Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018
ઉમેદ (અજય) ભાઇ બગથરીયાનું દુઃખદ અવસાનઃ સોમવારે બેસણુ

રાજકોટ : ઉમેદ (અજય) બગથરીયા (ઉ.૬૬) તે સ્વ. વાલજીભાઇ રાઘવજીભાઇ બગથરીયાના પુત્ર તેમજ મનસુખભાઇ (નિવૃત રેલ્વે કર્મચારી રાજકોટ) અને હર્ષદભાઇ બગથરીયા (મુંબઇ-વીરાર) ના ભાઇનું તા. રર ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણુ તા. રપ ને સોમવારે વાણંદ જ્ઞાતિની વાડી ર, લક્ષ્મીનગર, રાજકોટ ખાતે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

 

 

અવસાન નોંધ

મેટોડાના બાપા સીતારામ ભજીયાવાળા સુરેશદાસ મહારાજનું અવસાન

મેટોડા : નિવાસી સુરેશદાસ અમરદાસ વિષ્ણુસ્વામી (ઉ.વ.૪૮) મહારાજ તેવો નિકાવા નિવાસી સાધુશ્રી હસમુખભાઇ અમરદાસના નાનાભાઇ તથા શૈલેષભાઇના મોટાભાઇ મેટોડા નિવાસી કૃણાલ સુરેશદાસ તથા કૌશીકના પિતાનું તા. ર૧ ના રોજ અવસાન થયેલ છે.

ધોરાજીના વ્હોરા સમાજના મોભી નુરૂદ્દીનભાઇની વફાત

જસદણ : ધોરાજી નિવાસી દાઉદી વ્હોરા નુરૂદ્દીનભાઇ કાસમઅલીભાઇ (ઉ.વ.૮ર) તે ફખરૂદ્દીનભાઇ મ. હુસૈનભાઇ, તાહેરભાઇ, જેતુનબેન, બિલ્કીસબેન(મુંબઇ)ના ભાઇ, અબ્બાસભાઇ, સૈફૂદ્દીનભાઇ, મુસ્તુફાભાઇ, સમીનાબેન (ભાવનગર)ના પિતા તા. રર જુન શુક્રવારના રોજ ધોરાજીમાં વફાત પામેલ છે. મર્હુમની જીયારતના સિપારા (કુઆર્નખ્વાની) તા. ર૪ જુન રવિવારના રોજ બપોરે બાર વાગ્યે સૈફી મસ્જિદ ધોરાજી રાખેલ છે.

ગોવર્ધનજી ઉપાધ્યાયના પત્નિ સાવિત્રીબહેનનું અવસાન

રાજકોટઃ ગોવર્ધનજી ઉપાધ્યાય વિધાયકના ધર્મપત્નિ સાવિત્રીબેનનું તા.૨૨ના દુઃખદ અવસાન  થયેલ છે. સદ્ગતના અંતિમ સંસ્કાર આજે બપોરે ૧૨ વાગે આંનદપુર (મધ્યપ્રદેશ)  ખાતે નિકળી હોવાનુ મધુભાઇ ઉનડકટ (સેવનસ્ટાર, રાજકોટ) એ જણાવ્યું હતું.

જયાબેન બારડ

રાજકોટઃ જુનાગઢ નિવાસી જયાબેન  ગોરધનભાઇ બારડ (ઉ.વ.૭૫) તે કે.જી. બારડ (જિ.શિ.અ.કચેરી, જુનાગઢ) હરેશભાઇ (સમાજ કલ્યાણ કચેરી, ગીરસોમનાથ) અને મહેશભાઇ (એફ.પી.ઓ કચેરી, જુનાગઢ)ના માતુશ્રીનું   તા.૨૩ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા.૨૫ના સોમવારે સાંજે ૫ થી ૬ સર્વોદયનગર, જોષીપુરા નિવાસ સ્થાને રાખેલ છે.

મંજુલાબેન પંડયા

ગોંડલ : મૂળ ગોંડલ નિવાસી હાલ જુનાગઢ ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ નંદલાલ મણિશંકર પંડયાના ધર્મપત્ની મંજુલાબેન ઉ.વ.૭૬ તે જગદીશભાઇ (રિટાયર્ડ ટ્રેઝરી સ્ટાફ) તેમજ નિરંજનભાઇ (વેરાવળ કોર્ટ), કમલેશભાઇ (જામનગર) તથા ધૈર્યના દાદીનું તા. રર ના અવસાન થયેલ છે. બેસણું તા. રપ સોમવાર સાંજે ૪ થી ૬ દરમિયાન શ્રી ઓમકારેશ્વર મહાદેવ મંદિર જૂનાગઢ ખાતે રાખેલ છે.

