Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018
શહેરી વિકાસ મિશનના નિયામક એન.જે.ગોહિલના સાસુ મંજુલાબેન યાદવનો દેહવિલયઃ કાલે બેસણુ

રાજકોટ : ધીરૂભાઇ નરશીભાઇ યાદવના ધર્મપત્ની મંજુલાબેન (ઉ.વ.૬૪) તે ઉર્વશીબેન, પારૂલબેન અને વૈશાલીબેનના માતુશ્રી તેમજ અગાઉ રાજકોટ જિલ્લા પંચાયતમાં ફરજ બજાવી ચુકેલા હાલ શહેરી વિકાસ મિશન, ગાંધીનગરના ડીરેકટર (ફાઇનાન્સ) શ્રી નિલેષકુમાર જે. ગોહિલ અને હિમતકુમાર કે. ગેડિયાના સાસુનું તા. ૧૯ ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું આવતી કાલે તા. ૨૩ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન જૈનમ એપાર્ટમેન્ટ, નાગેશ્વર મંદિર સામે માધાપર ચોકડી,જામનગર રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.(૧.૭)

પ્રવિણકુમાર મહેતાનું દુઃખદ નિધન : દેહદાન - ચક્ષુદાન

રાજકોટ : નાથળીયા ઉનેવાય બ્રાહ્મણ પ્રવિણકુમાર ગૌરીશંકર મહેતાનું અવસાન થતાં તેમના પરિવારના સંકલ્પ અનુસાર ચક્ષુદાન તેમજ દેહદાન કરેલ છે. નાથળીયા ઉનેવાચ બ્રહ્મસમાજ ટ્રસ્ટ, રાજકોટના ચક્ષુદાન, દેહદાન જાગૃતિ અંતર્ગત ૨૩મું ચક્ષુદાન તથા પાંચમુ દેહદાન થયેલ છે. તેમ ટ્રસ્ટના માનદમંત્રી ઉમેશ આર. મહેતાની યાદીમાં જણાવાયું છે. (મો.૯૪૨૮૫ ૦૬૦૧૧)

સાવરકુંડલા એસ.ટી.નાં નિવૃત કર્મચારી હાસમભાઈ ગોરીનું અવસાનઃ આજે જીયારત

સાવરકુંડલાઃ એસ.ટી.ના નિવૃત કર્મચારી અને અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને પત્રકાર ઈકબાલ ગોરીના કાકા તથા સલીમ ગોરી (ભાણો)ના પિતા હાસમભાઈ જમાલભાઈ ગોરી (ઉ.વ.૭૬) તા. ૨૦-૮-૧૮ના રોજ ખુદાની રહેમતમાં પહોંચી ગયેલ છે. મર્હુમની જીયારત તા. ૨૨-૮-૧૮ના રોજ બુધવારે અસરની નમાઝ બાદ નુરાનીનગર મદ્રાસામાં રાખેલ છે અને ઔરતો માટેની જીયારત નુરાનીનગર ઘાંચી જમાત ખાના ખાતે રાખેલ છે.

અવસાન નોંધ

જયેશભાઇ લુંભાણી

રાજકોટઃ જયેશભાઇ જયંતિભાઇ લુંભાણી (તળાજાવાળા)ના સુપુત્ર આકાશ જયેશભાઇ લુંભાણી (ઉ.વ.૧૩) તે નિલેશભાઇ જયંતિભાઇ લુંભાણીના ભત્રીજા તે રાણપરા દેવેન્દ્ર પ્રવિણભાઇ ગોકળદાસ (કુવાડવા વાળા) ના ભાણેજ તે વૈઠા જયશ્રીબેન ભુપતભાઇ (મઢડાવાળા) ના ભત્રીજાનું તા.૨૦ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.૨૩ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬, રાણીંગા વાડી, કાન્તા સ્ત્રી વિકાસ ગૃહ મેઇન રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

