Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021
વિસાવદર નગર પાલિકાના પૂર્વ પ્રમુખ કિરણબેન પુરોહિતનુ નિધન

વિસાવદરઃ નગર પાલિકાનાં પૂર્વ પ્રમુખ અને સ્થાનિક પત્રકાર શ્રી વિનુભાઈ પુરોહિતનાં ધર્મપત્નિ કિરણબેન પુરોહિત (ઉ.વ.૫૪)નુ તા.૨૫ના નિધન થતા દ્યેરા શોકની લાગણી વ્યાપી છે.તેઓ કોરોના સંક્રમિત થતા રાજકોટ ખાતે હોસ્પિટલમાં દાખલ હતા.પરંતુ સારવાર કારગત નીવડી ન હતી અને આખરે દુનિયાને અલવિદા કરી દીધી હતી.સ્વર્ગસ્થ કિરણબેન છેલ્લી ત્રણ ટર્મથી વિસાવદર નગરપાલિકામાં એક જ વોર્ડમાંથી સતત ત્રણ વખત સૌથી વધુ લીડથી ચૂંટાતા હતા.વિસાવદર નગર પાલિકાનાં પ્રમુખ તરીકે પણ યશસ્વી કામગીરી કરી હતી.તેઓએ વિસાવદર તાલુકા કોંગ્રેસ મહિલા સેલના પ્રમુખ તથા જૂનાગઢ જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પાંખના પ્રમુખ તરીકે પણ યાદગાર સેવાઓ આપી હતી.સ્થાનિક પત્રકાર વિનુભાઈ પુરોહિતનાં ધર્મપત્નિ અને કોંગ્રેસનાં યુવા પાંખના વરિષ્ઠ અગ્રણી રંજીવ પુરોહિત તથા નેહલબેન (લંડન), મયુરીબેન (રાજકોટ)નાં માતૃશ્રી કિરણબેન પુરોહિતનાં અવસાનથી સમગ્ર પંથકમાં ઘેરો શોક છવાયો છે.

ઉપલેટા કડવા પટેલ સોશ્યલ ગ્રુપ પ્રમુખ નિતીનભાઇ અઘેરાના માતૃશ્રીનું નિધન

ઉપલેટાઃ કડવા પટેલ સોશ્યલ ગ્રુપના પ્રમુખ અને જીલ્લા ભાજપના સેવાકીય આગેવાન નિતીનભાઇ અઘેરા તથા ડિમ્પલભાઇના માતૃશ્રી નર્મદાબેન જમનાદાસ અઘેરા ઉ.વ.૭૦નું કોરોનાથી અવસાનથ થયેલ છે. વર્તમાન પરિસ્થિતીને ધ્યાને લઇ સદગતનું ટેલીફોનીક બેસણું મો.૯૯૭૪૬ ૭૭૭૭૭ તથા ૯૯૨૫૨ ઉપર રાખેલ છે.

સાહિત્યકાર અને કવિ જગદીપભાઇ ઉપાધ્યાયનું અવસાન

વાંકાનેરઃ સાહિત્યકાર અને કવિ જગદીપભાઇ ઉપાધ્યાયનું અવસાન થતા ગુજરાતના સાહિત્ય અને કવિતા ક્ષેત્રે મોટી ખોટ પડી છે.

અમેરલી જિલ્લાના ક્રાંકચ ખાતે સાહિત્યકાર જગદીપભાઇનો ર૪/૭/૧૯પ૯ના રોજ જન્મ થયેલ. એમ.કોમ., બી.એડ, ડબ્બલ ગ્રેજયુટ થઇ ૧૪ વર્ષ પંચમહાલ જિલ્લાના વાઘજીપુરાના શહેર સ્કુલમાં શિક્ષણ તરીકે ત્યારબાદ સાવરકુંડલાની બનજારા હાઇસ્કુલમાં પ્રિન્સીપાલ તરીકે અને પછી વાંકાનેરની અમરસિંહ હાઇસ્કુલના પ્રિન્સીપાલ તરીકે ઘણા વર્ષો સુધી નોકરી કરી આ હાઇસ્કુલનું શિક્ષણ સ્તર ઉચ્ચુ લાવેલ અને નિવૃતિ બાદ વાંકાનેરના ગઢીયાડુંગર પાસે વૃંદાવન પાર્કમાં 'હરિગીત' મકાનમાં રહેતાને ઉતમોતમ કવિતા સાહિત્યનું સર્જન કરેલ તેમણે શબ્દધનુ(કાવ્યસંગ્રહ) પ્રણયાખ્યાન (કાવ્ય સંગ્રહ) ઝાકળના ઝુમખા (કાવ્ય સંગ્રહ) ફુલોના ભાર (સ્મૃતિ કથા) થોડા દિવસમાં પબ્લિસ થવાનો હતો. ત્યાં ઓચિંતુ કુદરતનું તેડુ આવી ગયું. તેઓની અભિયાન સપ્તાહિકમાં કશ્મશ નવલકથા ચાલુ હતી. ગુજરાત ટુડેમાં નિયમિત કોલમીસ્ટ હતા. જગદીપભાઇ ઉપાધ્યાયના આકાશવાણી, ટી.વી.માં ઘણીવાર પ્રોગ્રામો પ્રસારીત થતા અમરેલીથી પ્રગટ થતું 'છાલક'માં દર વર્ષથી સંપાદક તરીકે સેવા આપી તેઓના પિતા સાહિત્યકાર ગણપતદાદાના સુપુત્ર હતા.

જગદીપ ઉપાધ્યાયના પત્ની નીતાબેન ઉપાધ્યાય વાંકાનેરના રાતીદેવળી ખાતે શિક્ષિકા તરીકે નોકરી કરે છે. અને તેમની દિકરી ડોકટર ધરા ઉપાધ્યાય ડેન્ટીસ્ટ છે. તેમનો પરિવાર સાહિત્યીક રીતે જોડાયેલ છે. તા.રપ-/૪/ર૦ર૧ ના તેમનું ઓચિંતુ અવસાન થતા ગુજરાતના સાહિત્ય, કવિતા ક્ષેત્રે મોટી ખોટ પડી છે.

મીઠાપુરના અરવિન્દભાઇ જટાણીયાનું અવસાનઃ ટેલીફોનીક ઉઠમણું

મીઠાપુરઃ સ્વ. પુરષોત્તમભાઇ નરશીદાસ જટાણીયાના મોટા પુત્ર અરવિંદભાઇ પરષોતમભાઇ જટણીયા કે જે હિંમતભાઇ, સ્વ. ચંદ્રિકાબેન જે.મોટલા, બીપીાભાઇ, કમલેશભાઇના ભાઇ તથા સ્વ.ત્રિભુવનદાસ નરશીદાસ કારિયા પોરબંદર વાળાના જમાઇનું તા.રપ/૪ને રવિવારના રોજ અવસાન થયેલ છે હાલ કોરોના મહામારીને કારણે સદ્દગતનું ટેલીફોનીક ઉઠમણું તા. ર૬/૪ ને સોમવારના રોજ સાંજે  ૪ વાગ્યા થી સાંજે ૬ વાગ્યા સુધી રાખેલ છે. શેખરભાઇ મો.૬૩પ૩પ ૧૭૭૮૮, દર્શનભાઇ મો.૯૯૩૦ર ૩૮૭૭ર, હિંમતભાઇ ૯ર૭પર ૦૬૦૬૦૭, બીપીનભાઇ મો.૯રર૮૮ ૯૮પ૦ર, કમલેશભાઇ મો.૯પપ૮૮ ૩પ૦ર૪

ગોંડલ ગીતા વિદ્યાલયના પૂર્વ સંચાલક ભકિતબેન મારૂનું અવસાન

જસદણઃ ગોંડલ ભગવતીબેન (ભકિતબેન) છગનલાલ મારૂ (ઉ.વ.૭૦) (ભૂતપૂર્વ સંચાલક ગીતા વિદ્યાલય)તે શાંતિલાલ, બાબુભાઇ તથા ઉષાબેનના બહેન, તેમજ નીતિનભાઇ, સંજયભાઇ તથા પૂર્વગ ભાઇના ફઇબાનું તા.૨૪ના રોજ અવસાન થયું છે. ટેલીફોનિક બેસણું તા.૨૬ને સોમવારે ૪ થી ૬ રાખેલ છે. શાંતિલાલ મો.૯૮૯૮૮૩૨૨૩૩, બાબુભાઇ મો.૯૦૩૩૩૨૬૦૭૧, ઉષાબેન ૯૭૨૭૬૮૫૧૮, નીતિનભાઇ મો.૯૦૯૯૩૨૬૨૯૪, સંજયભાઇ મો.૯૯૧૩૪૪૨૦૦૪, પૂર્વગભાઇ મો.૭૫૭૫૦૩૧૧૮૩

જગજીવનભાઈ રૂઘાણીના પુત્રી દર્શનાબેન પોપટ (મુંબઈ)નું દુઃખદ અવસાનઃ સાંજે ટેલીફોનિક બેસણું

રાજકોટ : દર્શનાબેન દિનેશકુમાર પોપટ (રહે. મુંબઈ) તે જગજીવનભાઈ મોહનલાલ રૂઘાણીના દીકરી તથા બીપીનભાઈ રૂઘાણી - મો. ૯૪૨૭૩ ૧૧૧૧૧, નરેન્દ્રભાઈ રૂઘાણી - મો. ૯૪૨૬૮ ૪૯૧૫૦, સતીષભાઈ રૂઘાણી - મો. ૯૪૨૬૨ ૬૭૩૪૮, નિમેષભાઈ રૂઘાણી - મો. ૯૮૭૯૩ ૫૧૫૧૫, ચંદ્રિકાબેન હિંડોચા - મો. ૯૪૦૯૫ ૭૭૦૦૧ના મોટાબેનનું તા.૨૪ના રોજ શ્રીજીચરણ પામેલ છે.કોરોના મહામારીના કારણે ટેલીફોનિક સાદડી  તા.૨૬ના સોમવારના સાંજે ૪ થી ૫ વચ્ચે રાખેલ છે.

પોરબંદર છાંયા પાલિકાના પૂર્વ કાઉન્સીલર રતનબેન બાલસનું નિધન

પોરબંદર : કોળી સમાજના મહિલા અગ્રણી અને છાયાનગર પાલિકાના પૂર્વ કાઉન્સીલર રતનબેન ગોવિંદભાઇ બાલસનું અવસાન થયેલ છે. છાયાનગર પાલિકાના ઇન્દિરાનગર વિસ્તારના છેલ્લા પાંચ ટર્મથી ચુંટાતા આવતા કોળી સમાજના મહિલા અગ્રણી પૂર્વ કાઉન્સીલર રતનબેન ગોવિંદભાઇ બાલસ (ઉ.૭પ) તે મોહનભાઇ (પી.એસ.આઇ. પોરબંદર) સ્વ. ભીમભાઇ, હીરાભાઇના માતુશ્રીનું અવસાથ થયેલ છે. ઇન્દીરાનગરના સેવા કર્મ શ્રેષ્ઠી દેવશીભાઇ કરગટીયાના અધ્યક્ષ સ્થાને ઁ સાંઇ ટેકા પરબ ખાતે મળેલી શ્રદ્ધાંજલી બેઠકમાં છાયા નવી કોળી સમાજવાડીના પ્રમુખ દેવાયતભાઇ વાઢીયા, સમાજ શ્રેષ્ઠી સર્વશ્રી રામસીભાઇ બામણીયા, કાન્તીભાઇ કરગટીયા, રામભાઇ બગીયા પી.એસ.આઇ., રમેશભાઇ કરગટીયા, લાખાભાઇ મોકરીયા, મનુભાઇ માવદીયા ડો. ઇશ્વરલાલ ભરડા સહિતના અગ્રણીઓએ અંજલી અર્પી હતી.

પટેલ એસ્ટેટવાળા અશોકભાઈ વૈશ્નાણીનાં ધર્મપત્નિનું દુઃખદ અવસાન

રાજકોટઃ મનીષાબેન અશોકકુમાર વૈશ્નાણી જે અશોકકુમાર પરસોતમભાઈ વૈશ્નાણી (પટેલ એસ્ટેટ ઈન્દીરા સર્કલ)ના ધર્મપત્નિ તથા ચિરાગ તથા નિરજુના માતુશ્રી તથા રૂમીના સાસુમાનું તા.૨૫ રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું રાખેલ છે. અશોકકુમાર પરસોત્તમભાઈ વૈશ્નાણી મો.૯૮૨૪૨ ૦૯૧૮૩, ચિરાગ અશોકકુમાર વૈશ્નાણી  મો.૯૯૨૫૬ ૮૦૫૭૬

જૈન અગ્રણી રમેશભાઈ પટેલ કોરોના સામે જંગ હાર્યાઃ મહાવીર જયંતિના પાવન દિવસે નિધન

રાજકોટઃ શહેરની શ્રી વિશાશ્રીમાળી જૈન સમાજ, શ્રી જૈન પટેલ ફાઉન્ડેશન, મોટા વડાળા (તા. કાલાવડ)ની ગૌશાળા તેમજ શ્રી ગો.ડા.શાહ વિશાશ્રીમાળી વણિક વિદ્યોતેજક સંસ્થા (જામનગર) જેવી અનેક સંસ્થાઓમાં વર્ષો સુધી જોડાઈને ફંડ ભેગુ કરવામાં તેમજ સંસ્થાના વિકાસમાં મહત્વનું યોગદાન આપનાર જૈન સમાજના હસમુખા તેમજ સરળ સ્વભાવી અને ગમે ત્યારે કોઈને પણ મદદરૂપ થવા તત્પર રહેતા એવા વડિલ શ્રી રમેશભાઈ રમણીકભાઈ પટેલ કોરોના સામેના જંગમાં હારી ગયા છે. મહાવીર જયંતિના પાવન દિવસે તેમનું નિધન થયું છે. વર્ષો સુધી જૈન સમાજની વિવિધ પ્રવૃતિમાં હંમેશા તેઓ અગ્રેસર રહેતા. જૈન પટેલ સમાજની સ્થાપનાથી ખજાનચી તરીકે, શ્રી વિશાશ્રીમાળી જૈન સમાજ (રાજકોટ) તથા શ્રી ગો.ડા.શાહ વણિક વિદ્યોતેજસ સંસ્થા (જામનગર)માં તેઓએ સેક્રેટરી તરીકે મહત્વનું યોગદાન આપેલું છે. જૈન સમાજને કદી ન પૂરી શકાય તેવી ખોટ પડી છે.

