Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020
ખંભાળિયાના ગઢવી જ્ઞાતિના અગ્રણી ઘેલુભાઈ રૂડાચના માતુશ્રીનું અવસાન

જામ ખંભાળિયાઃ ઘેલુભાઈ ખેરાજભાઈ રૂડાચના (ભાડથર વારા) ના માતુશ્રી અ. સૌ. પુનાબેન ખેરાજભાઈ રૂડાચ (ઉ. વ. ૯૨) તે પરબતભાઈ, વિરાભાઈ, નારુભાઈ, તથા હરસુરભાઈના માતુશ્રી તા..૨૨ મી ના રોજ શ્રીજી ચરણ પામ્યા છે. હાલ કોરોનાની પરિસ્થિતિના કારણે લૌકિક ક્રિયા મોકુફ રાખેલ છે. ટેલિફોનીક શોક સંદેશ માટે ઘેલુભાઈ (મો. ૯૩૨૭૬ ૯૧૫૧૫).

કચ્છના કેળવણીકાર-ભુજ કોમર્સ કોલેજના નિવૃત પ્રિન્સીપાલ પ્રવિણચંદ્ર ભટ્ટનું અવસાન

ભુજ તા. રપઃ શહેરના જાણીતા કેળવણીકાર અને રામકૃષ્ણ-વિવેકાનંદ વિચારધારાના સમર્થક પ્રો. પ્રવીણચંદ્ર ભટ્ટનું આજે નિધન થતાં તેમના બહોળા વિદ્યાર્થી વર્ગમાં શોકનું મોજું ફેલાયું હતું.

છઠ્ઠી જૂન ૧૯૪૯ના માંડવીમાં જન્મેલા પ્રવીણભાઇ ભુજની જે. બી. ઠકકર કોમર્સ કોલેજની સ્થાપનાથી જ તેમાં જોડાયા હતા. ચાર દાયકા સુધી કોલેજમાં વાણિજયના વિષયો શીખવતા હતા. આ વિષયના વિદ્યાર્થીઓની એક આખી પેઢી એમણે તૈયાર કરી હતી અને કોલેજના પ્રિન્સિપાલ પદે પણ રહ્યા હતા.

કચ્છ યુનિવર્સિટીની સ્થાપનામાં પણ તેમનું મોટું યોગદાન રહ્યું છે. કચ્છ યુનિવર્સિટીમાં ચાર વર્ષ સુધી વાણિજય વિભાગના ડીન તરીકે પણ તેમણે કાર્ય કરેલું હતું.

રામકૃષ્ણ પરમહંસ તથા સ્વામી વિવેકાનંદ વિચારધારાથી તેઓ પ્રભાવિત હતા આથી શહેરના રામકૃષ્ણ યુવક મંડળ સાથે પાંત્રીસ વર્ષથી જોડાયેલા હતા. તેના કાર્યવાહક મંડળના ટ્રસ્ટી તરીકે સેવાઓ આપી હતી. મંડળનાં નૂતન કોડકી રોડ ખાતેના સંકુલના વિકાસમાં પણ તેમણે મોટું યોગદાન આપ્યું હતું. ત્યાંના બાલ સંસ્કાર કેન્દ્રના સંચાલક હતા. રામકૃષ્ણ સેવા મંડળ માંડવીની સ્થાપના તથા તેની જ બિદડા શાળાના સંચાલનના માર્ગદર્શક રહ્યા હતા. રામકૃષ્ણ મિશનના વરિષ્ઠ સંન્યાસીઓ સાથે તેમના નિકટના સંબંધો રહ્યા હતા. રામકૃષ્ણ મિશન દ્વારા વિવેકાનંદના મૂલ્યલક્ષી શિક્ષણ માટેના પ્રોજેકટમાં કચ્છની શાળા-કોલેજોમાં કાર્યરત રહેતા હતા.

જરૂરતમંદ વિદ્યાર્થીને આગળ અભ્યાસ માટે પણ તેઓ અંગત રીતે મદદરૂપ થતા હતા.

