Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018
ઉપલેટાના મેગા મેડિકલ કેમ્પના સ્થાપક ઉકાભાઇ સોલંકીનું અમેરિકામાં અવસાનઃ કાલે શોકસભા

ઉપલેટા તા. રર : દેશવિદેશના નામાંકીત તબીબોની એપોઇમેન્ટ લેવી પણ ખુબજ મુશ્કેલ હોય તેવા જુદા-જુદા રોગોના દેશ-વિદેશના નિષ્ણાંત તબીબોને છેલ્લા ૧૭ વર્ષથી સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટના નેજા નીચે ઉપલેટામાં યોજાતા મેગા મેડીકલ કેમ્પમાં સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી અત્યાર સુધીમાં લાખો દર્દીઓને વિનામુલ્યે ઓપરેશન સારવાર દવા અને રહેવા જમવાની સગવડો મળી છેઆવા આશિર્વાદરૂપ મેડીકલ કેમ્પના સ્થાપક દાતા મુળ ઉપલેટા આહીર જ્ઞાતીમાં જન્મેલા અને અમેરીકામાં ભારતીય જનમસુદાયના વરીષ્ઠ આગેવાન અને ત્યાંના અગ્રણી બિઝનેશમેન જેમના દાનથી સૌરાષ્ટ્રની આવી અનેક ધાર્મિક સામાજીક અને શૈક્ષણીક સંસ્થાઓ ચાલે છે. તેવા આદરણીય ઉકાભાઇ સોલંકીનુ તાજેતરમાં અમેરીકા મુકામે ટુંકી બિમારીથી દુઃખદ અવસાન થતા આવી અનેક સંસ્થાઓ રાંક બની છે તેમની ખોટ સમસ્ત આહીર સમાજ અને ખાસ ઉપલેટા વિસ્તારને પડશે તેમના દુઃખદ અવસાનના સમાચાર મળતા ઉપલેટા સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં ખુબજ ઘેરા દુઃખ અને શોકની લાગણી છવાઇ જવા પામેલ હતી.  તા.ર૩ રવિવારે તેમની સ્થાપેલી સંસ્થા સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ દ્વારા અહિના કન્યા શાળા હોલ ખાતે સાંજે ૪ થી ૬ એક ભવ્ય શોકસભાનું આયોજન કરવામાંં આવેલ છે જેમાં સમગ્ર સૌરાષ્ટ્રના નિષ્ણંાત તબીબો, રાજકીય સામાજીક, સેવાકીય અને શૈક્ષણીક આગેવાનો, વેપારીઓ ઉદ્યોગપતીઓ, મિત્રો વિગેરે મોટી સંખ્યામાં હાજર રહી શ્રદ્ધાંજલી આપશે.

પીએસઆઇ જનકસિંહ રાણાના માતુશ્રીનો ગોલોક વાસઃ સોમવારે રાજકોટમાં બેસણું

રાજકોટ તા. ૨૨: પુરીબા ગજુભારાણા (ઉ.વ. ૭૮) તેઓ મયુરધ્વજસિંહ ગજુભા રાણા, બલભદ્રસિંહ ગજુભા રાણા, નરેન્દ્રસિંહ ગજુભા રાણા (હેડકોન્સ. રાજકોટ શહેર) તથા જનકસિંહ ગજુભા રાણા (પીએસઆઇ ભુજ)ના માતુશ્રીનો તા. ૨૨/૯ના ગોૈલોકવાસ થયેલ છે. સદ્દગતનું બેસણું તા. ૨૪ના સોમવારે રાજકોટ શહેર પોલીસ હેડકવાર્ટર ખાતે બપોરે ૩ થી પ રાખેલ છે. તેમજ સદ્દગતની ઉત્તરક્રિયા તા. ૪/૧૦ના ગુરૂવારે તેમના વતન જોબાળા (તા. ચુડા) ખાતે રાખેલ છે.