સોરઠીયા પ્રજાપતિ સુરેશભાઇ ટાંકનું અવસાનઃ ટેલિફોનીક બેસણું

રાજકોટઃ સોરઠીયા પ્રજાપતિ સુરેશભાઇ બાબુભાઇ ટાંક (ઉ.વ.૩૭) તે મહેન્દ્રભાઇ ટાંક (૯૮૯૮૧ ૬૭૦૧૮), ભરતભાઇ ટાંક (૯૮૯૮૧ ૪૫૪૮૨), દિપકભાઇ ટાંક (૯૪૦૮૯ ૯૨૨૭૨) તથા મુકેશભાઇ ટાંક (૯૪૨૯૦ ૪૪૮૭૫)નું તા. ૨૩/૪ના દુઃખદ અવસાન થયું છે. હાલની પરિસ્થિતિને ધ્યાને રાખી સદ્દગતનું ટેલિફોનીક બેસણું આજે સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. ઉત્તરક્રિયા ૩૦ના સવારે સાડા દસે રાખેલ છે.

પૂર્વ સાંસદ દેવજીભાઇ ફતેપરાના ધર્મપત્નિ મનિષાબેનનું અવસાન

રાજકોટઃ મનિષાબેન દેવજીભાઇ ફતેપરા (ઉ.વ. પ૯) તે પૂર્વ સંસદ સભ્ય દેવજીભાઇ ગોવિંદભાઇ ફતેપરાના ધર્મપત્નિ અને ધર્મેશ દેવજીભાઇ ફતેપરાના માતૃશ્રીનું તા. ર૪-૪-ર૧ને શનિવારે દુઃખદ અવસાન થયેલ છે. કોરોના મહામારીને કારણે લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

જાડેજા પરિવાર (રાજ ફર્ટીલાઇઝર)ના માતુશ્રી નિલમબાનુ દુઃખદ અવસાન

રાજકોટ : સ્વ.શ્રીગંગાસ્વરૂપ નિલમબા દાનસિંહજી જાડેજાનું તા.રપને રવિવારે દુઃખદ અવસાન થયું છે સદ્દગત નિલમબા હરધ્રોલ રાજપુત સમાજના અગ્રણી દાનુભાસાહેબના ધર્મપત્નીશ્રી તેમજ ધી રાજ ફર્ટીલાઇઝર વાળા વેપારી અગ્રણી પ્રવિણસિંહ, જગદેવસિંહ જાડેજા અને કર્મચારી મંડળ અને સમાજ અગ્રણી આર.ડી.જાડેજાના માતુશ્રી અને પ્રો.હેતલબા જાડેજા (હરિવંદનાકોલેજ) શ્રી રાધેશ્યામ એમ્પોરિયમ વાળા શિવરાજસિંહ, કિશનસિંહ જીવન બેંક) વિશ્વરાજસિંહ, ત્રિલોકસિંહ જાડેજાના દાદીમાંનું દુઃખદ અવસાથ થયું છે.

પૂર્વ સાંસદ દેવજીભાઇ ફતેપરાના ધર્મપત્નિ મનિષાબેનનું અવસાન

રાજકોટઃ મનિષાબેન દેવજીભાઇ ફતેપરા (ઉ.વ. પ૯) તે પૂર્વ સંસદ સભ્ય દેવજીભાઇ ગોવિંદભાઇ ફતેપરાના ધર્મપત્નિ અને ધર્મેશ દેવજીભાઇ ફતેપરાના માતૃશ્રીનું તા. ર૪-૪-ર૧ને શનિવારે દુઃખદ અવસાન થયેલ છે. કોરોના મહામારીને કારણે લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

અવસાન નોંધ

પડધરી શ્રી પ્રગટેશ્વર મહાદેવ મંદિરના મહંત શિવગીરી ગોસ્વામીનું અવસાન

પડધરી : પ્રગટેશ્વર મહાદેવ મંદિર (પડધરી) ના મહંતશ્રી સ્વ. શિવગીરી હંસગીરી ગોસ્વામી (ઉ.૭૩) તા. ર૪ ના કૈલાશવાસ થયેલ છે.

સદ્ગતનું ટેલીફોનિક બેસણુ તા. ર૬ ને સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. હેમંતગીરી મો. ૯૪ર૮ર ૬૩૬૬ર, રાજેશગીરી મો. ૯૪૦૮૭ પ૧૦૭૭, ધર્મેન્દ્રગીરી મો. ૯૭ર૬૯ ૧૦૪૩૧, વિપુલગીરી મો. ૯૭ર૪૭ ૧૪૦૧૪, દિવ્યેશગીરી મો. ૯૭૭૩૪ ૦૭૭પર

મુસ્લિમ અગ્રણી હાજી આહમદભાઇ જિંદાણીના ધર્મપત્ની જન્નત નશીન

રાજકોટ : મુસ્લિમ સમાજના જાણીતા અગ્રેસર અને કોંગી કાર્યકર મેમણ હાજી અહેમદભાઇ જિંદાણીના ધર્મપત્ની હાજીયાણી ઝૂબૈદાબેન તેઓ સાજીદભાઇ (સર્જક)ના માતાજી અને હાજી મોઇનભાઇ નૂરીના સાસુ તા. રપ ના ગત રાત્રે વફાત પામ્યા છે. તેઓની દફનવિધી આજે સવારે સદર કબ્રસ્તાનમાં થયેલ હતી. તેમ સરજુભાઇ, નદીમભાઇ મેમન, તનવીરભાઇ પટેલ (મો. ૯૯૦૪૪ ૭૧પ૭ર)ની યાદી જણાવે છે.

મોહદિષે ગુજરાતની વિદાય

અમદાવાદ તા. ર૬ :.. ગુજરાતના સુન્ની સંપ્રદાયના જાણીતા પીઢ અને વિદ્વાન ઉલેમા અને દારૂલ ઉલૂમ શાહે આલમ-અમદાવાદના એક સમયના શૈખુલ હદિષ રહી ચુકેલા ઉસ્તાદૂલ ઉલ્મા, મુહદિદષે ગુજરાત, ખલીફાએ હુઝૂર મુફતીએ આઝમે હિન્દ હઝરત અલ્લામા મુફતી મોહમ્મદ મોઇનુદીન રઝવી મિસ્બાહી બાની જામિયા મોઇનુલ ઉલુમ સરકારે કલા ખ્વાજા મસ્જિદ નારોલ અહમદાવાદ એ ગઇકાલે રવિવારે સાંજે ૬ વાગ્યે વિદાય લઇ લેતા આજે સોમવારે સવારે ગંજશોહદા કબ્રસ્તાનમાં તેઓની દફનવિધી થઇ હતી.

ડો.ધન્વંતરીકુમાર પંચોલી

રાજકોટ : જામનગર નિવાસી બ્રહ્મસમાજના અગ્રણી, આયુર્વેદના જ્ઞાતા, ગુલાબ કુંવરબા હોસ્પિટલના ભૂતપૂર્વ આર.એમ.ઓ. ડો.ધન્વંતરીકુમાર જી. પંચોલી (ઉ.વ.૬૯) જે ડો.(મિસિસ) હરિક્રિષ્નાબેન ભટ્ટના પતિ અને ડો.હારીત ડી. પંચોલીના પિતા તા.૨૨ના ગુરૂવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે.

 કાંતિલાલ કટારીયા

રાજકોટઃ ટંકારા નિવાસી હાલ રાજકોટ કાંતીલાલ માણેકચંદ કટારીયા (બાપા સીતારામ પાઉંભાજી વાળા) તે સ્વ.મુળજીભાઈ, ચુનીલાલ, પ્રફુલભાઈના ભાઈ, કલ્પેશભાઈના પિતાશ્રી તથા સ્વ.અમૃતલાલ નરશીદાસ દક્ષિણીના જમાઈ, દિપકભાઈ તથા બાબુભાઈના બનેવીનું તા.૨૪ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. જેમનું ટેલીફોનીક બેસણું તથા પિયર પક્ષની સાદડી તા.૨૬ના સાંજે ૪ થી ૫ વાગે રાખેલ છે. કલ્પેશભાઈ કટારીયા મો.૯૯૭૯૯ ૬૫૮૪૭, બાબુભાઈ દક્ષિણી મો.૯૮૨૪૪ ૫૭૫૦૬, દિપકભાઈ મો.૯૦૫૪૩ ૬૨૭૪૬

અશ્વિનભાઈ શુકલ

રાજકોટઃ હળવદ નિવાસી હાલ રાજકોટ ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ અશ્વીનભાઈ પ્રભાકરભાઈ શુકલ (ઉ.વ.૬૭) યોગેશભાઈ, કિરીટભાઈ, સ્વ.મુકેશભાઈના ભાઈ તથા નિરવ અને સંકેત પિતાશ્રીનું તા.૨૩ શુક્રવારના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૨૬ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો.૯૪૨૬૭ ૮૭૬૬૦, મો.૯૮૨૪૪ ૩૪૦૫૪, મો.૯૯૦૯૯ ૦૫૯૦૪

ચંપાબેન રાઠોડ

રાજકોટઃ ચંપાબેન જેન્તીલાલ રાઠોડ નિલેશભાઈ, દેવેન્દ્રભાઈ, ચેતનભાઈ (શ્રીજી ડેરી ફાર્મવાળા)ના માતુશ્રીનું તા.૨૩ શુક્રવારના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૨૬ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો.૯૭૨૭૮ ૭૨૫૨૫, મો.૯૯૭૮૨ ૭૨૩૨૩, મો.૯૮૨૫૮ ૩૦૮૧૭

રઘુવીરસિંહ ભટ્ટી

રાજકોટઃ કારડીયા રાજપુત રઘુવિરસિંહ જયમલજી ભટ્ટી (ઉ.વ.૫૨) તેઓ હિનાબેનના પતિ તથા અભિષેક તથા હેમાક્ષીના પિતા, દિપકસિંહ તથા નરેન્દ્રસિંહના નાનાભાઈનું તા.૨૩ને શુક્રવાર (અગીયારસ)ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૨૬ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો.૯૪૦૯૭ ૧૮૭૩૩, મો.૯૭૭૩૧ ૭૧૮૨૪

રાજેશ દવે

રાજકોટઃ ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ રાજેષ હરગોવિંદભાઈ દવે (ચીકાભાઈ) (ઉ.વ.૫૪) તે અશોકભાઈ તથા મહેન્દ્રભાઈ કેલ્યુલેટરવાળાનાં ભાઈ તેમજ મહાલક્ષ્મી મંદિર (દરબારગઢ સામે) વાળા અનિરૂધ્ધભાઈ દવેનાં ભત્રીજાનું તા.૨૪ને શનિવાર રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૬ને સોમવારનાં રોજ સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. અશોકભાઈ દવે મો.૯૫૮૬૫ ૦૭૨૦૧, મહેન્દ્રભાઈ દવે મો.૯૬૩૮૮ ૭૨૫૯૦, અનિરૂધ્ધભાઈ દવે મો.૯૩૭૫૨ ૧૭૯૫૭

અનિલભાઈ ગોરવાડીયા

રાજકોટઃ ગુર્જર પ્રજાપતિ સ્વ.અનીલભાઈ હીરાભાઈ ગોરવાડીયા (સિંચાય વિભાગ) તે સ્વ.હીરાભાઈ કાબાભાઈ ગોરવાડીયાના પુત્ર તેમજ બલદેવભાઈ ગોરવાડીયા (સિંચાય વિભાગ)ના નાનાભાઈ તેમજ શશીકાંતભાઈ તથા અમીતભાઈના પિતાશ્રીનું તા.૨૪ને શનિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૬ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. શશીકાન્ત ગોરવાડીયા મો.૯૦૧૬૨ ૧૯૦૩૪

રીટાબેન હાપલીયા

રાજકોટઃ જગદીશભાઈ ખોડાભાઈ હાપલીયાના ધર્મપત્નિ રીટાબેન જગદીશભાઈ હાપલીયા (ઉ.વ.૪૯) તા.૨૪ શનિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. મો.૯૬૬૪૬ ૯૫૫૪૨, મો.૯૪૨૬૨ ૬૩૭૫૯ ટેલીફોનીક બેસણું રાખ્યું છે.

