Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021
રૂરલ એસ.ઓ.જી.ના એ.એસ.આઈ.ના પિતા જુમાભાઈ સમા જન્નત નશીન

રાજકોટઃ જુમાભાઈ જીવાભાઈ સમા તે પરવેઝભાઈ સમા (એએસઆઈ રાજકોટ રૂરલ એસઓજી પોલીસ)ના પિતા તા. ૨૪ને બુધવારના રોજ અલ્લાહની રહેમતમાં પહોંચી ગયા છે. મર્હુમની ઝિયારત તા. ૨૬ને શુક્રવારના રોજ સવારે ૯ વાગ્યે ઉંસ્માનિયા મસ્જિદ ખાતે અને મહિલાઓ માટે તેમના ઘરે રાજીવનગર શેરી નં. ૭ ખાતે રાખેલ છે. સ્નેહીજનો, મિત્રો માટે બેસણુ તા. ૨૬ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ વાગ્યા સુધી તેમના નિવાસસ્થાન રાજીવનગર શેરી નં. ૭, બજરંગવાડી ખાતે રાખેલ છે.

 

કલા ઓફસેટવાળા મોહનભાઇ માલવીનું અવસાન : કાલે બેસણું

રાજકોટ : કલા ઓફસેટવાળા મોહનભાઇ જીવરાજભાઇ માલવી (ઉ.વ.૭૨) તે પરાગભાઇ એમ. માલવી (મો.૯૮૨૪૫ ૫૮૬૬૨), સ્વ. જયેશભાઇ એમ. માલવી, આશિષભાઇ એમ. માલવી (મો.૯૫૭૪૨ ૬૪૫૭૫) ના પિતાશ્રી તેમજ વિવેકભાઇ કે. માલવી (મો.૯૨૬૫૮ ૬૦૨૦૮) ના દાદાનું તા. ૨૪ ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. ૨૬ ના શુક્રવારે સાંજે ૪ થી ૬ નયારા પેટ્રોલપંપની સામેની શેરી, રૈયા રોડ, ઇન્ડીયન પાર્ક પાસે, સત્યમ પાર્ક, 'ચામુંડા કૃપા', રાજકોટ ખાતે રાખેલ છે.

રાજકોટ ગઢવી સમાજના પ્રમુખ નારણભાઇ ગઢવીનું અવસાનઃ શનિવારે બેસણું

રાજકોટ તા.૨૫: રાજકોટ ગઢવી સમાજના પ્રમુખ તેમજ આઇ સોનલ એજ્યુકેશન ચેરીટી ટ્રસ્ટના પ્રમુખ અને ગઢવી સમાજમાં પ્રથમ સમુહલગ્ન શરૂ કરાવનાર સેવાભાવી આગેવાન શ્રી નારણભાઇ ભગવાનભાઇ ગઢવી (ઉ.વ.૭૯)  તે લક્ષ્મણભાઇ ગઢવી (લંડન), ભરતભાઇ ગઢવી તથા રાજેશભાઇ ગઢવી (નિવૃત આર્મીમેન), પૂત્ર સંજય ગઢવી તેમજ વિજય ગઢવી સહિતના પરિવારજનોને વિલાપ કરતા છોડી ગયા છે.સદગતનું બેસણું  તા.૨૭ ને સાંજે ૪ થી ૬ તેમજ ઉત્તરક્રિયા તા.૩/૧૨ ને શુક્રવારના રોજ ચારણ સમાજની વાડી, સુખરામનગર-૨, કોઠારીયા ચોકડી પાસે રાજકોટ ખાતે રાખેલ છે. જ્યારેલૌકિક વિધિ તેમના નિવાસસ્થાન શ્રીરામ ટાઉનશીપ, એ વિંગ, બ્લોક નં.૮૧૪, આઠમો માળ, સ્પીડવેલ પાર્ટીપ્લોટની બાજુમાં રાખેલ છે.

અવસાન નોંધ

રંભાબેન હદવાણી

રાજકોટઃ સ્વ.રંભાબેન ગોકળભાઈ હદવાણી તેઓ રતિભાઈ, શાંતિભાઈ, રમણિકભાઈ, હસમુખભાઈ, સુભાષભાઈ, રમેશભાઈનાં માતુશ્રી (ઉ.વ.૯૪, મુ.બરડીયા, હાલ રાજકોટ) તા.૨૪ બુધવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૫ ગુરૂવાર, સમય સવારે ૮:૩૦ થી ૧૦ આલાપ ટ્વિન ટાવર્સ, ગાંધી સ્કૂલ સામે, નાના મૌવા મેઈન રોડ, રાજકોટ બરડીયા તેમના નિવાસ સ્થાને, તા.૨૫ બપોરે ૩ થી ૫ રાખેલ છે.