અવસાન નોંધ

કિશોરચંદ્ર લોટીયા

રાજકોટઃ દશા સોરઠીયા વણિક સરધાર નિવાસી હાલ રાજકોટ કિશોરંચદ્ર્ ત્રિભોવનદાસ લોટિઆ (ઉ.વ.૭૮) (નિવૃત મામલતદાર, એડવોકેટ-નોટરી) તે ભાનુબેનના પતિ, હિરેન, ધર્ર્મેેશના પિતાજી તથા ફાલ્ગુની દ્વારકેશકુમાર શેઠ-મુંબઇના પિતાજી અને દેવાશું-વિભુતિના દાદાશ્રી અને લતાબેનના સસરા તથા દ્વારકેશકુમાર દામોદર શેઠ-મુંબઇના સસરા તથા સોભાગ્યભાઇ પારેખ, સ્વ.મુકુન્દરાય પારેખ અને લલિતભાઇ પારેખના બનેવી તથા સ્વ. પ્રવિણચંદ્ર જગજીવનભાઇ ગાદોયા (બાબરા) ના વેવાઇનું  દુઃખદ અવસાન તા. ૨૧ શુક્રવારના રોજ થયેલ છે.તેમનું સદ્ગતની પ્રાર્થના સભા તા.૨૪ ના સોમવાર ના રોજ સાંજે ૪ થી ૬ સ્થળઃ નાગર બોર્ડિગ, ટાગોર રોડ, વિરાણી હાઇસ્કુલ સામે, હાટકેશ્વર મહાદેવના મંદિરની બાજુમાં રાજકોટ ખાતેરાખેલ છે.

પ્રભાબેન મહેતા

રાજકોટઃ હળવદ નિવાસી હાલ રાજકોટ ગં. સ્વ. પ્રભાબેન શિવપ્રસાદ મહેતા (ઉ.વ.૮૯) તે હરીહરભાઇ, રૂતભર, ગીરીશ, મયંક, વસંતબેન, મીનાબેન તથા મંજુલાબેનના માતુશ્રીનું તા.ર૦ના અવસાન થયેલ છે. બેસણું તા.ર૩ને રવિવારે સાંજે ૪-૩૦ થી ૬, બ્રાહ્મણ બોર્ડીંગ, એસ્ટ્રોન ચોક, ખાતે રાખેલ છે.

સવજીભાઇ રાઠોડ

રાજકોટઃ સ્વ. હિરજીભાઇ ભીમજીભાઇ રાઠોડ (લાડવા) તેમજ જીવરાજભાઇ ભીમજીભાઇ રાઠોડ (લાડવા) જેન્તીભાઇ ભીમજીભાઇ રાઠોડ (લાડવા) તેઓના ભાઇ તેમજ નારણભાઇ સવજીભાઇ, અશોકભાઇ, મહેશભાઇ, અમૃતભાઇના પિતાશ્રી સવજીભાઇ રાઠોડ (લાડવા)નું તા.ર૦ના અવસાન થયેલ છે. સ્વ.નું બેસણું તા.ર૪ના સોમવારે સાંજે ૪ થી ૬, નારણભાઇ સવજીભાઇ રાઠોડ (લાડવા) રણુંજા મંદિર પાછળ, શિવધામ સોસાયટી, શેરી નં.૩, રવિરાજ, ખાતે રાખેલ છે.

હિતેષભાઇ જાદવ

રાજકોટઃ (વાણંદ) વી. વી. સોલંકી નિવૃત ઓફિસર જુ. વિ. બેન્ક તથા મધુબેન સોલંકી નિવૃત સીડીઆઇઓના પુત્ર અલ્કાબેનનાં પતિ હિતેષ કે. જાદવનું તા.૧૯ના અમદાવાદ મુકામે અવસાન થયેલ છે. પિયર પક્ષનું બેસણું તા.ર૪ને સોમવારે સાંજે રૈયા રોડ, અલ્કાપુરી, અલ્કેશ્વર મંદિરે સાંજે પ થી ૬ વાગ્યા સુધી રાખેલ છે.