ચંદ્રકાંતભાઇ માધાણી

રાજકોટઃ શ્રી દશા સોરઠીયા વણિક બગસરા નિવાસી હાલ રાજકોટ ચંદ્રકાતભાઇ વનમાળીદાસ માધાણી (ઉ.વ.૭૧) તેઓ શ્રી પ્રવિણભાઇ તથા શ્રી નવનીતભાઇ, પ્રેમીલાબેન, કાન્તાબેન, સ્વ. જશવંતીબેન તથા લિલાવંતીબેન, નિર્મળાબેનના ભાઇ તથા ડિમ્પલ વિરલ પારેખ, આરતી પરેશ વિભાકર, નમ્રતા પિયુષ આણંદપરા, કોમલ વિરલ મદાણી, હિના આશિષ શાહ, નેહા આંનદ વસાણીના પિતાશ્રી અને મગનલાલ પ્રેમચંદ્ર ધ્રુવના ભાણેજ તા.૨૨ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા.૨૩ના રોજ સાંજે ૪ થી ૫ હાટકેશ્વર મહાદેવ, નાગર બોર્ડીંગ, ટાગોર ચોક, રાજકોટ ખાતે રાખેલ છે.  

જશવંતીબેન પંડયા

રાજકોટઃ ઔદિચ્ય બ્રાહ્મણ ગં.સ્વ. જશવંતીબેન પંડયા (ઉ.વ.૭૨) મુળ જુનાગઢ, હાલ રાજકોટ જેઓ પ્રકાશભાઇ (રેલ્વે લોકો પાયલોટ-હાપા, રાજકોટ)ના માતૃશ્રી તેમજ હરીકૃષ્ણભાઇ પંડયા (સરસ્વતી, સર્વોદય સ્કુલ)ના કાકી તા.૨૧ના રોજ અક્ષરવાસી થયેલ છે. સદ્ગતનું બેસણું તા.૨૩ને ગુરૂવારે બપોરે ૪:૩૦ થી ૬ વાગ્યા સુધી તેમના નિવાસ સ્થાન- પ્રભુવાટીકા-બી, પી.ડી.એમ કોલેજ પાછળ રાખેલ છે.

રતિલાલભાઇ જોગીયા

 રાજકોટઃ રતીલાલભાઇ પરસોતમભાઇ જોગીયા (ઉ.વ.૮૧) તે ધીરૂભાઇ જોગીયાના ભાઇ તથા જયેશભાઇ જોગીયાના પિતાશ્રીનું તા.૨૦ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૨૩ ગુરૂવાર સવારે ૯ થી ૧૧ રાણીગાવાડી, મીલપરા, રાજકોટ ખાતે રાખેલ છે.

મંજુલાબેન જયસ્વાલ

જૂનાગઢઃ મંજુલાબેન (ઉ.વ. ૭૬) તે દુર્ગાપ્રસાદભાઈ અમૃતલાલ જયસ્વાલ (શ્રી જલારામ ટ્રાવેલ્સવાળા)ના પત્નિ, ભરતભાઈ તથા પરેશભાઈના માતુશ્રીનું તા. ૨૦ના અવસાન થયેલ છે. બેસણુ તા. ૨૩ને ગુરૂવારે સાંજે ૪.૩૦ થી ૬.૩૦ તેમના નિવાસ સ્થાન આર્યશેરીનાં નાકે, કડીયાવાડ, દાતાર રોડ, જૂનાગઢ ખાતે રાખેલ છે.

મનસુખભાઈ યાદવ

જૂનાગઢઃ મનસુખભાઈ વેલજીભાઈ યાદવ (ઉ.વ. ૬૫) તે હિરેનભાઈ તથા સચીનભાઈના પિતાશ્રી તેમજ ચિનાભાઈ શાન્તીભાઈ તથા હરસુખભાઈ યાદવના મોટાભાઈનું તા. ૨૦ના અવસાન થયેલ છે. બેસણુ કામદાર સોસાયટી, ચુનાની ભઠ્ઠી પાસે તેમના નિવાસ સ્થાને તા. ૨૩ને ગુરૂવારે બપોરે ૪ થી ૬ જૂનાગઢ ખાતે રાખેલ છે.