ધીરજબેન પંડયા

રાજકોટઃ ઔદીચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ વડિયા- દેવળી નિવાસી સ્વ.લાભશંકરભાઈ પ્રાણજીવનભાઈ પંડયાના ધર્મપત્નિ ગં.સ્વ.ધીરજબેન લાભશંકરભાઈ પંડયા (ઉ.વ.૭૬) તે નિલેશભાઈ તથા યોગેશભાઈ તેમજ અરવિંદાબેન દીપકકુમાર પંડયા (કાલાવડ- શીતળા), શોભનાબેન રજનીકાંત મહેતા (સિકકા), જાગૃતિબેન રાજેશકુમાર ભટ્ટ (અમદાવાદ)ના માતુશ્રી તેમજ હનુમાન ખીજડિયા હિતેશભાઈ તેમજ અશ્વિનભાઈના કાકીશ્રી ઋષિકેશના મોટાબા તા.૨૪ને બુધવારના રોજ કૈલાસવાસ થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૭ને શનિવારના બપોરે ૩ થી ૫ તેમના નિવાસસ્થાન ખેતાણી રોડ, સુરગપરા ''ધારેશ્વર'' વડિયા મુકામે રાખેલ છે. નિલેશભાઈ મો.૯૮૨૫૨  ૯૩૫૧૧, યોગેશભાઈ મો.૯૮૭૯૦ ૨૬૫૬૯

નટવરલાલ કોટક

મોરબી : મોરબી નિવાસી સ્વ. પોપટલાલ મોનજીભાઇ કોટકના પુત્ર નટવરલાલ પોપટલાલ કોટક (ઉ.૮૧) તે સ્વ. રામજીભાઇ, સ્વ. રમણભાઇ, સ્વ. લીલાવંતીબેન, અને લલીતાબેનના ભાઇ તેમજ સ્વ. છોટાલાલ પ્રાગજીભાઇ કાનાબાર (ઘાટકોપર-મુંબઇ)ના જમાઇ તેમજ પરેશભાઇ, હિમાંશુભાઇ અને પ્રિતીબેન નિખિલકુમારના પિતાશ્રી અને અતુલભાઇ, ઉમેશભાઇ તથા દિપકભાઇના કાકા તા. ર૦ ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્ગતનું બેસણું તા. ર૬ ને શુક્રવારે સાંજે ૪ થી પ શ્રી જલારામ મંદિર, અયોધ્યાપુરી મેઇન રોડ મોરબી રાખેલ છે.

શાંતાબેન ગોહેલ

રાજકોટઃ શાંતાબેન મગનલાલ ગોહેલ (ઉ.વ.૭૬) (નિવૃત્ત- સરકારી હોસ્પિટલ), તે હિતેષભાઈ, દિનેશભાઈ (રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.) અને મીનાબેનના માતુશ્રી, ગીતાબેન અને ગુંજનબેન (આચાર્ય- સરકારી સ્કુલ)ના સાસુ તેમજ દેવાંગ, આશુતોષ, નિકીતાના દાદી અને જયોતિના નાનીનું તા.૨૩ને મંગળવારે દુઃખદ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા.૨૫ને ગુરૂવારે સાંજે ૪:૩૦ થી ૬, વાલ્મીકીવાડી મેઈન રોડ, જામનગર રોડ પોલીસ લાઈન સામે, રાજકોટ ખાતે રાખેલ છે.

રાજેશભાઈ જાની

રાજકોટઃ રાજેશભાઈ ગૌરીશંકર જાની (બાબુભાઈ )મૂળ વતન કમળાપુર તાલુકો-જસદણ, હાલ રાજકોટ નિવાસીનું જે અંબાશંકર દામશંકર ત્રિવેદીના જમાઈ તથા વિરલભાઇ તથા કપિલભાઈના પિતાશ્રી તેમજ મુકેશકુમાર દિક્ષીતના સસરા અને હર્ષદભાઈ,દિનેશભાઈ દિલીપભાઈ, નવીનભાઈ ચેતનભાઇ, અતુલભાઇ તેમના લઘુબંધુ નું અવસાન થયેલ છે જેમનું બેસણું તા.૨૭ શનિવારના સાંજે ૪ થી ૬  નર્મદેશ્વર મહાદેવ મંદિર, અંકુર નગર શેરી નંબર - ૫ ગોકુલધામ  સોસાયટી પાસે રાખવામાં આવેલ છે.