હરેશભાઈ મશરૂ

રાજકોટઃ મુ.રોડા (હાલ રાજકોટ) નિવાસી સ્વ.ધિરજલાલ દુર્લભજી મશરૂના પુત્ર હરેશભાઈ (ઉ.વ.૪૮) તે પ્રફુલભાઈ, રમેશભાઈ, જગદીશભાઈ તથા નિતાબેન કૌશીકકુમાર કારિયાના ભાઈનું તા.૨૩ના દુઃખદ અવસાન થયેલ છે. ટેલીફોનીક ઊઠમણું તા.૨૬ સોમવારના સાંજે ૪ થી ૬ રાખેલ છે. પ્રફુલભાઈ (કનુભાઈ) મો.૯૪૨૯૨ ૪૪૬૮૭, રમેશભાઈ મો.૯૭૨૬૫ ૭૦૧૪૪, કૌશિકકુમાર મો.૯૪૨૬૭ ૮૦૬૦૧, જગદીશભાઈ મો.૯૪૨૭૯ ૧૬૯૦૫

જયશ્રીબેન પૂજારા

રાજકોટઃ અ.સૌ.જયશ્રીબેન (ગોપી) નિતીનભાઈ પુજારા (ઉ.વ.૪૧) ધ્રાંગધ્રા નિવાસી હાલ રાજકોટ તે સ્વ.નરોતમદાસ કુંવરજીભાઈ પુજારાના પુત્રવધુ તે સ્વ.પ્રકાશભાઈ ત્રંબકલાલ ભોજાણીના પુત્રી તે નિતીનભાઈ નરોતમદાસ પુજારાના પત્ની તે સંદીપભાઈ પ્રકાશભાઈ ભોજાણીના બહેનનું દુઃખદ અવસાન તા.૨૪ શનિવારના રોજ થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તથા પિયર પક્ષની સાદડી તા.૨૬ સોમવારના સાંજે ૪ થી ૬ નિવાસસ્થાને રાખેલ છે.

રામજીભાઇ બગથરીયા

રાજકોટ : રાજકોટ, મુળ ગોંડલ હાલ રાજકોટ વાણંદ રામજીભાઇ રવજીભાઇ બગથરીયા (ઉ.વ.૭૦) તે જતીનભાઇ, સોનલબેન, મોસમીબેન તથા આરતીબેનના પિતા, ધીરૂભાઇના નાનાભાઇ તથા વિનુભાઇ, મધુભાઇ, મનહરભાઇના મોટા ભાઇ, મીતાશના દાદા, યોગેશભાઇ ચૌહાણ, નીલેશભાઇ ગોંડલીયા, પીયુષભાઇ ભાયાણીના સસરા તથા શીવલાલભાઇ સીસાંગીયાના બનેવીનું તા. ર૪ ના રોજ અવસાન થયેલ છે. તેનું ટેલીફોનીક બેસણુ તા. ર૬ ના સોમવાર રોજ રાખેલ છે. મો. ૮૯૦પર ૭૬૩૪પ, મો. ૯૩ર૮૬ ૩પર૯૯, મો. ૯૦૯૯૩ ૭૦૯૦૯

વિઠ્ઠલદાસ સુતરીયા

મીઠાપુર : સુરજકરાડી નિવાસી વિઠ્ઠલદાસ ટોપણદાસ સુતરીયા (ઉ.૬૯) (નોબત પ્રેસ પ્રતિનિધિ મીઠાપુર) તે ધવલભાઇ (ખોડીયાર સેલ્સ) સોનલબેન એન. બદીયાણી, અનિતાબેન એચ. હિંડોચા, પાયલબેન એચ. ખગ્રામના પિતા તેમજ કેતનભાઇ (સુતરીયા બ્રધર્સ) રાજેશભાઇ (સંદેશ નોબતના પ્રેસ પ્રતિનિધી), ચંદ્રકાન્તભાઇ (પાયલ સેલ્સ) પ્રફુલભાઇના મોટાભાઇ તેમજ ગોકાલદાસ રામજી બારાઇ (લાંબા)ના જમાઇનું તા. ર૪ ને શનિવારના રોજ અવસાન પામેલ જેનું ટેલીફોનિક ઉઠમણું તા. ર૬ ને સોમવારના સાંજે ૪ થી ૬ રાખેલ છે. મોસાળ પક્ષની સાદળી સાથે રાખેલ છે. ધવલભાઇ ૯રર૭ર ર૦૪૪૪, કેતનભાઇ ૯રર૭૬ ૪૪૭૧૮, રાજુભાઇ મો. ૯૮ર૪ર રર૧પ૧, ચંદ્રકાન્તભાઇ મો. ૯રર૮૧ ૩૪૩૪પ

હંસરાજભાઇ ધવા

ગોંડલ : હંસરાજભાઇ નરશીભાઇ ધવા (લાલ) (ઉ.૬૧) તે પટેલ પરોઠા હાઉસ, ગોંડલવાળા ગોરધનભાઇ નરશીભાઇ ઘંવાના નાનાભાઇ, જેન્તીભાઇના મોટાભાઇ ધર્મેશ ઘંવાના પિતા તેમજ ભાવેશ, નિતીનના કાકા દીલીપના ભાઇજીનું તા. રપ ને રવિવારના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનિક બેસણું તા. ર૬ ને સોમવારે સાંજે ૪ થી ૬ કલાકે ગોંડલ ખાતે રાખેલ છે. મો. ૯૯૭૯૯ ૯પ૯પપ, મો. ૯૯૦૪૦ ૧૪પ૧૩, મો. ૯૬૬ર૬ ૯૩પ૦૦

લીલાવંતીબેન રાઠોડ

રાજકોટ : રજપૂત લીલાવંતીબેન (ઉવ.૮૨) તે સ્વ. મગનભાઇ ટીચુભાઇ રાઠોડના ધર્મપત્ની અને જ્યોતિબેન, અનિલભાઇ, શૈલેષભાઇ, નલિનભાઇ, દિનેશભાઇના માતા તથા સ્વ. અશોકભાઇ વ્રજલાલ પરમારના સાસુનું તા.૨૩ના અવસાન થયું છે. ટેલિફોનીક બેસણું તા.૨૬ના સોમવારે સાંજે ૫ થી ૬ રાખેલ છે. મો. ૭૬૨૨૦ ૬૪૭૬૨, ૯૮૯૮૫ ૭૦૪૭૧, ૯૮૭૯૫ ૬૩૮૩૭, ૯૯૧૩૩ ૭૦૦૬૯. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

ચંદુલાલાભાઇ ગાદોયા

રાજકોટ : દશા સોરઠીયા વણીક રાજકોટ મુળ સુલતાનપુર નિવાસી સ્વ. રામજીભાઇ અમરશીભાઇ ગાદોયાના પુત્ર ચંદુલાલ રામજીસભાઇ ગાદોયા (ઉવ.૭૬)નું તા.૨૨ના અવસાન થયેલ છે. તે સ્વ મનસુખભાઇ, સ્વ. ચંપકભાઇ, સ્વ. રસિકભાઇ, સ્વ. લલીતભાઇ, સ્વ. અનીલભાઇ, સ્વ. કીરીટભાઇ, સ્વ. મંગળાબેન હિંમતલાલ ઘીયા (ગોંડલ), જયાબેન ફુલચંદભાઇ ગગલાણી (રાજકોટ), શારદાબેન ભીખાલાલ વંકાણી (લીમડા)ના ભાઇ તે હિતેષભાઇ, વિજયભાઇ, દક્ષાબેન મનોજકુમાર ગગલાણી (ધારી), જ્યોત્સનાબેન નીલેષકુમાર ધોળકીયા (સુરત), જાગૃતિબેન પરેશકુમાર સેલારકા-મણીયાર  (જામખંભાળીયા) પિનલબેન અશ્વીનકુમાર જનાણી (ગોંડલ)ના પિતાશ્ર તે મીના એચ. ગાદોયા, સંગીતા વી. ગાદોયાના સસરા તથા પ્રિન્સ, મિસ્વાના દાદાનું ટેલીફોનીક બેસણું આજે તા.૨૬ના સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. હિતેષ-૯૯૯૮૮ ૬૦૬૬૧, વિજય- ૯૬૨૪૦ ૫૫૦૫૫, પ્રિન્સ- ૯૦૨૩૪ ૨૦૦૫૧. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

સુરેશભાઇ બડેલીયા

રાજકોટ : સુરેશભાઇ લવજીભાઇ બડેલીયા તા.૨૪ના પ્રભુચરણ પામેલ છે. પરીમલ તથા પ્રતિજ્ઞાબેન રાઠોડના પિતાશ્રી તેમજ અરવિંદભાઇ, જેન્તીભાઇ, રાજુભાઇ, ભરતભાઇ અને કુંદનભાઇ વિસપરાના ભાઇ તેમજ જયદિપકુમાર રાઠોડના સસરાનું બેસણું ૨૬ને સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મોનં. ૯૮૭૯૨ ૪૪૯૪૪. પુષ્પાબેન શાહ

વાંકાનેર : વાંકાનેર નિવાસી શાહ જગજીવન વલમજીના પુત્રવધુ તે શશીકાંત જગજીવન શાહના પત્ની પુષ્પાબેન (ઉવ.૭૮) તે જાગૃતિબેન, સ્વ.મનીષભાઇ તથા વિપુલભાઇના માતુશ્રી તથા જામનગરવાળા મગનલાલ પાનાચંદ શાહના દિકરીનું તા. ૨૫ના અવસાન થયેલ છે.

જયસુખભાઇ ભીંડોરા

વાંકાનેર : સ્વ. રતીલાલ ત્રીભોવનદાસ ભીંડોરાના પુત્ર -જયસુખભાઇ (ઉવ.૭૧) તે કનુભાઇ, રસીકભાઇ તથા સરસ્વતીબેન પરેશકુમાર સોમૈયા (પાલઘર) અને વર્ષાબેન ચંદ્રવદનભાઇ પુજારા (મોરબી)ના ભાઇ, તથા હેમાંશુભાઇ, નિરજભાઇ તથા હેતલબેન વિશાલકુમાર (સુરેન્દ્રનગર) તથા શ્રૃતિ જયકુમાર (બાબરા) ના પિતાશ્રી તથા સ્વ. લાલજીભાઇ પરસોતમભાઇ સોમાણી (પાટડીવારા) ના જમાઇનું તા. ૨૪ ના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણુ તથા સસરા પક્ષની સાદડી તા.૨૬ને સોમવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને વાંકાનેર રાખેલ છે.

રાજેશભાઇ હાલાણી

વાંકાનેર : ચરાડવા નિવાસી સ્વ. જયંતિલાલ શામજીભાઇ હાલાણીના પુત્ર રાજેશભાઇ (ઉવ.૪૫) તે હીતેષભાઇ અને દીપેનભાઇના ભાઇ તથા વેદ અને મહેકના પિતાશ્રી તથા કિશોરભાઇ કેશવલાલ-સેજપાલના જમાઇનું તા. ૨૪ના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણુ તથા સસરા પક્ષની સાદડી તા. ૨૬ને સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

છેલશંકરભાઇ જોષી

લોધીકા : મુળ વતન સલડી હાલ લોધીકા છેલશંકરભાઇ રામશંકર જોષી (રીટા. એ.એસ.આઇ) ઉવ.૬૮ તે હીરેન તથા ભૂમિબેનના પિતા તથા વિજયભાઇના મોટાભાઇ તથા ભીંગ રોડ નિવાસી સ્વ.પુષ્પાબેન અમૃતલાલ ભટ્ટના જમાઇનું તા. ૨૫ ના કૈલાશવાસ થયેલ છે. ટેલીફોનીક બેસણુ તા. ૨૬ ને સોમવારના રાખેલ છે. મો.(હિરેનભાઇ ) ૮૮૪૯૨ ૦૧૯૭૪, ૮૪૬૯૯ ૮૮૬૬૨.

કિરણબેન બગથરિયા

રાજકોટઃ કિરણબેન શાંતિભાઇ બગથરિયા ઉ.પ૮ તેમયુરભાઇના માતુશ્રી તથા ધર્મેશભાઇ વિનોદભાઇ ગોહેલ તથા અલ્પેશ દિલીપભાઇ ઝાલાના સાસુનું તા.ર૧ને રવિવારે અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.ર૯/૪ ના રાખેલ છે.મયુરભાઇ (૯પ૩૭૦ ૦૦૯૦ર) સંદિપભાઇ (૯૮૭૯૦ ૪૯૮૭૮)

મબુબેન અગ્રાવત

રાજકોટ : જીયાણા નિવાસી હાલ રાજકોટ મધુબેન ભરતભાઇ અગ્રાવત તે ભરતભાઇ (કંડકટર) ના ધર્મપત્ની તથા રૂપેશભાઇના ભાભી તથા ભાવિન અને દિવ્યેશના માતુશ્રીનુ તા.રપ/૪ ને અવસાન થયેલ છે  સદ્ગતનું ટેલીફોનીક બેસણું તા.ર૯/૪/ને ગુરૂવારે સાંજે  ૪ થી ૬ રાખેલ છે. ભરતભાઇ (મો.૯પ૭૪૪ ૯પ૭૪૧) ભાવિન (મો.૭૩પ૯૬ ૭૩પ૯૩)

સુર્યકાંત સંઘવી

રાજકોટઃ સ્વ. સુર્યકાંત ચંદુલાલ સંઘવી (ઉ.૮ર) તે વાસંતીબેન સંઘવીના પતિ, સ્વ. નગીનભાઇ તથા સ્વ. પ્રવિતભાઇ સંઘવીના ભાઇ તથા રજતભાઇ, ભાવિનભાઇના પિતાશ્રી, સ્વ. અમૃતલાલ ભવાનભાઇ શાહ (ઝાંઝીબારવાળા) ના જમાઇ, સ્વ. કિશોરભાઇ પારેખ તથા સુનીલભાઇ પારેખના વેવાઇ, ચિ. મિત, ચિ. સહજ રાશિ સમીપ કોઠારીના દાદાજી તા.રપ-/૪ ના રવિવાર અરિહંત શરણ પામેલ છે. રજત સંઘવી ૯૮ર૪ર ૪૧પ૩પ, ભાવિન સંઘવી ૯૮રપ૧ પ૦૦૩૦

ભાવેશ શાહ

રાજકોટઃ હલેન્ડા નિવાસી હલા રાજકોટ સ્વ.ભાવેશ (સન્ની), કીર્તીકુમાર શાહ તે સ્વ.કીર્તીકુમાર દલસુખરાય શાહ તથા અનિલાબેનના પુત્ર, તે જલ્પાબેનના પતિ, તે હેમ તથા પારીજ્ઞાના પિતાજી, તે નયનાબેન (નેહા), આનંદભાઈ તથા સંજયભાઈના ભાઈ, તે સ્વ.પુષ્પાબેન તથા નીતાબેન દોશી (મુંબઈ)ના ભત્રીજા, તે સપનાબેન તથા બીન્દીયાબેનના જેઠ, તે ધિમંતભાઈ મહેતાના સાળા, તે રમેશભાઈ મોહનભાઈ મહેતા (કલકતા)ના જમાઈ, તે સ્વ.પ્રફુલભાઈ, સુભાષભાઈ, શિરીષભાઈ રવાણી તથા ઈલાબેન પ્રફુલભાઈ કોઠારીના ભાણેજ તા.૨૫ રવિવારના રોજ અરિહંત શરણ પામેલ છે.

