Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021
અનમોલ ધુપદાનીવાળા રોહિતભાઇ ઉપાધ્યાયનું દુઃખદ અવસાન : કાલે પ્રાર્થના સભા

રાજકોટ : ઔદિચ્ય ઝાલાવડી બ્રાહ્મણ ચોટીલા નિવાસી : હાલ-રાજકોટ સુમંતલાલ બી. ઉપાધ્યાય (રેલવે રીટા.) ના સુપુત્ર અને નિરૂભાઇ ઉપાધ્યાય (ચોટીલા)ના ભત્રીજા તેમજ મહિમનભાઇ ઉપાધ્યાય ચોટીલાના ભાઇ તથા ધર્મવ્રતભાઇ (અનમોલ એન્ટરપ્રાઇસ)ના મોટાભાગ રોહિતભાઇ (ઉ.વ.પ૦) (અનમોલ એન્ટરપ્રાઇસ) નું ટુંકી બીમારી બાદ તા. ર૪ના શુક્રવારે અવસાન થયેલ છે. સદ્ગતની પ્રાર્થના સભા તા. રપ શનિવારના રોજ સાંજે ૪ થી પ-૩૦ સુધી ગ્રાન્ડ ઠાકર બેંકવેટ હોલ, ગ્રાન્ડ ઠાકર લોજ, જયુબિલિ બાગ પાસે, રાજકોટ ખાતે રાખેલ છે મો.નં. ૯૮રપ૮ ૯૯ર૬૪, ૯૯૧૩રપ૧૬૯૦, ૯૮ર૪૧૧ર૬૯પ, ૭ર૦ર૯૬પર૯૮.

અવસાન નોંધ

કિરીટકુમાર શીલુ

જુનાગઢ : મુળ ભેસાણ નિવાસી હાલ જુનાગઢ કિરીટકુમાર નાથાભાઇ શીલુ (ઉ.વ.૪૪) તે નાથાભાઇ નારણભાઇ શીલુના પુત્ર તેમજ રાજકોટ નિવાસી ગમનભાઇ રતિલાલભાઇ દવેના જમાઇનું તા. ર૩ ના રોજ અવસાન થયેલ છે. સદ્ગત બેસણુ તા. રપ ને શનિવારના રોજ સાંજે ૪ થી ૬ ઓમકારેશ્વર મહાદેવ મંદિર દિપાંજલી સોસાયટી વંથલી રોડ ટીંબાવાડી જુનાગઢ, રાખેલ છે.

રસિકલાલ ખેરડીયા

રાજકોટઃ મ.ક.સ.સુ જ્ઞાતિના રસિકલાલ મણીલાલ ખેરડીયા દરજી (ઉવ.૮૨)   તા.૨૩ના શ્રીજી ચરણ પામેલ છે. તે ધર્મેશ, અલ્પેશ, શૈલેષ, પારૂના પિતાશ્રી તથા સ્વ. મગનલાલ, ઇશ્વરલાલ, હસમુખલાલ, સ્વ. અરવિંદભાઇ  સ્વઃ લીલાવંતીબેન, સ્વ. ઇન્દુમતીબેનના ભાઇ તથા વસંતભાઇ છગનભાઇ યાદવના બનેવીનું તા.૨૫ના શનિવારે ટેલીફોનીક બેસણું ૪ થી ૫ રાખેલ છે. મો.નં. ૯૮૨૪૦ ૪૧૫૫૯, ૮૪૬૦૦ ૧૦૨૧૭, ૭૩૫૯૯ ૬૨૫૧૯, ૯૯૨૪૨ ૭૨૧૩૦, ૯૪૦૮૩ ૨૧૦૯૮.

નૌતમલાલ મહેતા

મોરબી : સ્વ. મણીલાલ ચાંપસીભાઇ મહેતાના પુત્ર નૌતમલાલ મણીલાલ મહેતા (ઉ.વ.૯ર) નૌતમલાલ એન્ડ બ્રધર્સ ચા વાળા તે રજનીભાઇ તથા મુકુંદભાઇના વડીલ બંધુ, નિલેશભાઇ, કેતનભાઇ, સંજીવભાઇ, સંગીતાબેન, અને વંદનાબેનના પિતાશ્રી પ્રિયલ, મિત, મૈત્રી, શ્રુતિ અને ડિમ્મીના દાદા તથા ત્રિભોવનદાસ નાગજીભાઇ મહેતા જામનગરના જમાઇનું તા. ર૪ ને શુક્રવાર અવસાન થયેલ છે. ઉઠમણું તા. રપ મીએ સવારે ૧૦ કલાકે તેમજ પ્રાર્થના સભા સવારે ૧૦.૩૦ કલાકે વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિની વાડી, નવા ડેલા રોડ, મોરબીમાં રાખેલ છે.

