Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019
જનકબા ભીમદેવસિંહ ચુડાસમાનું અવસાન : આજે બેસણુ

રાજકોટ : મૂળ નિવાસી કોઠડીયા (તા. ધંધુકા) હાલ રાજકોટ ભીમદેવસિંહ સંગ્રામસિંહ ચુડાસમાના પત્ની જનકબા (ઉ.વ.૬૫) તે હરદિપસિંહ, માનકુવરબા, સુશીલાબા, હેતલબા, દિવ્યાબા તથા લતાબાના માતુશ્રીનું તા. ૨૨ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણુ તા. ૨૫ના સોમવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે, શકિત ચોક, ગાયત્રી બસ સ્ટોપ, અક્ષરનગર મેઇન રોડ, ગાંધીગ્રામ, રાજકોટ ખાતે રાખેલ છે.

સદર બજારવાળા રીયાઝભાઈ પાનવાલા વફાત થયા

રાજકોટ : અહિંના સદર બજારમાં બેલદાન શેરીમાં કપાસી હાઉસની સામે રહેતા રીયાઝભાઈ હારૂનભાઈ પાનવાલા (ઉ.વ.૪૬) તે ફેમીદાબેનના પતિ તથા સેબાઝના પિતાશ્રી તેમજ સબીરભાઈ હબીબભાઈ પાનવાલાના બનેવી તા.૨૨ના વફાત થયેલ છે. (મો.૯૬૮૭૭ ૯૪૫૪૬)

અવસાન નોંધ

જેરામભાઇ વાછાણી

રાજકોટઃ સ્વ. જેરામભાઇ દેવજીભાઇ વાછાણી (ઉ.વ.૭૮) મુળગામ વાગડીયા, હાલ માધાપર (રાજકોટ) તે રાજેશભાઇ, હર્ષદભાઇ તથા કિરીટભાઇના પિતાશ્રીનું તા. ૨૨-૩ના રોજ અવસાન થયું છે. તેમનું બેસણું તા. રપ-૩ના રોજ સાંજે ૪ થી ૬ બજરંગવાડી સમસ્ત વરીયા વૈષ્ણવવાડી (પ્રજાપતિ છાત્રાલય) બજરંગવાડી-૧૨, જામનગર રોડ ખાતે રાખેલ છે.

ચંપકલાલ શાહ

રાજકોટઃ ચોટીલાવાળા હાલ રાજકોટ શાહ ચંપકલાલ મોતીલાલ (તુરખીયા) (ઉ.વ.૮૩) તે વનિતાબેનના પતિ તથા સુકેશી રાજેશકુમાર છાયા, હિતેષકુમાર, શૈલેષ, સંજય, હિરેનના પિતા તથા હાર્દિ, કેયુર ખુશીત, આગમનાં દાદાનું અવસાન થયેલ છે. તેમનુ ઉઠમણું મંગળવાર તા.૨૬ના રોજ સવારે ૧૦ થી ૧૦:૩૦ તથા ૧૦:૩૦ થી ૧૧:૩૦ પ્રાર્થનાસભા વિરાણી વાડીએ રાખેલ છે.

નલીનકાંત ત્રિવેદી

રાજકોટઃ ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ નલીનકાંત ભાનુશંકર દ્વિવેદી (ઉ.વ.૭૮) તે ચેતન તથા અલ્કાબેનના પિતાશ્રી તથા મનસુખલાલ ક્રિપાશંકર દવે તથા બળવંતરાય કે. દવેના બનેવી તથા અક્ષયકુમાર કોઠારીના સસરા તથા ઇન્દુભાઇ ભટ્ટ (પ્રિન્સેસ સ્કુલ)ના સાળાનું તા.ર૩ને શનિવારે અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું શ્રી કાશી વિશ્વનાથ મંદિર, વિષ્ણુ વિહાર સોસાયટી, પ્રેમ મંદિર મેઇન રોડ, કાલાવડ રોડ, રાજકોટ મુકામે તા.રપને સોમવારે સાંજે પ થી ૬ પિયર પક્ષનું બેસણું  પણ સાથે રાખેલ છે.

ભરતભાઇ બોડા

જામખંભાલીઆઃ પૂષ્કર્ણા બ્રાહ્મણ ભરતભાઇ વિઠ્ઠલદાસ બોડા (ઉ.વ.૬ર) જે દામાભાઇ તથા લક્ષ્મીદાસભાઇના ભાઇ તેમજ રાજુ, દિપક, નૌતમ તથા અનિલના કાકા તેમજ રામ, પાર્થ, પ્રથમ તથા લાલુના દાદા (મોટા બાપુ) તા.ર૦ના રોજ શ્રીજી ચરણ પામેલ છે.