દક્ષાબેન વ્યાસ

રાજકોટઃ ઔદીચ્ય ગોહીલવાડી (શ્રીનાથદાદા તળ)મૂળ ગઢાળા નિવાસી, હાલમાં રાજકોટ નિવાસી ગુણવંતરાય ગૌરીશંકર વ્યાસના ધર્મપત્ની તથા સૂચિતભાઈ, દિશાબેન તથા ખ્યાતિબેનના માતુશ્રી દક્ષાબેન ગુણવંતરાય વ્યાસ (ઉ.વ.૬૬) તા.૨૪ બુધવાર ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. સદગતનું બેસણું તા.૨૬ શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ કોઝી કોટયાર્ડ, સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે, પેન્ટાગોન ની બાજુમાં રાજકોટ ખાતે રાખેલ છે.

લીલાવંતીબેન ભટ્ટ

રાજકોટઃ સ્વ. લીલાવંતીબેન મહેન્દ્રભાઇ ભટ્ટ (ઉ.વ.૭૬) તેઓ અનીરૂધ્ધભાઇ ભટ્ટ તેમજ કનકબેન પ્રફુલચંદ મહાશંકરભાઇ વ્યાસ તેમજ પ્રફુલભાઇ નર્મદાશંકર વ્યાસના સાસુનું દુઃખદ અવસાન તા.૨૪ને બુધવારના રોજ થયેલ છે. તમામ લૌકિકક્રિયાઓ બંધ રાખેલ છે. ટેલીફોનીક બેસણું કનકબેન વ્યાસ ૯૬૮૭૭ ૫૧૭૯૩, અનીરુધ્ધભાઇ ભટ્ટ મોે.૯૮૨૫૯ ૮૮૯૭૯

નયનાબેન ચૌહાણ

રાજકોટઃ મુળ કાલસારી નિવાસી નયનાબેન અરવિંદભાઇ ચૌહાણ (ઉ.વ.૫૭) તે અરવિંદભાઇ વિનુભાઇ ચૌહાણના ધર્મપત્નિ તથા ભાવેશભાઇ, બિપીનભાઇ, રશ્મિબેન, ગીતાબેનના માતુશ્રી તથા જયેશભાઇ વાળા, પિયુષભાઇ લાડવાના સાસુ રમેશભાઇ, રસિકભાઇ, મુકેશભાઇના ભાભીનું તા.૨૪ને બુધવારના રોજ રામચરણ પામેલ છે. સદગતનું બેસણું તા.૨૬ને શુક્રવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

જીતેન્દ્રભાઇ દેસાઇ

રાજકોટ : દશા શ્રીમાળી દેરાવાસી જૈન જામકંડોરણા નિવાસી હાલ રાજકોટ સ્વ. વિરચંદભાઇ કેશવજીભાઇ દેસાઇના સુપુત્ર જીતેન્દ્રભાઇ દેસાઇ (ઉ.વ.૮૧) તે વીણાબેનના પતિ, ભાવેશભાઇ અને સ્વ. ચંદ્રેશભાઇના પિતા તે જીજ્ઞાબેન અને ધાર્મીબેનના સસરા, જૈનિશ અને દર્શીના દાદા અરિહંત શરણ પામેલ છે. સદ્ગતનું ઉઠમણું કાલે તા. ર૬ ને શુક્રવારના રોજ પેલેસ રોડ વર્ધમાન નગર દેરાસરે સાંજે ૪ કલાકે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

અલકાબેન ઠાકર

રાજકોટઃ ઔદિચ્ય ગુજરાતી સાડા ચારસો બ્રાહ્મણ ઉદયશંકર રતિલાલ દવેના પુત્રી, અમરેલી જશવંતરાય મગનલાલ ઠાકરના પત્ની, તે રાજેન્દ્રભાઇ તથા નિલેશભાઇના મોટા બહેન અલકાબેન તા. ર૪ ને બુધવારે અવસાન થયેલ છે. સદ્દગતનું પિયર પક્ષનું બેસણું તા. ર૯ ને સોમવારે તેમના નિવાસસ્થાન શ્રી આશાપુરી કૃપા, ૪ રામનગર, ગોંડલ રોડ ખાતે રાખેલ છે. મો. નં. ૯૬૬૪૯ પ૬૬૪૯, ૯૪ર૬ર ૪ર૪૦ર