કોકીલાબેન મુછાળા

રાજકોટઃ મોઢ માંડલીયા વણિક કોકીલાબેન ધીરૂભાઈ મુછાળા (ઉ.વ.૭૧) નિવૃત જજ ધીરૂભાઈ મુછાળાના પત્નિ અને મઠવાવાળા સ્વ.કૃષ્ણકાંતભાઈ, સ્વ.વિનુભાઈ, ભારતીબેન, નયનભાઈ નાણાવટીના બહેન તથા દિલીપભાઈ મુછાળા, ધારીનાં ભાભી,  અશ્વિનભાઈ અને કિરીટભાઈ પટેલ, રાજકોટનાં મામીનું રાજકોટ ખાતે તા.૨૨ના રોજ અવસાન થયેલ છે. જેનું વર્તમાન પરિસ્થિતિને લઈને ટેલીફોનીક બેસણું તા.૨૪ શુક્રવારે સાંજે ૪ થી ૫ કલાકે રાખેલ છે. દિલીપભાઈ મો.૭૮૭૮૬ ૩૧૦૫૫, અશ્વિનભાઈ પટેલ મો.૯૮૨૫૨ ૯૫૯૫૫, કિરીટભાઈ પટેલ મો.૯૮૭૯૮ ૭૧૮૧૮, નિતીનભાઈ અંબાણી મો.૯૪૨૬૯ ૯૮૫૨૨

લાભુબેન સોનછત્રા

રાજકોટ : જામનગર - અલીયાબાડા નિવાસી સ્વ. વ્રજલાલ હરીલાલ સોનછાત્રાના ધર્મપત્નિ લાભુબેન (ઉ.વ.૭૯) તે મણીલાલ હીરજી ગઢીયા (વીરપુર - જલારામ)ના પુત્રી, તે સ્વ.રાજેશભાઈ, ભાવેશભાઈ, મનોજભાઈ (જોનીભાઈ), પરેશભાઈ (કાનાભાઈ), મીનાબેન નરેન્દ્રકુમાર જોબનપુત્રા (રાજકોટ) તથા હિનાબેન વિનોદકુમાર વસાણી (સુરેન્દ્રનગર)ના માતુશ્રી, તે અભિષેક અને વત્સલના દાદી તા.૨૪ના શુક્રવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તથા પિયર પક્ષની સાદડી તા.૨૫ના શનિવારના રોજ સાંજે ૪ થી ૫ વાગ્યે તેમના નિવાસ સ્થાન ચોરા પાસે, અલીયાબાડા ખાતે રાખેલ છે.

નટવરલાલ ચગ

રાજકોટઃ નિવાસી સ્વ.નટવરલાલ લીલાધર ચગ (ઉ.વ.૯૨), તે અરૂણભાઈ, ભરતભાઈ, સ્વ.નરેન્દ્રભાઈ, સ્વ.પરેશભાઈ, સ્વ.પંકજભાઈ તથા માલાબેન જીવરાજાનીના પિતાશ્રીનું તા.૨૩ ગુરૂવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા બેસણું તા.૨૫ શનિવારના રોજ સાંજે ૪ થી ૫:૩૦ કલાકે જનકલ્યાણ સોસાયટી હોલ ખાતે રાખેલ છે.

પ્રેમજીભાઈ ચાવડા

રાજકોટઃ પ્રેમજીભાઈ ભાણજીભાઈ ચાવડા (ઉ.વ.૯૩) તે ગં.સ્વ.નર્મદાબેનના પતિ, સુરેશભાઈ, ચંદુભાઈ, પ્રવિણભાઈ તથા ભરતભાઈ ચાવડાના પિતાશ્રી તા.૨૨ને બુધવારના રોજ રામચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૪ને શુક્રવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાન 'ભરતકુંજ' ૧- રામનગર, ગોંડલ રોડ, પી.ડી.એમ. કોલેજ પાસે, રાજકોટ ખાતે રાખેલ છે. મો.૯૩૭૭૭ ૦૮૨૧૪, મો.૯૭૨૭૪ ૭૪૫૪૬

શોભાબેન તન્ના

રાજકોટઃ જીવાપર નિવાસી હાલ રાજકોટ શોભાબેન અરવિંદભાઈ તન્ના જે મુકેશ, મનિષ, ચેતનાના માતુશ્રી ધર્મેશના ભાભુ તેમજ હસમુખભાઈ, ભરતભાઈના ભાભી તેમજ ખારી નિવાસી સ્વ.રમણીકભાઈ દેવચંદભાઈ સવાણીના બેન જે તા.૨૩ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું ઉઠમણું અને પિયર પક્ષની સાદડીના તા.૨૫ને શનિવારના રોજ સાંજે ૪ થી ૫ રાખેલ છે. ન્યુ સ્વાતિ પાર્ક શિવ મંદિરે રાખેલ છે.