કિરીટસિંહ જાડેજા

આમરણઃ ખારચિયા નિવાસી કિરીટસિંહ ગોવુભા જાડેજા (ભજનિક) (ઉ.વ.૭૬) તે પૂર્વ સરપંચ પરાક્રમસિંહ (મુન્નાભાઇ) તથા દશરથસિંહના પિતા અને રવુભાના ભાઇ તેમજ હરદીપસિંહ, મિતરાજસિંહ, અનિરૂદ્ધસિંહ, યશપાલસિંહના દાદાનું તા.ર૦ના રોજ અવસાન થયેલ છે.

ભરતભાઇ ગોહેલ

રાજકોટઃ વાણંદ ભરતભાઇ નાનજીભાઇ ગોહેલ તે મનસુખભાઇ અને બટુકભાઇના લધુબંધુ તેમજ શિતલબેન મનહરભાઇ બગથરીયા (કોઠારીયા)ના પિતાશ્રીનું તા.ર૩ના અવસાન થયેલ છે. સદ્દગતનું ભરતભાઇ નાનજીભાઇ ગોહેલનું બેસણું તા.રપને સાંજે ૪ થી ૬, ભવનાથ મંદિર, ઇન્દીરાનગર, દેવપરા પાસે રાખેલ છે.

ચંદુલાલ કુલર

ગોંડલઃ દ.સા.વણિક ચંદુલાલ લાલજીભાઇ કુલર (ઉ.વ.૮૬) તે સ્વ. અમૃતલાલ,સ્વ. પ્રભુદાસભાઇ, સ્વ. જીવનભાઇ, સ્વ. બચુભાઇ, સ્વ. નાનાલાલ, લીલાબેન (મુંબઇ) જયાબેન (બારડોલી)ના ભાઇ તથા અશ્વિનભાઇ, અરૂણભાઇ, દિલીપભાઇ, ભરતભાઇ તથા સરોજબેન, પ્રફુલકુમાર માલવિયાના પિતાશ્રી તે નવીનભાઇ, જીતેન્દ્રભાઇ, મનસુખભાઇ ધ્રુવના બનેવીનું તા. ૨૪ ને રવિવારે અવસાન થયેલ છે. બેસણું તા.રપ ને સોમવારે સાંજે પ થી ૬ ગાયત્રી મંદિર, બસ સ્ટેન્ડ પાસે રાખવામાં આવેલ છે. લોૈકિક ક્રિયા બંધ રાખેલ છે.

વિમળાબેન ગોસાઇ

જેતપુરઃ નટવરગર ભાવગર ગોસાઇના પત્ની વિમળાબેન (ઉ.૬પ) તે કેતનગીરી, જતીનગીરી, ના માતુશ્રી તેમજ અરવિંદગીરી (પોસ્ટ ઓફીસવાળા)ના ભાભી તા.રરના અવસાન થયેલ છે. બેસણું તા.રપ સોમવાર સાંજે ૪ થી ૬ રજપુતવાડી, ચાંપરાજની બારી પાસે જેતપુર ખાતે રાખેલ છે.

રખમણબેન રામ

વેરાવળ : ચાડુવાવ (વેરાવળ) રખમણબેન લાખાભાઇ રામ (ઉ.વ.૭૫) તે મેરામણભાઇના માતુશ્રી તેમજ ભરતભાઇ, રોહિતભાઇના દાદીમાંનું તા. ૨૨ના અવસાન થયેલ છે. બેસણું તા. ૨૫ને સોમવારે તેમજ ઉત્તરક્રિયા તા. ૨૮ને ગુરૂવારે તેમના નિવાસ સ્થાન રામપીર બાપાના મંદિર પાસે, ચાડુવાવ તાલુકો વેરાવળ ખાતે રાખેલ છે.

શિતલબેન જોષી

રાજકોટઃ ગોંડલ નિવાસી રાજગોર બ્રાહ્મણ અનિલભાઈ ધીરૂભાઈ જોષીના ધર્મપત્ની સ્વ.શીતલબેન (ઉ.વ.૩૭) તે ધીરૂભાઈ નાનજીભાઈ જોષીના પુત્રવધુ, તે ઉમેશભાઈ, જીતુભાઈ તથા રાજેશભાઈના ભાભીનું તા.૨૪ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૮ ગુરૂવારના રોજ જેતપુર રોડ, જયશ્રીનગર, શેરી નં.૫/૬ના ખૂણે, પાર્થ સ્કૂલ પાસે, ગોંડલ તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

કુંદનબેન દક્ષિણી

રાજકોટઃ કુંદનબેન દક્ષિણી તે સ્વ.વેલજીભાઈ પ્રેમજીભાઈ દક્ષિણીનાં પુત્રવધુ તથા સ્વ.દિલીપભાઈ વેલજીભાઈ દક્ષિણીનાં પત્ની તથા નિલેષ, અમિત, સ્વ.મેહુલ અને હીનાબેનના માતુશ્રી તથા ભારતીબેન અને નીરૂબેનનાં ભાભીશ્રી તથા રતીલાલ ગોરધનદાસ દાવડાનાં દિકરી તથા રમેશભાઈ અને સ્વ.ભરતભાઈનાં બહેનશ્રી તા.૨૪ને રવિવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે. સ્વ.નું ઊઠમણું તથા પિયરપક્ષની સાદડી સોમવાર તા.૨૫ના રોજ સાંજે ૫ વાગ્યે ગીતામંદિર, જંકશન પ્લોટ મેઈન રોડ, પોલીસચોકીની બાજુમાં રાખેલ છે.