ઉર્મિલાબેન પૂજારા

રાજકોટઃ સ્વ.ઉર્મિલાબેન હસમુખભાઈ પૂજારા (ઉ.વ.૮૧) તેઓ સ્વ.હસમુખભાઈ ચુનીલાલ પૂજારાનાં ધર્મપત્નિ પિયુષભાઈ તથા કલ્પનાબેન બીપીનભાઈ રૂઘાણીનાં માતુશ્રી તથા મોહિત તથા મિહિરના દાદીમાં તથા દેવચંદભાઈ રાયજાદાનાં દિકરી તથા સ્વ.રમણીકભાઈ રાયજાદાનાં બહેન તા.૨૪ શનિવારનાં શ્રીજીચરણ પામેલ છે. તેઓશ્રીનું ટેલીફોનીક બેસણું તથા પિયરપક્ષની સાદડી તા.૨૬ સોમવારે સાંજે ૫ થી ૬ રાખેલ છે. લૌકિક ક્રિયા બંધ છે. પિયુષભાઈ પુજારા મો.૯૮૨૪૮ ૮૩૫૯૦, પ્રિતિબેન પુજારા મો.૯૦૩૩૪ ૫૧૧૧૫, કલ્પનાબેન રૂઘાણી મો.૯૩૧૬૮ ૪૫૯૧૧

દમયંતીબેન આડેસરા

રાજકોટઃ ગૌ.વા.સ્વ.આડેસરા દમયંતીબેન મોહનલાલ તે રાજેશભાઈ તથા સંજયભાઈના માતુશ્રી તા.૨૪ને શન્વિારે શ્રીજીચરણ પામેલ છે. બન્ને પક્ષનું ટેલીફોનીક બેસણું તા.૨૬ના સોમવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. રાજુભાઈ મો.૯૩૨૮૦ ૨૧૦૪૬, સંજયભાઈ મો.૯૬૩૮૮ ૬૯૭૨૯, ગીરીશભાઈ મો.૯૮૯૮૨ ૧૨૧૫૭, પીયર પક્ષ માંડલીયા પ્રહલાદભાઈ ઓધવજીભાઈ જોડીયાવારા હાલ આણંદના બેન પ્રહલાદભાઈ મો.૯૮૨૫૫ ૪૦૪૭૪, જીતુભાઈ મો.૯૫૭૪૫ ૩૮૮૩૦

ગ્રીવાબેન લાખાણી

રાજકોટઃ ગ્રીવાબેન અમીતભાઈ લાખાણી (ઉ.વ.૩૫) તે અમીતભાઈ નવીનચંદ્ર લાખાણીના ધર્મપત્નિ, નવીનચંદ્ર એસ.લાખાણીના પુત્રવધુ તથા જગદીશભાઈ વી.ધનેશા (સુરેન્દ્રનગર)ના પુત્રીનું તા.૨૪ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું (મો.૯૯૨૪૨ ૦૮૨૯૨) તથા પીયર પક્ષની સાદડી તા.૨૬ના સોમવારના સાંજે ૪ થી ૬ દરમ્યાન રાખેલ છે.

પ્રવીણભાઇ ગોંડલીયા

ગોંડલ : મૂળ ખંભાળીયા હાલ ગોંડલ નિવાસી વાળંદ પ્રવીણભાઇ (ભાણાભાઇ) વિઠ્ઠલભાઇ ગોંડલીયા (ઉવ.૫૮) તે લાલજીભાઇના મોટાભાઇ તથા ગૌતમભાઇ, ઋષિભાઇ, સોનલબેન દીપકકુમાર રાઠોડ (ધ્રોલ) અને રાધાબેન સાગરકુમાર ગાલોરીયા (ડુંગળીધોરાજી)ના પિતા અને જયદીપભાઇ તેમજ ઉત્સવભાઇના અદાનું તા.૨૫ને રવિવારના રોજ અવસાન થયેલ છે હાલની પરીસ્થિતીનુ ધ્યાને રાખીને રૂબરૂ બેસણું રાખવામાં આવેલ નથી. ટેલિફોનીક બેસણું તા.૨૯ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ વાગ્યા દરમિયાન મો.નં. ૯૭૨૪૬ ૭૦૮૨૧, ૯૦૯૯૫ ૮૪૪૧૧, ૯૯૧૩૫ ૧૨૧૯૫, ૮૩૨૦૯ ૬૧૫૨૩ ઉપર રાખેલ છે.

કાન્તાબેન ધામેલીયા

ધ્રોલ : નિવાસી વાળંદ કાન્તાબેન માવજીભાઇ ધામેલીયા (ઉવ.૭૬) તે સ્વ. માવજીભાઇ હીરજીભાઇ ધામેલીયાના પત્ની કાંતિભાઇના ભાભી, દિપકભાઇ, અંજુબેન, દિવ્યાબેન (ભકુબેન), સુધાબેન હર્ષદકુમાર બગથરીયા, રીટાબેન અશ્વિનકુમાર પાડલીયાના માતા અને રેનીશભાઇના દાદીનું તા.૨૫ને રવિવારના રોજ અવસાન થયુ છે. ટેલિફોનીક બેસણું તા.૨૯ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ વાગ્યા દરમિયાન મો.નં. ૯૪૨૮૪ ૦૦૯૪૦, ૮૭૩૫૯ ૬૪૭૦૧ અને ૫૮૧૧૩ ૧૫૨૨૮ ઉપર રાખેલ છે.

માલતીબેન લખતરીયા

જામનગર : અહિંના લક્ષ્મીનારાયણ વાળંદ જ્ઞાતિના પૂર્વ પ્રમુખ અને હાલના ઉપપ્રમુખ દીનેશભાઇ છોટાલાલ લખતરીયાના ધર્મપત્ની માલતીબેન દિનેશભાઇ લખતરીયા (ઉવ.૫૮)નું તા.૨૪ને શનિવારે અવસાન થયું છે. સદગતનું બન્ને પક્ષનું ટેલિફોનીક ઉઠમણું તા.૨૬ને સોમવારે સાંજે ૫ થી ૬ વાગ્યા દરમિયાન રાખેલ છે. મો.નં. દિનેશભાઇ ૯૪૨૭૨ ૦૭૭૦૫, કેતવભાઇ ૯૯૯૮૯ ૮૫૬૯૩, હાર્દિકભાઇ ૭૬૦૦૫ ૦૪૬૦૦, ચંદ્રેશભાઇ વાજા ૯૧૦૪૨ ૯૪૫૬૫ ઉપર ટેલિફોનિક ઉઠમણું રાખેલ છે.

દિનેશભાઇ બારોટ

જસદણ : દિનેશભાઈ દલપતરામ પારકરા (બારોટ) ઉ.વ. ૫૮ તે જસદણ સરકારી હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં ફરજ બજાવતા ગૌતમભાઈ પારકરા અને ડિમ્પલબેન ઘેલાણીના પિતાશ્રી તેમજ બાબુભાઈ, બકુલભાઈ, રાજેશભાઈ, રમેશભાઈ, કનકભાઈ, વિમલભાઈના મોટાભાઈનું તારીખ ૨૩ના રોજ અવસાન થયું છે. ટેલિફોનિક બેસણું ૨૯ને ગુરૂવારે રાખેલ છે.

 ૫દ્માબેન તાંબે

રાજકોટઃ સ્વ.માધવરાવ તાંબેની પુત્રી પદ્માબેન (એ.જી.ઓફિસ) કે જે ઉષાબેન (આર.ટી.ઓ), ભારતીબેન તથા જયશ્રીબેનના મોટાબેનનું તા.૨૪ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસુણં તા.૨૬ સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. ભારતીબેન મો.૯૪૨૬૮ ૧૫૯૫૪, જયશ્રીબેન (રાજશ્રીબેન ભટ્ટ) મો.૮૮૪૯૦ ૫૨૮૪૩

રાજેશભાઈ બાવીસી

રાજકોટઃ સ્વ.રસિકભાઈ કાનજીભાઈ બાવીશીના પુત્ર રાજેશભાઈ તે અનંતરાય શેઠના જમાઈ, તે ફાલ્ગુનીબેનના પતિ, તે દીપકભાઈ અને ભાવનાબેનના નાનાભાઈ તે જિગલભાઈ શેઠના બનેવી, તે ભુપતભાઈ અને ધનસુખભાઈના ભત્રીજા, તે ચંદ્રેશકુમાર મહેતાના સાળા, તે સૌમીલના મામા તા.૨૫ રવિવારે અરિહંત શરણ પામેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૬ સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. દેવેન્દ્રભાઈ મો.૯૯૯૮૨ ૧૫૨૩૦, ભાવનાબેન મો.૭૬૦૦૧ ૪૫૬૭૭, જિગલભાઈ મો.૯૮૨૪૨ ૩૨૨૫૫

હંસાબા જાડેજા

રાજકોટઃ મોરબી તાલુકાના ચાચાવાદરડા ગામના વતની અને હાલ રાજકોટ રેલનગરમાં રહેતા નિવૃત એ.એસ.આઈ નટુભાઈ રામસિંહ જાડેજાના ધર્મપત્ની હંસાબા નટુભા જાડેજા તે ઈન્દ્રજીતસિંહ, વિરેન્દ્રસિંહ અને હરપાલસિંહના માતુશ્રીનું તા.૨૪ના રોજ અવસાન થયું છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું સોમવારે રાખેલ છે. મો.૯૯૦૯૦ ૮૯૬૫૫૬

ચંદ્રીકાબેન પારેખ

રાજકોટઃ ગોંડલ નિવાસી અ.સૌ.ચંદ્રિકાબેન દિનેશભાઈ પારેખ (ઉ.વ.૬૨) તે સ્વ.ત્રંબકલાલ દીપચંદ પારેખના પુત્રવધુ દિનેશભાઈ પારેખના ધર્મપત્નિ સ્વ.કિશોરભાઈ, ભરતભાઈ તથા ઈંદુબેનના નાનાભાઈ પત્ની તેમજ પારસ અને સોનલના માતુશ્રી તથા ગોકળદાસ રામજી સુતરિયા માંગરોળના પુત્રી તા.૨૨ના રોજ અરિહંતશરણ પામેલ છે. તમામ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

કંચનબેન ચોટાઈ

રાજકોટઃ મુળ ગામ ખાગેશ્રી હાલ રાજકોટ નિવાસી સ્વ.કંચનબેન ભોગીભાઈ ચોટાઈ તે સ્વ.મણીલાલ લીલાધર રૂપારેલની દિકરી (ઉ.વ.૮૩) તા.૨૩ શુક્રવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. મયુરભાઈ ચોટાઈ મો.૯૮૯૮૨ ૯૫૦૮૧, વિવેક ચોટાઈ મો.૮૦૦૦૮ ૯૫૦૮૧, મિહિર ચોટાઈ મો.૮૯૭૬૧ ૩૭૫૩૧,મયુર ટ્રેડર્સ  રાજકોટ

પ્રભાબેન કુંવારદીયા

રાજકોટઃ મુળ ગામ પડધરી હાલ રાજકોટ નિવાસી સ્વ.પ્રભાબેન હીરાલાલ કુંવારદીયા (ઉ.વ.૯૧) તે સ્વ.હીરાલાલ વાઘજીભાઈ કુંવારદીયાના ધર્મપત્નિ, વસંતભાઈ (મો.૯૯૨૪૩ ૫૦૨૪૮) તથા મનસુખભાઈ (મો.૯૯૧૩૦ ૮૦૮૩૦) માતુશ્રી તા.૨૩ શુક્રવારના રોજ સ્વર્ગવાસી થયા છે. ટેલીફોનીક બેસણું તા.૨૬ સોમવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે.

હરીશભાઈ મહેતા

રાજકોટઃ નિવાસી સ્વ.હરીશભાઈ રમણીકલાલ મહેતા (ઉ.વ.૭૩) તે ગં.સ્વ.સંધ્યાબેન પતિશ્રી તથા નિશાંતભાઈ અને સ્વ.કૃણાલભાઈના પિતાશ્રીનું તા.૨૪ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૪ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૬ સોમવારના ૪ થી ૬ કલાકે રાખેલ છે.