મુકુંદરાય પુરોહિત

ધોરાજીઃ મુળ નેસડી હાલ ધોરાજી નિવાસી મુકુંદરાય જટાશંકર પુરોહિત (ઉ.વ.૮૦) તે વિરેન્દ્રભાઇ તથા ભાવેશભાઇના પિતાશ્રી તેમજ નિહાર તથા ખુશનાં દાદા તેમજ જસવંતભાઇ, વિનોદભાઇ, દિલીપભાઇ તથા સુરેશભાઇનાં મોટાભાઇ મુળ જમનાવડ નિવાસી સ્વ.રામશંકર દયાશંકર ભટ્ટનાં જમાઇનું અવસાન તા.રરના રોજ થયેલ છે. જેનું ઉઠમણું તથા સાસરા પક્ષની સાદડી તા.રપને સોમવારે સાંજે ૪ થી ૬, લેઉઆ પટેલ સમાજ (વિભાગ નં.ર) જમનાવડ રોડ, ધોરાજી મુકામે રાખેલ છે.

મુકતાબેન દલસાણીયા

રાજકોટઃ સ્વ.મુકતાબેન જીવરાજભાઇ દલસાણીયા (ઉ.વ.૬૪) મું. મોરૂકા (ગીર), હાલ રાજકોટ તે હરસુખભાઇ તથા કેતનભાઇના માતુશ્રીનું તા.રરના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.ર૩ના શનિવારે, સાંજે ૪ થી ૬ પ્રથમ હાઇટસ, જુની ટીબી હોસ્પિટલ પાછળ, ગોંડલ રોડ ખાતે તથા તાલાલા બેસણું તા.રપ સોમવારે, સવારે ૮ થી ૧૧, કડવા પટેલ સમાજ, ગલીયાવાડ રોડ, તથા જુનાગઢ બેસણું તા.રપ સોમવારે સાંજે ૪ થી ૬ સવન સિમ્ફની એપાર્ટમેન્ટ, હરી ઓમનગર, ઝાંઝરડા રોડ, જુનાગઢ ખાતે રાખેલ છે.

સવજીભાઇ કારેણા

રાજકોટઃ સવજીભાઇ નાનજીભાઇ કારેણા (ઉ.વ.૭૪) (નિવૃત એસ.ટી.) તે રાજેશ તથા જિજ્ઞેશના પિતાશ્રી તથા ગોંડલ વાળા રવજીભાઇ તથા મનુભાઇના નાનાભાઇનું તા.રરના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.ર૩ને શનિવારે સગર જ્ઞાતિની વાડી માર્કેટીંગ યાર્ડ સામે શકિત સોસાયટી, સાંજે પ થી ૭ તથા તા.રપને સોમવારનાં ગોંડલ મુકામે  સગર જ્ઞાતિની વાડી ભગવતપરામાં સાંજે ૪ થી ૬ રાખેલ છે.

ચીમનભાઇ ગાજીપરા

ગોંડલ : ચીમનભાઇ હરદાસભાઇ ગાજીપરા (ઉ.વ.૫૨) ત. મિલન, ડિમ્પલબેન દિપકભાઇ ખુંટ, રાધિકાબેન હિતેષભાઇ બોદરા, ના પિતા નું તા. ૨૧ ના રોજ અવસાન થયેલ છે બેસણું તા. ૨૫ ને સોમવારે સવારે ૮ થી ૧૦ તેમના નિવાસ્થાન ગીતાનગર-૧ શેરી નં.૧૨ ગોંડલ મુકામે રાખેલ છે.

 ભાનુમતીબેન મહેતા

રાજકોટઃ ધોરાજી નિવાસી સ્વ. મોહનભાઇ દલપતરામ મહેતાના ધર્મપત્નિ ગં.સ્વ. ભાનુબેન, (ઉ.વ.૮૮) તે રાજુભાઇ (રાજદિપ ટ્રાવેર્લ્સ) રેખાબેન, નિતાબેન, બિંદુબેન, ભાવનાબેનના માતૃશ્રી તથા દર્પણ અને નિધિબેન મોદીના દાદીમાં તથા પ્રભાકરભાઇ પરસોતમભાઇ લાઠીયાના સુપુત્રીનું તા.૨૨ને શુક્રવારે સવારે ૭:૪૫ વાગ્યે અરિહંત શરણ પામેલ છે. સદ્ગતનું ઉઠમણું તા.૨૪ને રવિવારે સવારે ૧૦ વાગે શ્રી ગોંડલ સંઘના ઉપાશ્રય, સ્ટે. પ્લોટ, ધોરાજી ખાતે રાખેલ છે. દરેક લૌકીક ક્રિયા બંધ રાખેલ છે.