તરલીકાબેન મેર

રાજકોટઃ બ્રહ્મક્ષત્રિય સ્વ.રામકૃષ્ણ (બાવાભાઈ) ગોકળદાસ મેરના પુત્ર કાંતીલાલ (બટુકભાઈ) રામકૃષ્ણ મેરના પત્નિ તરલીકાબેન (ઉ.વ.૬૫) તે પ્રવિણભાઈ, કિરીટભાઈ, અરવિંદભાઈના ભાભી, પંકજભાઈ, જયેશભાઈ તથા સ્વ.ભાવનાબેન મેહુલકુમાર બગરીયા અમદાવાદના માતુશ્રી તેમજ હર્ષલ, હિતાંષુના દાદી અને હર્ષીત- ધીમહીના નાની તા.૨૩ના રોજ અવસાન પામેલ છે. તેમની પ્રાર્થનાસભા તા.૨૫ના રોજ સાંજે ૫ થી ૬ બ્રહ્મક્ષત્રિય વાડી ખત્રરીવાડ રાજકોટ ખાતે રાખેલ છે.

વિદ્યાબેન દવે

રાજકોટઃ નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણ વિદ્યાબેન હરસુખભાઈ દવે (ઉ.વ.૬૧) તે હરસુખભાઈ જયંતીલાલ દવે (બોઈસર)નાં ધર્મપત્નિ, ભાસ્કરભાઈના માતુશ્રી લલિતભાઈ દવેના ભાભી, સુરેશભાઈ દવેના કાકી તેમજ હેમેન્દ્રભાઈ નાગજી ઓઝા (નાવડા)ના બહેન તા.૨૩નાં રવિવારના રોજ શ્રીજીચરણ પામ્યા છે. તેમનું બેસણું તા.૨૮ના રોજ ગુરૂવારે સાંજે ૪ થી ૬ ચંદ્રેશવાડી, પંચવટી મેઈન રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. પિયર પક્ષનું બેસણું પણ સાથે રાખેલ છે.

રજનીકાંત મણીયાર

રાજકોટઃ જુનાગઢ નિવાસી બ્રહ્મક્ષત્રિય મણીયાર રજનીકાંત લક્ષ્મીદાસ (ભાલુભાઈ) (ઉ.વ.૬૭)નું તા.૨૨ અવસાન થયેલ છે. લોકીક ક્રિયા બંધ રાખેલ છે. તેમની પ્રાર્થનાસભા તા.૨૫ સોમવાર સાંજે ૫ થી ૬ બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડી, સંઘાડીયા બજાર, જૂનાગઢ રાખેલ છે.

મંજુલાબેન અનડકટ

રાજકોટઃ સ્વ.મંજુલાબેન લક્ષ્મીચંદ અનડકટ (ઉ.વ.૭૫) આરતીબેન, પલ્લવીબેન, સ્વ.સંગીતાબેન તથા નીતિનભાઈ લક્ષ્મીચંદ અનડકટ, સ્વ.રજનીભાઈ અનડકટના માતુશ્રી તથા અંકુર અનડકટ અને યજ્ઞેશ અનડકટના દાદીમાનું દુઃખદ અવસાન તા.૨૪ રવિવારના રોજ થયેલ, તેમનું ઉઠમણું તા.૨૫ના રોજ સાંજે ૬ કલાકે ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિર, ૯/૧૦ માસ્તર સોસાયટી, કસ્તુરબા સ્કૂલની બાજુમાં રાખેલ છે.

ઈન્દીરાબેન ધ્રાંગધરીયા

રાજકોટઃ ગુર્જર સુતાર ગાંધીનગર નિવાસી સ્વ.નારણભાઈ ભુરાભાઈ ધ્રાંગધરીયાના પત્ની ગં.સ્વ.ઈન્દીરાબેન (ઉ.વ.૭૩) તે મનીષભાઈ તથા રાજેશભાઈના માતુશ્રી તેમજ લવજીભાઈ ભુરાભાઈ ધ્રાંગધરીયા (રાજકોટ)ના ભાભી તથા નલીનભાઈના ભાભુનું તા.૨૪ રવિવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૫ સોમવારે સાંજે ૫ થી ૭, શ્રી સૌરાષ્ટ્ર લેઉઆ પટેલ સમાજવાડી, સેકટર-૭, ગાંધીનગર ખાતે રાખેલ છે.