Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019
નાગરીક બેન્કના ડાયરેકટર ડાયાભાઈ ડેલાવાળાના ધર્મપત્નિ જમનાબેનનું દુઃખદ અવસાન :સાંજે તેમના નિવાસસ્થાનેથી સ્મશાનયાત્રા : ગુરૂવારે બેસણું

રાજકોટ : કસ્તુરચંદ ખેતશી ડેલાવાળા (ડાયરેકટર - નાગરીક બેન્ક)ના ધર્મપત્નિ જમનાબેન (ઉ.વ.૭૭) તે ગોપાલભાઈ અને નિકુંજભાઈના માતુશ્રી તથા કનુભાઈ ડેલાવાળા (કિર્તનકાર), પ્રવિણભાઈ ડેલાવાળા, જયસુખભાઈ ડેલાવાળા, ગુણવંતભાઈ ડેલાવાળા (પ્રમુખ - સરગમ કલબ) અને વિનુભાઈ ડેલાવાળા (શ્રીજી ગૌશાળા)ના ભાભીનું આજરોજ તા.૨૨ના મંગળવારના રોજ તા.૨૨ને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતની સ્મશાનયાત્રા આજે સાંજે તેમના નિવાસસ્થાને હટકેશ્વર ચોક, બેડીનાકા ટાવરની અંદર કરશનજી મુલચંદની શેરી, જૂના દરબાર પાસે ત્યાંથી રામનાથપરા મુકિતધામ સ્મશાનયાત્રા જશે. સદ્દગતનુ બેસણું તા.૨૪ના રોજ સવારે ૯ થી ૧૦ રાષ્ટ્રીય શાળા (મધ્યસ્થ ખંડ) રાજકોટ ખાતે રાખેલ છે.

અવસાન નોંધ

વિરજીભાઇ લખતરીયા

રાજકોટઃ સ્વ.  રવજીભાઈ ભુરાભાઈ લખતરિયા ના સૌથી નાના પુત્ર   વિરજીભાઈ રવજીભાઈ લખતરિયા, જે સ્વ. ચતુરદાસ પ્રભુદાસ લાંઘણોજાના મોટા જમાઈ, જે સ્વ. ઠાકરશીભાઈ તથા મોહનભાઈ ના  નાનાભાઈ તથા નીતિનભાઈ તથા કેતનભાઇના પિતાશ્રી તથા સ્વ. નરેન્દ્રભાઈ તથા જયંતીભાઈ, ધીરુભાઈ, ભરતભાઈ, હસમુખભાઈ, રમેશભાઈ, રાજેન્દ્રભાઈના કાકા નું તા. ૨૧  સોમવારના રોજ દુઃખદ  અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. ૨૪ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬, કોમન હોલ,  સવન સ્ટેટ્સ , અર્જુન પાર્ટી પ્લોટ પાસે, નવો ૧૫૦ ફૂટ રીંગ રોડ, મોટા મૌવા રાજકોટ મુકામે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

ચંપાબેન અગ્રાવત

રાજકોટઃ મુળ ચીભડા નિવાસી હાલ રાજકોટ શ્રી નવલરામ રામચંદ્ર અગ્રાવતના ધર્મપત્નિ (ઉ.વ.૮૨) ચંપાબેન તે ભાવનાબેન પ્રફુલકુમાર નિરંજની, અશોકભાઈ અગ્રાવત, યશવંતભાઈ અગ્રાવત, દિનેશભાઈ અગ્રાવતના માતુશ્રી તેમજ હાર્દિકભાઈ, ચીરાગભાઈના દાદી રામચરણ પામેલ છે. તેમનું બેસણું તા.૨૪ ગુરૂવારના રોજ ૪:૩૦ થી ૫:૩૦ કલાકે રાતીયા હનુમાન મંદીર (સાંઈબાબા ધામ) આમ્રપાલી સીનેમા વાળી શેરી ખાતે રાખેલ છે.

