર૬ના ગુરૂવારે સાંજે પ કલાકે રૈયા રોડ સદ્દગુરૂ કોમ્પલેક્ષ વાળી શેરી અલ્કેશ્વર મહાદેવ મંદીર રૈયા રોડ ખાતે રાખેલ છે.

કાજલબેન ધ્રુવ

ખંભાળીયા : વણિક દશા સોરઠીયા સ્વ. વાલજીભાઇ શામજીભાઇ ધ્રુવના પૌત્રી કાજલબેન (ઉ.૩૯) તે જશવંતરાય વાલજીભાઇ ધ્રુવની પુત્રી તે પ્રીતિ જીતેશકુમાર માલવિયા (ભાવનગર)ની બેન તથા સ્વ. કુમુંદચંદ્ર, જયંતભાઇ (મુંબઇ), હેમતભાઇ રામભાઇ ,સ્વ. જીતેન્દ્રભાઇ તથા જયસુખભાઇ ધ્રુવ (ખંભાળીયા)ના ભાઇની દીકરી તા. રપના રોજ અવસાન પામેલ છે. ઉઠમણું તા. ર૬ ને ગુરૂવારે રામેશ્વર મહાદેવ મંદિર, રામેશ્વર ચોક શ્રીજીનગર એરોડ્રામ રોડ, રાજકોટ ખાતે ૪-૩૦થી પ ભાઇઓ તથા બહેનો માટે રાખેલ છે. લૌકીક ક્રિયા બંધ રાખેલ છે.

નર્મદાબેન ભટ્ટ

ખંભાળીયા : મૂળ પડાણા નિવાસી હાલ જામનગર રહેતા નર્મદાબેન છોટાલાલ ભટ્ટ (ઉ.૮પ) તે છોટાલાલ જમનાદાસ ભટ્ટના પત્ની, કેશવલાલ તથા રમેશભાઇના માતુશ્રી તથા જયંતિલાલ ભટ્ટ પડાણાવાળાના ભાભી તથા સ્વ. સુરેશભાઇ જયંતિભાઇ ભટ્ટ અને અશોકભાઇ ભટ્ટના ભાભુમા તા. ર૩ના સ્વર્ગવાસ પામેલ છે. ઉઠમણું તા. ર૬ ના ગુરૂવારે સાંજે ૪થી પ, રામેશ્વર મહાદેવ, રામેશ્વર નગર, જામનગર ખાતે રાખવામાં આવેલ છે.

માલતીબેન ઉમટ

ભાવનગરઃ માલતીબેન ભગવાનભાઇ (ઉ.વ.૬૦) જે વિજયભાઇ ભગવાનભાઇ ઉમટ, તથા નાનુભાઇ ભગવાનભાઇ ઉમટ (સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક) લીલાબેન યોગેશભાઇ ખેસ્તી. તથા રૂપાબેન રમેશભાઇ ચૌહાણના માતુશ્રી ભુપતભાઇ હીરાભાઇ ઉમટ, (નિવૃત સેલટેક્ષ)ના નાનાભાઇ ના વહુ, ભરતભાઇ ઉમટ (નર્મધા નિગમ), બાલાભાઇ રતીલાલ ઉમટ, ભોળાભાઇ ઉમટ,ના ભાભી, મેહુલભાઇ, હિતેશભાઇ, દીપકભાઇ, રાજુભાઇ, પંકજભાઇ,સુનીલભાઇ મુકેશભાઇ,કિશોરભાઇના ભાવુ, દિપેશભાઇ, ધર્મેશભાઇ, વિરાજભાઇ, અજયભાઇના દાદી, સ્વ.જેન્તીભાઇ રાણા, સ્વ રમેશભાઇ રાણા, કિશોરભાઇ રાણા (સેન્ટ્રલ સોલ્ટ) કાળુભાઇના બેન, અવિનાશભાઇ રાણા (ન્યુ ઇન્ડિયા ઇન્સુ) નરેનભાઇ રાણા (કોર્પોરેશન બેક), આનંદભાઇ રાણા (પોલીસ)ના ફુઇ રાજુભાઇ નીલેશભાઇ, ધવલભાઇના માસી ગૌરાંગભાઇ નિહારી, જાનવિના દાદી રામચરણ પામેલ છે. તેમના સુવાળા તા.૨૬ને ગુરૂવાર આમારા નિવાસ સ્થાને તથા બેસણુ તા.૨૬ને ગુરૂવાર સાંજે ૪ થી ૬ સ્થળ ભાવનગર ભીલ જ્ઞાતિ વાડી યોગીનગર ઘોઘા રોડ. ભાવનગર રાખેલ છે તથા પાણીવાળ તા.૨૮ને શનિવાર ભાવનગર ભીલ જ્ઞાતિ વાડી યોગીનગર ઘોઘા રોડ. ભાવનગર ખાતે રાખેલ છે.

કિરીટભાઇ વણઝારા

સાવરકુંડલાઃ કિરીટભાઇ પ્રતાપરાય વણઝારા (બાલાભાઇ વાસણવાળા)(ઉમર ૬૭)(વિઠ્ઠલ કુરજીવાળા)નું અવસાન થયેલ છે. સદગતનું ઉઠમણું તા.૨૬ ગુરૂવાર સાંજે ૫-૩૦ થી ૬-૩૦ લોહાણા વિદ્યાર્થી ભવન, મહુવા રોડ સાવરકુંડલા રાખેલ છે.