અવસાન નોંધ

નિકાવાવાળા પ્રજાપતિ પ્રવિણભાઇ રવજીભાઇ ધંધુકિયાનું અવસાન

રાજકોટ :.. નિકાવા નિવાસી રવજીભાઇ ભુટાભાઇ ધંધુકીયાના પુત્ર પ્રવિણભાઇ રવજીભાઇ ધંધુકીયા, તે પરસોતમભાઇ, સ્વ. રામજીભાઇ, પ્રાગજીભાઇ, ધનજીભાઇ, લક્ષ્મણભાઇના નાનાભાઇ અને ગીરીશભાઇના મોટાભાઇ તેમજ અભય અને પ્રણવના પિતાશ્રીનું તા. ર૪ ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. કોરોના મહામારી લોકડાઉનના નિયમને આધીન બેસણુ નિકાવા ગામ ખાતે ટેલીફોનીક મૌખીક રાખેલ છે. મો. ૭૬૯૮પ ૪૩૩ર૭, મો. ૭૬૦૦૧ ૭૭૪૧૧, મો. ૮૧૪૦૬ ૦૧૧૪પ

સુરેશભાઇ વિઠલાપરા

રાજકોટઃ મોરબી ઘુંટુ નિવાસી હાલ મોરબી વાળંદ સુરેશભાઇ  ગોપાલભાઇ વિઠલાપરા (ઉ.વ.૭૪) નું તે અશ્વિનભાઇ, અરવિંદભાઇ, અજયભાઇ તથા હર્ષાબેન, અંજુબેનના પિતાશ્રી તે દિનેશભાઇ, પ્રફુલભાઇ, રાજુભાઇ, મનુભાઇ, બળવંતભાઇ, સંજયભાઇના મોટાબાપુનું તા.૨૩ના દુઃખદ અવસાન થયેલ છે. લૌકીક ક્રિયા તેમજ બેસણું હાલના સંજોગોને ધ્યાનમાં લઇ બંધ રાખેલ છે. સદ્ગતનું ટેલીફોનીક બેસણું (રાજુભાઇ મો.૮૨૬૪૩ ૧૦૧૪૩) ઉપર રાખવામાં આવ્યું છે.

સુરેશચંદ્ર ભટ્ટ

રાજકોટઃ સોરઠી શ્રીગૌડ માળવીય બ્રાહ્મણ સુરેશચંદ્ર નાથાલાલ ભટ્ટ (ઉ.વ.૮૧) તે જયેશભાઇ, નીલેશભાઇ (આજકાલ પરીવાર)ના પિતાશ્રી તે અભયભાઇ, માધવભાઇ (સંદેશ ચેનલ), બીરજભાઇ અને અમનભાઇના દાદાનું તા.૨૩ને શનિવારે અવસાન થયું  છે. તેમનું ટેલીફોનીક  ઉઠમણું / બેસણું તા.૨૮ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ દરમિયાન રાખ્યું છે.

ધીરજલાલ માંડલીયા

રાજકોટઃ દશા  સોરઠીયા વણિક રાજકોટ નિવાસી હાલ રાજકોટ સ્વ. ધીરજલાલ મોતીચંદ માંડલીયા (ઉ.વ.૯૦) તે કીર્તીભાઇ (મુંબઇ) શૈલેષભાઇ, રાજેશભાઇ તથા અરૂણાબેન મીયાણી, દક્ષાબેન પારેખ (મુંબઇ) જયોતિબેન પારેખ રાજકોટના પિતાશ્રી હર્ષ વરૂણના દાદાશ્રી તથા સ્વ. ધનસુખરાય મીયાણી સ્વ. પ્રવિણકુમાર પારેખ શ્રી અશ્વિનકુમાર પારેખના સસરાનું તા.૨૪ના રોજ મુંબઇ મુકામે દુઃખદ અવસાન થયેલ છે. માંડવીયા શૈલેષભાઇ મો.૮૭૮૦૯ ૭૬૩૧૩