કંચનબેન યાજ્ઞીક

રાજકોટઃ ગં. સ્વ. કંચનબેન મનસુખભાઇ યાજ્ઞીક તે જયેશભાઇ યાજ્ઞીક-રાજકોટ, નયનભાઇ યાજ્ઞીક-અમદાવાદ તથા હિનાબેન પંકજકુમાર ઠાકર-ધારીના માતુશ્રી તથા રૂતુબેન, હર્ષ, મિત, રાહીના દાદીમાંનું તા.ર૧ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.ર૪ને ગુરૂવારે સાંજે ૪ થી ૬, આદિત્ય રેસીડેન્સી, ચોબારી રોડ, જૂનાગઢ મુકામે રાખેલ છે.

કિરીટભાઇ રાઠોડ

રાજકોટઃ સોરઠીયા દરજી શાંતિલાલ પરસોતમભાઇ રાઠોડના પુત્ર કિરીટભાઇ (ઉ.વ.૪૪)નું તા.ર૦ના અવસાન થયુ છે. તે જીતુભાઇ, સંજયભાઇના ભત્રીજા, રાજેશભાઇ જયેશભાઇ મયુરભાઇના ભાઇ તેમજ આર્યનના પિતા તથા દિવ્યેશના કાકા તેમજ દિલીપભાઇ ગાંડાલાલ જેઠવા (ગોંડલ)ના જમાઇનું બેસણું તા.ર૪ને ગુરૂવારે સાંજે ૪ થી ૬, સોરઠીયા દરજી જ્ઞાતીની વાડી રૈયા રોડ ખાતે રાખેલ છે.

મહેન્દ્રસિંહ જાડેજા

રાજકોટઃ ગામ ઠેબચડા હાલ રાજકોટ તિરૂપતિ સો. ગોવુભા શીવુભા જાડેજાના નાનાભાઇ મહેન્દ્રસિંહ શીવુભા જાડેજાનું તા.ર૦ના અવસાન થયેલ છે. બેસણું તા.ર૪ને ગુરૂવારે નિવાસસ્થાને સાંજે ૪ થી ૬, તેમની ઉતરક્રિયા તા.ર૬ને શનિવારના રાખેલ છે.

લીલીબેન લામકા

રાજકોટઃ રાજકોટ (બેડીપરા) નિવાસી ભરવાડ વિઠ્ઠલભાઇ મોહનભાઇ લામકાના ધર્મપત્ની લીલીબેન વીઠ્ઠલભાઇ લામકા (ઉ.વ.પ૦)નું તા.૧૯ના અવસાન થયેલ છે. તેઓ સાગરભાઇ તથા વિજાભાઇ વિઠ્ઠલભાઇ લામકાના માતુશ્રીની ઉતરક્રિયા તા.રપને શુક્રવારે, બેડીપરા, ભલાભરવાડની શેરી, ભાવનગર રોડ ખાતે રાખેલ છે.

ભાનુશંકર જોષી

રાજકોટઃ સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ મૂળ સાવરકુંડલા હાલ અમદાવાદ ભાનુશંકર શાંતિલાલ જોષી તે અતુલભાઇ બી. જોષી, રેખાબેન કાંતિલાલ મહેતા તથા સુધાબેન રામચંન્દ્ર દવેના પિતાશ્રી અને ભીખેશભાઇ જોષી (અમરેલી) ના કાકાનું તા. ર૧ના અમદાવાદ ખાતે અવસાન થયેલ છે. બેસણું તા. ર૪ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાન એ/૧૩૮, નમ્રતા ટેર્નામેન્ટ, પારસનગર પાસે વટવા રોડ, ઇસનપુર, અમદાવાદ ખાતે રાખેલ છે.

