Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021
કાલાવડ (શીતલા) નિવાસી મનસુખભાઇ (બટુકભાઇ) ગોવિંદભાઇ ઉનાગરનું અવસાન

કાલાવડ શીતલાઃ કાલાવડ નિવાસી મનસુખભાઇ (બટુકભાઇ) ગોવિંદભાઇ ઉનાગર (ઉ.વ.૬૭) તે બાબાભાઇ તથા દિપકભાઇના મોટાભાઇ તથા ભાવેશભાઇ (મો.૭૯૮૪૬ ૩૩૧૦૪), અશોકભાઇ (રામ) (મો.૮૪૦૧૫ ૦૦૩૦૩)ના પિતાશ્રીનું ગઇકાલે તા.૨૨ના શુક્રવારે અવસાન થયેલ. છે. સદ્ગત સરળ સ્વભાવના અને ધર્મ પરાયણ હતા. વેપારીવર્ગમાં સારી લોકચાહના ધરાવતા હતા. સદ્ગતનું બેસણું તા.૨પ, સોમવારે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન કાલાવડ (શીતલા) ખાતે રાખેલ છે.

અવસાન નોંધ

કોર્પો.ના રીટા.ડે. કમીશ્નર શરદકુમાર આશરનું દુઃખદ અવસાન

રાજકોટઃ નવ ગામ ભાટીયા શરદકુમાર જમનાદાસ આશર (ઉ.વ.૮૭) રીટાયર્ડ ડેપ્યુટી કમીશ્નર, રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશન, તે દર્શિત, શ્રુતિબેનના પિતાશ્રી તા.૨૨ શુક્રવારના રોજ અવસાન પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૪ રવિવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. દર્શિતભાઈ  આશર મો.૯૮૨૪૫ ૨૯૮૩૭, મોનાબેન આશર મો.૯૯૨૫૪ ૮૯૬૯૮, ભાવેશભાઈ આશર મો.૯૪૨૬૮ ૧૬૧૬૧, નિમેષભાઈ આશર મો.૯૮૨૫૪ ૧૮૨૮૪, શ્રુતિબેન સંપટ મો.૯૬૦૧૭ ૩૭૫૯૯

કુમેશભાઈ ટીલાવત

રાજકોટઃ વડાળી નિવાસી હાલ રાજકોટ સ્વ.મનસુખભાઈ ટીલાવતના પુત્ર કુમેશભાઈ ટીલાવત (ઉ.વ.૪૨) તે સ્વ.જેન્તીભાઈ, રમેશભાઈ, સ્વ.જીતેન્દ્રભાઈના ભત્રીજા તે રજનીભાઈના મોટાભાઈ તે શુભમના પિતાશ્રીનું તા.૨૨ શુક્રવારના રોજ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા.૨૫ સોમવારના રોજ તેમના નિવાસસ્થાન મું.મહિકા, ભાવનગર હાઈ-વે, રાધીકા રેસિડેન્સી બ્લોક નં.૪૫ ખાતે સાંજે ૪ થી ૬ કલાકે તથા ઉત્તરક્રિયા તા.૨૮ના ગુરૂવારે રાખવામાં આવી છે. રજની મો.૯૧૦૬૯ ૦૪૩૮૫,  શુભમ મો.૯૨૬૫૫ ૩૬૬૦૨

દક્ષાબેન અગ્રાવત

રાજકોટઃ (મુળ ધુળકોટ)ના નિવાસી દક્ષાબેન ચંદુભાઈ અગ્રાવત (દિનતા) (ઉ.વ.૫૨) તે ચંદુભાઈના ધર્મપત્નિ તેમજ દુલેરાયના ભાઈના ધર્મપત્નિ પ્રવિણભાઈના ભાભી કમલેશ, સાગરના મમ્મી પિયુષના કાકી તા.૨૨ના રોજ રામચરણ પામેલ છે. તેમનું બેસણું તા.૨૫ને સોમવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને રાખેલ છે. નવલનગર-૯, વિશ્વેશ્વર મંદિર પાસે મવડી મેઈન રોડ મો.૯૯૭૯૧ ૦૫૭૮૭, મો.૯૮૨૪૫ ૨૭૭૦૨