મનસુખલાલ સંચાણીયા

જેતપુરઃ વરિયા વૈશ્નવ પ્રજાપતિ મનસુખલાલ મોહનલાલ સંચાણીયા (ઉ.વ. ૮૦) તે અરવિંદભાઈ (પ્રજાપતિ ગાથા), ખુશાલભાઈ, બકુલભાઈના પિતાશ્રી તેમજ હાર્દિકભાઈના દાદાનું તા. ૨૧ના અવસાન થયેલ છે. બેસણુ તા. ૨૩ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ વરિયા વંશ પ્રજાપતિની વાડી, ગીરનાર રોડ, ગોધાવાવની પાટી, જૂનાગઢ ખાતે રાખેલ છે.

જયોતિબેન ભીંડે

રાજકોટ : કરછી લોહાણા જયોતિબેન (ઉ.વ. ૫૯) નરેન્દ્રભાઇ (બાબુભાઈ) ગોવિંદજી ભીડના પત્ની તે સ્વ. ગોવિંદજી વિરજી ભીડના પુત્રવધુ તથા કચ્છ ગામ વાધોપધર હાલ રાજકોટના પત્ની તે અમીતભાઇ, મયુરભાઇ, પંકજભાઈ. તથા કિરણબેનના માતુશ્રી તે ભગવાનજીભાઇ, સુરેશભાઈ તથા ગીતાબેન મધુસુદન તન્નાના ભાભીશ્રી, તે ખીમજી વીશનજી પલણ કચ્છ ગામ બાંઢીયા હાલ મોરબીના પુત્રી તે ભરતભાઇની ખીમજીભાઈ પલણ, કલાવતીબેન કરસનભાઇ કક્કડ, વિજયાબેન હરિશભાઇ ઠક્કરના બેન તે વર્ષાબેન અમીતભાઈ તથા પ્રવીણકુમાર જેઠમલ ગણાત્રાના સાસુ તે ભાવનાબેન ભગવાનજીભાઈના જેઠાણી તે હર્ષ તથા દ્રષ્ટીના દાદીમા, તે પાર્થ, શ્રુતિના નાનીમા તે સોનલ, દિવ્યા તથા દિપના મોટાભાભુનું તા. ૨૧ મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે તેમનું બેસણું તા. ૨૩ ગુરૂવારના રોજ સાંજે ૫ થી ૬ કચ્છી લોહાણા દરિયા સ્થાન, જુનો મોરબી રોડ, મહાશકિતપાર્ક, રાજકોટ મુકામે રાખેલ છે. (પિયર પક્ષનું બેસણું સાથે રાખેલ છે.)

પુષ્પાબેન પરમાર

રાજકોટઃ પુષ્પાબેન (ઉ.વ.૬ર) તે કનુભાઇ ગોવિંદભાઇ પરમારના ધર્મપત્ની તથા જીતુભાઇ, કપીલાબેનના માતાનું તા.ર૦ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.ર૪ના શુક્રવારે સાંજના ૪ થી ૬, ત્રીવેણીનગર બગીચાની સામે શેરી કૃષ્ણનગર ગુરૂપ્રસાદ ચોક ખાતે રાખેલ છે.

પ્રવિણચંદ્ર પંડયા

રાજકોટઃ શ્રી ચાતુર્વેદી મચ્છુ કાઠીયા મોઢ બ્રાહ્મણ મૂળ ગામ કોયલી, હાલ રાજકોટના સ્વ.અમૃતલાલ ઓધવજી પંડયાના પુત્ર પ્રવિણચંદ્ર અમૃતલાલ પંડયા (ઉ.વ.૭ર) (નિવૃત સી. એન્ડ ડબલ્યુ. સેફટી કાઉન્સીલર, રેલ્વે) તે મનીષભાઇ (બાબુલ), નિકુંજભાઇ (રા.મ્યુ.કો.), પૂનમબેન મયુરભાઇ ભટ્ટ (જામનગર), દિપાલીબેન (ટેબલ ટેનીસ)ના પિતા તથા સ્વ.જયંતિલાલ પ્રાણજીવન દવે (ખેંગારકા)ના જમાઇનો કૈલાશવાસ તા.૧૯ના થયેલ છે. સદ્દગતનું બન્ને પક્ષનું બેસણું તા.ર૩ને ગુરૂવારે સાંજે ૪ થી ૬, રેલ્વે લોકો કોલોની કોમ્યુનીટી હોલ, રામેશ્વર મંદિર પાસે, જામનગર રોડ ખાતે રાખવામાં આવેલ છે.