જયોત્સાબેન છત્રાલીયા

રાજકોટઃ ગુર્જર સુતાર મીઠાપુર નિવાસી હાલ નવી મુંબઇ (ખારધર) સ્વ. અમૃતલાલ ઓધવજીભાઇ છત્રાલીયાના ધર્મપત્નિ જયોત્સનાબેન અમૃતલાલ છત્રાલીયા (ઉ.વ.૬૯) તે જીવણભાઇ છનીયારાની દિકરી તે હિતેશભાઇ અને જીતેશભાઇના માતુશ્રી રક્ષ, વેદીકા અને મીહીકાના દાદીમાં તેમજ ખ્યાતી હિતેશ છત્રાલીયા અને પ્રિયા જીતેશ છત્રાલીયાના સાસુમાંનુ઼ં તા.૨૨ના દુઃખદ અવસાન થયેલ છે. કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઇ સદ્ગતનું બેસણું અને લૌકીક ક્રિયા બંધ રાખેલ છે.

જયોત્સનાબેન કાગડા

મોરબીઃ ગૌ.વા. કંસારા પિતામ્બરદાસ સવજીભાઇ શેઠના પુત્રી જયોત્સનાબેન શાંતિલાલ કાગડા તે હરીશભાઇ શેઠ (રાજકોટ નાગરિક સ. બેંક) ના બહેન તેમજ બકુલભાઇ શેઠ, ભાસ્કરભાઇ શેઠ અને અમિતભાઇ શેઠના ફૈબાનું તા. ર૪ના રોજ મુંબઇ મુકામે અવસાન થયું છે. હાલની પરિસ્થિતિને ધ્યાને લઇને બેસણું અને લૌકિકવાર બંધ રાખેલ છે. સગા સ્નેહીઓએ ટેલીફોનીક દિલસોજી પાઠવવા હરીશભાઇ મો. ૯૩૭૬૧ ૬૧૪૦૬ અને બકુલભાઇ મો. ૯૮રપ૦ ર૬૧૬૭ પર સંપર્ક કરવો.

હિંમતલાલ ગોટેચા

કોડીનારઃ મૂળ કોડીનાર નિવાસી હાલ જૂનાગઢ હિંમતલાલ ગોવિંદજીભાઇ ગોટેચા (ઉ.વ. ૮ર) તે ભરતભાઇ (સ્મિત સેલ્સ કોર્પોરેશન જુનાગઢ), રંજનબેન મશરૂ (જામનગર) અને પ્રીતિબેન પોપટ (જસદણ) ના પિતા તથા કાંતિભાઇ (મોરવાડ વાળા), પ્રાણજીવનભાઇ, સ્વ. કમળાબેન ગંગદેવ, કંચનબેન આહીયા (ઉના), મુકતાબેન કોટેચા (જામનગર) તથા મંજુબેન કોટેચા (જુનાગઢ) ના ભાઇ તથા સ્મિતના દાદા અને સ્વ. પોપટલાલ ધરમસી જીવાણી (કોદીયા ગીર) ના જમાઇનું તા. ર૪ના રોજ ધામગમન થયું છે. વર્તમાન પરિસ્થિતિ મુજબ ટેલિફોનિક સાંત્વના આવકાર્ય છે.

જાદવભાઇ ધારૈયા

ખાન ખીજડીયાઃ ખાન ખીજડીયા નિવાસી સ્વ. જાદવભાઇ છગનભાઇ ધારૈયા ઉ.વ. ૮૪ તે મિલનભાઇ જાદવભાઇ મિસ્ત્રી તથા મયુરભાઇ જાદવભાઇનાં પિતાજીનું તા. ર૪ના અવસાન થયેલ છે