ગોંડલના લીલાવંતીબેન આશરનું ૧૦૫ વર્ષની વયે અવસાન

ગોંડલ :  લીલાવંતી બેન અમરશીભાઇ આશર (ઉ.વ.૧૦૫) તે લલીતભાઇના માતુશ્રી તથા નીમેશભાઇ તથા મોન્ટુભાઇના દાદીમાનું તા.૨૪ ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.૨૬ ના રોજ સાંજે ૪ થી ૬ કચ્છી ભાટીયા વાડી, મહાદેવાડી, ગોંડલ ખાતે રાખેલ છે.

નોૈતમલાલ રાવલ

જામનગર : નોૈતમલાલ મહાશંકર રાવલ (ઉ.વ.૮૦) (રિટાયર્ડ જી.ઇ.બી. કર્મચારી) તે અમીતભાઇ રાવલ, સુમીતભાઇ રાવલ, (બોનાન્ઝા સીટી પોઇન્ટ) તથા માધવીબેન મહેશકુમાર રાવલના પિતાશ્રી, તેમજ સનતભાઇ રાવલના મોટાભાઇ અને રોહન, ક્રિશીવના દાદાનું તા. ૨૪ ના રોજ અવસાન થયેલ છે. ઉઠમણું ગુરૂવાર તા.૨૬ ના રોજ સાંજે પ થી ૫.૩૦ દરમિયાન પાબારી હોલ ખાતે ભાઇઓ-બહેનો માટે રાખેલ છે.

મનબહાદુર ઓલી

રાજકોટ : મનબહાદુર શાલીગ્રામ ઓલી (ઉ.વ.૮૫) તે સ્વ.હંસાબેનના પતિ, ઉદય (એ.જી.ઓફીસ), જયોતિ શૈલેષકુમાર કોટેચા (યુ.કે.) અને રીના અરવિંદ શાહ (યુ.કે.) (ટીનુ)ના પિતા રણજીતભાઈ (રણુભાઈ વશિષ્ઠ)ના બનેવી અને લલીતસિંહ શાહી (એડવોકેટ)ના મામાનું અવસાન તા.૨૫ના રોજ થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૭ના શુક્રવારે એરપોર્ટ રોડ, સદ્દગુરૂ વાટીકા સામે, મારૂતેશ્વર મહાદેવ રાજકોટ ખાતે સાંજે ૫:૩૦ થી ૬:૩૦ વચ્ચે રાખેલ છે.

કિશોરકુમાર ચગ

રાજકોટ : કિશોરકુમાર ગોપાલજી ચગ (બેંક ઓફ ઈન્ડિયા - રીટાયર્ડ) (ઉ.વ.૭૦) તે કિરણ અને કમલના પિતા, હસુભાઈના નાનાભાઈ, સંજયના કાકા તેમજ કાંતિલાલ પરસોતમદાસ શિંગાળાના જમાઈ તેમજ ભરતભાઈ, નરેશભાઈ, નિતીનભાઈ, ભુપતભાઈના બનેવી તથા દિપક પ્રવિણચંદ્ર મદલાણીના મામાનું તા.૨૫ના બુધવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૨૭ના શુક્રવારના રોજ સાંજે ૪:૩૦ થી ૫:૩૦ સસરાપક્ષનું બેસણું સાથે પંચનાથ મહાદેવ મંદિર, લીમડા ચોક, રાજકોટ મુકામે રાખેલ છે.

મનસુખભાઈ નળીયાપરા

રાજકોટ : મનસુખભાઈ હિરાભાઈ નળીયાપરાનું તા.૨૫ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૭ને શુક્રવારે સાંજે ૪ થી ૬ પાયલ શ્રીનાથદ્વારા પાસે શેરી નં.૪ રેલનગર પાસે, પોપટપરા રાજકોટ ખાતે રાખેલ છે.

શશીકાંતભાઈ પંડ્યા

રાજકોટ : ચા.મ.મો. બ્રા. રીટાયર્ડ વાયરલેસ પી.એસ.આઈ. શ્રી શશીકાંતભાઈ પી. પંડ્યા તે સ્વ.પ્રાણલાલ જે. પંડ્યાના પુત્ર, સ્વ.આદિત્યરામ જે. પંડ્યાના ભત્રીજા, ભગવતીપ્રસાદ પી. પંડ્યા તથા જય પ્રકાશ પી. પંડ્યાના ભાઈ, ભારતીબેન એન. દવેના ભાઈ, પ્રશાંત એસ. પંડ્યા, માધુરી એ. પંડ્યા તથા ધ્યાનીના દાદા, શિતલ એ. રૈયાણીના પિતા, કનકરાય જુગતરામ ત્રિવેદીના જમાઈ અનિલભાઈ તથા ધનંજયભાઈના બનેવીનું તા.૨૫ના બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતના બંને પક્ષોનું ઉઠમણું શુક્રવારે તા.૨૭ના રોજ સાંજે ૪ થી ૬ કલાકે ધારેશ્વર મંદિર, ભકિતનગર સર્કલ, રાજકોટ ખાતે રાખેલ છે.