કાશીબેન ચોટલીયા

રાજકોટઃ કાશીબેન જાદવજીભાઇ ચોટલીયા (ઉ.વ.૯પ) ગુર્જર ક્ષત્રિય કડિઆ, મૂળ ગામ જાયવા, હાલ રાજકોટ તા.ર૦ના અવસાન  થયુ છે. બેસણું તા.ર૪ સોમવારે સાંજે ૪ થી ૬, 'આત્મજયોત', વિવેકાનંદનગર-૩, કાશીબેનની શેરી, કોઠારીયા રોડ, દેવપરા ઉપર, ખાતે રાખેલ છે.

જીતેન્દ્રભાઇ મહેતા

ગોંડલઃ ગોંડલ નિવાસી સ્વ.ઓત્તમચંદભાઇ ધનજીભાઇ શેઠના દોહિત્ર, જયવંત શેઠ તથા વિનુભાઇ શેઠના ભાણેજ તથા જામનગર વાળા સ્વ.લલીતભાઇ મુલચંદભાઇ મહેતાના પુત્ર જીતેન્દ્રભાઇ (ઉ.વ.૬પ) હાલ મુંબઇ તા.ર૦ના ગુરૂવારના રોજ અરિહંત શરણ પામેલ છે. સદ્દગતની સાદડી ગોંડલ તા.રર ને શનિવારે સાંજે ૪ થી ૬, 'જિનેશ્વર' ૧૯ સ્ટેશન પ્લોટ  ખાતે નિવાસ સ્થાને રાખેલ છે.

દિવ્યાબેન વિઠ્ઠલાપરા

મોરબી : ઘુટું નિવાસી હાલ મોરબી દિવ્યાબેન સુનિલભાઇ વિઠલાપરા તે સુનિલભાઇ વિઠલાપરાના પત્ની અને પ્રફુલભાઇ ગોપાલભાઇ વિઠલાપરાના પુત્રવધુ તેમજ દિનેશભાઇ, રાજૂભાઇ, મનોજભાઇ, બળવંતભાઇ અને સંજયભાઇના ભત્રીજા વહુનું તા. ર૦ ના રોજ અવસાન થયું છે. બેસણું તા. રર ને શનિવારે સાંજે ૪ થી ૬ કલાકે ગોકુલનગર, શનાળા બાયપાસ નજીક મોરબી રાખેલ છે.

રમણીકભાઇ જોષી

જુનાગઢ : ઢૂંઢીયા પીપળીયા નિવાસી (તા. વડીયા), રમણીકભાઇ અંબારામ જોષી (ઉ.૭૯) તે રસીકભાઇ (શાસ્ત્રી), વિપુલભાઇ, નિતાબેન (મોટીગોપ), ત્થા કૈલાશબેન (જુનાગઢ)ના પિતાશ્રી તા. ર૧ ના અવસાન થયેલ છે. બેસણું ર૪ ના સાંજે ૩ થી ૬ તેમના નિવાસ સ્થાને ઢૂંઢીયા પીપળીયામાં રાખેલ છે.