જયશ્રીબા રાણા

રાજકોટઃ ભેસજાળ હાલ રાજકોટ રાણા વિરમદેવસિંહ ગણપતસિંહના ધર્મપત્નિ જયશ્રીબા વિરમદેવસિંહ રાણા (ઉ.વ.૪૮)નું તા.૨૩ શુક્રવારના રોજ દુઃદખ અવસાન થયેલ છે. હાલની સ્થિતિને ધ્યાનમાં રાખી સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૬ સોમવારના રોજ રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે. પરબતસિંહ રઘુભા રાણા, વિરમદેવસિંહ ગણપતસિંહ રાણા, શકિતસિંહ ગણપતસિંહ રાણા મો.૯૯૯૮૮ ૦૨૩૪૦, ભીમદેવસિંહ પરબતસિંહ રાણા મો.૯૮૭૯૯ ૧૦૦૦૭, દિગ્વિજયસિંહ પરબતસિંહ રાણા મો.૯૯૦૯૦ ૯૯૭૯૯, હર્ષદિપસિંહ વિરમદેવસિંહ રાણા મો.૮૫૧૧૦ ૧૦૦૧૦, ન્યુ જનતા ટ્રાન્સપોર્ટ રાજકોટ

કિરીટભાઈ ધામેચા

રાજકોટઃ શ્રી મ.ક.સ.સુ.જ્ઞાતિ ગામ અલિયાબાડાવાળા (હાલ રાજકોટ) સ્વ.કિરીટભાઈ મનસુખભાઈ ધામેચા (ઉ.વ.૬૪) તે મનસુખભાઈ રણછોડભાઈ ધામેચાના પુત્ર તથા હસમુખભાઈ, પ્રવીણભાઈ તથા સુશીલાબેનના ભાઈ તથા બંસી, હેતના પપ્પા અને બટુકભાઈ પરસોતમભાઈ સાચલાના જમાઈ ભાવેશભાઈ, હરેશભાઈ, ધવલભાઈના બનેવીનું તા.૨૩ને શુક્રવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તથા સસરા પક્ષની સાદડી તા.૨૬ને સોમવારે સાંજે ૪ થી ૬ અલીયા બાડા મુકામે રાખેલ છે.

ચંદ્રકાન્તભાઈ પાટડીયા

રાજકોટઃ ચંદ્રકાન્તભાઈ અમૃતલાલ પાટડીયા તે અ.નિ.બહાદુરભાઈ, અ.નિ.ગોરધનભાઈ, ત્રીભોવનભાઈના નાનાભાઈ તથા અ.નિ.મનહરભાઈ, ચમનભાઈના મોટાભાઈ તથા અ.નિ.શૈલેષભાઈ, ભરતભાઈ, કૌશીકભાઈ, કિરણબેનના પિતાશ્રી તથા દુષ્યંત, નૈમિષ, પ્રિયંકના દાદાશ્રી, તે જેઠાલાલ પરષોતમભાઈ આડેસરાના જમાઈ તા.૨૪ શનિવાર ચૈત્ર સુદ-૧૨ના રોજ ભગવાન શ્રી સ્વામિનારાયણનું અખંડ સ્મરણ કરતા અક્ષર નિવાસી થયેલ છે. હાલની પરિસ્થિતિને અનુલક્ષીને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. સદ્દગતનું બન્નેપક્ષનું ટેલીફોનીક બેસણું તા.૨૬ને સોમવારના રોજ સવારે ૧૦:૩૦ થી ૧૨ કલાકે રાખેલ છે. ભરતભાઈ મો.૯૮૨૪૪ ૨૯૬૯૮, દિપકભાઈ મો.૯૮૨૪૨ ૪૮૦૬૯, અશ્વિનભાઈ મો.૯૯૦૪૫ ૨૩૦૨૬, કિશોરભાઈ મો.૯૮૨૪૪ ૨૯૬૯૯, સસરા પક્ષ પ્રદીપભાઈ મો.૯૯૦૪૯ ૧૮૬૬૭, નીતિનભાઈ મો.૭૯૮૪૬ ૮૪૫૫૧

ગૌતમભાઇ અંબાલિયા

મોરબી : ગૌતમભાઈ કરશનભાઇ અંબાલિયા તે સ્વ.રામજીભાઈ, સ્વ. લક્ષમણભાઈ, સ્વ. નટવરભાઈ, સ્વ. વિનુભાઈ, પાર્વતીબેન તથા જ્યોતિબેનના ભાઈ, તે ગં. સ્વ. જયાબેનના પતિ તેમજ વિજયભાઈ, નીતિનભાઈ તથા હંસાબેનના પિતા, તે રાજેશભાઈ (પત્રકાર) રાજુભાઇ, ભરતભાઇ, પ્રદીપભાઈ, કમલેશભાઈ, કિરણભાઈ, નરેશભાઈ, મહેશભાઈ, સરોજબેન, રીનાબેન અને દિવ્યાબેનના કાકાનું તારીખ ૨૫ને રવિવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખીને સદગતનું ટેલીફોનીક બેસણું તા.૨૬ ને સોમવારના રોજ સાંજના ૪ થી ૬ રાખેલ છે.

પારસબેન શેઠ

જસદણઃ હાલ રે. અમદાવાદ કંસારા પારસબેન પરશેભાઇ શેઠ તે કંસારા હરિલાલ પ્રભુદાસ પરિવારના બાલકૃષ્ણ હરિલાલ શેઠના પુત્રવધુ અને પરેશભાઇ બાલકૃષ્ણ શેઠના ધર્મપત્ની સ્વ. નટરવલાલ શેઠ, સ્વ. શાંતિલાલ શેઠ, સ્વ. કરશનદાસ શેઠના પુત્રવધુ રીકેશ શેઠ ચેતન શેઠ, અમદાવાદ, રજની શેઠ, રશ્મીન શેઠ એડવોકેટ જસદણ દેવેન્દ્ર શેઠ, ગીરીશ શેઠ, રાજેશ શેઠ, આષીશના ભાભીનું તા.ર૪ ના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું વર્તમાન પરીસ્થિતીને ધ્યાને લઇ તા.ર૬ ને સોમવારના રોજ સાંજના ૪ થી ૬ બાલકૃષ્ણભાઇ એચ.કાગડા ૯૪ર૬૭ ૭૧ર૮, ચેતન બી.શેઠ ૮૪૦૧૬ ૦પ૦૦૧, પરેશ બી.શેઠ ૯૯૦૪૮ ૯૮રપ૧, હેતલ સી.શેઠ ૯૪૦૮૩ ૭૮૭૦૮, દેવેન્દ્ર કે. શેઠ ૯૩૭૪ર ૦૧ર૭૦, રજની એમ. શેઠ ૮ર૦૦૬ ૭૬૭૩૬, મકેશ એસ.શેઠ ૯૯૭૪પ ૩૯૩૦ર રાખેલ છે.

ઇન્દ્રજીતભાઇ જોષી

ખંભાળિયાઃ પુષ્કર્ણા બ્રાહ્મણ ઇન્દ્રજીતભાઇ મણીશંકર જોષી (કપટા) (ઉ.૭૯) તે સ્વ. મણીશંકર મથુરાદાસ જોષીના પુત્ર તથા સ્વ. કાંતિલાલ વલ્લભદાસ બોડાના જમાઇ, તથા ઇન્દુમતિ (નિરંજનાબેન) ના પતિ પરાગ, સચિન, તાલીનીબેનના પિતા ગં.સ્વ. રજનીબેન રમેશભાઇ જોષી, સ્વ.વસંતભાઇ કૃષ્ણરાજભાઇ તથા સ્વ. ભારતીબેન ખેતિયાના ભાઇ શિવાનીબેન તથા હિરેશના સસરા તથા દીપ, મહેક, પ્રણવના દાદા નાના તા.૧૬/૪ ના રોજ શ્રીજીચરણ પામ્યા છે લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

રતિલાલભાઇ સાદરાણી

જેતપુર : રતીલાલભાઇ હરજીવનદાસ સાદરાણી (ઉ.૭૦) (ભુટા હીરજી તમાકુવાળા) તે ધર્મેન્દ્રભાઇ, દિપાલીબેન (રાજકોટ) ના પિતાશ્રી, સ્વ. લખુભાઇ, સ્વ. કાંતીભાઇ, સ્વ. રણછોડભાઇ, રસીક ભાઇના લઘુબંધુ, હરીભાઇ નટુભાઇ રાડીયાના જમાઇ સાનીલ, મીલ, ઓમ, ધ્રુવીના દાદા, ફિનાબેનના નાના તા. ર૬ ના રોજ અવસાન પામેલ છે. ટેલીફોનીક બેસણુ સાંજે ૪ થી ૬ રાખેલ છે.

જયસુખગીરી ગોસાઇ

રાજકોટ : કુતીયાણા નિવાસી હાલ ગોંરેગાવ સ્વ. સંતોકબેન હરીગર ગોસાઇના પુત્ર જયસુખગીરી ગોસાઇ (ઉ.૭પ) તેમજ રેખાબેનના પતિ કમલગીરીના પિતા તેમજ સ્વ. દલસુખભાઇ, સ્વ. કિશનભાઇ સ્વ. પ્રવિણભાઇ તથા બેનાબેન મનસુખગીરી ગોસાઇના ભાઇ તેમજ મંજુલાબેન કાનજતી રાજકોટના જમાઇ ર૩ ને શુક્રવારના રોજ કૈલાસવાસ થયેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

કિશોરભાઇ જેઠવા

રાજકોટ : અમરેલી નિવાસી હાલ રાજકોટ સ્વ. કિશોરભાઇ દેવરાજભાઇ જેઠવા (ઉ.૬પ) તા. રપ ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્ગતનું ટેલીફોનીક બેસણુ તા. ર૬ ના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. લૌકીક ક્રિયા બંધ રાખેલ છે. મો. ૮૭૮૦ર ર૧૭૮૭, ૯૦૩૩પ પ૬૪૬૪

સુરેશભાઈ વડગામા

રાજકોટઃ ગુર્જર સુતાર સુરેશભાઈ બાબુભાઈ વડગામા (મુ.જામનગર અને હાલ રાજકોટ નિવાસી) જે સ્વ.બાબુભાઈ ભગવાનજીભાઈ વડગામાના પુત્ર અને મનદીપભાઈ તથા યોગેશભાઈના પિતા અને રસીલાબેનના પતિ તેમજ સ્વ.અમરશીભાઈ આમરણીયાના જમાઈનું તા.૨૪ શનિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૨૬ સોમવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. મનદીપભાઈ મો.૯૮૨૪૨ ૧૬૦૧૧

જયોત્સનાબેન કાચા

રાજકોટઃ સ્વ.જયોત્સનાબેન જયંતિલાલ કાચા તેઓ જયંતિલાલના ધર્મપત્નિ તથા અશ્વિન, સંજય, જયોતિ, દક્ષાના માતુશ્રીનું તા.૨૫ના દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૨૬ને સોમવારના રોજ બપોરે ૪ થી ૬ રાખેલ છે. અશ્વિનભાઈ કાચા મો.૯૨૭૭૬ ૦૧૮૦૯, સંજયભાઈ મો.૯૮૨૪૨ ૧૭૭૩૦

અનસુયાબેન મોચી

રાજકોટઃ લોધીકા મોચી ગોપાલભાઈ નારણભાઈના ધર્મપત્નિ અનસુયાબેન (ઉ.વ.૬૩) તે જયેશભાઈ અજયભાઈના માતુશ્રીનું તા.૨૫ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૨૬ને સોમાવરના રોજ સાંજે ૪ થી ૬ મોચી સમાજની વાડી ખાતે રાખેલ છે. જયેશભાઈ મો.૯૯૨૪૧ ૪૧૯૩૪, અજયભાઈ મો.૯૯૦૯૪ ૯૯૮૫૧

વિણાબેન શાહ

રાજકોટઃ મોઢ વણિક અ.સૌ.વિણાબેન અરવિંદભાઈ શાહ (ઉ.વ.૬૭) તે અરવિંદભાઈ નેમીદાસ શાહના ધર્મપત્નિ, પરીન અને રિકતા મિનેશકુમાર શાહના માતુશ્રી, દિનેશભાઈ અને શૈલેષભાઈના ભાભી, રમેશભાઈ ભગવાનદાસ મણીયાર, પ્રકાશ ભગવાનદાસ મણીયાર અને ઈલાબેન હર્ષકાંત મોદીના બહેન તા.૨૪ને શનિવાર, ચૈત્ર સુદ બારસના રોજ શ્રીજીચરણ પામેલ છે. વર્તમાન મહામારીને ધ્યાને રાખીને લૌકિક વ્યવહાર રાખેલ નથી. અરવિંદભાઈ શાહ મો.૯૮૭૯૦ ૧૧૬૯૮, પરીનભાઈ શાહ મો.૯૮૨૫૦ ૭૧૨૩૫

કૌશિકભાઈ ઉપાધ્યાય

રાજકોટઃ કૌશિકભાઈ ઉપાધ્યાય તે દયાશંકરભાઈ બી.જોષી (ભાવનગર) વાળાના જમાઈ, અક્ષર, તેજલ, કોમલના પિતાશ્રી તથા આશુતોષ પંડીત, હિતેષ જાનીના સસરા, ક્રિષા, હિતાંશના નાનાનું તા.૨૫ના રોજ કૈલાશવાસ થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૨૯ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. અક્ષય ઉપાધ્યાય મો.૮૪૬૦૨ ૩૭૪૯૧, તેજલ પંડીત મો.૯૯૨૫૭ ૨૧૭૩૧, કોમન જાની મો.૮૧૪૧૬ ૨૨૦૫૭

હંસાબા જાડેજા

રાજકોટઃ મોરબી તાલુકા ચાચાવદરડા ગામના વતની અને હાલ રાજકોટ રેલનગરમાં રહેતા નિવૃત એ.એસ.આઇ. નટુભા પ્રતાપસિંહ જાડેજાના ધર્મપત્ની હંસાબા નટુભા જાડેજા તે ઇન્દ્રજીતસિંહ, વિરેન્દ્રસિંહ અને હરપાલસિંહના માતૃશ્રીનું તા. ર૩-૪-ર૦ર૧ના રોજ અવસાન થયું છે. સદ્દગતનું ટેલિફોનીક બેસણું સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