ગુલામે અબ્બાસ હથિયારી

રાજુુલાઃ મ. નુરભાઇ અબ્દુલઅલી હથિયારી ના ફરઝંદ ગુલામે અબ્બાસ નુરભાઇ હથિયારી (ઉ.વ. ૯૦) તે સકીનાબેન (લાઠી) નફીસાબેન (જામનગર) ફીઝાબેન (અમરેલી) જુમાનાબેન (રાજકોટ) મુનવ્વરભાઇ (રાજુલા) ના બાવાજી તથા ઇબ્રાહીમના દાદાજી તે જકયુદીનભાઇ, જાકીરભાઇ (રાજુલા) મ. શબ્બીરભાઇ (મુંબઇ) ના મોટાભાઇ રાજુલા મુકામે તા. ર૪ ને રવિવારે ખુદા તઆલાની રહેમતમાં પહોંચેલ છે. કોરોનાની મહામારીના હિસાબે ધાર્મિકવિધી બંધ રાખેલ છે. ટેલીફોનથી શોક સંદેશો પાઠવશો.

રાજેશભાઇ મીરાણી

રાજકોટ : રાજેશભાઇ (રાજુભાઇ) મીરાણી (ઉ.વ.૫૦) તે સ્વ. વજુભાઇ લીલાધર મીરાણીના પુત્ર તેમજ સ્વ. વિરલભાઇ અને વિમલભાઇ તથા જીગીશા અરવિંદકુમાર લાલસેતા (લંડન)ના નાનાભાઇ, પીનલ મોહીત સોમમાણેકના પિતાશ્રી તેમજ સોનલબેનના પતિ તેમજ અદીતી વિશ્વેશ ધોળકીયા, અપેક્ષા સચીન નથવાણી અને કૃપાલના કાકાનું તા. ૨૩ ના અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા. ૨૫ ના સોમવારે રાખેલ છે. મો. ૭૬૯૮૭ ૦૭૦૯૬. હાલના સંજોગોમાં લૌકીક ક્રિયા બંધ રાખેલ છે. પિયર પક્ષની સાદડી રાખેલ છે.

જીતેન્દ્રકુમાર માંડલીયા

રાજકોટ : સોની જીતેન્દ્રકુમાર વસંતલાલ માંડલીયા તે કેવલ અને શ્યામના પિતા તેમજ ભાગનગર નિવાસી સ્વ. કનૈયાલાલ પ્રભુદાસ ભડીયાદરાના જમાઇનું તા. ૨૩ ના અવસાન થયેલ છે. ટેલીફોનિક બેસણું તા. ૨૭ ના સોમવારે સવારે ૧૦.૩૦ થી ૧૨ રાખેલ છે. વર્તમાન સ્થિતી ધ્યાને લઇ લોકીક ક્રિયા તથા ઉત્તરક્રિયા બંધ રાખેલ છે. મો.૯૫૧૦૫ ૧૯૩૯૧, મો.૭૦૪૬૧ ૩૯૯૯૯, મો.૮૪૬૦૦ ૦૯૧૬૦.

અરવિંદભાઇ રૂપારેલીયા

નવાગઢઃ અરવિંદભાઇ હેમરાજભાઇ રૂપારેલીયા (ઉ.વ.૬ર) તે ભાવેશભાઇ તથા કાનાભાઇના (ડી.આર.પાનવાળા) પિતાશ્રી તથા પ્રવીણભાઇ, રાજેશભાઇ તથા ગીરીશભાઇના મોટાભાઇનું તા. ર૪ના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક ઉઠમણું તા.રપ સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. ભાવેશભાઇ ૭૬૯૮૧ ૮૩૮ર૮, કાનાભાઇ ૯૬૬૪૬ ૬૦૦૮ર, પ્રવીણભાઇ ૯૧૭૩૬૧૭૮૮૮, રાજેશભાઇ ૬૩પ૩૩ પર૦ર૮, ગીરીશભાઇ ૯૯૭૯૪૪૧૩ર૯ ઉપર દિલસોજી પાઠવવી.

નિર્મળાબેન તન્ના

જામજોધપુરઃ સ્વ.નિર્મળાબેન લાલજીભાઇ તન્ના (ઉ.વ.૮૪) જે સ્વ.લાલજીભાઇ ભગવાનજીભાઇ તન્ના ધર્મપત્ની તેમજ બીપીનભાઇ, દિપકભાઇ, રાજેશભાઇ, ભાવેશભાઇ દક્ષાબેન, જયશ્રીબેનના માતૃશ્રી તા.રપના રોજ શ્રીજીચરણ પામેલ છે. ઉઠમણું તેમજ લૌકીકક્રીયા વર્તમાન પરીસ્થિતિને ધ્યાને લઇ ટેલીફોનીક રાખેલ છે.