હરેશભાઈ કામલીયા

રાજકોટઃ કારડિયા રાજપુત સ્વ.હરેશભાઈ અમરસિંહભાઈ કામલીયા (ન્યુ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કાું.) તે શુભમ, પુજા, આયુષીના પિતાશ્રી તથા મુકેશભાઈ જેઠિસિંગભાઈ કામલીયા, યોગેશ ભુપતભાઈ કામલીયા, કિશોરભાઈ (સુરેશભાઈ) અમરસિંહભાઈ કામલીયા, ઈન્દ્રજીતભાઈ (કાળુભાઈ) અમરસિંહભાઈ કામલીયા, પ્રતાપભાઈ (લાલાભાઈ) અમરસિંહભાઈ કામલીયા અને ધર્મેશભાઈ અમરસિંહભાઈ કામલીયાના મોટાભાઈ તથા જતિનકુમાર રમણીકભાઈ પરમાર, વિપુલભાઈ ઉમેશભાઈ સોલંકીના સસરાનું તા.૨૨ શુક્રવારના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૨૫ સોમવારે સાંજના ૪ થી ૬ કારડિયા રાજપુત સમાજ વાડી, મવડી ચોકડી, ૧૫૦ ફૂટ રીંગ રોડ ખાતે રાખેલ છે.

પ્રિતેશ શાહ

રાજકોટઃ પ્રિતેશ મુકુલભાઈ શાહ (ઉ.વ.૩૮) તે સ્વ.મુકુલભાઇ ઉત્તમચંદ શાહના પુત્ર, ક્રિશના પિતા તથા મોરબી નિવાસી સ્વ.ભોગીલાલ રતિલાલ દોશીના ભાણેજનું તા.૨૨ના રોજ અવસાન થયેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

રવિશંકર જાની

રાજકોટઃ ચા.મ.મોઢે બ્રાહ્મણ મૂળ ગામ ટંકારા હાલ રાજકોટ રવિશંકર લક્ષ્મિશંકર જાની (ઉ.વ.૮૮) (રવિ આર્ટ સ્ટુડિયો, ટંકારા) તે ચંદુલાલ એલ.જાનીના મોટાભાઈ તેમજ વિનોદરાય જાની, દુર્ગેશભાઈ જાની અને વીણાબેન અનંતરાય દવે (વિરવાવ- ટંકારા), નિરૂપમાબેન ભરતકુમાર ત્રિવેદી (મોરબી)ના પિતાશ્રી તેમજ મયુરભાઈ, ગૌરાંગભાઈ, દર્શનાબેન જાની અને બિંદુબેન દિપકકુમાર ત્રિવેદી (લાલપુર)ના દાદા તેમજ સ્વ.રતિલાલ રાજારામ જાની (જબલપુર- ટંકારા)ના જમાઈનું તા.૨૨ને શુક્રવારના રોજ કૈલાશ ગમન થયેલ છે. ઉઠમણું તેમજ પિયર પક્ષનું બેસણું તા.૨૫ને સોમવારના રોજ કૃષ્ણકુંજ, સત્યમ પાર્ક શેરી નં.૫, મોરબી જકાત નાકા પાસે, રાજકોટ ખાતે તેમના નિવાસ સ્થાને સાંજે ૪ થી ૫ રાખેલ છે. વિનોદભાઈ મો.૭૫૬૭૦ ૭૯૧૩૬, દુર્ગેશભાઈ મો.૯૫૮૬૪ ૯૧૦૩૦, મયુર મો.૯૮૭૯૯ ૪૯૬૪૦