રાજેશભાઇ ભંડારી

રાજકોટઃ ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ મુળ ચિત્રાવડ હાલ રાજકોટ નિવાસી ભાસ્કરભાઇ વૃજલાલ ભંડારીના પુત્ર રાજેશભાઇ (રાજુભાઇ) ભંડારી તે સુરભીબેન પંડયા (લંડન) રવિભાઇ ભંડારી (લંડન)  રેખાબેનના ભાઇનું તા.ર૦ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.ર૪ના શુક્રવારે સવારે ૯ થી ૧૧ ભકિત આશ્રમ - એ.જી. ચોક, કાલાવડ રોડ ખાતે રાખેલ છે.

મંજુલાબેન રાજયગુરૂ

રાજકોટઃ ઔદિચ્ય મહારાજશ્રી ઘેલારામજી બ્રાહ્મણ જ્ઞાતિના મંજુલાબેન દિલીપભાઇ રાજયગુરૂ તે દિલીપભાઇના ધર્મપત્ની તે કવિતાબેન નીલેશભાઇ ઠાકર, લીનાબેન વિપુલભાઇ મહેતા, શિતલ નિરવભાઇ વ્યાસના માતુશ્રી તેમજ અશોકભાઇ, રજનીકાંતભાઇ, સુરેશભાઇના ભાભીનું તા.ર૧ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.ર૩ના સાંજે ૪ થી ૬, શ્રી મોઢ બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, ચંદન પાર્ક મેઇન રોડ, ચંદ્ર મૌલેશ્વર મંદીર સામે, સરકારી કર્મચારી સોસાયટી મેઇન રોડ, કીડવાઇનગર પાસે રાખેલ છે.

ધરમશીભાઇ સાપરિયા

રાજકોટઃ મૂળ ગામ જામવંથલી હાલ રાજકોટ રહેતાં ધરમશીભાઇ (શાંતિલાલ) રણછોડભાઇ સાપરિયા જે હસમુખ, દિપક, ચંદ્રિકા, વર્ષાના પિતા તથા વૃજલાલ સાપરિયાના ભાઇનું તા.ર૦ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.ર૪ના શુક્રવારે ભકિતહોલ ખાતે સાંજે ૪ થી ૬ તથા તેમની ઉતરક્રિયા તા.૩૦ના પીપળીયા હોલ ખાતે રાખવામાં આવેલી છે.

અમૃતલાલ કણસાગરા

માણાવદરઃ નાનડીયા નિવાસી અમૃતલાલ મોહનલાલ કણસાગરા (ઉ.વ.૬૦) તે પિયુષભાઇના પાપા (થતા) અને હરસુખભાઇના મોટાભાઇનું  તા.ર૦ સોમવારના રોજ અવસાન થયું છે. બેસણું તા.ર૩ને ગુરૂવારે પટેલ સમાજ નાનડીયા ખાતે રાખેલ છે.

દયાબેન પરમાર

રાજકોટઃ ભાવસાર દયાબેન જેન્તીલાલ પરમાર (ઉ.વ.પર)નું તા.૧૪ના અવસાન થયેલ છે. તે મધુબેન, રશ્મીબેન, ભાવેશના માતુશ્રી મુળજીભાઇ મોહનભાઇ જેતપુર વાળા તથા પ્રવીણા ગોરધનભાઇ મંજલવાળા તથા પ્રિતીબેન ભાવેશના સાસુ તથા મયુરી, જૈનીષનાં  દાદી તેમની પ્રાર્થનાસભા તા.ર૩ના સાંજે ૪ થી પ ભાવસાર સમાજવાડી ઠે. શેરી નં.૬ ચંપકનગર સંત કબીર રોડ ખાતે રાખેલ છે. (

દયાબેન પરમાર

ગોંડલઃ દયાબેન અમૃતલાલ પરમાર (ઉ.વ.૮૮) દિનેશભાઇ તથા લાલિતભાઇના માતાનું તા. ૨૧ના અવસાન થયેલ છે બેસણું તા. ૨૩ ગુરૂવાર સાજે ૪થી૬ કલાકે શ્યામ વાડી પેલેસ રોડ, ગોંડલ ખાતે રાખેલ છે.