દર્શનભાઇ વૈદ્ય

રાજકોટ :.. દર્શનભાઇ જી. વૈદ્ય (ઉ.વ.૪૮) તે ગુણવંતરાય વૈદ્યનાં પુત્ર તથા ઘનશ્યામભાઇ, આશિષભાઇ, જગદીશભાઇ, પુર્ણીમા જયકુમાર વસાવડાનાં ભાઇ મયુર તથા ઉર્વિલ (અબતક)નાં કાકાનું તા. ર૩ નાં અવસાન થયેલ છે. હાલના સંજોગોને ધ્યાને લેતા તમામ લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

હેમલતાબેન દોશી

વાંકાનેર : દોશી પુનમચંદ મનસુખલાલના પુત્રવધુ ગં. સ્વ. હેમલતાબેન મહેશભાઇ દોશી (ઉ.વ.૬પ) તે ભાવીક તથા પીનલના માતુશ્રી તેમજ સુરેશભાઇ તથા ઉષાબેન શેઠના ભાભીશ્રી તેમજ પોપટલાલ મનસુખલાલ દોશીના ભત્રીજા વહુનું તા. ર૪ ના અમદાવાદ ખાતે અવસાન થયેલ છે. વર્તમાન સમયને ધ્યાનમાં રાખી લૌકિક પ્રથા  બંધ રાખેલ છે.

કિશોરભાઇ ગુજરાતી

રાજકોટઃ ખાંટ સ્વ. કિશોરભાઇ ગોકળભાઇ ગુજરાતી (ઉ.વ. ૬૦)  તે સ્વ. અરવિંદભાઇના નાનાભાઇ તથા દિપકભાઇ, રાકેશભાઇના પિતાશ્રી, ભાવેશભાઇ, હિતેશભાઇ, મહેશભાઇના કાકાનું તા. ર૩/પ શનિવારે દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા. રપ/પ સોમવારે સાંજે ૪ થી ૬  મો. દિપકભાઇ-૯૮ર૪૪ ૪પ૦૩૦, ભાવેશભાઇ-૯૯૦૪૮ ૪ર૪૮૯, રાકેશભાઇ-૯૭ર૩પ ૯૧૧૧૪ રાખેલ છે.હાલના સંજોગોને ધ્યાનમાં રાખી સ્વર્ગસ્થની લૌકિક ક્રિયા રાખેલ નથી. આપની લાગણી મોબાઇલ મેસેજ દ્વારા વ્યકત કરશોજી.

શાન્તાબેન બાસોપીયા

રાજકોટ : ગુર્જર સુતાર ગીરીશભાઇ રામજીભાઇ બાસોપીયાના ધર્મપત્નિી શાન્તાબેન (ઉ.વ.૭૫) તે સ્વ. મોહનભાઇ હરજીભાઇ કરગથરાના સુપુત્રી તેમજ હરેશભાઇ અને દિપાલી હિતેષકુમાર ગજજરના માતુશ્રી તેમજ પ્રતિક અને હેન્સીના દાદીમા તેમજ બીનાબેન અને કૃપાલીના સાસુનું તા. ૨૨ ના શુક્રવારે આવસાન થયેલ છે. હાલની પરિસ્થિતી ધ્યાને લઇ સદ્દગતનું બેસણું તેમજ લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. ટેલીફોનીક બેસણું તા. ૨૫ ના સોમવારે રાખેલ છે. મો.૯૮૨૫૮ ૪૭૬૯૭.