રશ્મિકાંતભાઇ જોષી

ઉના : મુળ દેલવાડા નિવાસી હાલ દમણ નિવાસી સિમર સમવાય ઔદિચ્ય બ્રાહ્મણ રશ્મિકાંતભાઇ કરૂણાશંકર જોષી (ઉ.૬પ) તે કુસુમબેનનાં પતિ ત્થા પિનાકીન અને પરિક્ષીત, નિરવાના પિતાશ્રી, ભારતીબેન ચંદ્રકાન્ત પંડયા (માંગરોળ)નાં ભાઇ ત્થા સ્વ. શાંતીલાલ મોહનલાલ જોષી, કાંતીલાલ જોષી, (તલાળાગીર), સ્વ.હરગોવિંદભાઇ રવિશંકર જોષી (દેલવાડા), સ્વ. ભાનુશંકર જોષી (ઉના) નાં ભત્રીજા ત્થા યોગેશભાઇ (મુંબઇ), નરેન્દ્રભાઇ, રાજૂભાઇ (તલાલા), જયેશભાઇ (અમદાવાદ), પરેશભાઇ દેલવાડા, અતુલભાઇ (ઉના)નાં ભાઇ તા. ર૧ મીએ દમણમાં અવસાન પામેલ છે. સાદડી તા. ર૪ ને સોમવારે બપોરે ૪ થી ૬ બ્રહ્મસમાજની વાડી ટાવર ચોક ઉના રાખેલ છે.

ભાનુમતીબેન શાહ

ઉના : ઉનાનાં દશા મોઢ માંડલીયા ગં. સ્વ. ભાનુમતીબેન નાથાલાલ શાહ (ઉ.૮૬) તે સ્વ. નાથાલાલ કેશવલ શાહનાં ધર્મપત્ની, ત્થા નિલેશભાઇ, યોગેશભાઇ, વિમલભાઇનાં માતુશ્રી ત્થા સ્વ. મનસુખલાલ શાહ (બીડીવાળા), સ્વ. રમણીકલાલ શાહનાં ભાભી તથા વિજયભાઇ ધીમંતભાઇના ભાભુ તા. ર૦ મીએ શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થના સભા તા. રર મીએ શનીવારે સાંજે ૪ થી ૬ સુધી શ્રી મોઢ વણીક જ્ઞાતિની વાડી લાઇબ્રેરી ચોક ઉના રાખેલ છે.

કાંતાબેન રાણપરીયા

ઉના : ગીર ગઢડા તાલુકાના વડવીયાળા ગામનાં કાંતાબેન રામભાઇ રાણપરીયા (ઉ.૭પ) તે રામભાઇ કાળાભાઇ રાણપરીયાના ધર્મપત્ની ત્થા શાંતીલાલ (બાપુ), શૈલેષભાઇ ના માતુશ્રી તા. ર૧ નાં રામચરણ પામેલ છે. બેસણુ તા. ર૪ મીએ સોમવારે આખો દિવસ તેમના નિવાસ સ્થાન વડવીયાળા ગામે રાખેલ છે.

જીતેન્દ્રભાઇ મહેતા

ગોંડલ :.. જીતેન્દ્રભાઇ મુલચંદભાઇ મહેતા ઉ.૬પ તે સ્વ. ઓતમચંદ ભાઇ ધનજીભાઇ શેઠના દોહિત્ર, જયવંતભાઇ તથા વિનુભાઇના ભાણેજનું મુંબઇ મુકામે તા. ર૦ ના અવસાન થયેલ છે. સાદડી તા. રર ને શનિવારે સાંજે ૪ થી ૬ જિનેશ્વર ૧૯ સ્ટેશન પ્લોટ, ગોંડલ ખાતે રાખેલ છે.

કદંબભાઈ પારેખ

રાજકોટ : દિગંબર જૈન (સોનગઢ) રાજકોટ નિવાસી કદંબભાઈ, તે વસંતભાઈ પ્રભુલાલ પારેખ (મુંબઈ)ના પુત્ર, કલ્પનાબેનના પતિ, દેવાંશી ભાવેશ ભરવાડા તથા કૃતિના પિતા, દિપેન પારેખ અને ડો.પારૂલ અશોક કામદારના ભાઈ, રાજેશ મહેતા (સૌ. યુનિ)ના બનેવી તા.૨૦ના અરિહંતશરણ પામેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૨૪ને સોમવારે સવારે ૧૦:૧૫ વાગ્યે શ્રી આદિનાથ દિ. જૈન મંદિર, ૧૫ પંચનાથ પ્લોટ, રાજકોટ ખાતે રાખેલ છે.