સુશીલાબેન મહેતા

જામનગર : વાંકાનેર નિવાસી હાલ જામનગર, ઔદિચ્ય સહસ્ત્ર ઝાલાવાડી બ્રાહ્મણ ગં. સ્વ. સુશીલાબેન વાસુદેવભાઇ મહેતા (નિવૃત નર્સિંગ સ્કુલ પ્રિન્સીપાલ (ઉ.વ.૭૮) છે. તેઓ સ્વ. વાસુદેવભાઇ ભાઇશંકર મહેતા (મામા ડેરીવાળા) ના પત્ની, હર્ષાબેન મુકેશકુમાર, દિપકભાઇ, હિનાબેન અતુલકુમાર, નીલાબેન વિજયકુમારના માતા, ડો. મુકેશકુમાર, જાગૃતિેબેન, અતુલકુમાર, વિજયકુમારના સાસુ તેમજ સ્વ. પાર્થીવ, કૃણાલના દાદી, પ્રીયંકાના વડસાસુ, કહાના વડદાડીનું અવસાન થયું છે. ઉઠમણું તા. રપ સોમવારે સાંજે ૪-૩૦ થી પ વાગ્યે જડેશ્વર મહાદેવ મંદિર પટેલ કોલોની ૬-૪ ખાતે રાખેલ છે. 

પ્રવિણભાઇ વ્યાસ

જેતપુર : પ્રવિણભાઇ ચીમનલાલ વ્યાસ (હાલ અમદાવાદ) (ઉ.વ.૬પ), તે સુધાબેનના પતિ, ધવલભાઇ, દિપ્તીબેન કેતનકુમાર જોષી ઉપલેટા, જાનકીબેન રાજેશકુમાર જોષી -કેશોદ, નમ્રતાબેન જીતેન્દ્રકુમાર જોષી, કેશોદ, તૃપ્તિબેન જતીનકુમાર જાની-જુનાગઢના પિતાશ્રી, માધવીબેનના સસરા, તથા બળવંતરાય અને વિજયભાઇ ગૌરીશંકર મહેતાનન બનેવીનું તા. ર૧ ને ગુરૂવારનાં રોજ અવસાન થયેલ છે.

હેમકુંવરબેન ભાયાણી

બગસરા : હેમકુંવરબેન ધનજીભાઇ ભાયાણી તે નલિનભાઇ તથા કિશોરભાઇ તથા ભરતભાઇના માતૃશ્રીનું તા. ર૦ ને બુધવારના રોજ અવસાન થયેલ છે. બેસણું તા. ર૩ ને શનિવારના રોજ સાંજે ૪ થી ૬ પોતાના નિવાસસ્થાને રાખેલ છે. 

બગસરાના મણીબેનનું ૧૦પ વર્ષની વયે નિધન

બગસરા : સ્વ. બાવચંદભાઇ લાખાભાઇ સિધ્ધપુરાના ધર્મ પત્ની સ્વ. મણીબેન બાવચંદ ભાઇ સિધ્ધપુરા (ઉ.વ.૧૦પ) તે કાળુભાઇ તથા અશોકભાઇના માતૃશ્રીનું તા. ૧૯ ને મંગળવારના રોજ અવસાન થયેલ છે.

પુષ્પાબેન દોશી

રાજકોટઃ જૂનાગઢ નિવાસી સ્વ.ગોરધનદાસ મુળજીભાઈ કામદારની પુત્રી પુષ્પાબેન હરીલાલ દોશી (ઉ.વ.૭૭) રાજકોટ મુકામે તા.૨૧ના રોજ અરિહંત શરણ પામેલ છે. તેમનું ઉઠમણું તથા પ્રાર્થના સભા તા.૨૩ શનિવારે સવારે ૧૦ કલાકે રાખેલ છે. સ્થળ- દિગંમ્બર જૈન મંદિરે, પંચનાથ પ્લોટ, શાસ્ત્રી મેદાન સામે, રાજકોટ.