બેચરભાઇ સોલંકી

રાજકોટ : કારડીયા રાજપુત બેચરભાઇ જીવાભાઇ સોલંકી (ઉ.વ.૮૦) તે દેવસીંગભાઇ, નારૂભાઇ (રેતીવાળા) તેમજ રમેશભાઇના મોટાભાઇ તેમજ ચંદ્રેશભાઇ અને તલકસિંહના પિતાશ્રી તેમજ દર્શનભાઇ (પોલીસ કોન્સ્ટેબલ), (થોરાળા પો.સ્ટેશન), હાર્દીકભાઇ, નરેન્દ્રભાઇ અને બિનાલીબેનના દાદાનું તા. ૨૩ ના શનિવારે અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતી ધ્યાને લઇ સદ્દગતનું બેસણું તા. ૨૫ ના સોમવારે સાંજે ૪ થી ૭ ટેલીફોનીક રાખેલ છે. લૌકીક ક્રિયા બંધ રાખેલ છે. ચંદ્રેશભાઇ મો.૯૬૦૧૦ ૭૭૯૦૦, નારૂભાઇ (રેતીવાળા) મો.૬૩૫૧૮ ૦૮૬૦૪, તલકસિંહ મો.૯૯૦૯૧ ૩૭૮૧૩.

હમીરભાઇ નંદાણીયા

ખંભાળીયા : મુળલોએજ નિવાસી આહીર હમીરભાઇ માલદેભાઇ નંદાડીયા (ઉ.૮૦) તે અનિલભાઇ (પટેલ કન્યા વિદ્યાલય ધોરાજી) નિતીનભાઇ (વિજય હાઇસ્કુલ ખંભાળીયા) તથા કુંદનબેન જીવાભાઇ  બંધીયા (જામનગર) ના પિતાનું તા. ર૩ ના અવસાન થયું છે. ટેલીફોનીક બેસણુ અનિલભાઇ મો. ૯૪ર૮૮ ૯૧પ૮૭ નિતીનભાઇ મો. નં. ૯૭ર૭૭ ૧૦૦૩૮ પર દિલસોજી પાઠવવી.

મંજુલાબેન નથવાણી

રાજકોટઃ મોટી પાનેલી નિવાસી સ્વ. શામજીભાઇ માવજીભાઇ નથવાણીના પુત્ર ચંદુલાલ શામજીભાઇ નથવાણીના ધર્મપત્નિ મંજુલાબેન (ઉ.વ.૮૨) તેઓ નિલેશભાઇ તથા હર્ષાબેન જયંતિભાઇ પોપટના માતુશ્રી તથા  સ્વ. વિઠ્ઠલદાસ છગનલાલ મશરૂ (માણાવદર) ના દીકરીનું તા.૨૫ને સોમવારે દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું મોબાઇલથી બેસણું તા.૨૮ ગુરૂવારે મો.૯૯૯૮૪ ૮૪૧૫૫, ૯૯૨૫૯ ૯૩૬૪૦ રાખેલ છે.

જીતેન્દ્ર  સંપટ

રાજકોટ : જીતેન્દ્ર છગનલાલ સંપટ તે સ્વ. છગનલાલ સંપટના સુપુત્ર, તે મહેશભાઇ, અશ્વિનભાઇ, સ્વ. ભુપેશભાઇ તથા જયોત્સનાબેન પારેખ, ઉષાબેન મહેન્દ્રભાઇ વેદ અને બિન્દુબેન આશરના મોટાભાઇ, નલીનીબેનના પતિ તે વિપુલભાઇ તથા નેહાના પિતા, રસિલાબેન તથા જયમીન ઉદેશીના સસરા તા. ર૩ના રોજ અમદાવાદ ખાતે અવસાન પામેલ છે.

ચેતનભાઇ મહેતા

રાજકોટ : ખંઢેરા નિવાસી હાલ રાજકોટ સ્વ. જયસુખલાલ મુળજીભાઇ મહેતાના પુત્ર ચેતનભાઇ (ઉ.વ.પ૦) તે પ્રમોદભાઇ, જયેશભાઇ, ભરતભાઇ, સ્વ.સંજયભાઇના નાનાભાઇ તેમજ ઉમંગના પિતાશ્રીનું તા. ર૪ના રોજ અવસાન થયેલ છે.