હસમુખભાઇ ભટ્ટ

વિસાવદરઃ ઓૈદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ સ્વ. હસમુખભાઇ જયંતિલાલભાઇ ભટ્ટ ઉ.વ.૬૭ તે સ્વ. જયંતિલાલ ભાઇ શંકર ભટ્ટના સુપુત્ર તેમજ લલિતભાઇ ભટ્ટના મોટાભાઇ અને કરણ તથા મંથનના મોટા બાપુજી તેમજ સ્વ. પ્રભાશંકર શંકર પ્રસાદ દવે (જામકંડોરણા)ના જમાઇનું (શ્રાવણ સુદ અગીયારસ) તા. ૨૦ ને સોમવારે દુઃખદ અવસાન થયેલ છે. બેસણુ તા. ૨૩ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ સુંદરબા બાગ બસ સ્ટેન્ડ પાસે જુનાગઢ રોડ વિસાવદર ખાતે રાખેલ છે.

રાજાભાઇ રાજતિયા

કેશોદ : રાજાભાઇ ગોવિંદભાઇ રાજતિયા (ઉ.વ.૭૪) તે જીવાભાઇ રાજતિયા (માધવ જવેલર્સ) અને પરબતભાઇ રાજતિયાના પિતાશ્રીનું તા.૨૦ને સોમવારે અવસાન થયેલ છે. બેસણું તા. ૨૩ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે એરપોર્ટ રોડ, પરિશ્રમ સ્કૂલની પાછળ કેશોદ ખાતેના તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

રસીકલાલ કારીયા

જુનાગઢઃ રસીકલાલ જગજીવનદાસ કારીયા (ઉ.વ.૭૪) કૃષ્ણકાંતભાઇના નાનાભાઇ તથા ગોપાલભાઇના મોટાભાઇ તથા રણછોડદાસ કરસનદાસ કાનાબારના બનેવી (માધુપર ઘેડ) તા. ૨૦ ના અવસાન થયેલ છે. ઉઠમણું તા. ૨૩ને ગુરૂવારે ખામધ્રોળ રોડ, હેમાવન સોસાયટી, હેમનાથ મહાદેવ સાંજે ૪ થી ૫ રાખેલ છે.

દેવજીભાઇ રૈયાણી

ગોંડલઃ દેવજીભાઇ (બટુકભાઇ) ભાયાભાઇ રૈયાણી (ઉ.વ.૬ર) તે રવિભાઇ દેવજીભાઇ, અમીબેન કમલેશકુમાર , મયુરીબેન તુષારકુમાર ભંડેરીના પિતા તથા કેશુભાઇ મનજીભાઇ, ચંદુભાઇ, મોહનભાઇ, જેન્તીભાઇના મોટાભાઇનું તા.૧૯ના રોજ અવસાન થયેલ છે તેમનું બેસણું તારીખ ર૩ ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે વલ્લભ કોમ્યુનીટી હોલ વલ્લભનગર કો.ઓ.હા. સોસાયટી બસ સ્ટેન્ડ પાસે ગોંડલ ખાતે રાખેલ છે.

ગીરીશભાઇ જયશંકરભાઇ પંડયા

ગોંડલઃ ગીરીશભાઇ જયશંકરભાઇ પંડયા તે ધર્મેશભાઇ (રેલ્વે) મીરાબેન સંજયભાઇ પંડયાના પિતા, શ્રીકાંતભાઇના મોટાભાઇ, રાજેન્દ્રભાઇ ઉપાધ્યાય, પંકજભાઇ, રસેસભાઇ, જેમીનભાઇ, શૈલેષભાઇના બનેવી, ગૌરાગ પંડયા તથા બુલબુલ પંડયાના મોટા બાપુજી, ભાવીન શાહ તથા ભાવેશ શાહના મામાનું શિહોર મુકામે તા.૧૮ના અવસાન થયેલ છે. સદગતની પ્રાર્થના સભા તા.ર૩ ને ગુરૂવાર સાંજે ૪ થી ૬ કલાકે હેમ વાડી સ્ટેશન પ્લોટ, ગોંડલ ખાતે રાખેલ છે.