અરવિંદભાઈ રાઠોડ

રાજકોટઃ ગોંડલવાળા, હાલ રાજકોટ અરવિંદભાઈ બાબુભાઈ રાઠોડ તે રાજેશભાઈ તથા અશ્વિનભાઈના પિતાશ્રી તથા ગિરીશભાઈ, બટુકભાઈ, દિનેશભાઈના નાનાભાઈનું તા.૨૪ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૬ શુક્રવાર સાંજે ૪ થી ૬ કલાકે સોરઠીયા દરજી મંદિર (સોરઠીયા દરજીની વાડી) ગુંદાવાડી ચોરા પાસે, રાજકો ખાતે રાખેલ છે. રાજેશભાઈ મો.૯૮૨૪૭ ૬૫૩૩૪, અશ્વિનભાઈ મો.૯૧૦૪૯ ૨૯૫૯૦, બટુકભાઈ મો.૯૮૯૮૬ ૫૦૧૬૬

રમાબેન ગોવાણી

રાજકોટઃ (મુળ સુપેડી) મનમોહન ડેરીવાળા હાલ રાજકોટ સ્વ.રમાબેન મુળજીભાઈ ગોવાણી (ઉ.વ.૮૦) તે કિરણભાઈના માતુશ્રી તથા રીટાબેનના સાસુ તથા પાર્થના દાદીમા તથા નરોતમભાઈ ગોવાણીના ભાભીનું તા.૨૩ને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૫ને ગુરૂવાર સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. કિરણ મુળજીભાઈ ગોવાણી મો.૯૯૧૩૭ ૪૪૫૫૮, નરોત્તમભાઈ મોહનભાઈ ગોવાણી મો.૯૩૨૭૯ ૦૪૧૧૦

પ્રજ્ઞાબેન શાહ

રાજકોટઃ મોઢવણિક પ્રજ્ઞાબેન રોહિતભાઈ શાહ (મુ.રાણપુર, હાલ- રાજકોટ) તે રોહિતભાઈ જમનાદાસ શાહ (મોઢવણિક સમાજના ટ્રસ્ટી)ના ધર્મપત્નિ તથા પ્રતિકભાઈ, મોનાલીબેન અને મીતાલીબેન અમિષભાઈ છેડાના માતુશ્રીનું તા.૨૩ને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૫ને ગુરૂવારે સાંજે ૪ થી ૬, મોઢ બોર્ડીંગ, ૫- રજપુતપરા, રાજકોટ ખાતે રાખેલ છે. (લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.)

રમેશભાઈ ગાંધી

રાજકોટઃ સ્વ.રમેશભાઈ હરખચંદ ગાંધી (ઉ.વ.૭૦) (ન્યુઝ પેપર એજન્ટ) તે મંગળાબેનના પુત્ર અને મીનાબેનના પતિશ્રી તે દર્શના, ડીમ્પલ, ધવલના પિતાશ્રી અને જેકીનકુમારનાં સસરા તા.૨૧ના અરીહંતશરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૫ ગુરૂવારનાં રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને ૬- નારાયણનગર સહકાર મેઈન રોડ ખાતે રાખેલ છે.

પ્રતાપરાય જોબનપુત્રા

રાજકોટ :.. રાજકોટ (મુળ મોટી પાનેલી) વાળા પ્રતાપરાય મુળજીભાઇ જોબનપુત્રા (ઉ.વ.૮પ) તે સ્વ. મુળજીભાઇ લાધાભાઇ જોબનપુત્રાના પુત્ર તેમ જ સ્વ. વસંતભાઇ તથા દિલુભાઇના ભાઇ તથા સ્વ. શેખરભાઇ તથા વિજયભાઇ તથા પ્રજ્ઞાબેન (કલાબેન) સુરેશભાઇ રૂપારેલ (કોડીનારાવાળા)ના પિતાશ્રી તથા સ્વ. ગાંગજીભાઇ વિરચંદભાઇ કારીયા (રાજકોટ)ના જમાઇન તા. ર૪ ના અક્ષરવાસ થયેલ છે. બેસણુ તેમજ સસરા પક્ષની સાદડી તા. ર૬ ને શુક્રવારે ૪ થી પ રામેશ્વર મહાદેવ મંદિરે જીવનનગર-૪, બ્રહ્મસમાજ પાસે, અનીલ જ્ઞાન મંદિર સ્કુલની બાજૂની શેરીમાં રાખેલ છે. તેમજ સદ્ગતની લૌકિક (ક્રિયા) પ્રથા બંધ રાખેલ છે.