ઢોલુમન વરઘાણી

ગોંડલઃ ઢોલુમલ લીલારામ વરઘાણી તે રમેશભાઇ, વિનોદભાઇ, મુકેશભાઇના પિતાશ્રીનું તા. રપના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક પાગડી બેસણું તા. ર૬ને સોમવારના રોજ પ થી ૬ સીંધી સમાજની વાડી મહાદેવવાડી ગોંડલ ખાતે રાખેલ છે. ૮ર૦૦૩ ૦૩૩૮પ, ૮૧૪૦૬ પ૧૯૩૦, ૯૯૧૩૧ ૪૬પ૭૮

ગોવિંદભાઇ મકવાણા

ધોરાજી : મુળ ધોરાજી વાળા ગુજ્જર ક્ષત્રિય કડિયા ગોવિંદભાઇ રવજીભાઇ મકવાણા (ઉવ.૬૭) તેઓ ધોરાજી મોટી હવેલી પુષ્ટિ સંપ્રદાયના અગ્રણી વૈષ્ણવ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ રાજકોટ જિલ્લાના પૂર્વ મંત્રી તેમજ ડોલરભાઇ મકવાણા સૌરભભાઇ મકવાણા અને અશ્વિનીબેનના પિતાશ્રી તથા સ્વ. વિઠ્ઠલભાઇ રવજીભાઇ મકવાણા ધોરાજીવાળાના લઘુબંધુ તેમજ પંકજભાઇ મકવાણા પેરશભાઇ મકવાણાના કાકા તેમજ સંદીપભાઇ ગરનારાના સસરા તેમજ સ્વ. સુરેશભાઇ કાચા, સ્વ.ભરતભાઇ કાચા, રોહિતભાઇ કાચા તથા જયેશભાઇ કાચા રાજકોટના બનેવીનું તા. ૨૪ને શનિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે.ટેલિફોનીક બેસણુ તા. ૨૬ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે. ડોલરભાઇ મકવાણા મો. ૯૭૦૪૭ ૦૦૭૧૩, સૌરભભાઇ મકવાણા મો. ૯૪૨૬૩ ૬૭૭૧૧.

કુસુમબેન પોપટ શાંતીલાલ પોપટ

કેશોદ : કેશોદ નિવાસી હાલ રાજકોટ કુસુમબેન શાંતીલાલ પોપટનું અવસાન તારીખ ૨૦ના રોજ થયેલ છે. તથા શાન્તીલાલ ત્રિભોવનદાસ પોપટનું અવસાન તા.૨૪ના રોજ થયેલ છે. બંનેનું ટેલિફોનીક બેસણુ સોમવાર તા. ૨૬ના રોજ સાંજે ૫ થી ૬ રાખેલ છે. જીતુભાઇ એસ.પોપટ મો. ૯૨૨૮૫ ૨૯૫૭૧, રશ્મિબેન જે.પોપટ મો. ૯૩૧૩૦ ૩૬૦૯૦, વિજયભાઇ એસ.પોપટ મો. ૯૯૨૪૫ ૧૨૪૯૯, જિજ્ઞાસાબેન વિ.પોપટ મો. ૯૮૭૯૫ ૮૩૦૬૭

સરલાબેન માવાણી

જૂનાગઢ : ગં.સ્વ.સરલાબેન નટવરલાલ માવાણી (ઉવ.૮૩) કે જેઓ સ્વ.નટવરલાલ ગિરધરલાલ માવાણીના ધર્મપત્નીશ્રી સ્વ. પંકજભાઇ (અંકલેશ્વર) જયેશભાઇ (સુદાન) નિકેશભાઇ (કોર્પોરેશન જૂનાગઢ) તેમજ મીનાબેન મહેન્દ્રભાઇ ઉદાણીના માતુશ્રી તા. ૨૪ શનિવારના રોજ અરિહંત શરણ પામેલ છે. ટેલિફોનીક બેસણુ તા. ૨૬ સોમવારના રોજ સવારે ૧૦ થી ૧૨ કલાકે રાખેલ છે.  નિકેશભાઇ માવાણી મો. ૯૯૭૮૨ ૦૮૯૯૧, કૌશલભાઇ માવાણી મો. ૮૪૬૦૨ ૮૧૨૫૩, મહેન્દ્રભાઇ ઉદાણી મો. ૯૮૨૪૮ ૧૩૯૦૦.

ભીખાલાલ નંદાસણા

રાજકોટઃ  ભીખાલાલ માવજીભાઈ નંદાસણા તા.૨૫ના રોજ રામચરણ પામેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને બેસણું  તથા લૌકિકક્રિયા બંધ રાખેલ છે. ભરતભાઈ ભીખાલાલ નંદાસણા મો.૯૩૨૭૬ ૭૦૫૩૩, કમલેશભાઈ ભીખાલાલ નંદાસણા મો.૯૮૨૪૨ ૯૩૯૨૯, નિલેશભાઈ ભીખાલાલ નંદાસણા મો.૯૯૨૫૦ ૦૩૩૩૧, દર્શન ભરતભાઈ નંદાસણા, નીલ કમલેશભાઈ નંદાસણા, શિવમ નિલેશભાઈ નંદાસણા

ગુણવંતીબેન ખેતીયા

જામનગરઃ મુળ ગામ નાનામાઢા હાલ જામનગર નીવાસી શ્રીરાજય પુરોહિત બ્રાહ્મણ ગં.સ્વ. ગુણવંતીબેન નરભેરામ ખેતિયા (ઉ.૮૯) તે રસીલાબેન કિશોરકુમાર પંડયા (રાજકોટ), ઉષાબેન નવીનચંદ્ર દવે (જામનગર) અને વર્ષાબેન (મોરબી) ના મોટાબાપુ તા.ર૪/૪ ને શનીવારના રોજ અવસાન થયેલ છે લૌકિક ક્રયા રાખેલ નથી.

રમેશભાઇ પટેલ

રાજકોટઃ મુળ પડધરી હાલ રાજકોટ સ્વ.રમણીકલાલ નરસીદાસ પટેલના પુત્રુ રમેશભાઇ (ઉ.૭પ) તે રંજનબેનના પતિ તે કેતન, આશિષ, દિપ્તીના પિતા તે સંગીતા, અમિષા, તુષારના સસરા સ્વ. દલિચંદ જગજીવન મહેતાના જમાઇ તા.રપ/૪ ના અરિહંત શરણ પામેલ છે. હાલની પરિસ્થિતિ મુજબ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે તેમનુ ટેલિફોનીનક બેસણું તા.ર૬/૪ ના સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.  કેતન ૯૪ર૭પ ૦પર૯૦, આશિષ ૯૪ર૮ર ૦૧૭૮ર, તુષાર ૯૮રપ૩ ૩૭૦પ૪

કાંતિલાલ અખેણીયા

રાજકોટ : અમરેલી નિવાસી કાંતિલાલ ફુલચંદભાઇ અખેણીયા તે શ્રીકાંતભાઇ, ગોપાલભાઇ અને નિલેશભાઇના પિતાશ્રી તથા જયંતિલાલ ફુલચંદભાઇના ભાઇ તા.રપને ચૈત્રસુદ-૧૩ને રવિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણુ તા.ર૬ને સોમવારે સાંજે ૪ થી ૬ શ્રીકાંતભાઇ ૯૭રપ૩ ર૬૬૭૩, ગોપાલભાઇ ૯૮૯૮૭ ૭પ૬૬૬, નિલેશભાઇ ૯પપ૮પ ૮૩૬૮૩

જીતેન્દ્રભાઇ પારેખ

રાજકોટ : મુ. રાણાવાવ હાલ રાજકોટ નિવાસી શ્રી દશા સોરઠીયા વણીક શ્રી જીતેન્દ્રભાઇ મનસુખલાલ પારેખ તેઓ સ્વ. મનસુખલાલ ગોરધનદાસ પારેખ (પુર્વ દ.સો.વ.વિ. મહાજન પ્રમુખ)નાં પુત્ર, રાઉરકેલા (ઓરીસ્સા) નિવાસી ભુતપભાઇ ત્રિભુવનદાસ વખારીયાના જમાઇત ેમજ કલ્પેશભાઇ મનસુખલાલ પારેખના મોટાભાઇ, જયશ્રીબેન જીતેન્દ્રભાઇ પારેખના પતિ તેમજ મૈત્રી, ખુશ્બુ અને હર્ષના પિતાશ્રી તેમજ હાર્દિક તથા મનનના ભાઇજીનું તા.ર૩ના શુક્રવારના રોજ અવસાન થયેલ છે. તેઓશ્રીનું ટેલીફોનીક બેસણું તા.ર૬ને સોમવારના રોજ સાંજે ૪ થી પ વાગ્યે રાખેલ છે. ટેલીફોનીક સંપર્ક  કલ્પેશભાઇ મનસુખલાલ પારેખ મો.૯૯રપ૦ ૦૦૦૪૬, મૈત્રીબેન જીતેન્દ્રભાઇ પારેખ મો.૯પ૭૪પ પ૭પ૪ર, હાર્દિક કલ્પેશભાઇ પારેખ મો.૯પ૭૪પ પ૭પ૪ર

ભગવતીબેન આડેસરા

રાજકોટ : ગો.વા.સોની ચતુરદાસ વાલજીભાઇ આડેસરાના પુત્રવધુ ગો.વા.  બકુલભાઇ ચતુરદાસ આડેસરાના ધર્મપત્ની ભગવતીબેન બકુલભાઇ આડેસરા (ઉ.વ.૬ર) તે હિરેનભાઇ તેમજ હીનાબેન નિતુબેન, આશાબેન, વૈશાલીબેનના માતુશ્રી તેમજ સોન. ગો.વા. પ્રેમજીભાઇ ખીમજીભાઇ પાટડીયા (લુણસરવાળા)ની દિકરી તેમજ ગો.વા. હરિભાઇ, ગો.વા. ડાયાભાઇ, ગો.વા. કાન્તીભાઇ, મનુભાઇ, અશોકભાઇના બેન તા.ર૩ના રોજ શ્રીજીચરણ પામેલ છે. બંન્ને પક્ષનું ટેલીફોનીક બેસણું તા.ર૪ને શનિવાર રોજ  સાંજે ૪.૩૦ થી પ.૩૦ કલાકે રાખેલ છે. લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે. જગદીશભાઇ આડેસરા ૯૯ર૪૩ ૯૭૯૩૧, મીતેશભાઇ ૯૩૭૭૦ ૦૮ર૪૪, અશોકભાઇ ૯પ૭૪ર રર૪૩૩, હીરેનભાઇ ૯૯ર૪૪ ૦૬૧૭૭, મનુભાઇ ૯૭ર૩ર ૭રર૩૪ અશોકભાઇ ૯૮૭૯૮ પ૬૯૦૪, નગીનભાઇ ૮૩૪૭૭ ૭પર૯૮, મુકેશભાઇ ૯૭ર૬પ ૦૦૭૦ર, બલદેવભાઇ ૯૯૦૯૯ ૬૬૩રર

રતિલાલ વ્યાસ

રાજકોટ : માખાવડ નિવાસી હાલ રાજકોટ વ્યાસ રતિલાલ સુંદરજી (ઉ.વ.૯૦)શ્રી મહેન્દ્રભાઇ વ્યાસ (સિંચાઇ ખાતુ) તેમજ સુભાષચંદ્ર વ્યાસના પિતાનું તા.ર૪ના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.ર૬ના રોજ રાખેલ છે. લૌકિકક્રિયા બંધ રાખેલ છે. મો.૯૯૦૯૯ ૯૯૭પ૧ મહેન્દ્રભાઇ વ્યાસ મો.૭૮૧૭૦ ૦૭૦૦પ, સુભાષચદ્ર વ્યાસ.

શૈલેષભાઇ જોષી

રાજકોટ : કોઠારીયા (રાજકોટ) નિવાસી ગુજરાતી શ્રી ગૌડ માળવીય બ્રાહ્મણ અતિ ગોત્ર - નટવરલાલ દેવશંકર જોષીના પુત્ર શૈલેષભાઇ (ઉ.વ.પ૯) નોતા.રપના રોજ કૈલાશ વાસ થયેલ છે. તે કૃષ્ણકુમાર ભાઇના મોટાભાઇ, હાર્દિકભાઇ તથા જીગ્નાબેનના પિતાશ્રીનું તેમનું બંને પક્ષનું ટેલીફોનીક બેસણું તા.ર૬ સોમવાર સાંજના ૪ થી ૬ રાખવામાં આવેલ છે. કૃષ્ણકુમારભાઇ જોષી  ૯૧૭૩૩ ૧૭૮૧ર, હાર્દિકભાઇ જોષી ૯૭૭૩૪ ૭૩૦૯૩, શશીકાંતભાઇ મહેતા ૯ર૭૪૪ ૩પરપ૭, નિલેષભાઇ મહેતા ૯૯૭૯૦ ૬૭૦૪૮,            

માલતીબેન સોલંકી

રાજકોટ : સ્વ. માલતિબેન નટવરભાઈ સોલંકી (ઉ.વ.૭૦) તે રિટાયર્ડ રેલ્વે કર્મચારી હેડ. ટીએકસઆર. સ્વ. નટવરભાઈ આણંદજીભાઈ સોલંકીના પત્ની તથા રાકેશ સોલંકી,પરાગ સોલંકીના માતાનુ તા. ૨૫ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનુ ટેલીફોનીક બેસણુ તા.૨૬ ના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો. ૯૫૩૭૧૩૯૭૭૧.