વલ્લભભાઇ પરમાર

 રાજકોટઃ જીલ્લો જામનગર, તાલુકો- કાલાવડ, મુ. મુરિલાનાં લુહાર વલ્લભભાઇ સવજીભાઇ પરમાર તે શ્રી ગોવિંદભાઇ તથા પ્રવિણભાઇ તેમજ મંજુબેન અને જોશનાબેનના પિતા તથા ભગવાનજીભાઇ હંસોરા અને સંજયભાઇ સોલંકીના સસરા તથા પ્રદિપના દાદાનું તા.૨૨ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા.૨૫ને સોમવારના રોજ સાંજે ૫ થી ૭ મુળીલા ખાતે તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

હરકાંતાબેન વૈષ્ણવ

રાજકોટ : હરકાંતાબેન જી. વૈષ્ણવ (ઉ.વ.૯૪) તે શીલેશભાઇ (ઇસરો), હિતેશભાઇ (બેંક ઓફ ઇન્ડિયા), રક્ષાબેન, ડો. કલ્પનાબેન તેમજ તૃપ્તીબેનના માતુશ્રીનું તા. ૨૧/૬ ના રોજ અવસાન થયેલ છે. ઉઠમણું આજે તા. ૨૩/૬ ના રોજ સાંજે ૫ થી ૬ વાગ્યા સુધી ટાગોર માર્ગ નાગરબોર્ડીગ ખાતે રાખેલ છે.

હર્ષિદાબેન ઠાકર

રાજકોટ : નિવાસી હડીયાણા ચોવીસીના અ. સૌ. હર્ષિદાબેન રસીકચંદ્ર ઠાકર (ઉ.વ.૭૮) તે રસીકચંદ્ર ત્રિભોવનદાસ ઠાકરના ધર્મપત્નિ તથા ઋષિભાઈ, કાર્તિકભાઈ ઠાકરના માતુશ્રી તેમજ તે સ્વ. ગીરજાશંકર શુકલાના પુત્રીનું તા.૨૩ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૫ને સોમવારના રોજ સાંજે ૫ થી ૬ પંચનાથ મંદિરે રાખેલ છે.

અવિનાશભાઈ ગણાત્રા

રાજકોટ : મારૂતિ વોટર સપ્લાયર્સ તથા મારૂતિ રોડલાઈન્સવાળા અવિનાશભાઈ (દિનુબાપા) મથુરાદાસ ગણાત્રા તે મંજુલાબેનના પતિ તથા કૃણાલ ગણાત્રા, હિરલ ગણાત્રાના પિતાશ્રી તથા જીયાણાવાળા સ્વ.મોહનભાઈ મોરારજીભાઈ રાચ્છના જમાઈનું તા.૨૨ના શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતની બંને પક્ષની પ્રાર્થનાસભા તા.૨૩ને શનિવારે સાંજે ૫ થી ૬ રાષ્ટ્રીય શાળા, રાજકોટ મુકામે રાખેલ છે.

દિપકભાઈ બાળા

રાજકોટ : જામનગર નિવાસી ખવાસ જ્ઞાતિના દિપક હીરાલાલ બાળા (ઉ.વ.૫૨) તે જેટકો - જામનગર, ૬૬ કે.વી. બી.એસ.એસ.વાળા, હરીરા તથા પ્રભુલાલના પિતરાઈ ભાઈ અને અરવિંદભાઈ ચાવડાના જમાઈનું તા.૨૨ના અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૨૫ને સોમવારના સાંજે ૬ થી ૬:૩૦ કાશી વિશ્વનાથ મંદિર મુકામે ભાઈઓ તથા બહેનોનું રાખેલ છે.

 ગગજીભા પરમાર

રાજકોટઃ ક્ષત્રિય કારડીયા રાજપુત ગગજીભા પાંચાભા પરમાર (ઉ.વ.૮૪) તે હરીસિંહ, હેમુભા (દરબાર), અજીતસિંહ ગગજીભા પરમારના પિતાશ્રી તેમજ સાગરસિંહ, રાહુલસિંહ, ઉદયસિંહ, હિનાબા, મયુરીબાના દાદાનું  તા.૨૨ને શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા.૨૫ને સોમવારે સાંજે ૪ થી ૬ કલાકે ૫/૧૫ રણછોડનગર, રાજપુત વાડી, રાજકોટ ખાતે રાખેલ છે.