લખમણભાઇ ગિરનારા

કેશોદઃ સ્વ. લખમણભાઇ મેપાભાઇ ગિરનારા તે ભિખાભાઇ, દિનેશભાઇ, સુરેશભાઇના પિતાશ્રીનું તા. ર૧ ના અવસાન થયેલ છે. બેસણું તા. ર૪ને ગુરૂવારે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને રાખેલ છે.  ઉત્તરક્રિયા તા. ૩૧ ગુરૂવારે રાખેલ છે.

ચંદ્રીકાબેન દવે

જુનાગઢઃ શ્રી ઔદીચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ જૂનાગઢ નિવાસી ચંદ્રિકાબેન દિલીપકુમાર દવે (ઉ.વ. ૬૯) (નિવૃત શિક્ષક) તે સેજલબેન વિશાલભાઇ જોષી તથા સ્વ. નિકુંજ દિલીપભાઇ દવેના માતુશ્રી તથા પ્રો. વિશાલભાઇ રતિલાલ જોષી (ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી)ના સાસુમા તથા યજત તેમજ પદ્મજાના નાનીમાંનું તા. ર૧ સોમવારે અવસાન થયેલ છે. બેસણું તા. ર૪ ગુરૂવારને બપોરે ૪ થી ૬ ના સમયે શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિર, ઝાંઝરડા રોડ, જુનાગઢ મુકામે રાખેલ છે.

શશીકાંત શેઠ

રાજકોટઃ મોઢવણિક શશીકાંત મણિલાલ શેઠ (નિવૃત દેના બેંક) તે ભાવનગર નિવાસી આણંદજી ભોગીલાલ પારેખના જમાઈ તથા નિરંજન શેઠ (નિવૃત પીજીવીસીએલ), તૃપ્તિ મયુરકુમાર પારેખના પિતાશ્રી તા.૨૧ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. સદ્દગતની ઈચ્છાનુસાર દેહદાન કરેલ છે તથા પ્રાર્થનાસભા, લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

અરૂણાબેન રાઠોડ

રાજકોટ : ધ્રોલ નિવાસી હાલ રાજકોટ વિજયભાઇ વસંતભાઇ રાઠોડના ધર્મપત્ની અરૂણાબેન (ઉ.પપ) તે પ્રતિક, આકાશ, માલ્વીકના માતુશ્રી તથા પરમાર કાનજીભાઇ લવજીભાઇના પુત્રી તથા દિનેશભાઇ, સુનિલભાઇના બહેનનું તા.ર૧ ના રોજ દુઃખદ અવસાન થયેલ છ.ેસદ્દગતનું બેસણું  (બન્ને પક્ષનું) તા.રપના શુક્રવારે સાંજે ૪ થી ૬ લુહાર જ્ઞાતિની વાડી ૧પ રણછોડનગર રાજકોટ ખાતે રાખેલ છે

લાભશંકર જાની

રાજકોટઃ ઓૈદિચ્ય ઘેલારામજી બ્રાહ્મણ ઇશ્વરીયા નિવાસી હાલ રાજકોટ સ્વ. જમનાદાસ ગંગારામ જાનીના પુત્ર લાભશંકર જાની (ઉ.વ.૮૧) તે નિતાબેન જોષી, અલ્કાબેન દવે, આરતીબેન ત્રિવેદી, અનિતાબેન પંડ્યાના પિતાશ્રી તથા સ્વ. પ્રભાશંકરભાઇ, સ્વ. ભાનુભાઇ, નટવરલાલ, વિનોદરાય, સ્વ. અરવિંદભાઇ જાનીના ભાઇ તથા ઘનશ્યામભાઇ, કિશોરભાઇ જાનીના કાકા અને રામ, શ્યામ, હાર્દિકના દાદાનું તા. ૨૨ના અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા. ૨૪ના ગુરૂવારે સાંજે ૪ થી ૬, રામ મંદિર હોલ, પીડીએમ કોલેજ પાછળ ગોંડલ રોડ રાજકોટ ખાતે રાખેલ છે.