કિશોરભાઈ પાટડીયા

રાજકોટ : સોની મુળજીભાઈ દેવકરણભાઇ રાજકોટવાળા હાલ સુરતના પુત્ર કિશોરભાઈ પાટડીયા (રીટા. આરટીઓ) (ઉ.વ.૭૭) તે ગો.વા વિનયકાન્તભાઇના નાનાભાઇ તે યશ જ્વેલર્સવાળા મનોજભાઇ તથા ભાવેશભાઇ, ચેતનાબેન રાણપરા, કિરણબેન ફીચડીયા તથા અલ્પાબેન માંડલીયાના પિતાશ્રી તે ઘુટુંવાળા ગો. વા. લીલાધરભાઇ હરજીવનદાસ માંડલીયા રાજકોટના જમાઈ તા. ૨૪ શનિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદગતનુ બંન્ને પક્ષનુ ટેલીફોનીક બેસણુ તા. ૨૬ સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. મનોજભાઇ - ૯૪૨૬૧૧૮૯૧૮, ભાવેશભાઇ - ૯૮૨૪૧૦૨૬૧૮, ૯૭૨૪૧૧૦૦૫૫, પિયર પક્ષ : નરોતમભાઇ - ૯૮૨૪૨૯૦૮૪૯, હરકિશનભાઇ - ૮૯૦૫૫૯૨૩૧૬, વિનોદભાઈ - ૯૮૨૪૩૯૧૦૪૮.

સુરૂભા ઝાલા

રાજકોટ : મૂળ ગામ ખેરવા હાલ રાજકોટ નિવાસી સુરૂભા અભયસિંહ ઝાલા (ઉ. વ. ૫૮) તે ગજુભા અભયસિંહ ઝાલાના મોટા ભાઈ જયરાજસિંહ અને વિજયસિંહના પિતાશ્રીનું તા. ૨૩ના ચૈત્ર સુદને ૧૧ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. ટેલિફોનીક બેસણું ઉત્તરક્રિયા તા. ૨૬ ચૈત્ર સુદ ૧૫ ને મંગળવાર રાજકોટ નિવાસ સ્થાને રાખેલ છે. ગજેન્દ્રસિંહ અભયસિંહ ઝાલા (ભાઈ) (મો. ૯૯૦૯૭૯૧૫૬૯), જયરાજસિંહ સુરુભા ઝાલા (પુત્ર) મો. ૯૯૨૫૯૯૩૪૯૫, વિજયસિંહ સુરુભા ઝાલા (પુત્ર) મો. ૯૯૧૩૩ ૩૩૧૯૬.

ચમનભાઈ કાચા

રાજકોટ : ગુ.ક્ષ. કડિયા સ્વ. ચમનભાઈ જેરામભાઈ કાચા તે હિતેશભાઈ, રીટાબેન અને ગીતાબેનના પિતા અને પ્રકાશભાઈના દાદાનું તા. ૨૫ને રવિવારે દુઃખદ અવસાન થયેલ છે. તેમનંુ ટેલીફોનિક બેસણું તા.૨૬ના સોમવારે ૪ થી ૬ મો.૯૭૧૨૬ ૦૭૮૭૬, ૭૬૨૧૯ ૫૯૩૨૮, ૮૯૮૦૦ ૫૧૬૧૭ પર રાખેલ છે.

નરેશભાઈ ભટ્ટી

સ્વ.પ્રવિણભાઈ કાનજીભાઈ ભટ્ટીના મોટા પુત્ર તેમજ પ્રફુલભાઈ, વિમલભાઇ તથા દક્ષાબેનના મોટાભાઈ તેમજ અમી, સુરભી તથા દેવાંગના પિતા તેમજ નાનુભાઈ લક્ષ્મણભાઈ ગાલોરીયા ધારીવાળાના મોટા જમાઈ સ્વ.નરેશભાઈ પ્રવિણભાઈ ભટ્ટીનું તા.૨૩ના રોજ દુઃખદ અવસાન થયેલ છે.

રમેશભાઈ રાવલ

રાજકોટ : સ્વ.રમેશભાઈ સોમનાથ રાવલ (ઉ.વ.૬૬) તે ભાવેશભાઈના પિતા, હિતેષભાઈ, પ્રમોદભાઈના કાકા તેમજ દર્શિતના દાદાનું તા.૨૨ના દુઃખદ અવસાન થયેલ છે. ટેલીફોનિક બેસણું તા. ૨૬ને સોમવારે સાંજે ૪ થી ૬ના રાખેલ છે. ભાવેશભાઈ મો. ૬૩૫૪૨ ૧૩૫૮૬, હિતેષભાઈ - ૯૨૨૭૬ ૬૩૬૦૯, પ્રમોદભાઈ - મો.૯૮૯૮૦ ૬૩૬૦૫.

મીનાબેન પાંધી

રાજકોટ : સ્વ.મીનાબેન ચંદ્રકાંતભાઈ પાંધી તે દિલીપભાઈ પાંધી, ચિંતનભાઈ પાંધી, શુભમ સેલ્સ મોબાઈલ મ્યુઝીયમવાળાના માતુશ્રીનું દુઃખદ અવસાન તા.૨૩ના શુક્રવારના રોજ થયેલ છે. તેમનું ટેલીફોનિક બેસણું તા.૨૬ના સોમવારે સાંજે ૫ થી ૬ રાખેલ છે. દિલીપભાઈ - ૯૮૨૫૭ ૯૭૯૭૯, ચિંતનભાઈ - ૮૩૪૭૭ ૨૮૯૯૯, શુભમભાઈ - ૯૮૨૪૨ ૨૮૯૯૯.

દર્શનાબેન પંડ્યા

રાજકોટ : મુળ ઓખા પોટૃ હાલ રાજકોટ નિવાસી બીપીનભાઈ પંડ્યા, રમેશભાઈ પંડ્યા, તરૂણભાઈ પંડ્યાના ભાઈ તથા રાજુભાઈ પંડ્યાના મોટાભાઈ, લલીતભાઇ પંડ્યાના ધર્મપત્નિ અ.સૌ.દર્શનાબેન જે સ્વ.દિનકરભાઈ  જોષી તથા સ્વ.હંસાબેન જોષીના પુત્રી તથા પિન્ટુ, હિરેનભાઈ, સ્વ.કોકીલાના બહેન તેમજ ચિરાગ, મીતાના માતુશ્રીનું તા.૨૪ના શનિવારના રોજ અવસાન થયેલ છે. લલીતભાઈ - મો.૯૪૦૮૦ ૪૧૫૨૦. લૌકિક ક્રિયાક્રમ સંજોગોને કારણે બંધ રાખેલ છે.

મધુકાન્તાબેન જાદવ

રાજકોટ : મ.ક.સ.સૂ. ભાડલાવાળા, હાલ રાજકોટ સ્વ.ગં.સ. મધુકાન્તાબેન તુલસીદાસ જાદવ (ઉ.વ.૮૩) તે સ્વ.શ્રી તુલસીદાસ કાનજીભાઈ જાદવના ધર્મપત્નિ, ભરતભાઈ, મુકેશભાઇ, કૈલાશભાઈ, મનોજભાઈ, વિપુલભાઈ અને મીનાબેનના માતુશ્રી તા. ૨૫ના રોજ શ્રીજીચરણ પામેલ છે. ભરતભાઈ - ૬૩૫૨૦ ૧૭૩૮૦, મુકેશભાઈ - ૯૮૯૮૦ ૯૦૭૩૦.

ચંદ્રકાંતભાઈ દેસાઈ

રાજકોટ : શ્રી સૌરાષ્ટ્ર ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ રાજકોટ નિવાસી ચંદ્રકાંતભાઈ નર્મદશંકર દેસાઈ (ઉ.વ.૭૩) તે વિજયાબેનના પતિ, નિલેશભાઈ દેસાઈ, સંજયભાઈ દેસાઈના પિતા તેમજ રેણુકાબેન દેસાઈના સસરાનું તા.૨૩ના દુઃખદ અવસાન થયેલ છે.

રંભાબેન માવદીયા

રાજકોટ : મૂળ ધ્રાફા હાલ રાજકોટ સવજીભાઈ મૂળજીભાઈ માવદિયાના પત્ની રંભાબેન સવજીભાઈ માવદિયા તે કમલેશભાઈ, મહેન્દ્રભાઈ, મનસુખભાઈ અને શૈલેષભાઈનાં માતૃશ્રીનું તા.૨૨ ના રોજ અવસાન થયું છે. સદ્દગતનું ટેલિફોનીક બેસણું તા.૨૬ સોમવાર ના સાંજે ૪ થી ૬ રાખેલ છે. કમલેશભાઈ સવજીભાઈ માવદીયા - ૯૯૨૫૨૯૦૪૩૦, મહેન્દ્રભાઈ સવજીભાઈ માવદીયા ૯૮૭૯૦૫૯૭૨૧, મનસુખભાઈ સવજીભાઈ માવદીયા ૯૮૯૮૨૮૫૧૨૮, શૈલેષભાઈ સવજીભાઈ માવદીયા ૯૯૦૯૯૨૩૮૭૯.

મિહીરભાઈ દેસાઈ

રાજકોટ : મુળ ભાવનગરના હાલ રાજકોટ રહેતા મીહીરભાઈ દેસાઈ (ઉ.વ.૬૦), (નિવૃત સેન્ટ્રલ બેન્ક) તે સ્વ.શીરીષભાઈ, ગં.સ્વ.વર્ષાબેનના પુત્ર, મિનલબેનના પતિ, ચિ.જતન અને અ.સૌ.પૂર્વીના પિતા, તુષારભાઈના ભાઈ અને તેજસભાઈ અને અ.સૌ.નિરાલીના સસરાનું તા.૨૩ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. પ્રવર્તમાન સંજોગોમાં લૌકિક વ્યવહાર રાખેલ નથી.

નીલાબેન મોડાસરા

રાજકોટ : સોની નીલાબેન પ્રવિણકુમાર મોડાસરા (ઉ.૬૫) તે સ્વ.સોની મગનલાલ લક્ષ્મીચંદ (ઉપલેટાવાળા) રાજકોટની પુત્રી તે સુરેશભાઈ, સ્વ.અનિલભાઈ, કીરીટભાઈ, કીર્તીબેનના બેન તા.૨૪ના અવસાન થયેલ છે. તેમની સાદડી ઘર મેળે રાખેલ છે.

વિજુબેન ચાવડા

રાજકોટ : મૂળ વાજડી (વિરડા) નિવાસી હાલ રાજકોટ શ્રી મેરામભાઈ રાયધનભાઈ ચાવડાના ધર્મપત્નિ તે મુળુભાઈ તથા લાભુભાઈ ચાવડા(વિરડા વાજડી)ના ભાભી, ભાવેશભાઈ (ભનાભાઈ) તથા મુકેશભાઈ  (મુન્નાભાઈ) ના માતૃશ્રી, તથા વિશાલભાઈ ના દાદીમા તેમજ સ્વ. મુળુભાઈ અને દિનેશ બાલાસરાના મોટાબેન વિજુબેન ચાવડાનું તા.૨૫ ના દુઃખદ અવસાન થયેલ છે.સદગતનું ટેલિફોનિક બેસણું સોમવાર તા ૨૬ના સાંજે ૫ થી ૭ રાખેલ છે. ભાવેશભાઈ (૯૯૨૫૧ ૫૧૮૦૦, મુકેશભાઈ (૯૧૦૬૦ ૯૧૬૩૯) તેમજ વિશાલભાઈ (૯૩૭૪૯ ૧૧૧૧૧) કોરોનાની વિકટ પરિસ્થિતિને કારણે લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

તુલસીદાસ પરમાર

રાકજોટ : બાંટવા નિવાસી તુલસીદાસ જાદવજીભાઈ પરમાર (ઉ.વ.૬૦) તે જલ્પા ભરતભાઈના પિતા તથા ભરતભાઈ અઘેરા કાટકોલાવાળાના સસરા, તેમજ સચિન અમૃતલાલ પરમાર રાજકોટ વાળાના કાકા તેમજ અમૃતલાલ પરમાર રાજકોટ તેમજ પુષ્પાબેન ભુખીવાળા તથા ઈન્દુબેન રાજકોટવાળા, પદ્માબેન બરોડાવાળાના ભાઈનું તા.૨૪ના શનિવારે અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ટેલીફોનિક બેસણું સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. સચિનભાઈ - ૯૨૨૮૪ ૦૩૪૪૦, અમૃતભાઈ - ૯૨૨૮૧ ૯૫૪૨૫, ભરતકુમાર - ૮૨૦૦૫ ૯૯૧૩૭.

વિજુબેન ચાવડા

રાજકોટ : મૂળ વાજડી (વિરડા) નિવાસી હાલ રાજકોટ શ્રી મેરામભાઇ રાયધનભાઇ ચાવડાના ધર્મપત્નિ તે મુળુભાઇ તથા લાભુભાઇ ચાવડા (વિરડા વાજડી) ના ભાભી તેમજ ભાવેશભાઇ (ભનાભાઇ) અને મુકેશભાઇ (મુન્નાભાઇ) ના માતુશ્રી તેમજ વિશાલભાઇ અને રાજભાઇના દાદીમા તેમજ સ્વ. મુળુભાઇ અને દિનેશભાઇ બાલાસરાના મોટાબહેન વિજુબેન મેરામભાઇ ચાવડાનું તા. ૨૫ ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનિક બેસણું તા. ૨૬ ના સોમવારે સાંજે ૫ થી ૭ રાખેલ છે. ભાવેશભાઇ (મો.૯૯૨૫૧ ૫૧૮૦૦), મુકેશભાઇ (મો.૯૧૦૬૦ ૯૧૬૩૯, વિશાલભાઇ (મો.૯૩૭૪૯ ૧૧૧૧૧) નો સંપર્ક થઇ શકશે.

ઇન્દુબેન પંડ્યા

રાજકોટ : ઇન્દુબેન જગન્નાથ પંડ્યા (ઉવ.૫૪) (પુનિતનગર) તે રાહુલભાઇ (એસ.ટી. વર્કશોપ) યોગેશભાઇ, ઉષાબેન, સ્વાતીબેન, વીણાબેનના બહેનનું તા.૨૫ના રોજ અવસાન થયું છે. ટેલીફોનીક બેસણું રાખેલ છે.

વિજયભાઇ ગોહેલ

ગોંડલ- (મૂળ લોધીકા)વાણંદ સ્વ.વિજયભાઈ બાબુભાઇ ગોહેલ (ઉ.વ.૩૭) તે વિપુલભાઈના નાનાભાઈ તથા તે કૃપાલ અને જાનવીના પિતાશ્રીનું તા.૨૫ ને રવિવારના રોજ  અવસાન થયેલ છે, તેમનું ટેલિફોનિક બેસણું તા.૨૬ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ (મો.૯૮૨૪૪ ૫૬૬૫૩) રાખેલ છે.

ચંદાબેન આશર

જામનગર-નવગામ ભાટિય ચંદાબેન (ઉ.વ. ૭પ) તે સ્વ. લલિતાભાઇ વી. આશરના ધર્મપત્નિ, નારણદાસ મોહનદાસ સંપટ (અમરેલી)ના દિકરી, મહેન્દ્રભાઇ તથા રમેશભાઇના બહેન, નિશ્ચલ તથા હીના આશરના માતુશ્રી, અલ્કા તથા અમિતભાઇ આશરના સાસુ, ઋત્વિક અને નૈસર્ગીના દાદી, રામજી અમરશી આશર-કાલાવડ વાળા ભરતભાઇના ભાભી તા. ર૬ ના કોડીનાર મુકામે શ્રીજી ચર પામ્યા છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઇ લૌકિકત ક્રિયા બંધ રાખેલ છે.

મીનાબેન પાંધી

રાજકોટઃ સ્વ. મીનાબેન ચંદ્રકાન્તભાઇ પાંધી, તે દિલીપભાઇ પાંધી, ચિંતભાઇ પાંધી, શુભમ સેલ્સ, મોબાઇલ મ્યુઝિયમ વાળાના માતુશ્રી, ચેતનભાઇ મધુસુદન પાંધી (મુંબઇ)ના કાકી, મુકેશભાઇ પરમાર (રાજકોટ), જતીનભાઇ જોશી, (મદ્રાસ) પંકજ શુકલ (અમરેલી) કાર્તિક ઓઝા (રાજકોટ)ના સાસુનું દુઃખદ અવસાન તા. ર૩ શુક્રવારના રોજ થયેલ છે. તેનું ટેલિફોનિક બેસણું તા. ર૬ સોમવાર સમય પ થી ૬ રાખેલ છે. દિલીપભાઇ-૯૮રપ૭ ૯૭૯૭૯, ચિંતભાઇ-૮૩૪૭૭ ર૮૯૯૯, શુભમ ભાઇ-૯૮ર૪ર ર૮૯૯૯

ગીરધરભાઇ માવદીયા

રાજકોટઃ ગીરધરભાઇ પરસોતમભાઇ માવદીયા (ઉ.વ. ૭ર), તે ભાવેશભાઇ (મો. ૯૮રપપ ૦૭૧૯ર, ૯૯૭૯૬ ૦૦૭૧૧, ૯૭ર૬ર ૩૦૦૯૭) ના પિતાશ્રી તથા રમણીકભાઇ, ભરતભાઇ અને અશોકભાઇના મોટાભાઇ તથા વત્સલના દાદા તા. રપ રવિવારના રોજ રામ ચરણ પામેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઇને સદ્દગતનું ટેલિફોનિક બેસણું તા. ર૬ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે.

ધારાબેન પાંભર

રાજકોટઃ ધારાબેન વિવેકભાઇ પાંભરનું તા. ર૪ના દુઃખ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનિક બેસણું તા. ર૬ સોમવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. વાલજીભાઇ મોહનભાઇ પાંભર-૯૮રપર ૧૭૦૧ર, વિવેકભાઇ વાલજીભાઇ પાંભર-૯૭૧૪ર ૦૦૪ર૬, જયભાઇ વાલજીભાઇ પાંભર-૯૦૯૯૯ ૪૬૦૦૯

લતાબેન પરમાર

રાજકોટઃ સ્વ. લતાબેન મનસુખભાઇ પરમાર, તે મનસુખભાઇ વિરજીભાઇ પરમારના પત્ની તથા ગીતાબેન, સંજયભાઇ તથા મયુરભાઇના માતાશ્રી તથા નિલેશકુમાર મકવાણાના સાસુશ્રી તા. ર૪ના શ્રીજી ચરણ પામેલ છે. તેમનું ટેલીફોનિક બેસણું તા. ર૬ સોમવારે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને રાખેલ છે તથા તેમની ઉત્તરક્રિયા તા. ૩૦ને શુક્રવારે રાખેલ છે. મનસુખભાઇ મો. ૯૭ર૩પ ૮૬૭૬૯, સંજયભાઇ મો. ૮૭પ૮૧ ૩ર૪૬૦, મયુરભાઇ મો. ૯૧૦૬૧ ૧૮૩૯૭ પરમાર પરીવારના જયશ્રીકૃષ્ણ

કેશવલાલ લાઠીગરા

રાજકોટઃ મૂળ ભાયાવદર હાલ રાજકોટ ભાયાવદર મ્યુનિસિપલ હાઇસ્કૂલના નિવૃત શિક્ષક તથા સોની જેચંદભાઇ જેઠાભાઇ લાઠીગરાના પુત્ર કેશવલાલ જેચંદભાઇ લાઠીગરા (ઉ.વ. ૮૪) તે છાયાબેન, હર્ષાબેન, જાગૃતિબેન, જયોતિબેન, મોનાબેન તથા ગોપાલભાઇના પિતાશ્રી તથા રાજેન્દ્રભાઇ તથા પારૂલભાઇ લાઠીગરાના કાકા તા. ર૪ ને શનિવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે તો સદગતનું ટેલીફોનીક બેસણું તા. ર૬ સોમવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે. ગોપાલભાઇ-૭૬૦૦૭ ૩૩૯૬ર, દિપીકાબેન-૯૯૭૪૭ ૯૭૩૪પ

બીનાબા રાયજાદા

રૂપાવટીઃ બીનાબા (ઉ.વ.૫૨) તે સુખદેવસિંહ ભોજુભા રાયજાદાના ધર્મપત્નિ, મનહરસિંહ ગોહિલ (ત્રાપજ), યોગીરાજસિંહ જાડેજા (જાખર)ના સાસુમા તથા સરકારી પ્રેેસના ડી. ડી. જાડેજા (ચાંદલી)ના બહેનનું તા. ૨૬ના અવસાન થયું છે. લોૈકિક ક્રિયા સદંતર બંધ રાખેલ છે. (૧૪.૯)વસંતભાઇ રાઠોડ

રાજકોટ : મચ્છુ કડીયા સઇ સુથાર દરજી મુળ વવાણીયા હાલ રાજકોટ સ્વ. વસંતભાઇ ગોપાલજીભાઇ રાઠોડ (ઉવ.૫૫) તેઓ શ્રી દેવશીભાઇ, શારદાબેન, અનસુયાબેન, સ્વ. મુકેશભાઇના નાના ભાઇ તથા યોગેશ, સ્વ.નયન, દિપ્તીબેનના પિતાશ્રી તથા પ્રતાપભાઇ રવજીભાઇ ટંકારીયા, કાન્તીભાઇ રવજીભાઇ ટંકારીયાના બનેવીનું તા. ૨૨/૪/૨૧ ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણુ તા. ૨૬ના સાંજે ૪ થી ૬ ચામુંડા કૃપા' કવાટર્ર નં. ૧૭૩, બાલકૃષ્ણ સોસાયટી શેરી નં. ૩, સંત કબીર રોડ ખાતે રાખેલ છે. યોગેશભાઇ રાઠોડ મો. ૮૮૬૬૧ ૮૮૨૫૦ તથા વિજયભાઇ દેવશીભાઇ રાઠોડ મો. ૯૮૨૪૮ ૫૯૧૦૫ ધવલભાઇ મુકેશભાઇ રાઠોડ મો. ૮૧૨૮૩ ૦૬૦૭૪.

 પ્રભાબેન ચૌહાણ

રાજકોટ : યોગી ઇલે. (અલંગવાળા) લુહાર અનિલભાઇ ચૌહાણના પત્નિ પ્રભાબેન (ઉવ.૬૮) તે ભાવેશભાઇ, યોગેશભાઇ તથા રશ્મિબેનના માતૃશ્રી તથા દ્રષ્ટી, રેની તથા સાહિલના દાદી તા. ૨૪ ના કૈલાશવાસ થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણુ તા. ૨૬ના સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો. ૯૪૨૬૦ ૨૮૭૫૦ (અનિલભાઇ), ૯૪૨૮૨ ૨૯૧૧૪ (ભાવેશભાઇ), ૯૮૨૪૨ ૪૧૪૨૫ (યોગેશભાઇ).

ચંદ્રકાંતભાઇ બારભાયા

રાજકોટ : સ્વ. ચમનલાલ મગનલાલ બારભાયાના પુત્ર (વાંકાનેર વાળા) ચંદ્રકાંતભાઇ (ઉ.૬૬ વર્ષ) તે પિંકેશભાઇ, જયનાબેન, કલ્યાણીબેન અને સ્નેહાબેનના પિતા તથા સ્વ. કરશનદાસ લક્ષ્મીચંદ પારેખના જમાઇ તથા સ્વ. શિરિષભાઇ સ્વ. હસુભાઇ અને દિપકભાઇના ભાઇનું તા. ૨૪ના અવસાન થયેલ છે. બંને પક્ષનું ટેલિફોનીક બેસણુ આજે સોમવારે ૪ થી ૬ રાખેલ છે. (લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.) પિકેશભાઇ ૯૭૩૭૩ ૮૬૦૯૦, અરૂણભાઇ ૯૯૨૪૨ ૯૪૨૩૫,સુધાબેન ૯૯૨૪૬ ૯૨૮૨૭, ચંદ્રિકાબેન ૯૯૭૯૯ ૪૯૪૦૦, દિપકભાઇ ૯૨૨૮૫ ૬૬૮૬૬.

ઇલાબેન જોષી

ગોંડલ : ધરાઇ નિવાસી મુખ્યાજી દિલીપભાઇ જોષીના ધર્મપત્ની ઇલાબેન દિલીપભાઇ જોષી (ઉ.વ. ૬૦) તે વસંતભાઇ તથા જીતુભાઇના ભાભીશ્રી અને સંતોષભાઇના માતૃશ્રીનું તા. ૨૪ શનિવારના રોજ અવસાન થયેલ છે. મુખ્યાજી દિલિપભાઇ શામળજી જોષી મો. ૯૯૧૩૮ ૨૬૮૪૫, મુખ્યાજી સંતોષભાઇ દિલિપભાઇ જોષી મો. ૯૮૭૯૨ ૫૨૧૩૯.

ભાવનાબેન ઢેબર

રાજકોટ : ભાવનાબેન ઢેબર (ઉવ.૭૩) (સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કુલ જામનગરના નિવૃત શિક્ષક)તે શ્રી સ્વ. જયકાંતભાઇ ઢેબરના પત્નિ, અર્ચના, અંજારીયાના મમ્મી, ડો. શૈલેન્દ્ર અંજારિયાના સાસુ તેમજ પંકજ તથા જગદીપ વિષ્ણુપ્રસાદ ઢેબર (જામનગર)ના ભાભી અને શ્રી યોગેન્દ્રભાઇ વોરા, શ્રી ગિરિશભાઇ વોરા, શ્રી અંજના વાય. નાણાવટીના બહેનનું તા. ૨૪ના અવસાન થયેલ છે. ટેલિફોનીક બેસણુ તા. ૨૬ સોમવારે સાંજે ૫ થી ૭ રાખેલ છે. 

હંસાબેન જુવારદા

શ્રી વરિયા વંશ પ્રજાપતિ જ્ઞાતી, ગામ ચાંદલી હાલ રાજકોટ સ્વ.હંસાબેન છગનભાઇ જુવારદા (ઉવ.૫૫)તે છગનભાઇ રામજીભાઇ જુવારદાના પત્ની તેમજ સાગરભાઇ અને વિશાલભાઇના માતુશ્રીનું તા. ૨૪ના રોજ અવસાન થયેલ છે. ટેલિફોનીક બેસણુ તા. ૨૬ સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. છગનભાઇ મો. ૯૮૨૫૯ ૯૯૪૨૫, સાગરભાઇ મો. ૯૯૦૪૭ ૩૬૩૯૧, વિશાલભાઇ મો. ૯૬૨૪૩ ૭૮૩૬૧.

હરિભાઇ ખેતાણી

રાજકોટ : ગુ.ક્ષ.કડીયા રાજકોટ નિવાસી હરિભાઇ હીરાભાઇ ખેતાણી (મુળ જૂનાગઢ), જયોત્સનાબેન પ્રવિણભાઇ રાઠોડ, શોભનાબેન નટવરલાલ મકવાણા, ભાવનાબેન રાજેશકુમાર કાચાના પિતાશ્રી તા. ૨૪ના રોજ અક્ષરનિવાસી થયા છે. ટેલિફોનીક બેસણુ તા. ૨૬ના સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. (લૌકિકપ્રથા બંધ રાખેલ છે.) મો. કમલેશભાઇ ૯૮૭૯૦ ૭૬૨૫૫, મંગલભાઇ મો. ૯૯૭૮૮ ૧૬૪૦૩.